સવારના નિયમ મુજબ બાપુજી છ વાગે ઉઠીને મરફીનો ટ્રાંન્ઝીસ્ટર લઇ બગીચામા હિંચકા ઉપર ફુલવોલ્યુમમાં રાજકોટ રેડીયો મુકીને બગીચામાં દાતરડી ખરપી લઇને કામ કરવા બેસી જાય..દુલાભાયાકાગનુ એકાદ ભજન "એજી તરે આંગણે કોઇ આવે તો..."અથવા પ્રાણલાલ વ્યાસનુ પાનબાઇનુ ભજનકે દિવાળીબેન ભીલ કે હેમુ ગઢવીને સાંભળતાં જ ઉંઘ ઉડી જાય...
"ભાઇ તમારે સાંભળવું હોય તો આ બાબલાને તમારી પાંસે ધીમેથી રાખીને સાંભળોને...જેઠાકાકા(અમારા પાડોશી)તો આમેય બહેરા છે પણ શેઠસાહેબના ઘરનાનો તો વિચાર કરો..." ચંદ્રકાંતે ભાઈને વિરોધ કરતા કહ્યું…
"લે લે ચંદ્રકાંત તું ઉઠીને આવી ગયો...?લે ભાઇ તારે જોઇએ એટલુ ધીમો અવાજ કર બસ...?હવે મનેજરા તગારુ લાવી દે અનેબગીચાનો નળ ચાલુ કરી પાણીનો ફુવારો જરા માર ...જો કેવા સરસ ગલગોટાકેવા સરસ લાલચટક ગુલાબ ને આ જો બટમોગરો ...વલ મોગરો...જો ચંપાને ફુલ આવ્યા...જુઇનોમાંડવો પણ ફુલથી લથબથ છે પછી તને આવી સુગંધ થોડી મળવાની છે ?ભાઇનો ગળગળો અવાજથઇ ગયો.
ચંદ્રકાંતે ભાઇના હાથમાંથી ખરપી દાતરડી લઇ નીચે મુકી ભાઇનો હાથ પકડી બન્ને બાપદિકરો હિંચકેબેઠા...ભાઇની હથેળી ચંદ્રકાંતે પકડી રાખી...
"ભાઇ, તમને એમ લાગે છે કે મને તમને છોડીને જવુ ગમતું હશે..?મને પણ આ તમે લોહી પાણી એકકરીને ફુલોનો આ બગીચો બનાવ્યો છે તેની મઘમઘતી સુગંધ છોડીને જવુ ગમતુ હશે...?મને પણઘડીભર એમ થઇ જાય છે કે નથી ક્યાંય જવુ...બાપ દિકરો જે મહનતનુ મળશે તેમાં સાથે રહીશું,ખાળુંપીશું આ સુગંધના દરીયામાં હિલ્લોળે લેશે ને લહેર કરીશું , પણ હવે તો મધદરિયે પહોંચી ગયા પછીતો પાર ઉતારવું પડે. કેછેને
“ હવેતો ડગલુ ભર્યુ કે ના હટવુ .....”કેટલા રુપીયા ખરચીને કમાવાની એકજ આશામાં તમેજ મનેવડોદરા મોકલ્યો ...તમારા આશિર્વાદથી હવે નોકરી મળશે તો આવા દુખના દાડા પુરા થઇ જશે...
હવે આજે તમે મન મક્કમ કરીને કાં જવા દ્યો કાં પછી વ્રજ વહાલું રે વૈકુંઠ નહી આવુ કરી નાખુ.."
"ના બેટા ના.તું જા પંખીને પાંખ આવે ત્યારે પર ન બંધાય..માળો છોડીને ઉડવાનુ...મારો તબીયતનોભરોસો છે..?આજે છું કાલે નથી તો તારા ભવિષ્યનું શું?જો બેટા આતો "મુખડાની માયા લાગી રે "જેવુથયું કેમ...?"
બાપુજી સાડત્રીસ વરસ પહેલા ચંદ્રકાંતનાં હાથનો સાથ છોડી ગયા પણ ચંદ્રકાંતને પોતાનાં દિકરાનેજ્યારે અમેરિકા જવાનુ થયુ ત્યારે આ જ શબ્દો તેનાં મોઢામાંથી નિકળ્યા હતાં "બેટા જો સામે કબુતરનોમાળો છે તે બચ્ચુ મોટુ થઇ ગયુ છે હવે છલ્લાંગ મારશે અને આકાશમા ઉડી જશે ...અમારા માટે તનેઉડતો રોકુ?ના બેટા યે જીવન હૈ ઇસ જીવનકી યહીહૈ છાવ ધૂપ...જા બસ ઉડતો રહેજે અમે તને ઉડતોજોઇશુ અને કેટલા ખુશ થશું ?"
.......
બપોરે મેનહટ્ટન બિઝનેસ સીસ્ટમનો લેટર રજી.એ.ડીથી આવ્યો...ચંદ્રકાત ઘરે જ હતા...
મનેજમેન્ટ ટ્રેઇની તરીકે મુંબઇમા એપોંઇન્ટમેન્ટનો ઓફર લેટર હતો...છ મહીના દર મહીને બે હજાર લેખેસ્ટાઇફંડ મળશે પછી પરફોર્મન્સ સારુ હશે તો દર મહિનાના દસ હજાર +ટીએ ડીએ મળશે...૧૫ જુનનેદિવસે હાજર થવાનુ સરનામુ લખ્યુ હતુ....અરુણ ચેંબર.તારદેવ મુંબઇ..ઘરમાં સન્નાટો છવાઇગયો...બસપંદર જ દિવસ..બાકી...?
......
સાંજે ભાઇ જલ્દી આવી ગયા હતા...જમીને એમને શાંતિથી આ ઓફર લેટર બતાવ્યો...હવે રહેવુંક્યાં?એની ચર્ચા વિચારણા ચાલી...એક માસીનો દિકરો ભણવાનુ નામ લખાવીને વરસોથી કપોળબોર્ડીંગમા રહે છે .કહેછેકે ખાવાપીવાનુ બહુ સરસ છે રહેવાનુ પણ સરસ અને સલામત.માટુંગામાકપોળ નિવાસની બાજુમાંજ બોર્ડીંગ છે
"તમે મારા મોટા બેનના દિયરને ફોન કરો ...તેણે જ રુપેશનુ ગોઠવી દીધેલુ...કે છે દર મહીનાના પાંચસોભરવાના તેમા ખાવુ પીવુ રહેવુ બધુ આવી ગયુ વળી સલામત..."જયાબા એ માહિતિ આપી..
જગુભાઇએ મોટામાસીને ફોન કરીને વિગતો જાણી...
"મંગળદાસ જગુભાઇ બોલુ છું આ મારો ચંદ્રકાંત મેનેજમેન્મા ફસ્ટકલાસ પાસ થયો છે તેને નોકરીએતારદેવમાં જવાનું છે પણ ઉપાધી રહેવાની થાય...રોજ કોકને ઘરે ન રેવાય એટલે રુપેશની જેમ તેને યકપોળ બોર્ડીંગમા મુકવાનો વિચાર છે..."
"બહુ સરસ .ચંદ્રકાંતને અભિનંદન આપજો...હવે કપોળ બોર્ડીગમા નોકરીવાળાને ન રહેવા દે એટલેએણે કોઇ કોલેજમા એડમીશન લઇ લેવાનુ તો કપોળ બોર્ડીગમા રાખી શકાય..એલ એલ બી કરાવો..માટુંગામાંજ કોલેજ છે ન્યુ લો કોલેજ.સવારે કોલેજ બપોરે નોકરી એમ ગોઠવાઇ જાય...બાકી કંઇ કામહોય તો ગમ્મે ત્યારે ફોન કરજો..."
બીજી કંઇ કામ હોય તો બોલો .જે કંઇ નક્કી કરો તેની ખબર કરજો અને કોઇ જાતનીચિંતા ના કરતાજગુભાઇ. આપણા નટવરલાલ શામળદાસ વોરા અત્યારે કપોળ બોર્ડિંગ ના મુખ્ય ટ્રસ્ટી છે એટલેચિંતા ન કરતા .”મંગળદાસભાઇએ બહુ કામની ટીપ આપી .
“મેગળદાસ મારે મારા મોટાભાઇને ફોન કરીને પહેલા વાતતો કરવી પડે એટલે હું તમને મોટાભાઇ સાથેવાત કર્યા પછી ફરીથી ફોન કરીશ.જૈ શ્રી કૃષ્ણ ફોન મુકુ ?”
“હવે મારે મોટાભાઇને ફોન તો કરવો જ પડે..."જગુભાઇ ટેંશનમાં આવી ગયા...
"આપણે ક્યાં કોઇને ત્યાં રહેવુ છે?વાત કરી કપોળ બોર્ડીંગની ચીઠી લખાવી લેવાની એટલે છોકરાનુકામ અટકે નહી..." મોટાભાઇને કહેવાનું જરાય મન નહોતુ તેમને ખબર હતી કે જેવી મોટાભાઇ સાથેવાત થશે એટલે નાનાભાઇ અમરેલીમાં હોહા કરી મુકાશે પણ ના છૂટકે જયાબેને તોડ કાઢ્યો .
……….
"હલાવ...મોટાભાઇ...જગુ બોલુછું..”