કોને ભૂલુંને કોને સમરુ રે - 103 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 103

સવારે બસ ડેપોથી અરવીંદભાઇના ઘરની બસ પકડી અગીયાર વાગે ચરોતર આણંદ પાંસે કદાચગામનુ નામ અલીંન્દ્રા પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર અરવીંદભાઇની વાડી સામે બસ એક મીનીટઅટકીએટલે અમે બન્ને ઉતરી ગયા...ચરોતર એટલે ગુજરાતનો સહુથી સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ. એકએકરની વાડી પણ લાખો નહી કરોડમાં ગણાય એવી સોનેરી જમીન .બહુ સુખી અને આનંદી લોકો.

નાનકડો કાચો રસ્તો લગભગ બસોફુટનો પાર કર્યો એટલે વિશાળ લોખંડનો ખુલ્લો દરવાજો ત્યાંટ્રેક્ટર આરામ ફરમાવતુ હતુ...ઝડપથી ચાર પાંચ કુતરા દોડતા આવી અરવિંદભાઇને વિંટળાઇ ગયાઅને ચંદ્રકાંત ઉપર નફરતની નજર નાખી..."ના ભોલુ...મેમાન છે એમ કરાય.."પછી નજર મિલાવીફેરવીને અરવિંદભાઇની સવારી આવી પહોંચી છે ખબર દેવા આગળ સરધસ કાઢી હાઉ હાઉકરતા આગળ ચાલ્યા...ત્યાં અરવિંદભાઇના બાપુજી બહાર આવી ગયા..."આવી ગયો ભાઇ..?આવોમેમાન આવો..."

"મારી સાથે કોલેજમા હતા ચંદ્રકાંતભઇ..."

" આવો ભઇ...આવો..."બાપુજીએ ચંદ્રકાંતને પણ ઉમળકે વધાવ્યા ..ચંદ્રકાંતે ચરણસ્પર્શ કર્યો..

" ઓમારા અરવિંદને બહુ ભણવુ ...પણ ઓંઇ ખેતર રેઢા પડે કી નૈ..?પણ ઇને જીદ કરેલી તેભણીઆયા...હારુ હારુ...હવે તમે દોસ્તારો થોડા દિવસ હારે રો ઇટલે ને સારુ લાગે..."

ચંદ્રકાંતને આવી લીલ્લીવાડીઓ બહુ ગમતી પણ મેરી કિસમતમે તું નહી શાયદ...ગીત અંદર ગુંજતુહતુ...

વિશાળ ડેલામાંથી ઉંચી ઓશરી વાળા ઘરે પહોંચ્યા ત્યારે એક નમણા કસાયેલા ગોરા પટલાણીએહાથમાં રહલો અનાજનો ડબ્બો નીચે મુકી બે હાથ જોડી લાજ કાઢી નમસ્તે કર્યુ..

"ભાભી હું અરવિંદભઇથી બહુ નાનો છુ...એટલે તમારો દિયર...મારી લાજ કઢાય ...મને પાપલાગે...બાકી અરવિંદભઇ કે ઇમ કરો...બસ"

ભાભીએ લાજ છોડીને ટહુક્યા"હવે ઇમને પુછીને પાણી પીધા તો ગયા..બારના ભોવમાં..." અવડીમોટીજમીનદારી ,ગાય ભેંસ ને સાચવવા ખેતરમાં દિવસરાત કામ કરવા ચાહે વરસતો ધોધમાર વરસાદ હોકે આભમાંથી ઉનાળાનો બળબળતો સાદ હો કે ક્યારેક કડકડતી ઠંડીમાં પાળા વાળવાના હોય સદાતૈયાર રહીને શરીર કસાયને લોખંડી બની જાય ;આત્મ વિશ્વાસ કેટલો વધી જાય તેની કલાનાં એકક્ષણ સામે આવી ગઇ .ભાભી ખડખડાટ હસ્યા ત્યાં અંદરથી બા આવ્યા...અમે બન્નેએ ચરણસ્પર્શકર્યો...

થોડીવારે ચા નાસ્તો આવ્યો ત્યાં સુધીમા અરવિંદભાઇ ફ્રેશ થઇને આવી ગયા એટલે ચા નાસ્તો કરીબન્ને વાડીએ ચક્કર મારવા ગયા ...પાંચ અલમસ્ત ભેંશો એક ગાય ખીલ્લેથી ઉછળકુદ કરવા માંડી...

"એક જાનવર પણ માણસને કેટલો પ્રેમ કરે તેનો જીવતો જાગતો દાખલો જોયો... અરવિંદભાઇ એકએક ભેંસ ગાયને ગળે વળગ્યા અને પંપાળી ત્યારે અરવિંદભાઇના હાથ મોઢાને ચાટીને આંખોથીપ્રેમ વરસાદીને શાંત થઇ પછી આગળ ચાલ્યા .”સંધવીભાઇ જો એક પણ ગાય ભેંશ છુટ્ટા હોયતો મારે તો એની સાથે દોડાદોડી કરી મસ્તી કરવી પડે એવો જાનવરોનો પ્રેમ હોય…”

હા ભાઇ મારે ઘરે અમરેલી એક નવચાંદરી ભેંસ હતી એટલે અમને જોઇને કેટલી રાજી થતી તે અમેજોયેલું છે .એના એક ભાંભરવાના અવાજે અમને શીખવાડેલું કે ખોળ દાણ તગારામાં નાંખીને નહીજવાનું પણ પ્રેમથી તેના ગળે હાથ ફેરવી વાતો કરતા ખવડાવવાનું તેણે અમને શીખવેલુંઅરવિંદભઇ…”

વિશાળ વાડીમા તમાકુનો લહેરાતો પાક એક બાજુ બીજી બાજુ શેરડીનો વાઢ...વચ્ચે કપાસનાં જીંડવાલહેરાતા હતા...શુધ્ધ હવાની લહેરખીઓ શ્વાસમા ભરતા ચંદ્રકાંત કુવાના થાળે પહોંચ્યા ત્યારે પંપથીપાણીનો ધોરીયો મોટી કુંડીમાં ઠલવાતો હતો...ડીઝલ એંજિનનો મધુર અવાજ કોયલની કૂક જેવો લાગતો ..ખાળીયામાં વહેતો ખળખળાટ ચંદ્રકાંતને તરબતર કરી દેતો હતો ..અરવિંદભાઇ મુળાગાજર ખેચીને લાવ્યા ...કુંડીનાજળમા સાફ કરી "લ્યો મોઢુ હલાવો સંધવીજી..."કહી લાલ ચટક ગજરહાથમાં પકડાવ્યુ...અને પોતે ખેતરનાં ધોરીયામા ઉતરી ગયા ...કુંડીની પાળી ઉપર બેઠા ચંદ્રકાંત ઉપરચાર પાંચ આંબામાંથી કોયલે ટહુકા કર્યા...તેને વધાવતા બબડ્યા મારે પણ તારી જેમ મુક્ત ટહૂકાઓકરવા છેપોપટ લેલડા કાગડા...નાની દેવ ચકલીઓ હોલાઓનાં મધુર લલકારએમના સ્વર્ગમાચંદ્રકાંતનો વિરોધ કરતા એક સામટા ટહુકતા હતા...કલાક સુધી કુદરતને ખોળે વિચારશુન્ય દશામાઆનંદ કર્યો...

.......

જમીને પાછા વાડીમા આંબાવડીયામા બે ખાટલા ઢાળીને સુતા એવી સરસ ઉંધ આવી ગઇકે સાંજેઅરવિંદભાઇએ ઉઠાડ્યો..."ચાલો ઉઠો ચંદ્રકાંત..."

બસ ત્યાર પછી જીંદગીએ ચંદ્રકાંતને એટલો ચલાવ્યો ,દોડાવ્યો છેઆજે હાશકારો કરીને સીતેર વરસેપગવાળીને બેઠા ત્યારે કેટલા ઉબડખાબડ રસ્તા કેવી કાજળઘેરી રાતો કેટલી વેદના ભરી જીંદગીપાર કરીને પહોંચ્યા તો યાદ કરતા કેટલાયે સમરું ને કેટલાક ને ભુલવા એગડમથલ ચાલ્યા કરે છેપણ એટલીતો ખબર પડી કે બહુ ચાલ્યા બહુ વસમું ચાલ્યા પણ તોય બસ ક્યારેક ઢસડાતા ચાલ્યાક્યારેક બહુ થાક્યા તુટી પડ્ય તોય ચાલ્યા ...નહીતો 'આમ તો જીંદગીનો માર્ગછે ઘરથી કબરસુધી'બરકતબાપા યાદ આવી જાય છે...