કોને ભૂલુંને કોને સમરુ રે - 93 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 93

સાંજે થાકીને લોટપોટ થઇ ગયા હતા ત્યાં પીટરકાકાએ જાસુસની અદામા રુમમાં પ્રવેશ કર્યો . આજુબાજુ જોઇ બોલ્યાસબુર દિવાલોકોભી કાન હોતે હૈપછી પોતાનાં પલંગ ઉપર બોલાવ્યા . વાતાવરણ જમાડવા માટે ચશ્મા સાફ કરી સોનીને કહ્યુંજરા પ્લીઝ પાણી આપજોને . મારો શ્વાસ જરાફુલ્લી ગયો છે . સોની ચમક્યા

પીટરા તારો શ્વાસ ટોટામાં અટકાવી દઇશ સીધી વાત કર પાણી આપો લે .. હારું થ્યુ ચા મંગાવી તું વધારે વાતમાં મોણ નાંખીશ તોપીટરા માંથી પીટરી બનાવી દઇશસોની લાલ થઇ ગયેલાએટલે પીટર ચુપ થઇ વાત ગળી ગયા . અંતે અરવિંદભઇ વચ્ચે પડ્યાઅલ્યા એવા સોનીએકતો પીટરભાઇ જોખમ લઇને બાતમી કાઢવી વાયા લાગે છે તેને ઉપરથી તમે પીટરું કરીને ધમકી દો?”

સોનીએ સોરી કહી પીટરને બકી ભરી કેને યાર .. સહુ ટોળું થઇને પીટરને ઘેરીને બેસી ગયા . પીટરેસીક્રેટ એજન્ટની જેમ વાત માંડી.

"મે નીચે કોર્નરની કીરાણાની દુકાનવાળાને સાધી લીધો...મેં કહ્યુ મારા ભાઇની વાતચીત ચાલે છે ઉપરવાળા સાથે...કહી ઇશારો કરી ઘર દેખાડ્યુ..."

" પટેલ છે ચરોતરના...પણ યુગાન્ડા વરસોથી રહેતા હતા...હજી ભાઇમુકુંદભાઇ ત્યાં રહે છે અનેઆવ જા કરે છે... બે છોકરીયુ કોલેજમા છે તેના નામ નાનીનું આશા ને મોટી નિશા છે .ચરોતરનાપટેલ છે બસ કરીયાણાનુ પેમેન્ટ ટાઇમ ટુ ટાઇમ કરે છે બાકી આમ સીધાસાદા લાગે છે ...છોકરીયુબહુ ફેશનેબલ છે પણ અમારે હું કામ? તમે મારુ નામ લેતા નહી હોં..એનો બાપ મુકુંદીયો બહુમારફાડીયો છે.

"યાર નામ પણ હવે સાચા મળી ગયા ... આપણા અરવિંદભઇ હવે દાણા ઓરી દે એટલે લહેરાતોપાક લઇ લવાનો છે શું કઇછે સંધવી..?"સૌની ઉવાચ.

"સૌથી પહેલા પીટરકાકાનો આભાર માન સૌની...બિચારા સાંકડા શરીરના પીટરે કેટલુ મોટુ જોખમખેડેલુ..?અરવીંદભાઇએ ઓર્ડર કર્યો.

બીજુ આમતો મુકુંદમહારાજ હાજર નથી એટલે તમને જરા રાહત છે પણ જે અવાજમા પટલાણીછોકરીયુને ધમકાવતા હતા તે ઉપરથી બહુ સંભાળીને ડગલા ભરજે નહિતર ટાંટીયા તોડીનાખશે..."છોકરીયુનીમાં એક નંબરની વાઘણ લાગે છે.જે રીતે હાઉ હાઉ કરે છે પ્રમાણે સોનીમહારાજ ,ઉતાવળ કરી તો એવી જગ્યાએ બટકું ભરી જશે કે કોઇને દેખાડી નહી શકો .પીટરકાકા નાનીચૂટકી ભરવા ગયા

અરવિંદ સર, એવી કહેવત સાંભળી છે કેભસતા કુતરા કદી કરડેતો આપનો શો મત છે?”

કાલે સવારે વહેલો ઊઠીને ગેલેરીમા ભસ ભસ કરજે પછી જો ઉપર આપણારુમમાં આવીને તને ઉંચકે તો હું પટેલ નહી બસ..બાપુ અમે ચરોતરની પટેલ ..એમાઆ તો પટલાણીએમાં યુગાન્ડાથીકાળીયાવ વચ્ચે રહીને આવેલી ..બહુ દાધારંગી હશે એવું મનેલાગે છે શું કહોછો સંધવી ?અચાનકચંદ્રકાંતનાં બેલગામ વચ્ચે અરવિંદભઇએ બોમ્બ ફોડ્યો.”હા મને પણ એમ લાગે છે

"સંઘવી પ્રેમમા મુગલે આઝમ દિલિપકુમારે કેટલા જોખમો લીધા હતા ઓલી મધુબાલા ઉપર..."

"મધુનું નામ નહી લે કેટી નહીતર તારુ કટીંગ કરી નાખીશ...ઓહ મધુબાલા મને માફ કરજે..."સંઘવી રસમાધુરીની તસ્વીર મનમા રાખી ગણગણતા રહ્યા.

વહેલી સવારે બીજે દિવસે આશા નિશાના ગલૈરીમા દર્શન થતાંજ મંગળાના દર્શન કર્યા હોય તેવોમાહોલ છવાઇ ગયો...સામસામે બ્રશ કરતા સૌનીના મોઢાની લાળના રેલા બનીયન સુધી પહોંચી ગયાત્યારે ચદ્રકાંતે ઇશારો કર્યો..." બન્ને ફટાકડી જ્યારે આપણને જુએ છે ત્યારે જે સમજાય એવીભાષા બોલે છે આફ્રીકાની સ્વાહીલી ભાષા છે વત્સ સૌની તારે મોઢુ ફેરવીને મારી બાજુ કરી,ખાલીએટલું બોલવાનુ"વેં વેં મીમીના ટાકાકા કુલા..."જો ઝટકો લાગે તો વાણીયો મુછ મુંડીનાખશે...જા"

સૌની કોગળા કરી પાછા ગેલેરીમા ટુવાલ આડો રાખીને ચંદ્રકાંત બાજુ ફરીને બોલ્યા..."વેં વેં મીમીનાટકાકા કુલા.."

આશા , નિશા પહોળી આંખે આશ્ચર્ય ચકિત અને ભયભીત થઇ અંદર રુમમા ભાગી...

"સંઘવી કુલા કુલાનો શો અર્થ થાય?"

"મમ્મી મને ભુખ લાગી છે ખાવાનુ આપો...."

.......

"સંઘવી તમે મને કેટી કેમ કહોછો..? યાર કરજણનો છુ હુ પણ નાંકમાથી થોડો અવાજ એવો આવ્યોપણ હુ કેટી નહી ડીલીપ...સોરી દિલિપ છું યાર "આજે તો નામના ગોટાળા ચાલે છે વાહ દિલિપએટલે સિંહ... પ્રેમનાં જંગલમા તમે રાજા છો...ફતેહ કરો"

સૌનીએ ચંદ્રકાંતના બન્ને ખભા પકડીને ભેટી પડ્યા...."સૌની યાર નાહવા જા આખા ગંધાવ છે

ઓલી યુગાંન્ડીયન છોકરીઓને આવી વાસ આવશે તો ફટાકડીઓ ફુટી જાશે કાલથી સેંટ કે અત્તરલગાડતો જા..."

"યસ ગુરું...પણ બેય રુપરાષિઓ યુગાન્ડાની છે? આવા યુગાંડાની સાથે મોટી થઇ હશે તો જોખમતો ખરુને.?હવે તો આગ કા દરિયા હૈ ઔર ડુબકે પાર જાના હૈ..."

"અલ્યા દિલીપા આખો દેશ એક બીજાને ગાંડા કે એટલે બધા ગાંડા નહોય બાકી તને એમ લાગતુહોય કે બેય ચક્કરભમ્મર છે તો હજી છોડી દે"

પણ આપ મહાન છે...પણ મને ઢીલો પાડો..આપ બીજી કેટલી ભાષા જાણો છો ...?"

ચંદ્રકાંતે વધારાનો મમરો મુક્યો..."એમતો ચાઇનીઝ પણ આવડે છે..."યંતો તલે તોમતી તાય..."

"હેં..?!"

ચંદ્રકાંત