Kone bhulun ne kone samaru re - 97 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 97

ત્રણેક મીનીટ પછી બેઠાધાટની બંગલીનો દરવાજો ખુલ્યો...સામે એક ગોરો ગોળમટોળ ચહેરોચમકતી રૂઆબદાર પ્રભાવશાળી આંખો નમણુ નાક શરીર થોડુ ભરેલું પણ ટટ્ટાર ,માથામાં બિંદી નેઆંખોમાં કાજલ ,સોનેરી ઝુલ્ફો વચ્ચે ક્યાંક કાળા વાળ લહેરાતા હતા ખાદીની સફેદ સાડી...લોટવાળા હાથ ...

"આપ પુષ્પાબેન ગાંધી છો..?"ચંદ્રકાંત સહેજ થોથવાતા પહેલુ વાક્ય બોલ્યા.જીંદગીભર સેંકડોવારમાઇક પકડી સ્ટેજ ઉપર આવ્યા છતાં પહેલી એક મીનીટ લગભગ થોથવાટ થયો છે....પછી મોટામાણસોની જેમ કાં ડાયસ પકડી લેવું કે માઇકના પાઇપના સહારે એક વાક્ય થોથવાતુ ગયુ છે પણઅંહિંયાતો કોઇ આશરો નહોતો એટલે બન્ને હાથને એક બીજાની પક્કડ કરી બે હાથ જોડી વંદનકર્યા.."હું ચંદ્રકાંત જગુમામાનો દિકરો અમરેલીથી..."

"બસ બસ હવે વધારે બોલવાની જરુર નથી . પહેલે સપાટે ચંદ્રકાંતને ક્લીન બોલ્ડ કરી દીધો . એકસત્તાધારી કમાંન્ડીંગ ધેધુર અવાજે ચંદ્રકાંત સમજી ગયા કે સૌથી મોટી દીદી છે એનો મિજાજદીદાર છે , નો દલીલ નો અપીલ .”અંદર આવીજા અને દરવાજો બંધ કરતો આવ મારા હાથ લોટવાળાછે..."આવો પ્યોરો હુકમ કોણ માને ? ચંદ્રકાંત બાગ બાગ થઇ ગયા . મનમાંથી ડર નિકળી ગયો .

"દીદી હા બે હાથ અને થોડા વાળ પણ લોટવાળા છે..."પહેલુ ખુલ્લુ ખડખડાટ હાસ્ય ....ઓહ ગુડઓબઝરવેશન...કમ ઇન...હું જરા હાથ સોરી હાથ અને માથાના વાળ ઉપરથી લોટ કાઢીને આવુ .”પુષ્પાદીદીએ ચંદ્રકાંતને ડ્રોઇંગ રૂમમાં બેસવાનો ઇશારો કર્યો .

ચંદ્રકાંતે મેઇન દરવાજો બંધ કરી ઘરની અંદર નજર કરી...ડ્રોઇંગ રુમમા સરસ સોફાસેટ બીજીવધારાની થોડી ચેર...બીજી બાજુ રસોડાને અડીને ડાઇનીંગ હોલ...બહુ સુઘડ ગોઠવણી...ફુલદાનીપેંટીગ્સ જોઇને દીદીની ક્લાસીક ચોઇસ જોતો રહી ગયો. રહ્યો...એક પેઇન્ટીંગ સામે ઉભા રહીને જોતોહતો...ત્યાં પાછળથી અવાજ આવ્યો...."બેસ અંદર ડાઇનીંગ ટેબલ પરઆપણે વાતો કરતા થોડોનાસ્તો કરીશુ...જમવાને વાર છે...ઓહ સોરી મે મારી જાતકો તને ઇંન્ટ્રોડ્યુસ કરી નહી .હુંજ પુષ્પાગાંધી છું...તારી મોટી દીદી . (એમ કહી મોટા હોવાની બે હાથથી એક્ટીંગ કરી ) મે મારી ઓળખાણઆપી નહોતી.."ફરીથીમોટુ ખળખળતુ હાસ્ય રુમમા પથરાઇ ગયુ...

"જી દીદી ઘરમાં પગ મુકતા સમજી ગયો હતો પણ બાઇ વે મોટી બહેન કહુ કે દીદી ચાલશે. બાકીતમે મોટી કરીને જે અભિનય કર્યો દાદ માંગી લે છે નાના હશો ત્યારે નક્કી ભારતનાટ્યમ કર્યું હશે..પણ દીદી મારે તો જે મોટી કહી તેવી તમારા જેવી રુવાબદાર મોટીબેન સાક્ષાત્ છે . પણ સાચુ કહુદીદી તમારા ઔરાને લીધે તમારા ક્લાસમા મોટા મોટા શેરવાની પણ ચુહા બની જતા હશે ..”

જોરદાર હાસ્યનો ફુવારો ઉડાયો. પુષ્પાદીદીએ કહ્યુંહવે દાદી જેવડીતો થઇ ગઇ છું અને આમેય બધીગાંધીની દિકરીઓ દાદી હોય...!!!! એટલે દીદી ચાલશે"

"મારો ઉછેર દાદીઓ સાથે થયો છે...સૌથી મોટી દાદી સુપર દાદી મારા દાદી લક્ષ્મી માં...તેનાથીબેવેંત ચડે એવા તમારા દાદી જડીમાં...જેમનાથી મારા સુપર દાદી પણ થથરી જતા...યાદ છે ..હાથમાકોથળો લઇ સફેદ એક સાડલા જેવુ કપડુ વિંટેલા હાથમા મોટો ડંગેરો ચપ્પલ પહેરીને ઘરે આવે ત્યારે...એક હાંક મારે " લખમી પાણીમાથી યે સંધીડા ગ્યા...?મારી આંખ સામે દ્રશ્યો તરવરે છેપછીતો ઘરમા દાદીઓની લંગાર લાગેલી...બસ ચારે તરફ દાદીઓ દાદીઓ.

પુષ્પાદીદીની આંખો ભીની થઇ ગઇ...ચંદ્રકાંત તે મને કેટલુ બધુ યાદ કરાવી દીધુ...જો પ્લેટ બધ્ધા ડબ્બા જેમાંથી જે ગમે તે લઇને મોઢુ ચાલુ કર અને બોલવાનું બંધ કર તો મને બોલવાનો ચાંસમળે...જગુમામા નાનામામા કેમ છે ?તારી મમ્મી જયામામી બધ્ધાને હું મળી છુ તમે બધા ટાબરીયાવનેપણ મળી છું..પણ હવે બધા મોટા થઇ ગયા નહી...?બાય વે તું નાનો હતો ત્યારે બહુ ક્યુટ હતો પણબહુ તોફાની હતો તેં ટીચર પીધુ હતુ કથા વખતે હજી યાદ છે..."

"મને હજી એનો ટેસ્ટ યાદ છે ...બહુ મસ્ત સ્મેલ આવે હોં દીદી..."

"ચુપ...અમુકાકાએ ફોનમા કહેલુ કે આવી રીતે મેનેજમેન્ટનો કોર્સ કરવા તું આવવાનો છેએટલે હું તનેશોધવાની હતી ...પણ સરનામુ નહોતુ...આઇ વોઝ હેલ્પલેસ....ચંદ્રકાંત તું બોર તો નથીથતોને.?..અમેતો માસ્તરની બોલવા તો જોઇએ .કોઇ મળે તો જાત સાથે બડબડ કર્યા કરીયે...બોલવામા એક્સર્ટ...અમને તો બોલીયે તો પૈસા મળે ચંદ્રકાંત .પણ મે ઓબઝર્વ કર્યુ કે તું યેકંઇ ઓછી માયા નથી...પ્રોફેસર થવાનો ઇરાદો નથીને ? જોકે મહા ચતુર છે એટલે લોકોને શીશામાંઉતારવામાં આઇમીન કનવિન્સ કરવામાં એક્કો છે એટલે માર્કેટીંગમાં પણ જામે.

દીદી સાથે ક્ષણથી દિવસથી એવી માયા બંધાઇ ગઇ હતી કે જેની વાત આગળ કરતાચંદ્રકાંતની આંખોમાં નમી આવી જાય છે .અશબ્દ થઇ જાય છે ચંદ્રકાંત .ઋણાનુંબંધ નો દાખલોચંદ્રકાંતનાં જીવનમાં કાયમ યાદ રહ્યો .હવે મારા વહાલા પુષ્પાદીદી દુનિયામા નથી...પણ દીદીજાણે કહે છેમારી યાદમાં તેમનાં આંસુ બહાના ..”


ચંદ્રકાંત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED