Kone bhulun ne kone samaru re - 106 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 106

વજનદાર કવર હાથમા રાખી ચંદ્રકાંત બાને પગે લાગ્યા...બેન કાતર લઇને ઉભી હતી.."ભાઇઉદઘાટન કરો..!"

ચંદ્રકાંતે ધારને બારીકાઇથી કાપીને કવર ખોલ્યુ...બેને અને બા તાલીઓ વગાડી..ચંદ્રકાંતે કવરમાહાથ નાખ્યો...એક જાડુ પુઠા જેવુ ચમકતુ સર્ટી ફિકેટ બહાર કાઢ્યુ..દરેક સબજક્ટના માર્ક લખેલા હતા...નજર હટાવીને નીચે કરી જ્યાં કોલમ હતી પાસ નાપાસ અને ગ્રેડ....ચંદ્રકાંતનુ દિલ થડકારો ચુકીગયુ...જીંદગીમા સફળતા અને સુખ હંમેશા ચંદ્રકાંતની વેંત છેટુજ રહ્યું હતું એટલે સુખની કે સફળતાનીક્યાંથી અપેક્ષા હોય ? આખી જીંદગીજે મળ્યું તે ઘટક પી ગયા ચંદ્રકાંત પહેલાં જોયું કેપાસ કે નાપાસ ? બાપુજીની લોહીપાણી એક કરીને મોકલેલા પૈસા બપુજીની અપેક્ષાઓ બાની જીદબધુ આંખોની સામે ફરી રહ્યું હતું .ત્યારે બાનો ઉંચો થઇ ગયલો અવાજ પણ સંભળાયો.."બેટા પાસનાપાસ તો થયા કરે..."

"બા હું પાસ થઇ ગયો છુ પણ +ગ્રેડમાં..." ચંદ્રકાંત ભાનમાં આવી ગયા .

"એટલે...?બા અથરા થઇ ગયાજે હોય તે તું જરાયે ડર્યા વગર કહે . મને શ્રીજીબાવા ઉપર વિશ્વાસછે તું બરાબર જો બધા કાગળો…”

બેન દોડીને પાણીનો ગ્લાસ લાવી અને સહુ ડ્રોઇંગ રૂમમાં બેઠા .એક શ્વાસે ચંદ્રકાંત પાણી પી ગયા . ધીરેથી એક એક વિષય માં માર્ક જોતા જોતા મોઢાનાં હાવભાવ ફરતા રહ્યાથોડા આશ્ચર્ય થી ઓહઅરે .. કમાલ એવું એવું બોલતા રહ્યા

ભાઇ જલ્દી બોલને , અમને ચિંતા બહુ થાય છે

ચંદ્રકાંતે પહેલીવાર ઉંડો શ્વાસ લઇ મોટા અવાજે બા અને બેનને ભેટતાં ચીસ નાંખી ..

"ફસ્ટક્લાસ .કદાચ ફસ્ટક્લાસ ફસ્ટ..."

હરખના આંસુઓની હેલી ઉતરી પડી...બા પોતાના સાડલાના છેડાથી ચંદ્રકાંતની આંખોલોઇ...ચંદ્રકાંતે બાના આંખને બે હાથથી લોયા...બાને ભેટીને વળગી પડ્યા ચંદ્રકાંત..."બા મને તોલાગતું હતું કે હું સાવ ઠોઠને નકામો છુ ,ક્યારેય હું કંઇ કરી નહી શકુ પણ આજે તમારા આશિર્વાદથીજુઓ હું પણ ફસ્ટ ક્લાસ પાસ થઇ ગયો છું..."

"ભાઇ, પાર્ટીતો હું હમણાં લઇશ..." હવે બેન રંગમાં આવી ગઇ

જા ચંદ્રકાંત જલ્દી એની પાર્ટી પુરી કર .. લે બે રુપીયા . સાઇકલ મારમાર કરતો હરખપદૂડો થઇને ચલાવતો …. કંઇ લાભ નથી વઇ જતી ..તું જા મારી બાધા હતી એટલે હવે મંદિરમાં દિવો કરી લઉં .”

"ચંદ્રકાંત બાએ આપેલા બે રુપીયાને ખીસ્સામા નાખીને સાઇકલ મસ્તીથી દોડાવતા ઘંટડીનાં તાલેપેડલ મારતા ગાંધીબાગનાં નાકે નટુની લારીએ પહોંચીને સ્ટેંડ ઉપર ગાડી ચડાવી ગીત ગણગણતાનટુભાઇ આજે મસ્તીથી ખારી શીંગ દાળ બનાવો નટુ ખારીશીંગ દાળની પુડી બનાવતા ચંદ્રકાંતનેજોઇ રહ્યો .ખારીશીંગમાં કાંદા ટમેટા મસાલો નાખીને પડીકુ આપતા બોલ્યો.."શેઠ બહુ ખુશ દેખાવછો...શું વાત છે..?"

"નટુ તને તો ખબર છે કે હું બરોડા ભણવા ગયો હતો ? બહારગામ ભણવા ગયો હતો તેનુપરીણામ હમણા આવ્યુ ...ફસ્ટક્લાસ પાસ થઇ ગયો એટલે બેને કહ્યું નટુભાઇની ખીરીશીંગ દાળનીપાર્ટી જોઇએ ..."

"ઉભા રહો...ગળી શીંગ રેવડીનુ પડીકુ બનાવી હાથમા પકડાવ્યુ.."લ્યો ગળ્યુ મોઢુ કરજો...મારાતરફથી વાહ..."

અમરેલીમા પહેલો ઘર સિવાયનો માણસ જેણે સમાચાર જાણ્યા...અને એની આંખમાં જે ખુશીનીચમક જોઇ હતી તે હંમેશા યાદ રહી.

"અરે છોકરાવ જમવાના ટાઇમે શીંગ દાળ ખાવ...બા રસોડામાંથી બોલ્યા કર્યુ પણ તોમહેફિલ હતી કોણ સાંભળે...?પહેલી વખત ચંદ્રકાંતે બેનના ભાગમાં એક મુઠી વધારે શીંગચણાઆપીને ઉપરથી રેવડી ગળીશીંગ આપી...

......

રસોડામાંથી મઘમઘતી સુગંધ આવતી હતી એટલે મહેફીલ છોડીને ,હિચકાને તરછોડીને ચંદ્રકાંતઅંદર દોડ્યા...બાની પાછળ જઇ થાળીમા હાથ નાખવા ગયા "આઘો રે મારા રોયા...ભગવાને શીરોધરાવવાનો છે...જલ્દી કર હમણા તારા ભાઇ આવી જશે... તેને કહીશ એટલે તો ફૂલીને ફાળકો થઇજશે .. મારે હજી દિવો કરવાનો છે...આઘો ખસ"

આમ પણ બપોરના એક વાગી ગયો હતો...એટલે બાપુજીનો આવવાનો ટાઇમ...

કલેક્ટર બંગલારોડ સુમસામ પડ્યો હતો ત્યાં રુમઝુમ કરતા ઘોડાના ડાબલા પડતા સાંભળી જાણેઆળસ મરડી રસ્તો ઉભડક થયો.ચંદ્રકાંત વરંડાના કઠોડે ચડી હાથ હલાવતા હતા.એસ એસ સીનાંરીઝલ્ટ વખતે ભાઇને ચંદ્રકાંત સમાચાર સરપ્રાઇઝ આપવા ગયા ત્યારે ભાઇએ મજા કીરકીરી કરીનાખી હતી વખતે ચંદ્રકાંતનાં હાથમા બાજી હતી...

ઘર સામે ઘોડાગાડી ઉભી રહી બાપુજી આદત મુજબ છત્રી ઝુલાવતા બીજા હાથે કાયમ અક્કડ રહેતીટોપીને ઉંચીનીચી કરતા બંડીને ફફડાવતા ઉતર્યા કે સામે દરવાજો ખુલ્લો...સામે બેન ચંદ્રકાંત અનેપાછળ હસુ હસુ થતા જયાબા...મનમાં સમજી ગયા કે નક્કી સારા સમાચાર લાગે છે..

ભાઇ ચપ્પલ કાઢી ઘરમા પગ મુક્યો એટલે ચંદ્રકાંત પગે લાગ્ચંદ્રકાંતને બથમાં લીધો..."બોલ બેટાસીંહ કે શીયાળ..?"

"પાસ પણ ફસ્ટ કલાસ...કદાચ ફસ્ટ કલાસ ફસ્ટ..."

"હેં ભારે કરી ચંદ્રકાંત...!!!"ચંદ્રકાંતને ભાઇની મજબુત ગુંગળાવી નાખે એવી ભીંસ આજે પણ એનોગરમાટો યાદ છે....

જયાબેને જયકાર કર્યો...જગુભાઇ ટોપી બંડી ઉતારીને સેટી ઉપર બેઠા ત્યારે મર્દ જેવા મર્દ જગુભાઇનીઆંખોમા આંસુ આવી ગયા..."દિકરા તે કમાલતો કરી પણ ઉપરથી તારુ ઠોઠનુ મેણું ભાંગ્યુ...બહુવખતે આપણા ઘરમા સારા સમાચાર સાંભળ્યાં..."

બરોડા ઇંન્સ્ટીટ્યુટનુ સર્ટીફિકેટ જગુભાઇ પસવારતા રહ્યા..."બેટા હવે...?"

"હવે ખેલ શરૂ.."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED