કોને ભૂલુંને કોને સમરુ રે - 105 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 105

"રીઝલ્ટ પંદર દિવસ કહ્યા છે પણ પાંચ દિવસતો ગયા એટલે દસેક દિવસમા આવવુ જોઇએ ભાઇ"

"પછી?"જગુભાઇનો ઉચાટ બહાર આવી ગયો. ગજા બહારનો ખર્ચ કરીને ચંદ્રકાંતને વડોદરા ભણવામોકલ્યો ત્યારે નાનાભાઇએ ટોણો મારેલોઆમ તો ચંદુ ચબરાક છે પણ ભણવામાં આવું લાગતુંનથી ,શું કાયો છો ભાઇ?” યાદ આવી ગયું .

"ભાઇ રીઝલ્ટ સાથે જો પ્લસ કે ગ્રેડ હશે તો મોટા સીટીમાં નહિતર નાના સીટીમાં પુરા દેશમાગમ્મે ત્યાં મળે પણ કહેછે કે મુંબઇ,દિલ્હી પુના હૈદરાબાદ મદ્રાસ કે બેંગલોર એટલામાંજ મળે પણજ્યાં પોસ્ટીંગ મળે ત્યાં જવુ પડે."

જયાબેનનુ દિલ થડકારો ચુકી ગયુ..."હેં એટલે તને મદ્રાસ કે તો મદ્રાસ જવુ પડે એમ?નારેના આપણેતો મુંબઇમા મળે તોજ નોકરો કરવાનો...લે વળી..!!!"

"બા અટલો સારો પગાર આપે તો જ્યાં કહે ત્યાં જવુ પડે પછી બે ચાર વરસે ગોતતા રહીયે તોકદાચ મુંબઇમાય મળી જાય... ફાવે અને માનો તો પછી ઠમઠમ ગોપાલ .ભણવાનું જાય પાણીમાં વધારામાં પછી અમરેલી જીંદાબાદ.."

"અમરેલીનું તો નામ નહી લેતો ...આવા ધૂળઢેફામા જીંદગી નથી વિતાવવી..મે તો માનતા માની છેએટલે તને મુંબઇમાં નોકરી મળશે..."જયાબેનની આંખોમા જ્યારથી જગુભાઇ મુંબઇની બે પારસીડેરીની સામેની કાલબાદેવીની દુકાનો ચીરાબજારની ડબલ રુમ...જગુભાઇ આમને આમ મુકી તરછોડીનેઆવેલા તેનો રોષ જે અંદર ધરબાયેલો તે ભભુકીઉઠ્યો..." તારા ભાઇએ આખી જીંદગી નાનોભાઇનાનોભાઇ કરીને મારી જીંદગીની ધૂળધાણી કરી નાખેલી ત્યારથી મેં એક ગાંઠ મારી છેમુંબઇ...બસ....હવે તો તને મુંબઇ મળશે.."

અજંપાના દસ દિવસ અમરેલીના તમામ મિત્રોને મળવામાં ગપ્પા મારવામા સાંજે દત્તમંદિર જવાનુઢોલ વગાડવાનો આરતી કરવાની પુજારીદાદા સાથે થોડી વાતચીત કરવાની ...વળી મન ફરે તોજેસીંગપરા મીલે જવાનુ ગોવીંદ નાનુભાઇ સાથે મસ્તી કરી લેવાની દુકાને આવી પેઢીના મેનેજરમુળજીબાવા સાથે ગપ્પા મારવા ગોળીવાળી કાશ્મીરીસોડા દુલાભાઇની પીવાની...મનમાં બસ એમ લાગતું હતું કે બસ હવે નગર નહી મળે માટીની સુગંધ મન ભરીને લઇ લઉં .એક એક ગલ્લીખાંચાઓમાં ભરાયેલી બચપનની યાદને બસ આગોશી લઉં .કેટલાયે મિત્રોને મળી લઉં .એક બાજુરમેશ પારેખ યાદ આવે તો એકબાજુ અમરેલીમાંનો ગરબો યાદ આવે એકબાજુ માલનો શીંગવીખુશ્બોવાળો ધૂમાડો યાર આવે તો એક બાજુ અમરેલીમા જુના બંગલામાં દાદીનો ચહેરો આંખમાંથીખસે નહી તો બીજીબાજુ દાદાની માથા ઉપર ફરતી કોમળ હથેળીની મખમલી યાદ આવે ક્યારે જાણેપોતે એકલો સ્ટેજ ઉપર ચડી ગયો છે તેની પાંસે બોલવા કંઇ નથી સામે હેકડેઠઠ મેદની રાહ જોઇનેબેઠી છે બોલ ચંદુ બોલ..પણ શબ્દો સંતાન ગયા છે ..આઠ દિશાથી અમરેલી આગોશમા ભરી લઉંપણ બાકીની ઉપર અને નીચેની દિશાનો અલગ વાત કરતી હતી ઉપર હજાર હાોથવાળો ઠોકોરજીનીચે કર્મની રેખાઓનાં ચાસ પડેલાં હતા .ચંદ્રકાંત ગાંસડા ભરીને યાદોનાં પોટલા નીચે દબાઇ ગયા .

ભાઇ સાથે હવે રોજ સવારે ચંદ્રકાંતશાક લેવા જવાનુ...(અમરેલી અને સૌરાષ્ટ્રમા સવારે શાક તાજુમળે અને પુરુષો લેવા જાય તેવી પ્રથા ત્યારે હતી)...ભાઇએ કોને સરસ શાક કહેવાય ફળો કેમ પસંદકરાય વિગેરે જ્ઞાન બહુ આપ્યું .

.......

સોમવારે ભાઇ સાથે શાક લઇ કોઇ દિવસ ભાગ્યેજ જતા ચંદ્રકાંત મિત્ર ગઢીયા સાઇકલ સ્ટોરવાળાજયુસુખ અને ભાટીયાશેરીને નાકે બેસતા નલિનને મળ્યા...હવેલી ગયા...!!!ચંદ્રકાંત ત્યારે હવેલીમાબહુ ઓછુ જતા પણ તે દિવસે દર્શન કરી શ્રીજીબાવાનાં દર્શન કર્યા ..નાગનાથ ગયા..થોડીવારજીંદગીમા પહેલીવાર આંખો બંધ કરીને દાદાનુ સ્મરણ કર્યુ...બપોરના બાર વાગવા આવ્યા હતાએટલે સાઇકલ ઘર તરફ મારી મુકી.સાઇકલ ઉપર મનભરીને ખાલ કરી નાખવા છે એમ વહાલીસાઇકલની ઘંટડીઓ મારી તેના હેંડલની હાથની મજબૂત પક્કડમાં ભીંસથી નાંખ્યું !અઠવાડીયેએકવારતો અચૂક એટલસની સાઇકલને પોતાને હાથે એક એક પુર્જા સાફ કરી નવડાવે તેલ પુરેપછી સ્ટેન્ડ ઉપર મુકીને વ્હીલને જોરથી ફેરવી તેની અંદરના રંગબેરંગી ફુમકાને જોતા સાતરંગનાસપનાચંદ્રકાંતે જોયાહતા સાઇકલને પણ છોડવાની હતી એકવાર બસ બન્ને ઘંટડીઓ વગાડી લઉં એમવિચારતા હતા ….ચંદ્રકાંત બે હાથ છોડીને કલેક્ટર બંગલા રોડ ઉપર સાઇકલના ખેલ કરતા ઘંટડીઓ વગાડતા ચલાવતા આવા સ્વપ્નમાં ખોવાયા હતા .ઘડીભર તો નૂતન અને દેવાનંદની સાઇકલસાથીનું ગીત યાદ આવી ગયું ,ત્યારે દુરથી પોતાનાં બંગલાના વરંડામા જયાબા અને નાનીબેન હાથઉંચા હાથ કરી હલાવતા હતા.......તે ચંદ્રકાંતે જોયુ.

ચંદ્રકાંત સમજી ગયા તેમના ભાગ્યનુ કવર નક્કી આવી ગયુ છે...માર માર સાઇકલ ઘરમાં મુકીજયાબાના હાથમા કવર જોયુ...મોટુ જાડુ કવર...રજીસ્ટર્ડ ડીથી આવેલુ ...દિલ ધડક ધડક ધડકીરહ્યુ હતુ....

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો