સમી સાંજે એક માળીયાના એ ફ્લેટમા કોઇ કોઇની સાથે નજર મિલાવી શકતા નહોતા...સૌનીને બહુચંદ્રકાંતની માયા લાગી ગયેલી..."સંધવી સાહેબ બાપાએ દેવુ કરીને ભણવા મોકલ્યો હતો...હવે જોપાસ થઇને નોકરી મળે એમા ક્યાંક હૈદરાબાદ મળે તો કોણ જવાનુ..?મુંબઇમા મળે તો અમારા વાળુકોઇ નથી....ક્યાં રહેવુ...?આ નાનકડા ગોમમા રહીને અમેતો ક્યાંયનાં નરહ્યા...હવેસ્વામિનારાયણબાપાનો આધાર છે... સરકારી નોકરોકંઇ સીંઘવીભૈઇ રેઢો નહી પડ્યો .બેંકમાતો એકજગા માટે સો અરજી ઉપરથી લાગવગ વસીલા..હાલું ટ્યુશન કરવા પડહૈ જો એનીમાને નોકરી ની મળીતો ..”
ચંદ્રકાંતે મજાક કરી.."કેમ આ સામેના ફ્લેટવાળી છેને યાર સીધ્ધુ યુગાંડા નાની તો નાની મોટી તો મોટીહેં ...."
"સંઘવીં હવે ઇ બેયને તડકે મુકો...હવે તો હસવુયે નથી ગમતુ..."
પીટરતો સાવ મુંગો થઇ ગયેલો..."સંઘવીભાઇ રૈલ્વેમા અરજી કરી હતી ત્યાં મળી જાય તો જાનછુટે...અમે તો હાવ ખીસ્સે ખાલી માણસ એક ટાઇમ જમીને દિવસો કાઢેલા ઘેંસ ખઈને જીવેલા અનેકેટલી ફાધરને આજીજી કરી ચર્ચના પૈસે ભણ્યાં છીએ....
હવે તો જેવી મળે એવી નોકરી કરવી જ પડહૈ…બાપા તો હવે ખાટલે સે ને માં પારકા કામ કરીને હવેથાકી સે …ઓછામાં પુરુ અમારા વાંસની એક છોકરીના બાપાએ મને વળગાડવા બાપા પાંહેથી પ્રોમિસલીધું છે તે હવે ઇ લોકો ય શીંગડા ભરાવેસે .”
અરવિંદભાઇ ખમતીધર ખોરડાના હતા એટલે જો સારો ચાન્સ મળે તો ઠીક નહીતર લીલ્લી લહેરાતીવાડીતો છે જ...નોલેજ મળ્યું એ નફો એમ સમજતા હતા .ચરૌતરની એમની વાડી એટલે મબલખપૈસો...તમાકુના વાઢમા લાખોની કમાણી તો શેરડીનો વાંઢ પણ નાનો નહી આંબા એટલા કપાસનીઆવક …એમના બાપુજીએ તો ના પાડેલી પણ અરવિંદભઇ કહે કે વિદ્યા મળે એટલી સારું બાપાઆગળ જમાનો કેવો આવશે ખેતીમાં કેવો કેટલો સુધારો કરવો પોતાનો માલ પોતે કેમ ન વેંચવો એબધુ સમજવું જોઇએ બાપુ “
“ મને ઇ માં બહુ ગતાગમ ન પડે પણ તમે હવે મોટા થયા એટલે યાગ લાગે તેમ કરો”
…..
ચંદ્રકાંત કોને કહે કે એની હાલત પણ આગળ ઉલાળ ને પાછળ ધરાળ...એક બાજુ ખીણ બીજી બાજુપહાડ...જેને રડવુ હોય તો છાનુ રડવુ પડે કે એકલા અગાસીમા જઇને રડવું પડે એ બહારથી હસતારહેતા ચંદ્રકાંતને આજે બહુ અહાંગળુ લાગતુ હતુ....
"મારે આજે છેલ્લા દિવસે દીદીને મળવાનુ છે એટલે રાત્રે મોડો આવીશ .કાલે તમારી સાથે તમારે ગામઆવીશ પછી....હમતો જાતે અપને ગાંવ અપની રામ રામ રામ.."
એક સાથે સહુ મિત્રો સજોળ થઇ ગયા . એક બીજાને ભેટીને જાણે છુટ્ટા પડવા જ નહોતા માંગતા….પણ હાય વિધાતાએ શું લખ્યું હતું તે કોણ જાણે ?
એ છેલ્લી વડોદરાની બોઝીલ સાંજે ચંદ્રકાંતનાં પગ એકબીજાથી લથડાતા હતા.આ વડોદરાનીજીંદગીમાં કેટલું આપ્યું ? સહુથી મોટો આત્મ વિશ્વાસ . કડકડાટ ઇંગ્લિશ ચંદ્રકાંત બોલે ..? ચંદ્રકાંતનેખુદને બહુ નવાઈ લાગતી હતી ..! પુષ્પાદીદી મળ્યા ત્યારે પહેલી વખત ભગવાન કેવી રીતે મદદ કરે છેએ અનુભવ્યું .અટલા દુરના સગ્ગાને નાનભાઇથી વિશેષ પ્રેમ આપ્યો ..જેને મળીને કોઇ તેમના પ્રેમનાઅતાગ સમુદ્રમાં ડૂબી ન જાય એ કેમ બંને ? સાચા મોટીબેનના માં જગદંબાએ દર્શન કરાવ્યા હતા…એમને કેમ કહું કે દીદી હવે હું જાઉં છુ સાચી સંઘર્ષ ની ભીષણ જીંદગી હવે આગળ રાહ જોતી ઉભી છેત્યારે તમે મને તમારા આશિર્વાદ આપો …?જે સહુ ગમ્યા એ સહુ છૂટી ગાયનો ક્રમ હજી ચાલુ જ હતો.અવ્યક્ત પ્રેમમાં તરબોળ સોનાંગી કે ચંદ્રકાંત ક્યારેય મળવાના નહોતા…દીદીના ઘરની બેલ વગાડી…નીચું મસ્તક કરી કેટલીક ક્ષણો બસ એ ઘરનાં આંગણાના પગથીયે ઉભા રહ્યા ચંદ્રકાંત.દીદીએહાથ પકડી ક્યારે ચંદ્રકાંતને ઘરમાં લીધો તે ચંદ્રકાંતને યાદ જ નથી આવતું .ઘરની અંદર દિવાનખંડમાચંદ્રકાંતને અડકીને સોનાંગી બેઠી છે બીજી બાજુ દાસદીદી….સામે પુષ્પા દીદી …સિતારવાદન બહુવખતે દીદીએ મુકાયું છે જાણે એ હળવું સંગીત વાતાવરણને સહેજ મઘમઘતુ કરે પણ એક ખામોશીતોળે સહુ દબાઇ ગયા છે ચંદ્રકાંત અંદરથી રડતા કહેછે “યા દિલ્હી સુનો દુનિયાવાલો યા મુક્કો અભિચુપ રહેને દો… મૈ ગમ કો ખુશી કાંસેની કહેદું જો કહેતે હૈ ઉનકો કહાને દો”
“ચંદ્રકાંત આજે તારી મનગમતી પુરણપોળી તારા કાકાનાં નામની અને ખાંડવી બનાવી છે બાપા મને તોબહુ ભુખ્યા લાગી છે …ચાલો સહુ જલ્દી…કમઓન.
દીદીએ ઉદાસીન ખંખેરીને સહુને ઉભા કર્યા .પુષ્પાદીદીની આંખો પણ અવારનવાર ભીજાઇ રહીહતી... બાજુમાં બેસીને ચંદ્રકાંતને જમાડતા જમાડતા બોલ્યા "હવે ચંદ્રકાંત જ્યારે આ ગળી રોટલીકરીશ ત્યારે તું યાદ આવીશજ...થાળીમા ફરી ફરી ખાંડવી ને ગળી રોટલી મુકતા રહ્યા...."બસદીદી...આ દાસદીદીને સોનાંગી જોઇ રહ્યા છે ."
"તો એમની થાળીમાં પણ એ બધુ મુકુ છુંને પણ તારી આ ઝળઝળીયાતી આંખે તને દેખાતુનથી...જમતા જમતાં આંસુ ટપકી પડ્યા...દીદી પીઠ ઉપર તેમનો સ્નેહાળ હાથ ફેરવતા રહ્યા....કલાકપછી ચરણ સ્પર્શ કરીને દીદીના આશિર્વાદ માંગ્યા ..."જીદંગીના હર મુકામે તમે કાયમ યાદરહો...તમારો સ્નેહ જ મને ગમે તેવી જીંદગીની લડાઇમા બળ આપે......."દીદીએ પહેલીવાર ચંદ્રકાંતનાદુખણા લીધા..."જા ખુબ આગળ વધ એવા મારા આશિર્વાદ છે...લાઇન ઇઝ નથીંગ બટ ફાઇટદાસદીદીએ પણ બહુ આશિર્વાદ આપ્યા...સોનાંગી સજળ આંખે એટલુ જ બોલી..."આઇ વીલ મીસયુ... ઓલવેઇઝ “ચંદ્રકાંત ધીરે ધીરે બહાર નિકળી અંધારામા ઓગળી ગયા.....
........
આ લખતી વખતે એક માત્ર પીટર પંદર વરસ પહેલા મુંબઇમા મળ્યો હતો બાકી કોઇના કંઇ સમાચારજ નહી...."ચીઠ્ઠીના કોઇ સંદેશ...ન જાને વો કોનસા દેશ....કહાં તુમ ચલે ગયે....