Kone bhulun ne kone samaru re - 86 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 86

મેનહટન ઇનસ્ટીટ્યુટમા પાંચસો રુપીયાનુ મનીઓર્ડર કરવામા આવ્યુ ત્યારે નક્કી થઇ ગયું હતુ કે હવેસાબુનુ કારખાનુ અને અમરેલીની કહાની પુરી થવાની હતી... વાતથી જયાબહેન બહુ ખુશ હતા...તેમની આંખોમાં મુંબઇના સપનાઓ તરતા હતા " કરે નારાયણ અને મારો ચંદ્રકાંત ફસ્ટ ક્લાસપાસ થઇને તેને મુંબઇ નોકરી મળે એટલે અમરેલાથી છુટકો થાય...."જે જન્મભુમિ ચંદ્રકાંતના હરશ્વાસમા ધબકતી હતી તેને જયાબેનની અટલી બધી નફરત કેમ...? ચંદ્રકાંત કુટુંબ કલહથી વાજઆવીને કરતા મારા ચંદ્રકાંતનુ ભવિશ્ય સુધરી જાય એક માત્ર ધ્યેય હતુ... ચંદ્રકાંતનેપાછળથી સમજાયુ...જયાબેનને અમરેલીમા ચંદ્રકાંતનુ ભવિશ્ય શું ?એવાત ફરી ફરી કેમ કરતી હતા.પણ બરાબર પંદરમે દિવસે પોસ્ટમેન મોટુ કવર આપી ગયો...રજીસ્ટર્ડ પોસ્ટ હતી...ચંદ્રકાંતે થડકાટસાથે કવરની ધાર કાપીને અંદર હાથ નાખ્યો...જયાબેન બરાબર સામે ઉભા રહી ગયા હતા...અંદરથીમેનહટ્ટન ઇનસ્ટીટ્યુટનો લેટર ફોર્મ અન્ય વિગતો અને ક્યારે કેટલા રુપીયા એડમીશનના ભરવાના...ટર્મફી ના પૈસા ...હેસ્ટેલના રહેવાના પૈસા વિગેરે તમામ માહિતી વિગતવાર હતી...જો પંદર મે સુધીમા પૈસાભરશો તો એડમીશન મળશે...એવી ડેડલાઇન હતી....ચંદ્રકાંતે જયાબાને બધી વિગતો સમજાવી...

આંખો દિવસ ચંદ્રકાંતને ચેન નહોતું ઘરમા આમ તેમ આંટા મારતા રહ્યા .મનમાં વિચાર ચાલતા હતા કેભાઇએ બહુ મુશ્કીલથી બે બહેનોનાં લગ્ન કર્યા હતા ..એક એક પાઇ ભેગી કરીને કરિયાવર કર્યો હતો. અંધારામાં પુરુ મોટાભાઇને ઇંગ્લાંડની મેંચેસ્ટર યુનિવર્સિટી માં એડમીશન મળ્યું હતું .જગુભાઇને બહુમોટી આશા હતી કે મારો મોટો દીકરો ભણવામાં બહુ તેજસ્વી છે પણ મુંબઈમાં બહુ ઓછા માર્કે માંડએલફીસ્ટન કોલેજમા પાસ થયો પછી ના છૂટકે અમરેલી ભણાવવા મુકાયા ત્યારે ઇંટરમા માર્ક ઓછાઆવ્યા એટલે મેડીકલનું સપનું ધોવાઈ ગયું હતું . પણ મોટા ભાઇએ બી એસ સી કરીને અમદાવાદભણવાજવાનુ નક્કી કર્યું ત્યારે હવે પ્રોફેસર થજે ભાઇ એવી આશા જગુભાઇની હતી .પણ મોટાભાઇનેઇંડીયાથી સખત નફરત થઇ ગયેલી એટલે પરદેશ જવાનાં હવાતિયા મારતા હતા .એમાં એમનેમાંચેસ્ટરમા એડમીશન મળ્યું એટલે લોન લઇને ઇંગ્લેન્ડ મોકલેલ એનાં હપ્તા જો મોટોભાઇ ચૂકી જાયતો ભરવા પડતા હતા બધી વાત આંખો દિવસ મનમાં ફરતી રહી .પોતાની તકદીર ઉપર રડવુંઆવતું હતું કે ક્યારેય એને સપનાંની જીંદગી જીવવી હોય તો તે ક્યારેય મળી . અમરેલી આઇ ટીઆઇ કરવા સુધ્ધા તૈયાર હતા ચંદ્રકાંત. તેને એંન્જીનીયર બનવાની તીવ્ર ઇચ્છાહતી પુરી નથી અનેઆજે તેની વાક્ચાતુરી દાસ્તાનગોઇ વાચાળ સ્વભાવને લાયક મેનહટન ઇન્સ્ટીટ્યુટમા જો એડમીશનમળે તો પણ જગુભાઇ ઉર્ફે ભાઇ ઉપર અસહ્ય બોજ પડે અને જો લોહીનાં ઝાડા થઇ જાય તો ભાઇ બચે ! તો પોતાના સ્વાર્થ ખાતર ભાઇની જીંદગી દાવ ઉપર લગાડવી ?ના ના તો નહી કરું …..જાતસાથીની જાત્રા સાંજે પુરી થઇ ત્યારે સાંજે જગુભાઇ જમીને હીંચકે બેઠા એટલે ચંદ્રકાંતે કવર ધરીદીધુ...

"ભાઇ મને ખબર છે કે આપણે કેમ પૈસાની વ્યવસ્થા ગોઠવવી મોટો પ્રશ્ન છે.એટલે હવે તમે જેમકહેશો તેમ કરીશ...આપણી સોડ પ્રમાણે વ્યવસ્થા થાય તો હું એક અક્ષર નહી કહુ...નહી ક્યારેયફરિયાદ કરીશ બસ?”

"બેટા આમ મારી પાંસે બેસ...જો મને સમજાવ કે આપણે અત્યારે દસ હજાર ભરવાના છે .બરોબરપછી મહીને બીજા દસ હજાર ભરવાના છે ?વાત એમ છેને..? મહીનામા એટલા પૈસા ટ્રેક્ટરઆપશેને?

મારુ પેનશન જમા થતુ જશે....દુકાનમાંથી હજી પાંચસોનો ઉપાડ ચાલુ છે...જયાબેને ધડાકો કર્યો...

"ચંદ્રકાંત મે બચાવી બચાવીને બાવીસ હજાર ભેગા કરેલા છે ...મને એમ કે સોનુ લઇ લેશુ પણભણતર પહેલુ એટલે તું જરાય મુંજાતો નહી...સુખેથી એડમીશન લેવાની તૈયારી કર ...બા અને ભાઇનેપગે લાગી આશિર્વાદ લીધા અને મનહરના ધર તરફ સાઇકલ મારી મુકી....

"મના... મના ...”મનહરના બા બહાર વાસણ સાફ કરતા ઉભા થઇ સાડલાના છેડાથી હાથ લુછીનેઉભા થઇ ગયા..."અલ્યા ચંદુ આમ અટલો હાંફ ચડી જાય એમ મારતી સાઇકલે કેમ આવ્યો...?ઉભોરે પહેલા બે ઘુટડા પાણી પી...મનુ શાક લેવા ગયો છે હમણા આવશે...ચા મુકુ?તારા કાકાએ બસહમણા આવી જશે...એક મીનીટ, હુંતો ભુલી ગઇ તારો ઉકાળો મુકીશ..."

"બા તમે તમારુ કામ પતાવી શાંતિથી મારી પાંસે બેસો...."

રસીકકાકા પહોંચ્યા..."શું છે ચંદુલાલ...બહુ મોજમા લાગે છે ?....શું વાત છે?"બોલતા બોલતા અંદરજઇ ફ્રેશ થવા ગયા...ત્યાં મનહર આવી ગયો..."ઓહો શું વાત છે આજે મારો અડધો જીવ હાજરછે...!!"

"કાકા મને વડોદરા મેનેજમેન્ટ ઇન્ટીટ્યુટમા એડમીશન મળી ગયુ હવે વડોદરા જવુ પડશે..."

"મારે પણ આજે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમા એપોંઇન્ટમેંટનો લેટર આવ્યો એટલે હું તારે ત્યાંઆવવાનો હતો....હવે મારે પણ જુનાગઢ હાજર થવુ પડશે..."

"ચંદ્રકાંત મારા ચંદુ કહી બાએ ચંદ્રકાંતના દુખણા લીધા..."જો તું આવ્યો હોતતો મનહર તને લઇનેઆવત...તારા ખાટા ઢોકળા બની રહ્યા છે...."

"અરે વાહ બા,પણ કદાચ અમરેલીમા તમારા હાથના છેલ્લા ઢોકળા છે પછી મનહર જુનાગઢ હુંવડોદરા...."

ચંદ્રકાંત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED