કોને ભૂલુંને કોને સમરુ રે - 85 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 85

આજે સાબુખાનામાં ચંદ્રકાંતે લીંબોળીના કડવા તેલની સુગંધ વચ્ચે તાવડામાં ઉકળતા તેલમા કેવીરીતે કોસ્ટીક સોડા કેટલા પ્રમાણમા નાખવુ અને કેવી રીતે ઝારાને હલાવતા રહેવાનુ શીખતી વખતેએક મોટા રુમની સાઇઝના તાવડા નીચે સળગતા લાકડાની આંચ વચ્ચે વિશાળ ચુલ્હાની બાજુમાંગોઠવાઇને કામ શરુ કર્યુ....કલાક પછી ઠંડા પડેલા મિશ્રણને મોટી ચોકીઓમા ઢાળવાનુ હતુ...બીજે દિવસે સવારે તેને કાપવાનુ પછી પ્રેસ મશીનમાં અને ગોટા મશીનમા લીલ્લા સાબુનેબીબામા પ્રેસ કરી બોક્સમા ભરવાનુ એમ આખી મેન્યુફેક્ચરીંગ પ્રોસેસ જોઇ અને સમજીલીધી....પંદર દિવસમા ધવલ સાબુની બ્રાંડનો લીમડા સાબુ રેપરમા પેક કરી ભાણીયાબાપાને કહ્યુ

"બાપા,ભણ્યા તેનાથી સાવ અલગ જીંદગી છે .મહેનતની બહુ મજા માણી .બાપા નોટબુકમાબધા માપ લખી લીધા છે કઇ મશીનરી ક્યાં કેટલામા મળશે વિગતો પણ લખી લીધી છે...રેપરોમાટેબટર પેપર ક્યાં મળશે.... વિગત લખી છે ...લીંબોળીનુ તેલ શું ભાવ...કોસ્ટીક સોડા શું ભાવ...અને છેલ્લે ટોટલ કોસ્ટ એક સાબુની શુ પડે ...શું ભાવે વેંચવાનો તેમા ટ્રાંન્સપોર્ટ પેકીંગ ડીલીવરીઅને કમીશન જોડી લીધા પછી જે હિસાબ પડ્યો તે મુદ્દલ તેના ઉપર જે મળે તે નફો...બરાબર..."

"ચંદ્રકાંત તેં જે પંદર દિવસમા શીખી લીધુ તે શીખતા મને બે વરસ લાગ્યા હતા...શાબાશ બેટા આજેતારી અંદરનો ચંદ્રકાંત જોઇ લીધો....વાહ... મેં તો આખી જીંદગી ધંધો કર્યો નથી મજુરની જેમ મહેનતકરી છે...એટલે બહુ તો નહી કહુ પણ તું જે કામ કરીશ તેમા મારા આશિર્વાદ..."ભાણીયાબાપા અનેકુટુંબની રજા લઇ ચંદ્રકાંત ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી બસમા બેઠા ત્યારે નવોઉત્સાહ નવુ જોમ ઉભરાતુ હતુ....

.......

"ભાઇ,હવે આવો તેલના સાબુને બદલે લોકો લાઇફબોય વધારે વાપરે છે કપડા ધોવાના સાબુનાગોટાને બદલે ડીટ્રજન્ટ...વપરાય છે એટલે વડોદરા જઇને ઉદ્યોગ અનુંસંધાનમા પુરુ જ્ઞાન લેવુ એવુનારણભાઇએ મને કહ્યું છે....બીજી બાજુ માલ તો અટલી ઝંઝટ પછી બનાવો પણ ખરેખરતો વેંચનારરાજા છે... કારખાનાના માલિક ઉપર રાજ કરે તેમ નારણભાઇ સમજાવતા હતા...એમાં આજનાછાપામા જાહેરાત આવી છે "મેનહટ્ટન ઇંસ્ટીટ્યુટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ એન્ડ માર્કેટીંગ ..ફતેહ ગંજવડોદરા...એલોકો એક વરસનો કોર્સ કર્યા પછી ફસ્ટ ક્લાસ સ્ટુડંટને સ્ટાઇફંડ દસ હજાર મહીનેઆપશે અને મોટી કંપનીઓમા પ્રેક્ટીકલ ટ્રેઇની તરીકે ત્રણ મહિના રાખશે પછી જો તમે બરોબર કામકરતા રહેશો તો શરુઆતનો પગાર પચ્ચીસ હજાર મળશે... કંપની તમને જોબઆપશે....જગુભાઇ અને જયાબેનતો ખયાલી દુનિયામા ઉડવા માંડ્યા..."પચ્ચીસ હજાર મારા ચદુંને?"

જગુભાઇ પણ વિચારીને બોલ્યા..."એક કામ કર..,વડોદરા ઉપડ..ત્યાં બન્ને જગ્યાએ જઇ આવ...કાંઅમરેલીમા સાબુ નહિતર ભણતર પુરુ કરીને નોકરી...કંઇક તો નક્કી કરવુ પડશે... આમ ને આમટાઇમ તો પસાર કરવાનો અર્થ નથી બરોબર ?”

" તમે બેય બાપ દિકરો બહુ હરખપદુડા છો એટલે કાલે તમે નાનાભાઇને જઇને ફુકણા ચાલુ કરીદેશો એટલે પત્યુ એકે કામ નહી થાય એની કરતા ઓલી (કાકી)ની નજર બહુ ભારે છે .મારા છોકરાવઉપર તો ડોળા ડબકાવીને રાખે છે .મોટીબેનના લગ્નનું માંગું આવ્યું ત્યારે ગામમાં અફવા ઉડાડી કેએના તો લગ્ન અમદાવાદમા વિધાનસભાનાં સાહેબ માં છોકરા સાથે થઇ ગયા ! યાદ છેને ?આપણેતો ના છોકરાને જોયો પણ નહોતો ને આપણા સગા વહાલા નાતીલા પડપૂછ કરવા માંડ્યા હતા કે તમારી મોટી દીકરી અમદાવાદ છે તે કેમ છે ? મારી બા ને પુછતા હતા કે જયાબેનની મોટી દીકરીનુંલગ્ન થઇ ગયું …?ને તમારો નાનોભાઇ મને પુછતા હતો કે શું ખબર છે આપણી મોટી દીકરીનાં ..? મને બધ્ધુ યાદ છે પણ તમે મનનાં મોળા એટલે હું ચુપચાપ પડી છુંજયાબેને વરાળ કાઢી લીધી .

તમે તો ચુપચાપ છો તો કોણ ભુત અત્યારે બોલતું હતું ?જ્યારે હોય ત્યારે કુવેણ કાઢવાના ? કાલેચંદ્રકાંતને ભણવા કે નોકરી માટે પૈસા જોશે તો કોણ ધનથી વોરા આપશે ? “

બસ,મને ખબર હતી કે હું તમને સાબદા કરવા બે વેણ કાઢીશ એટલે મારા ગરીબ બાપનેસંભળાવશો જયાબેનની આંખોમાં આંસુ આવી ગયા એટલેજગુભાઇએ આખી વાત સમજાવી કેછેવટે મારે નાનાભાઇ પાંસે જઇને શું કહેવાનું કહી નાખો “...

તમારે જો એડમીશન ઠાકોરજીની દયાથી મળી જાય પછી એટલુ કહેવાનુ કે છોકરાને આગળભણવુ છે એટલે પૈસા જઇએ છીએ ...એટલી વાત સમજ્યાં?"

…….


વડોદરા માં બન્ને જગ્યાએ જઇને ચંદ્રકાંત પાછા આવ્યા ત્યારે બેગમા બે ફોર્મ પડ્યા હતા...મેનહટ્ટન બિઝનેસ ઇન્ટીટ્યુટ ફતેહગંજ અને ઉદ્યોગ ઇન્ટીટ્યુટ...?એક કોઇ પણ વસ્તુ નું માર્કેટીંગ કેમ કરવું તેશીખડાવે તેમાં મહીના વડાદરામાં ભણવાનું પછી મહીના કંપનીમાં ટ્રેઇનીતરિકે કામ કરવાનું , તેનુંદસ હજાર સ્ટાઇફંડ મળે ને ઉદ્યોગ ઇન્સ્ટીટ્યુટ વાળા નહાવ ધોવાના સાબુઓ ડીટરજંટ કેમ બનાવવાક્યા ક્યા કેમિકલ લાગે કેમ બનાવ્યા બધુ શીખવે .

ફરી ચંદ્રકાંત ચાર રસ્તે આવી ગયા હતા ..."મે ઇધર જાંઉ યા ઉધર જાઉ...?"

ચદ્રકાંત