Kone bhulun ne kone samaru re - 104 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 104

રાત્રે પટેલની મહેમાનગતી માણી...રોટલા શાક કઢી ખીચડી ...કાંદા લસણની ચટણી...તાજામાખણનો લોંદો રોટલે ચડાવી ને ગરમાગરમ જમ્યા ...

"અરવિંદભાઇ તમારી મહેમાનગતિતો માણી પણ તમે ક્યારે આવશો કહેવા માટે મારી પાંસે જગ્યા નથી ...કાલે ક્યાં હોઇશ કંઇ ખબર નથી પણ જ્યાં ક્યાંય એક વખત "સેટ " થઇશ એટલેબોલાવીશ ...જરુર આવજો...ભાભીને સાથે લેતા આવજો...ભુલતા નહી..."

વહેલી સવારે ચા નાસ્તો કરીને અમરેલીની બસ માટે નડીયાદ છકડામા બેઠા ત્યારે અરવિંદભાઇ અનેભાભીની આંખો સાથે ચંદ્રકાંત આંખ મેળવી શક્યા...

પટેલની આવી મહેમાનગતી માર્ચ મહીનામાં કોલેજ મિત્ર વિઠ્ઠલ કાબરીયાને ત્યાં રોટલો કઢીખીચડી અને ખીચડીની ભારોભાર ઘીની નદી જેમ ઘી વિઠ્ઠલ પીરસતો રહ્યો ત્યારે મારા તમામ મોટાદિલના પ્રેમાળ બધા પટેલ મિત્રો સાગમટે યાદ આવી ગયા.....હતા.

..........

અમરેલી પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી...ગરમાગરમ ભાખરી ઉપર ઘી રેડી ગોળના નાના ટુકડાપાથરીને એક એક બટકુ ખાતા જે મજા ત્યારે કે અત્યારે પીઝામા મળતી નથી ...આજે પણ ગરમભાખરી બનતી હોય ત્યારે ચંદ્રકાંત રસોડામા પહોંચીજ જાય અને ગોળના નાના ટુકડા કરી ઘી સાથેખાઇને સ્વર્ગનો આનંદ લુટે છે....

ચંદ્રકાંતના અમરેલીના ઘરે ડ્રોઇંગરુમને અડીને વરંડો હતો તેમા હિંચકો એક ખુરસીમાં કુટુબના સભ્યોએકબીજાને દબાઇને બેસતા...આજે ખાલી હિચકે ચંદ્રકાંત બેઠા..બાપુજી ઉર્ફે ભાઇ ખુરસીમા બેઠાહતા....

"કેમ ભાઇ,કેમ રહ્યુ વડોદરા?તું લખતો હતો તે તને પુષ્પાએ બહુ લાડ લડાવ્યાં હે...? ભણવાનુ કેમરહ્યુ..? જરા શાંતિથી વાત કર...."

"ભાઇ સગ્ગી બેનોએ જે પ્રેમ આપ્યો એવો પ્રેમ દીદીએ આપ્યો હતો...ગયા ભવનુ મારુ લેણું હશે ..! નહીતર આવો પ્રેમ અટલી દુરની બહેન કરે ?વિચાર તો કરો કે જેવી એને ખબર પડી કે હું આવી રીતેભણવા આવ્યો છું દિવસથી બહુ ધમકાવીને બિસ્તરા પોટલા લઇને અંહીયા આવીજા એવી જીદકરી હતી.. ભાઇ આપણે જેનું કંઇ નથી કર્યું તેનો ઉપકાર કેટલો માથે ચડાવવો ?માંડ માંડ મારે કબૂલાતઆપવી પડી કે રોજ સાંજે તેમને ત્યાં જમવાનું . એમના મિત્રો કલ્ચર અટલાં ભણેલા વિદ્વાનનો વચ્ચેભલે મને ખૂબ શીખવા મળ્યું પણ આપણને કેટલો બધો સંકોચ થાય તમે કહો? દર અઠવાડિયેમોંઘી મોંઘી હોટલોમાં મને જમવા લઇ જાય બધે ફેરવે ક્યાંક જમવામાં એવું પણ આવે કે જેના નામનીયેખબર હોય તો કેમ ક્યાંથી ખવાય એવીપરદેસી વાનગીઓ મને હાથ પકડી કેવી રીતે વાનગીપકડવી કેમ ખવાય પણ બધુ શીખવે ,હવે તમે કહો આવો પ્રેમ મને કોઇ બહેનોએ આપ્યો છે ? બાકી

ભણવાનુ પણ બહુ સરસ રહ્યુ...બહુ શીખવા મળ્યુ....બહુ જાણવા મળ્યુ...ધંધાની નવી રીતો ટેકનીકોજાણી...બહુ સારા મિત્રો મળી ગયા....વડોદરા એટલે વડોદરા. બહુ સરસ સીટી ભાઇ, એટલુ ચોખ્ખુચણાક વેલ ડેવલ્પડ,પ્લાન્ડ...બાગ બગીચા યુનિવર્સીટી કેંપસમા ફરો તો ઓક્સફર્ડ જેવુ લાગે...પરમશાંતિ.પરદેશના વિદ્યાર્થીઓ બહુ જોવા મળે....બસ એમજ થાય કે ભણ્યા કરીયે...ફાઇનઆર્ટસફેકલ્ટી રવિંન્દરનાથ ની શાંતિનિકેતનની યાદ અપાવે...

"બેટા, એમા મને બહુ ગતાગમ પડે અમેતો શીંગના ગાડા જોખ્યા બાકી હતુતે શીંગ પીલીને તેલકાઢ્યા...અમારુ તેલ તરત વેંચાય જાય એટલે માર્કેટીંગમા કંઇ સમજણ પડે...

"ભાઇ માર્કેટીંગ એટલે ભોગ માંથી ભાલા કાઢવાની વાત છે ..આપણે પહેલા ગ્રામઉદ્યોગનોલીમડાના ગોટા લાવતા એમાં શું ખામી હતી ? શરીર કેવું સ્વચ્છ રહેતું હતું ?પણ નવું તુત ગોદરેજવાળા લાવ્યા ચાવી છાપ માં નવી સુગંધ લાવ્યા શરીર ઉપર ઘસો એટલે સાબુનાં ફીણ વળી જાય ! બસ ગ્રામઉદ્યોગ સાબુ મુકી ને પછી ગોદરેજના ચાવી છાપ આવ્યા હવે જો હમામ મારે વેંચવો હોય તોમારે લીમડા અને ચાવીછાપમા શું નથી પકડવાનુ ગ્રાહકને સમજાવવાનુ કે ગ્રામઉદ્યોગ નો સાબુ બહુરોફ અને બરછટ છે તો ગોદરેજમાં જંતુનાશક લીમડો નથીપછી મારો હમામ આમ મારો હમામ તેમએવા ગીત વગાડવાના રેડીયો છાપામા મહીના જાહેરાતનો મારો કરવાનો..."યે ખુશ્બુદાર સાબુન હૈમજેદાર હમામ સાબુ સેહી નહાતે હૈ સભી..."યાદ છેને..?બસ કામને માર્કેટીંગ કહેવાય ભાઇ દુનિયાઝબકતી હૈ ઝુકાને વાલા ચાહીયે .હવે યુગમા આવા તિકડમ ચાલવાના છે.આતો હજીપાશેરાની પહેલી પુણી છે માનસીક રીતે માણસને એવું ઠસાવી દેવું કે તારા કામમાં કે તારામાં ખામી છેપછી તેને સાણસામાં લઇને તમારે તેને અંજાય એટલે તમારી વસ્તુ વળગાડવી મુળ માર્કેટીંગ એમસમજો .."ભાઇ ચંદ્રકાંતના સપનાઓ અને વાતોથી અંજાઇ ગયા...માંડ કળ વળી એટલે પુછ્યુ ...

"ભાઇ મને એટલુ સમજાયું કે મને જે સમજણ નહોતી પડતી તે તને વડોદરા જઇને બહુ જાણકારો મળીજ્ઞાન મળ્યુ સાચુ .પણ આપણાં લાભ માટે સામાં માણસને ફસાવવો તો ખોટું કહેવાય ને ? “

ના ભાઇ કેટલીક જુની ઘરેડમાંથી બહાર નિકળવા આપણે તૈયાર હોઈએ ત્યારે આવી બધીટેકનિકો વાપરવી પડે ..”

હવે મને એમ લાગે છે કે સાધનશુધ્ધીવાળી ગંધીબાપાવાળી વાત લાંબી ચાલશે નહીભાઇ હવે વાત કર કે તારું રીઝલ્ટ ક્યારે છે?"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED