"ભાઇ, ખેલ એટલે હવે જ આપણી કસોટી શરુ થશે..."ચંદ્રકાંત ભાઇની બાજુમાસાવ ચીપકીને બેસીનેવિગત સમજાવવા બેઠા..
"જુઓ ભાઇ આપણે ફોર્મ ભરતી વખતે લખેલુ યાદ છે?"
"ના મને ઇ યાદ નથી"
"ફો્મમાં લખ્યુ હતુ કે જો તમે એ ગ્રેડ પાસ થશોતો સીધા માર્કેટીગ મેનેજર બનાવશે પણ ત્યાર પહેલાછ મહીના ટ્રેનીંગ આપશે...ત્યારે દસ હજાર સ્ટાઇફંડ આપશે..એ ફોર્મમા લખેલુ કે તમને આ ત્રણ સીટીમાંથી કઇ સીટીમા ફાવશે...?મુંબઇ કે દિલ્હી કે હૈદ્રાબાદ..?આપણે લખ્યુ હતુ મુંબઇ ...એટલે રાહજોવાની..."
બરાબર યાદ કરો ભાઇ,શીંગનાં ગાડા જોખતા દાદા બધુ મનમાં યાદ રાખતા તો તમેતો એના દીકરાએટલે તમારા દીકરાની જીંદગીના શીલાલેખ લખાવતા હોય ત્યારે યાદ નથી આવતું કહી ભુલી નહીજવાનું આ ન ચાલે..”
બાપુજીએ ચંદ્રકાંતને બાથમાં લેતા બોલ્યા “અરે મારા ગાંડા,તારું મોઢું જ તરી વાત કહી દે છે હવે જલ્દીબોલ પણ… એક મીનીટ હું પેસાબ જઇ આવું “
“ઓહ ,નો ભાઇ તમે કેમ બધા ભાઇઓ જરાક મહત્વની વાત આવે કે ચિંતાની વાત આવે કે નિર્ણયકરવાની વાત આવે ત્યાર બસ… એક મીનીટ ..”
બપુજી સાંભળવા ઉભા ન રહ્યા પણ બાથરુમ જઇને પાછા આવ્યા પછી ચંદ્રકાંતની બાજુમાં બેસી ગયા.”હંમમ હવે બોલ એટલે તું પાસ થઇ ગયો એમજ ને વાહ વાહ”
“ભાઇ પાસ થઇ ગયો એમ વાત પુરી નથી થતી હું ફસ્ટ ક્લાસ પાસ થઇ ગયો છું લગભગ ફસ્ટક્લાસ ફસ્ટ એટલે તમારા લાડકા મોટા દીકરાની જેમ પહેલો નંબર..”
ચંદ્રકાંતની આખી જીંદગીની વેદના આંખોમાં ધસી આવી…પહેલીવાર જગુભાઇની આંખોમાં પણભીનાશ આવી ગઇ ..”બેટા તેમને ખોટો પાડ્યો મારાં દીકરા આજે મને તારી અંદરનો ચંદ્રકાંત દેખાઈગયો છે …હું હવે યાદ કરુ છુ કે તારા રમતિયાળ સ્વભાવની અંદર રહેલી કેટલી મેં તને કરેલાઅન્યાયની વાતો ધરબાઇ હશે કે તે તેનું એક જાટકે સાટું વાળી દીધું “… ફરીથી ચંદ્રકાંતને જગુભાઇએભીંસી દીધો.
ત્યાં જયાબાનો હુકમ છુટ્યો વાતો પછી કરજો મેં માનતા માની હતી એટલે શીરો બનાવ્યો છે પહેલાજમવા બેસી જાવ.બધા જમવા ગોઠવાયા ત્યારે જગુભાઇહાથ પગ મોઢુ ધોઇને આંસુઓના તોરણનેપાણીમાં વહાવી જમવા બેઠા. તેમની એક આંખમા હરખ સમાતો નહોતો બીજીમા હવે બીજો છોકરોપણ બહારગામ ચાલ્યો જશેનો વિષાદ હતો .જગુભાઇને થોડા અસ્વસ્થ જોઇને જયાબેન સમજીગયા.."એમ ઢીલા નહી પડવાનુ જરા કઠણ થાવ...મને ભગવાન ઉપર પુરી શ્રધ્ધા છે ચંદ્રકાંતને મુંબઇજજવાનુ થશે લખી રાખજો...આવા રોચાનાં ગામમાં કોણ રે..?ઇ તો મજબુરી હોય એટલે ગુડાવું પડે...નેતમને ખાસ કહી રાખુ છું કારણકે તમે સૌથી વધુ હરખપદુડા છો..એટલે કહી રાખુ છું કે જ્યાં સુધીચંદ્રકાંત મુબઇની ગાડીમા બેસે નહી ત્યાં સુધી એકદમ મોઢામાં મગ ભરી રાખજો...એય છોડી તું તોસાવ ભોટવુ છે એટલે તનેય કહી રાખું છુ કે કંઇ બોલવાનુ નહી...હાલો જમવા મંડો...ગરમ શીરો..."
જયાબાનો ઇશારો કુટુંબીજનો ઉપર હતો..."બાપા ઇ ની નજર બહુ ભારે છે છોકરા ઉપર પડી કે કામરફેદફે...એમાંયે ઓલી...."કહી જયાબેન બાકીનુ શીરા સાથે ગળી ગયા...
હજીતો બે કોળીયા મોઢામા મુક્યા કે ઘરની બેલ વાગી...જયાબેનને ફાળ પડી ઝટપટ કબાટમાંચંદ્રકાંતના કાગળ મુકી કબાટ બંધ કરીને દરવાજો ખોલ્યો...કાકાનો દિકરો સામે ઉભોહતો...ચંદ્રકાંતનો વહાલો નાનોભાઇ પણ વચ્ચે એક જયાબેન નામની ઉંચી દિવાલ ખડી હતી જેનેચંદ્રકાંત લાંઘી નહોતા શકતા...
જયાબાનુ મોઢુ કાળુ ઠણક થઇ ગયુ...નાનો અંદર આવ્યો "કેમ છો ભાભુ...?"
"મને હું થવાનુ છે?હારુ છે..."નાનો ધરમા અંદર આવતા મોટેથી બોલ્યો "ચંદુભાઇ તમને કાકા કાકીયાદ કરે છે..."ડાયનીંગ રુમમાં પહોચીને કાકાનો સંદેશો આપ્યો..હવે જગુભાઇ સામે વિનય વિવેક તોચુકાઇ નહી એટલે જયાબેને કહ્યુ..."જમીને આવ્યો છે કે જમવાની થાળી પીરસુ ..?"
"ના ના ભાભુ હું જમીને જ આવ્યો છુ તમે જમો નિરાંતે "નાનો ધરમાં બધે આંટા મારતો રહ્યો જેમઆલ્સેશીયન ડોગ સુંધે એમ ખુણે ખુણા સુંધવાની કાકા જેવી નજર અને આદત..પાછો ડાઇનીંગ રુમમાઆવીને ખુરસી ખેંચીને બેઠો...."ઓહોહો શું વાત છે ..."ભાભુના હાથનો શીરો...?એવી મસ્ત સુગંધઆવે છે...વાહ બહુ દિવસે ..."
જયાબા સફેદપુણી જેવા થઇ ગયા કાપો તો લોહી ન નિકળે એવી હાલત થઇ ગઇ..માંડ સ્વસ્થ થતાબોલ્યા.."હુ તને શીરો જ દેવા આવતી હતી ...મને ખબર છે કે તને ભાભુના હાથનો શીરો બહુ ભાવે છેએટલે દેવા જ આવતી હતી..."એક પ્લેટમા નાનાને શીરો આપવામાં આવ્યો..જગુભાઇ ચંદ્રકાંત આવાકડક શાસનમાં પણ એકબીજાને ઇશારા કરી મરમર હસતા હતા...નાનોભાઇથોડુ સમજમાં થોડું નાસમજમાં હસતો રહ્યો.
"ભાભુ આજે કંઇ ખાસ હતુ કે શીરો કર્યો ના આતો મને એમ જ લાગ્યું કે ચંદુભાઇ અટલા વખતેઆવ્યા એટલે કંઇ માનતા માની હોય કદાચ ...?"નાનાએ સુતળીબોંબ જયાબેન ઉપર ફોડ્યો જયાબેનલાલઘુમ થઇ ગયા..."કેમ અમારે શીરો આમનામ નો કરાય...? ને તારો ચંદુભાઇ તો બે દિલથી આવીગયો સે તું તો આમ બહુ બધી ખબર રાખે છે તો ભાઈની ખબર પુછવા આજે ઠેઠ ટાઇમ મળ્યો ?” જયાબેને આખી રુમ ફોડી નાંખી .
નાનો હસતા બોલ્યો..."નાના ભાભુ મને ખબર તો પડી હતી પણ પછી એમ થયુ કે નિંરાતે મળું મારાભાઈને જરા થાક પણ ઉતરી ગયો હોય બાકી હું જ્યારે આવુ ત્યારે શીરો કરજો ભાભુ હું જ બધો ખાઇજઇશ.."
જયાબા પરાણે હસતા બોલ્યા "મારા રોયા "
નાનો શીરો પુરો કરી ઉભો થતા બોલ્યો “ કાકા કાકી બહુ યાદ કરે છે કેછેકે ચંદુભાઇ અટલાદિવસથી આવી ગયો પણ ખબર કાઢવાય નથી આવ્યો...!સાંજે ત્યાં જમવાનુ રાખજો..."
નાનો ભાઇ મોટી હોળી પ્રગટાવી ગયો...