કોને ભૂલુંને કોને સમરુ રે - 94 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 94

દિવસે સાંજે ક્લાસથી છુટીને રુમ ઉપર આવ્યા એટલે સોની ધીરેથી ગેલેરે બાજુસરક્યા...આસ્તેથી ગેલેરીનો દરવાજો ખોલ્યો...સામેની ગેલેરીમા નજર કરી સડપ કરતુ ગેલેરીનુબારણુ બંધ કરી દીધુ...મોઢા ઉપર પરસેવો જામી ગયો ...અરવિંદ પટેલ બોલ્યા "શુ છે દિલિપ...?કેમઆમ હાવ ઉતરી ગયો...?"

"આમ આવો બધ્ધા ઓં શામેની ગૈલેડીમા ગેરીલો ઉભો છે...હાચ્ચુ કઉં સું..."

પીટરે જરા ગેલેરીના દરવાજાને સહેજ બે ઇંચ ખોલીને જોયુ..તરત બંધ કર્યુ ..."સોની કેછે સાવ સાચુછે...તે બેય ફટાકડી ગેરીલાની દીકરી...?ઓહ ગોડ મરસી મરસી મારા દિલિપને આવા હિડંબથીબચાવો...સાચ્ચે ગેરીલો છે આપણો સોની સમજોને કે ત્રીસ ટકા વાળના ગુચ્છા રાખે છે તોબાપુ તો સો ટકાવાળો છે...ખાલી મોઢુ ને તગતગતી આંખો વચ્ચે ફુંફાડા મારતુ નાંક છે..."

હવે બધ્ધાને ચટપટી વધી ગઇ...આવુ હોય?એમ વિચારી પાંચ ઇંચ ગેલેરીનો દરવાજો ખોલવામાઆવ્યો...બધા માથા હાઇટ પ્રમાણે ઉપર નીચે ગોઠવાયા...સાચો જીવતો ગેરીલો સામે સાક્ષાત સામેહતો...પણ રુમ માથી એક મોટો અવાજ આવ્યો.." મુકુંદ ન્યાં બાર શું ગુડાણો હૈં..?અંદર આય"

ગેરીલો અચાનક બિલાડી જેવુ મ્યાંઉ કરી "આઉં"કરતોક અંદર ગરી ગયો...

બોલો ,આવા ગેરીલાની રીંગમાસ્ટર કેવી જબરી છે...?વિચારતા ચારે માથા અંદર આવી ગયા...પણદિલિપની હાલત સારી નહોતી જાણે કે પુછતા હતા મૈ ઇધર જાઉં યા ઉધર જાઉં...?

........

આજે શનિવાર હતો...કોલેજમા રજા હતી સહુ પોતાના કપડા ધોઇને ઇસ્ત્રી કરતા બેઠા હતા...આજેચંદ્રકાંત એમ એસ યુનિવર્સીટીના સરદારપટેલ બાગની મેસમા બપોરે જમવા ગયા હતા..ચંદ્રકાંતનીપ્રેમ કહાનીનો પહેલો ભાગ શરુ થવાનો હતો ...અમરેલીમા એક માત્ર છોકરી હતી જેના ઉપર ચંદ્રકાંતનેકંઇક ધડક ધડક થતુ હતુ...ગોરી પાતળી ચંદ્રકાંતની જેમ મોટી કજરારી આંખો કાળા ભમ્મરકેશ...એક જ્ઞાતિ...ભણવામા ચંદ્રકાંત કરતા અવ્વલ...દરેક વખતે ન્યાત પ્રસંગમા ટીકી ટીકીનેતિરછી નજરે જોતી રહેતી એનુ નામ આપણે ઝાંઝરી કહીશુ...મીઠો રુપાની ઘંટડી જેવો અવાજ અનેહોઠ તિરછાવી હસતી રહેતી ..ચંદ્રકાંતને બહુ મન થાય કે "આપ મુઝે અચ્છે લગને લગે..."પણમોઢામા જીભ પડીકું બનીને અલોપ થઇ જાય...હોઠ સુકાઇ જાય...બાકી હતુતો સગા મોટાભાઇએ એનેસાઇન્સનાં લેક્ચર આપેલા એટલે મોટાભાઇને પ્રસંગે મળે ત્યારે મોટાભાઇને મળીને હસતી બોલતી રહે...દાજતો મોટાભાઇ ઉપર પણ એટલી ચડે પણ ચંદ્રકાંતમાં એં કે ઉં કંઇ બોલવા હિમ્મતનહી... ભમરીની બે વરસ મોટી બેન બરાબર મોટાભાઇ જેવડી કાલિંદી મોટાભાઇ ઉપર રીતસરમરતી રહે...ઝાંઝરીની સાથે મોટાભાઇ વાત કરતા ઉભા હોય ત્યારે સાવ ઇંચનાં અંતરે આવીનેમોટાભાઇની સામે હસ્યા કરે ....પણ ભાઇની કથામા એક ઔર પાત્ર હતુ દામિની...ભાઇની આંખો એનેતરસતી હતી....ચાર એંગલનો ચતુષ્કોણ રચાયો હતો .હવે ચંદ્રકાંતની પ્રેમકથા આવા આટાપાટામાઅટકેલી હતી...મને જે ઝાંઝરી ગમે છે એને છમ્મછમ્મ કરાવવા આજે મન બેકાબૂ થઇ ગયું હતું . શુંકરશે ? બહુ બહુ તો ના પાડશે ને ? પણ મુગલેઆઝમ જોયા પછી એટલી હિમ્મત આવી હતી કેઅમરેલીમા ડર લાગતો હતો કે સહુ જાણીતા હોય બધાની વચ્ચે ઝાંઝરી ખાકી જાય તો પોતે પણબદનામ થઇ જાય અંહી વડોદરામાં નથી કોઇ જાણીતું નથી કોઇ ઓળખીતું પછી શેનો ડર ? હવે ઉમ્મરે નહી કહું તો ક્યારે કહીશ ?મોકે પરચોક્કા રંગાયા જાય . અબ ઇસ પાર યા ઉસ પાર કરી નાખું..એમ આજે ચંદ્રકાંતે નક્કી કર્યુ હતુ .."સાલુ ક્યાં સુધી જીભડી અટકે છે આજે પોતે જીભડીનેબરોબર ધમકાવી અરે હે જીભ તું કોની જીભ છે ? તને કોઇ દિવસ મેં કચરી છે ? તને બત્રીસ દાંતવચ્ચે કેવી સાંચવીને રાખી છે તો તું ટાઇમે કામમાં આવે ?

જીભ બોલીચંદ્રકાંત મારા સ્વામી હું તો તમારા બત્રીસ દાંત વચ્ચે કાયમ સલામત રહેવાની છું પણ જોતમે કહ્યું તેમ બોલી તો સામેથી જો પ્રહાર થશે તો તમારા બત્રીસ સૈનિકો માંથી કેટલાક કાયમીસાથ છોડી દે ગાલ સુધી જાય તો ગામમાં ઢંઢેરો પીટાશે કે ચંદ્રકાંત પીટાઇ ગયા એક છોકરીને કારણે તો ?તમારા જીંદગીના ગોલનુ ફુસ થઇ જશે તો ? “

ચંદ્રકાંતે પહેલી વખત પોતાના ઉપર વિજય મેળવ્યો કહદો કે મુદે તુમસે પ્યાર હૈ . મનમાં ગીતગણગણતા હતાપ્યારપરબત તો નહી મેરા જી લે લે સનમ ..તું બતાવે કે તુઝે પ્યાર કરું યાનાકરુ ?’ બસ આજે મનને મક્કમ કરી યા હોમ કરવાની પેરવીમાં ચંદ્રકાંત હતા...સરદારબાગમાં જમીને લેડીઝહોલ કદાચ સરોજીનીહોલના ગેટ ઉપર આવ્યા...ખોંખારો ખાધોને ચોકીદારને નામ આપ્યુ" ભાઈસાહેબ ,ઝાંઝરી વોરા...ફસ્ટ ઇયર સાઇન્સ...છે ?

"તમે તેમના શું થાવ?"

"હેં?અમે એક ગામના અને એક નાતના સાથે..ભણતા હતા ..."

"વોચમેન અંદર ગયો ઝાંઝરી બહાર આવી..."


ચંદ્રકાંત


રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો