કોને ભૂલુંને કોને સમરુ રે - 95 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 95

ઝાંઝરી સરોજીની હોસ્ટેલના પ્રાંગણમા આવી ચંદ્રકાંતને જોઇ આંખ પહોળી થઇ ગઇ...બંધ ગેટનીપેલેપાર આવી ઉભી રહી...

"તમે? તમે ? અંહીયા ક્યાંથી?"

"હુ મેનેજમેન્ટનું ભણવા આવ્યો છુ.."

"એમ એસ યુનિવર્સીટી?"

"ના ફોરેનની ઇન્સટીટ્યુટ છે તેમા..."

"વેરી ગુડ...શુ ખબર છે મોટાભાઇના..?"

પહેલે કોળીયે કાંકરો આવ્યો હતો...ચંદ્રકાંત ગળી ગયા..."બસ તો ગયા પરદેશ .ઇંગ્લેન્ડમાં ભણેછે "

"તમને ક્યાંથી ખબર કે હું અંહી બરોડા સરોજીની હોલમાં છુ...?"

પહેલો ગુગલી બોલ પડ્યો...ચંદ્રકાંત સામે ઝાંઝરી હસતું મોઢું રાખી હોઠ મરોડતી બોલી ત્યારેચંદ્રકાંત ને પહેલી વખત સહેજ શંકા ગઇ કે ઝાંઝરી તેની મજાક ઉડાવે છે,કે તેને તરસાવે છે ? “મનેનાનીબેને કહ્યુ હતુ કે ઝાંઝરી ત્યાં છે .આપણે આમ તો મિત્ર છીએ ,એટલે થયુ અજાણ્યા ગામમાંએકબીજાને મળી શકાય .

"કંઇ કામ હતુ..?" સીધો સવાલ ઝાંઝરીનો .

"મને ખબર નહી કે કંઇ કામ હોય તો મળાય ...."ચંદ્રકાંતે બાઉન્સબેક કર્યો...

"ના મારો કહેવાનો મતલબ નહોતો .મારે બહાર જવાનુ છે કોઇની સાથે એટલે ઉતાવળમા છું"

"ચાલો ,હું જાઉં છુ બાજુમા ફતેહગંજમાંજ ત્રણ રસ્તા ક્રોસીંગ ઉપર મેનહટન ઇન્સટીટ્યુટમા છુ હજૂ મહીના જતા જતા ચંદ્રકાંતે છેલ્લો ઉપાય અજમાવ્યો ..."

" કે બાય

"બાય

બે કદમ આગળ ચંદ્રકાંત ચાલતા એકલા એકલા બબડ્યા...સારુ થયુ કે પ્રથમ ગ્રાસે મક્ષીકાથઇ...સાલ્લી ચતુર ચાંપલીવાત નહોતી કરવી તો બહાર શું કામ આવી?આવી તો ગેટની અંદર ઉભીરહી...હું શુ રાવણની જેમ કે કૃષ્ણ જેમ રુક્ષમણીનું અપહરણ કરવા આવ્યો હતો?બીજા બધાની વચ્ચેઆવો તમાશો કરીને તારે મારુ અપમાન કરવુ હતુ?ચાલ મને બહુ તારી પટપટ હતી તો હતી પણ તું શુકામ મને ટગર ટગર મલકતી અટલા વરસોથી જોતી હતી?...તારામાં હિમ્મત નહેતી કે એક વાર બોલીશકે કે હુ તને ગમુ છું..?અરે દોઢડાહી મેં આખુ અમરેલી તારા ઉપર કુરબાન કર્યુ હોત...મોટેથી ફુટપાથઉપર ચાલતા નાની કાંકરીને લાત મારી છ્ટ છટ્ મોટેથી બોલી ગયા....સારુ થયુ કબુતરીને ચીઠીલખી નહોતી ફુલ મોકલ્યા નહોતા ગળે લાલ રુમાલ બાંધ્યા નહોતા...જો ચીઠ્ઠી લખી હોત તો નક્કી ખતરનાક ખીલાડીએ મારા બાપાને ચીઠી પહોંચાડી હત...બચી ગયા ચંદ્રકાંત...બચી ગયા...ચતુષ્કોણઅચાનક ત્રીકોણ થઇ ગયો. હવે ઝાંઝરી ઝમકવાની નથી એવું સમજાઇ ગયું . પણ સત્ય પચાવવુંબહુ અઘરું હતું . તમે જે ખ્વાબગાહ ઇમારત ચણી હોય તે રેત મહેલ બની ખરી પડે ત્યારે ખારા ઉસજેવો દ્રશ્યો પણ રેતમહેલ ઉપર દયા ખાતો નથી . ઘૂઘવતા વિકરાળ મોજા તેની ઉપર ફરી વળે છે,તેનું નામોનિશાન મિટાવી દે છે .ચંદ્રકાંતની જીંદગીની બહુ ગમગીન સાંજ હતી.

.....

પ્રેમ કહાની હવે ત્રીભેટે આવીને ઉભી રહી ગઇ.... સાજે ચંદ્રકાંતે તમામ વિરહના ફિલ્મી ગીતોસયાજી ગાર્ડનનાં બાંકડે ગાયા..."હમ તુજસે મુહોબત કરકે સનમ રોતે હી રહે...હસતે હી રહે... જીંદગીઇમ્તિહાન લેતી હૈહવે ચંદ્રકાંતની એવી પ્રકૃતિ હતી નહી કે લધરવધર વેશમા સરોજીની હોલ બહાર"પ્યાર કી આગમે તનબદન જલ ગયા .."ગાતા ગાતા ફરતા રહે...પહેલી પસંદ ઝાંઝરી મેદાન છોડીગઇ હતી...હવાની રુખ ફરી ગઇ હતી .રાત્રે નરસિંહ મહેતાને સુતી વખતે યાદ કરતા બોલ્યા..."ભલુ થયુભાંગી જંજાળ સુખે ભણીશું શ્રીગોપાળ..."(ભજવાની વાત તો હતી નહી પણ ઝાંઝરી ચંદ્રકાંતને બહુશીખવાડી ગઇ....એક તો પ્રેમ કરવો ચંદ્રકાંતના બસનુ કામ નહોતુ...ફના થાવાને આવ્યો છુ પરંતુ ખબર નહોતી કે ચમન તુજને સુમન મારી માફક છેતરી જાશે ,પ્રથમ પ્યાર કરશે ને પછી ઝખ્મોભરી જાશે... કઇ રીત છે તારી ખુદા કે તને ચાહનાર બહુ મળ્યા ને તું જેને ચાહે તે મળ્યા...? હરિ ઇચ્છા...બળવાન ...શું ખરેખર સભીકો મુક્કમલ જહાં નહી મિલતા ? લોક મિલતે હી બિછડ જાતેહૈ જીંદગી કી યહી રીત હેતુઝે ખોકર પાના હૈજીવન કાં મતલબ તો આના ઔર જાના હૈ

......

મનનાં એક ઉંડાણમા ઝાંઝરીના ઉપરીનો પહેલો પ્યાર ભલે એક તરફનો હતો પણ રહ્યો .પાંચેક વરસપછી સમાચાર મળ્યા કે કોઇ મહારાષ્ટ્રીયન ડોક્ટરનાં પ્રેમમાં પાગલ થઇ અને તેણે લવ મેરેજ કર્યા.નાગપુરમાં તેણે વસવાટ કર્યો હતો . વરસો પછી સમાચાર મળ્યા કે ઝાંઝરી જે મરાઠી છોકરાને પરણીહતી તેને ત્યાં આપધાત કરીને કે બળીને મરી ગઇ . ઝાંઝરી તું શું ઝાંખતી હતી ? ચંદ્રકાંત કહેવા સરોજિની હોસ્ટેલનાં ગેટ ઉપર તરસતા હતા કે જે આપણને પ્રે કરતું હોય તેની સાથે જીંદગીજીવવાની હોય નહી કે આપણે જેને પ્રેમ કરતાહોય તેની સાથે .ઝાંઝરી પ્રેમમાં કેવી પછડાટ ખાંધીહશે ? તેનાં ઉપરણું વિતી હશે ? રૂવે રૂવે થી સળગવું તારા જેવી નાજુક કળી માટે કેટલું અસહ્યબન્યું હશે ? ઈશ્વર તારા આત્માને શાંતિ આપે . રાતે ચંદ્રકાંતે બે આંસુ સારી લીધેલા ..

સયાજીબાગનાં બાંકડે બેઠા ચંદ્રકાંત ઉદાસીમાંથી બહાર આવવાની મહેનત કરતા હતાએને વાત આજે નહીતો કાલે વાત સ્વીકારવાની હતી કે હર કીસીકો યહાં પ્યાર નહી મિલતા.બાંકડાની ચારે તરફની વૃક્ષોની છાયાંમા પક્ષીઓના મધુર અવાજોએ તેને યાદ અપાવ્યું કે સાંજઢળીગઇ છેતો શું હવે રાત આવશે ?

ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો