કોને ભૂલુંને કોને સમરુ રે - 110 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 110

"હૈલાવ બોલ જગુભાઇ..."

"મોટાભાઇ આપણો ચંદ્રકાંત વડોદરામા મેનેજમેન્ટનુ ભણવા ગયો હતો તેનું રિઝલ્ટ આવી ગયુછે.ફસ્ટ કલાસ પહેલે નંબરે પાસ થયો છે"

"વાહ બહુ સરસ .મારા વતી અભિનંદન કહેજે.મારા આષિશ છે..."

"ભણવાની અંદર જે ફસ્ટ ક્લાસ થાય તેને કંપની નોકરી આપશે તેવી વાત હતી એટલે સાથે સાથેચંદ્રકાંતને મુંબઇમાં નોકરી પણ મળી છે..."

"બહુ સરસ.તારી ચિંતા મટી ગઇ..જગુ"

"હજી તો મહીના મેનેજમેન્ટ ટ્રેઇની તરિકે કામ કરવુ પડશે . મહીના દર મહિને બે હજાર આપશેએમ લખ્યુછે પછી સારુ કામ કરશે તો દસ હજાર અને ટીએ ડીએ બધુ આપશે એમ લખ્યુ છે"

"બહુ સરસ મને બહુ રાજીપો થયો .મોટો તો હુશીયાર હતો પણ ચંદ્રકાંતેતો પાણીબતાવ્યુ"મોટાભાનાં આશિષ ફોન બાજુમાં બેઠેલાં ચંદ્રકાંતને સંભળાવ્યા ત્યારે ચંદ્રકાંત કરતા બાપુજીઉર્ફે ભાઇની છાતી ગજગજ ફૂલી રહી હતી

"હવે ચંદ્રકાંતને આગળ પંદરમી જુને મુંબઇ કંપનીમાં હાજર થવાનુ છે ,અને રહેવાનો પ્રશ્ન થાય એટલેકપોળ બોર્ડીંગ માટુંગામા રહે તો ખાવા રહેવાનો પ્રશ્ન ઉકલી જાય..એવું મેં વિચાર્યું છે તમને કેમ લાગેછે મોટાભાઇ ?”

"બરોબર છે...જગુ મને નાનાએ આમતો બધી વાત કરી હતી કે આવી રીતે ચંદુભાઇ પાસ થયા છે અનેહવે કેછે નોકરી મળશે પણ તેં વાત કરી એટલે હવે પાકું થયુ . આપણે આગળ વધવાનુ સમજ્યોજગુ..?"

"હા મોટાભાઇ પણ હવે તમારે મુંબઇના ટ્રસ્ટીઓ આપણા નટવરલાલ વોરા અને બીજા પાંસેથી ચીઠીલઇ લેજો બાકીની વ્યવસ્થા હું કરી ને ફોન કરીશ...મારા ભાભીને તથા બાળગોપાળને યાદીઆપજો"ફોન મુકી ભાઇ રાજી રાજી થઇ રહ્યા હતા. જયાબેન પાંસે જગુભાઇએ ફોનની વિગતો આપી..

"મોટાભાઇતો રાજી રાજી થઇ ગયા...કેતાતા કે ચંદ્રકાંતે કમાલ કરી..."

" તમારા મોટાભાઇને નાનાભાઇએ કાલે ફોન .કરીને બધી ચાડી ફુકી દીધી હશે .એક વધાઇઆપણને ખાવા નો દીધી..ઉપરથી એને બીક ગડી ગઇ હશે કે છોકરો નક્કી મારે ત્યાં ધામા નાખશેપણ તમે હરખપદુડા થઇને કહીદીધુ કે નાના તો બોર્ડીંગમા રાખવાનો છે એટલે બહુ રાજી થઇગયા હશે ..હું તમારા બેયભાઇઓને રંગે રંગ જાણુંછું બાકી એનેતો ટાઢા પાણીએ ખસ ગઇ....તમનેકાંઇ સમજણ પડતી નથી ...તમે બધાને ઓળખતા નથી...તમારે એને બરોબર તાવવા જોવે ...એનેબોલવા દેવાના હતા...પણ તમને તો કોઇ દી નો આવડ્યું હે ભગવાન "

"ઉપરવાળાની બીક રાખો..આખો દી ઘરમાં એબધાનુ વાંકુ બોલીને છોકરાવના મગજમા ઝેર શુંકામ ભરો છો..?"જગુભાઇએ કડક અવાજમાં વોર્નિંગ આપી એટલે મામલો ઠંડો પડી ગયો...

ચંદ્રકાંતે બીજે દિવસે કે કે પારેખ કોમર્સ કોલેજના એક એક પગથીયાને ચુમ્યા થાંભલાઓને ભેટ્યાઆખી કોલેજનુ રાઉંડ મારીને ઓફિસમાંથી કોલેજ લીવીંગ સર્ટીફિકેટ તથા માર્કશીટની કોપીઓકઢાવી લીધી છેલ્લે તેમના સહુથી વહાલા ..સીતાપરા સાહેબને ચરણ સ્પર્શ કરીને મેનેજમેન્ટનીકોલેજનાં રીઝલ્ટ અને હવે કાયમ માટે મુંબઇ જવાની વાત કરી ...સાહેબે ચંદ્રકાંતને બથમા લઇનેસ્નેહથી ભીંજવી નાખ્યો... “ચંદ્રકાંત તે કેટલીયે વાર કોલેજનું નામ રોશન કર્યું છે પણ તરી જિંદગીનીહવે આગળ શરુ થતા રસ્તા ઉપર તારા કદમને હંમેશા સફળતા મળો મારા વિદ્યાર્થી તરીકે નામ રોશનકર જા ખુબ સફળ થાસીતાપરા સાહેબની આંખોમાં આંસુ જોઇ ચંદ્રકાંતની આંખો પણ મુશળધારવરસી ગઇ

"હવે અમરેલી હાથથી ગયુ.."ચંદ્રકાંત બહાર આવીને બબડ્યા..."હે અમરેલીમાં તારો નગુણો છોકરોતારુ કરજ ચુકવ્યા વગર ગામથી ભાગી રહ્યો છે...તેને સજા કરજે...જ્યારે જ્યાં પણ હોય ત્ત્યાં રાત્રેઆંખ બંધ કરે ત્યારે તેને એટલુ રડાવજે કે ક્યારેય તને ભુલી નશકે...અમરેલીમાં તનેખમ્મા."એકલા બબડતા બબડતા ક્યારે ઘરે પહોંચ્યા પણ એને યાદ રહ્યુ આજે સાઇકલ પણરોડ ઉપર આમતેમ થતી લથડિયા લેતી હતીઘરે આવી ચુપચાપ સાઇકલ સ્ટેંડ ઉપર ચડાવી ઘરનાબગીચાનાં બાંકડામાં જાતની જાત્રાએ ઉપાડી ગયા

શું ખરેખર મને પાંખો ફૂટી છે ? હવે મારે માળો ઘર ગામ મુકીને ઉડી જવાનું છે ?હંસલાહાલોને હવે મોતીડા નહી રે મળે ..કે મુંબઇ નામના માનસરોવરમાં ગોથ લગાવી અને મોતી શોધવાનાંછે ? ભાગ્યના લેખમાં શું લખ્યુછે તો કોઇ નથી જાણતું પણ ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલાતેરા મેલા પીછે છૂટા રાહત ચલ અકેલાઆંગળની રાહ માટે હે ચંદ્રકાંત, તારે સજ્જ થવાનું છેદનચટ્ટાન જેવું બનાવવાનું છે પણ તું જો જરા પણ ઢીલો પડીશ તો દેખાવમાં વજ્ર જેવા બાપુજી ઉર્ફે ભાઇભાંગી ને ભુક્કો થઇ જશેમાટે તેમના ખાતર પણ તારે વજ્ર બનવું પડશે સાંજનાં મનનાહીંચકામાં આમતેમ જુલીને ચંદ્રકાંત ઉભા થયા ત્યારે એક પુરુષને છાજે એવા ડગ માંડવા સજ્જ થઇગયા હતા..ગેલેરીમાહિંચકાઉપર બેસીને બા પોતાનાં વહાલા ચંદ્રકાંતને આમ ગંભીર વિચારમાંખોવાયેલો જોઇ રહ્યા હતા.

ચંદ્રકાંત ઘરમાં આવ મારીપાંસે જરા બેસ..”

ચંદ્રકાંત ધીરેથી ઘરમા આવી બાનીં પાંસે બેસી ગયા..બાનો હાથ ચંદ્રકાંતની પીઠ ઉપર ફરતો હતો..”જો બેટા અમે સ્ત્રીઓ પણ પોતાનું ઘર માં બાપ છોડીને નવી જીંદગી માં ડગ માંડીને ત્યારે અમારેબહુ કઠણ થવું પડે .. એમ તારે મુંજાવાનું નહી પણ મક્કમ રહેવાનું અને લડતા શીખવાનું તારાભાઇનીજેમ પોચકા નહી થવાનું

બા મારા ભાઈને કંઇ નહી કહેતા આવી માંદગીઓ વચ્ચે કેવા ઝઝૂમ્યા કોના માટે ?હવે જ્યારે પરવશ જેવા બની ગયા છે મનથી ઢીલા પડીગયા છે ત્યારે તમે એને સાચવજો બસ એટલું કહેવાનુંછે

લે ચંદુ તું તો ઘડીકમા મોટુમાણસ થઇ ગયોબોલતા બોલતા પણ રડી પડ્યા.

........

ભાગ્યનો ઘોડો આજથી મોરો બદલવાનો હતો...ચલ મન રહેવા મુંબઇ નગરી...