An interview books and stories free download online pdf in Gujarati

એક મુલાકાત

કંઈ જ નક્કી ન હતું જીજ્ઞાનું કે તે અનામિકાને મળી શકશે કે નહીં..કારણ કે ઘરમાં તેને કોઈ જોડે વાત જ ન કરી હતી બસ મનમાં નક્કી કર્યું હતું કે મારે અનામિકાને મળવા જવું છે.
જીજ્ઞા અને અનામિકા બંને વર્ષો જૂની બે શહેલીઓ.. પ્રાથમિકથી સાથે ભણતી સાથે જ લગ્ન બંનેના સરખી ઉંમરના બાળકો અને વળી બન્નેના પતિ પણ એકબીજાના મિત્રો બની ગયા.. જીજ્ઞા નક્કી કરે છે કે મારે મળવું છે અનામિકાને.. અનામિકા જે શહેરમાં રહેવા ગઈ છે એ દરિયા કિનારે આવેલું છે. એટલે આજની મુલાકાત અગાઉથી નક્કી કરેલી એ મુજબ એ દરિયા કિનારે જઈને મળશે . બંને નિશ્ચિત કરેલા સમય મુજબ અનામિકાના શહેરમાં મળે છે જોજનો દૂર બંને સહેલીઓ પણ તેમ છતાં જાણે સૌથી નજીક આજે એક બીજા ને મળવાની આતુરતા સાથે ખુશીથી બંને નિશ્ચિત દિવસની રાહ જુએ છે અને અનામિકાને પોતાના કાર્યમાં થી રજા મેળવી શકવાનું ન હોવાથી જાહેર રજાના દિવસે તેઓ મળવાનું નક્કી કરે છે.
એ ઘૂઘવતો દરિયો એ મસ્ત આહલાદક વાતાવરણ અને નાનપણથી મોટી થયેલી એ બંને પાકી બહેનપણીઓ ખબર નહિ બંને નિશ્ચિત સમય મળે છે ત્યારે અનામિકા તો જાણે શ્રાવણ ભાદરવો હોય તેમ તેની આંખો માં થી અશ્રુ વહી જાય છે. જ્યારે જીજ્ઞા અનામિકાને કહે છે કે તું રડે છે શા માટે હું છું ને તારી સાથે તું જ્યારે એવું ફીલ કરે ત્યારે મને કહી શકે છે જો આ ત્રણ મહિના વીતી ગયા હમણાં એમ જ વર્ષો વીતી જશે તું રડ નહીં અનામિકા હું હંમેશા તારી સાથે જ રહીશ તને ક્યારેય જો એવું લાગે કે આજે તું એકાંત અનુભવે છો તો તું મને અડધી રાત્રે પણ ફોન કરી શકે છે હું તારી જોડે વાત કરીશ સવારોસવાર આપણે એકબીજા સાથે વાત કરશું હું જાણું છું પણ તું મને પ્રોમિસ કર કે તારા દિલ ની દરેક વાત તું મને કરીશ અને તું જો હું તને હસાવી ન દઉં તો મને કહેજે તું મને તારી બધી જ વાત કરી શકે છે અને હવે ચાલ જોયે રડવાનું બંધ કર હું તને રડાવવા થોડી અહિ આવી છું હું તો તને કંપની આપવા આવી છું આજે આપણે બેવ સાથે રહીને ઘણું બધો સમય સાથે રહીને જૂની યાદોને તાજા કરીશું પ્લીઝ આમ રડ નહીં.
જો અનામિકા હું જાણું છું કે તું આરવ વગર એકાંત અનુભવે છે પણ જો મારી સામે હું તને ક્યારેય એ અનુભવવા નહીં દઉં ત્યારે અનામિકા માંડ એટલું જ બોલી શકે છે કે જિજ્ઞા હું આરવ વિના એકાંત નથી અનુભવતી હું આરવ વગર ખાલીપો અનુભવું છું કોને કહું કે..તું જાણે છે ખાલીપો અને એકાંત એટલે શું તે બંને માં શું તફાવત છે એકાંતમાં થી માણસ ધારે તો બહાર નીકળી શકે છે પણ ખાલીપા માંથી તો માનવી ધારે તો પણ કોઈ દિવસ ક્યારેય બહાર નીકળી શકે નહીં તમારા આખા શરીરમાંથી કોઈ એ એક એવું મહત્વનું અંગ છીનવી લેવામાં આવે છે જેના વગર જીવવું તો છું પણ જીવંત નથી જીવનમાં અનંત યાત્રાએ જવું સરળ છે પણ કોઈ સ્વજન વગર જીવવું કેટલું કઠિન છે એ હું તને કેમ સમજાવી શકું.. હું જે અનુભવું છું ...કે કેવું હું અનુભવું છું એવું કોઈને પણ કહી નથી શકતી..એ હું જ અનુભવી શકું છું.. હું અંદરથી તૂટી ચૂકી છું ,મારા જીવનની એક પણ ક્ષણ આરવ ના સાથ વગર નકામી છે..તને ખબર છે અત્યારે હું જ્યાં છું ત્યાં પહોંચવા માટે થઈને અમે મેં અને આરવે જેટલા સુખ દુખ દિવસ જોયા એ વ્યક્તિ મારા માટે પોતાનું બધું જ છોડી દીધું અને અમારો સંસાર વસાવી અત્યારે માત્ર એક મેં...અને અનામિકા ફરીથી ડૂસકું ભરી લે છે રડી પણ નથી શકતી.... નોકરી જ્યારે મળી પણ ન મળી ત્યારે જે જીવનમાં સંઘર્ષ હતો , કે અમને જરૂર હતી ત્યારે કોઈએ સહયોગ ન કર્યો અમે બંને સાથે મળીને પરિવાર રૂપી માળો બાંધેલો એ આરવ જ માત્ર મારી સાથે હતો બીજું કોઈ નહીં અને અત્યારે એ જ મને છોડીને અનંત યાત્રા પર.... એની અણધારી એ વિદાય મને જાણે એમ લાગે છે કે મારા અંદરનું સર્વસ્વ જતું રહ્યું છે હું તો છું પણ મારી બસ... વળી પાછું ગળે ડૂમો ભરાઈ જવાથી બોલી નથી શકતી અનામિકા..
જીજ્ઞા અનામિકાને કહે છે કે તું હવે હૈયું ઠાલવીને રળી લે મન ભરીને ... શું કરું તને કેમ સમજાવું એ મારાથી જોઈ નથી શકાતું.. અનામિકા હું પણ તારી મનઃસ્થિતિ સમજુ છું .
અત્યારે ધોધમાર વરસાદ પછી આકાશમાં અજવાનું ઊભું થયું હોય એવું રળ્યા પછી અનામિકા હળવું પોતાનું હૃદય ફીલ કરે છે અને જીજ્ઞા નો હાથ પકડી બસ એટલું જ કહે છે થેન્ક્યુ ફોર એવરીથીંગ... તું જ છો કે મને અત્યાર સુધી સમજી શકે ... તું જ છે કે જેની સાથે દરેક વાતને શૅર કરી શકું છું.. તું મારા માટે સર્વસ્વ.. તુ જ મારા માટે.. અને જીજ્ઞા અનામિકાના હાથ ઉપર હાથ રાખીને અનામિકા ને કહે છે કે જો હવે તું બસ ચૂપ થઈ જા જે થવાનું હતું તે થઈ ગયું પણ આરવ હજુ તારી સાથે જ છે તું કહે છે ને કે મને રોજ ફોન માં એમ કે તને એવું ફીલ થાય છે કે પછી તારી જોડે છે તો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા હોય છે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સમસ્યાથી મુક્ત હોય એવું તો શક્ય જ નથી ને એટલા માટે તું અનામિકા એ વિચાર કે આરવ તને જિંદગીમાં ઘણું બધું આપી ને ગયો છે કે તને હંમેશા ખુશ રાખવા માંગતો એ તને દુઃખી નહીં જોઈ શકે જો તું આમ દુઃખી થઈશ તો એના આત્માને શાંતિ નહિ મળે પરંતુ એ તને હંમેશા આગળ લાવવા પ્રયત્ન કરશે તું આમ નિરાશ ન થા મારી સામે એક વાર આમ તો જો તમે સાથ આપશે ને તને તારા દ્વારકાધીશ જે આપવા માટે થઈને છીનવ્યો હશે સાચું બસ તૂ આદિ(તારા બાળક) એની સામે જોઈ જોઈને તારું જીવન પસાર કરે છે તે પણ ઘણો નાનો છે તો આદિ નું તારા સિવાય દુનિયામાં છે કોઈ? હા તો બસ ખુશ રે આમ રળ્યા કરીશ તો... પ્લીઝ તારે તારા પરિવારની સામે જોવું પડશે આરવ તારો ભૂતકાળ છે અને આદિ તારું ભવિષ્ય ..સમજે છે ને હું જે કહું છું ચાલ હવે આપણે દરિયાને નીહાળીએ જેમ પેલા બેસતા.. અને આપણે તને યાદ છે આ જમીન પર બેસીને દરિયાની લહેરો ને માણતા કેટલી સુખદુઃખની વાતો આપણે અહીં તો શેર કરી છે બસ એકધારું સમય બેસી રહેવામાં પણ કેટલો આનંદ આવે છે દરિયાની સમક્ષ આપણે ઘણું બધું આપણી હૈયાં વરાળ કાઢી શકીએ છીએ હું હંમેશા તને ખુશ જોવા માંગું છું હવે અણધારી આમ આરવનૂ આજે વિદાય છે તેનાથી તૂટી જઈશ તો કેમ ચાલશે તુ રડીશ નહીં આરવ તને હંમેશા ખુશ રાખવા માંગતો પણ તું જો આમ તો હું તને જોઈ નહીં શકું બસ ત્યારે તને સમજાય છે ને કે આમ રળી ને જિંદગી પસાર નથી કરવાનું તારે તો સદાય જેમ આરવ તને હસાવતો તેમ જ રહેવાનું છે અનામિકા તને યાદ છે તું અને આરવ કેટલાં સરસ ગીતો ગાતા અંતાક્ષરી રમતા હંમેશા તું આરવ ને જીતાડવા માટે પ્રયત્ન કરતી પણ અનામિકા જીતી જાતી અને અનામિકા કહે છે મને યાદ છે અત્યારે પણ એ જાણે ગીત ગાઈ રહ્યો હોય એવું મહેસુસ કરી શકું છું પણ અનામિકા ગીત નથી ગાઈ શકતી બસ એની આંખોમાંથી ફરીથી અશ્રુ વહેવા માંડે છે.. આ હતી આ બંને સહેલીઓ ની એક મુલાકાત ઘણા સમય પછી..
જય દ્વારકાધીશ 🙏🏻
૧૩/૦૯/૨૧


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED