કોને ભૂલુંને કોને સમરુ રે - 114 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 114

"જમીને આંટો મારી આવીયે ચાલ થોડા પગ છુટ્ટા થાય અનીલ્યો આખો દી ઘોર્યા કરે છે એટલેએના ખાતર ચાલ.."જમીને શેકેલી વરિયાળીની મુઠી ભરી ત્રણેય ચાલતા ચાલતા ફાઇ ગાર્ડનબાજુરાઉંડ મારવા નિકળ્યા ત્યારે એક બાજુ કપોળ નિવાસમા રહેતા અનેક સગાનો ભય આજુબાજુના દરેકબિલ્ડીગો કપોળ વાણીયાથી ખીચોખીચ...એટલે લોકોમાંથી કોઇન કોઇ જોઇ જશેની બીકને લીધેચંદ્રકાંત સાવધાન હતા...બન્ને બાજુથી ગોદા મારી હરેશ અને અનિલ સ્વર્ગની અપ્સરાને આંટી દેએવી ગોરી ચટ્ટી પારસી છોકરીઓ કોઇ વોક કરતી હતી તો કોઇ દોડતી હતી તેની ચારેબાજુ પારસીમાટીડાઓ પણ એક્સરસાઇઝ કરતા હતા...બાકીના પ્રેમપ્રદેશમા ખોવાયેલા પંખીઓને જોઇ અનિલપગની આંટી મારી દેતો હતો..."ચંદુ બહુ સતા ને સંસ્કારી નહી થવાનું જોવા જેવું હોય જોઇલેવાનુ...આમ માથુ નીચુ રાખીને રહી જઇશ તો આવો સમય પછી મળશે..?જલસો કરવાનો...આપણેક્યાં કોઇને હાથ પકડવા જઇએ છીએ ?બસ નજરથી રસબસ થવાનુ.....”હરીશને હસવા સાથેમોઢામાંથી લાળ પડી જાય એટલે સુડુડુ કરવાની ટેવ...

બે રાઉંડ મારીને ધરાઇને સ્વર્ગના દર્શન કરી બોર્ડીંગ પાછા આવ્યા પછી ચંદ્રકાંતે અનિલને પુછ્યુઅરીસા ખરેખર બહુ શાંત અને મસ્ત લાગે છે

ચંદું પાછળ ધારાવહીનાં ગુંડા જરાક અંધાર થાય એટલે સાઇકલ લઇને રાઉન્ડ મારતા હોયકોઇ એકલી લેડી હોય તો તેનું મંગળવાર સુતાર ખેંચી લે .. ગોરા ચટીયા પારસીઓની પેરીનેચાકુની ધારે કાન ગળામાં જે મળે તે ઉપાડી લે એટલે બાવા લોકો મોટા ડાધીયા આલ્સેશીયનકુતરા રાખેજરાક છેડવા આવે તો ડાધીયો પીંખી નાંખેએટલે એમ કે અજવાળું હોય ત્યાં સુધીરાજા ને અંધારું થાય એટલે આવા સાવ સૂમસામ રસ્તા ઉપર બહુ જોખમ ભાઇ.” ચંદ્રકાંત સાવધ થઇગયા .

"અનિલ, બાજુનાં ગેમ રુમમાં ટેબલટેનીસ છે બે બેટ દડી જોયા..આપણે માટે છે ? આપણે રમીશકીયે..?

"એભાઇ ચંદુ બોર્ડિંગ આપણી છે ને બધુય આપડું છે આપડા માટે છે હું અને હરીયો રોજરમીયે છીએ..હાલ રમવુ છેને?"

દિવસે કોલેજમાં સતત રમતા ચંદ્રકાંતના બેકહેન્ડ શોટથી અને હરીશના એટેકથી પેટ ચારપાંચગેમ રમ્યા અને મન ભરીને રમ્યાનો આંનંદ મળ્યો..

......

દિવસે રાત્રે બાજુની રુમના બે મિત્રોની ઓળખાણ થઇ..." યોગેશ મહેતા નવાગામનો મહુવાનો અશોક કાણકીયા..."

મેલો પહોળો ગંધાતો લેંઘો ચાર જગ્યાએ કાણાવાળુ ગંજી.. ગોરો લાંબુ છછુંદર જેવુ નાક ઝીણીઆંખો..."

"હું યોગેશ મહેતા ..સીએ કરુ છું..."

બીજો લાંબો પાતળો ટીપીકલ બેસી ગયેલા કપોળનાકનો ઘંઉવર્ણથી વધારે ઘાટો કલર પ્રમાણમાસાફસુથરો..."હુ અશોક કાણકીયા.."

બન્ને ચેસ રમતા હતા...ચંદ્રકાંતને ચેકનો બહુ શોખ હતો એટલે અનિલ હરેશને છોડી બન્ને નવા મિત્રોસાથે થોડીવાર ચંદ્રકાંત બેઠા.. તો દોસ્તીનું પહેલુ પગથિયું હતું .

" અનિલ નંગ તારા ગામનું છે.હીરે જડેલુ નંગ છે બાકી..!!!?? શું કે છે ?

"હા યાર.. ખમતીધર ખોરડાનો નવાબ છે બાપા લાખો મુકી જવાનાં છે મોટાભાની એડવોકેટ તરીકેનીધીકતી પ્રેક્ટીસ છે ,એને કોઇ ઉપાધી નથી પહેલેથી લહેરી લાલો છે .ભણશે નહી તો મામાને ત્યાંગાદી ઉપર બેસી જશેઆપણી જેવુંસોરી મારી જેવું થોડું છે કે આગળ ઉલાળ અને પાછળ ધરાળ…”

અમારે એવું છે ચંદ્રકાંત આઅશોકનાં બાપા મહેતાજી ને હુંતો નવાપુર સુરતના ગામડેથી આવ્યોછું..” યોગેશે નિસાસો નાંખ્યો

" દસ વાગવા આવ્યા છે તો હમણા ટાઇગર આવશે એની બીક નથી લાગતી...?”ચંદ્રકાંત

બહાર ગેલેરીમા જો ...એના ઘરમા એણે પડદા લગાડવા પડ્યા ચંદ્રકાંત સંઘવી..તને અનિલે કીધુ હશે કે વાંદરા જેવી વેજા અહીયા છે એક રુમમાંથી હુપ બીજા રુમમાં..અને અશોકને તો આમેય કંઇકે નહી ... આખુ કપોળનિવાસ બાજુમાંથી દોડીને આવે... ત્યાંજ રહેછે પણ ડબલ રુમમા જગ્યાનાઅભાવે અંહી એડમીશન લીધુ છે... પણ સી કરે છે..."

દસના ટકોરે બેલ વાગી બહારનું ગેટ બંધ થયુ ચંદ્રકાંત બાઇ બાઇ કરી રુમમા આવી ગયા...પહેલાદિવસની રાત હતી .વહેલી સવારે લો કોલેજમા જવાનુ હતુ એડમીશન લેવા... સમયે મુબઇમાચર્ચગેટ ખાતે એક લો કોલેજ બીજી રુપારેલ કોલેજ કોમપ્લેક્સમા ન્યુ લો કોલેજ માટુંગા સ્ટેશન સામે. એટલે ભગવાનનું નામ લઇ ચંદ્રકાંત સુઇ ગયા ……..

………

કાળા ડીબાંગ પથ્થરોની બનેલી ન્યુ લો કોલેજ એટલે મુંબઈની શ્રેષ્ઠ ગણાતી હોંશીયારવિદ્યાર્થીઓની માનીતી રૂપારે કોલેજનાં કંપાઉન્ડમાં કોલેજ હતી .વિશાળ પટ્ટાગણ ક્રોસ કરીકોલેજની ઓફિસમાં ચંદ્રકાંતે જરુરી કાગળો ની ખરી નકલો આપીને એલ એલ બીની ફી ભરી..."ફોટુઆણલા કા..?"

"હેં..?પહેલો મરાઠી શબ્દ મળ્યો .."મતલબ?"

તસ્વીર બાબા આઇકાર્ડ મધે લાગેલ તી ફોટુ આણવા પાહીજે કોળલા કા ?

"મુંબઇ મધી રહાયચા મંજે મરાઠી શીખલા પાહીજે...બરાકા..?"

"હેં..?!" અડધું સમજ્યા પણ ચંદ્રકાંતને મરાઠી લહેકા બહુ ગમ્યા .બહુ સમૃદ્ધ ભાષા અને મરાઠીલોકોનો મરાઠી ભાષા પ્રત્યેનાં પ્રેમનાં ચંદ્રકાંત આશિક બની ગયા.

રેટ કરો અને રિવ્યુ આપો

Ashok Joshi

Ashok Joshi 7 માસ પહેલા

SUNIL ANJARIA

SUNIL ANJARIA માતૃભારતી ચકાસાયેલ 8 માસ પહેલા

શેયર કરો