કોને ભૂલુંને કોને સમરુ રે - 69 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 69

સંધ્યાટાણુ થઇ ગયેલુ એટલે સુરજદાદા ચંદ્રકાંતની મનની સ્થિતિ સમજી શરમાઇને પશ્ચીમનાઆકાશેથી ધરતીમા સમાઇ ગયા....ઝડપથી ચાલતી અહિંસા ચંદ્રકાંતને આંબી ગઇ. તેમા ઝડપનીસાથે તને હાંફ ભરાઇ ગયો...એટલે "એક માનીટ પ્લીઝ "કરતા ધમણની જેમ ચાલતાં શ્વાસને હાંફતીછાતીના ઉંચાનીચા થતા ઉભાર ઉપર આછડતી નજર કરતાંજ ચંદ્રકાંતને એક ભયનુ લખલખુ પસારથઇ ગયુ...હનુમાન ચાલીસા મનમા ચાલુ થઇ ગયા...હવે બાજનો ચંદ્રકાંત શિકાર થાય તે માટેઉંડા શ્વાસ લીધા... એક મિનીટ માટે ચંદ્રકાંત અટકી ગયા અહિંસાએ હાથ લંબાવ્યો.ચંદ્રકાંત સ્તબ્ધબની ગયા અહિંસાનો હાથ પકડીશ તો માનસિક રીતે પોતાને ક્યાં સંભાળીશ ?એક વખત ચક્કરમાં પડ્યો તો ???અહિંસાએ પોતાનોફેલાયેલો હાથ પ્રશ્નાર્થમાં ફેરવી નાંખ્યો ..અને બોલવાનુંચાલુ થયુ …”તમારી પાછળ કોઇ ભુતપડ્યુ હોય તેમ ડાંફો ભરતા ભાગતા હતાં ડર લાગે છે ?અવાજ સાંભળ્યો ના વિનંતિ..હું જીવતું જાગતું માણસ છું કોઇ ડાકણ નથી …”પછી પોતે જખડખડાટહસી પડી…”કેમ અટલા ઉતાવળા ચાલતા હતા ચંદ્રકાંતજી?ઘરે બા એટલે કે મમ્મી વઢે? આરામથીચાલો...વાતો કરતા જઇશુ એટલે રસ્તો કપાઇ જશે...મને પણ છાત્રલયમા મોટીબેન પુછશે કે કેમઅટલું મોડુ થઇ ગયુ..?તો હું તો કહી દઇશ કે ચંદ્રકાંત સાથે વાત કરતા ઉભી હતી ...."

"આપણે ઉભા નથી .હવે તમારો શ્વાસ પણ બેસી ગયો છે એટલે થોડો પગ ઉપાડો...વાતો ચાલતાચાલતા કરી શકીશુ.મોટી બેનને એમ કહેતા કે ચંદ્રકાંતે મને રસ્તામા રોકી પાડી એટલે મોડુ થયુ.."

અંહિંસાને હોસ્ટેલ જવાની કોઇ ઉતાવળ નહોતી . એની મદમાતી ચાલમાં લચકતી મચકતી ચાલતીહતી .બાકીહતું તો કાનુડાનું ગીતગણગણવાનું ચાલુ કર્યું .

"મારગડો મારો મેલી દીયોને કુંવર કાન રે...અંહીસાઆ કાનજીને સંભારીને ગણગણતી હતી એટલેચંદ્રકાંતે કહ્યુંઅહિંસા જો સ્પીડમાં ચાલીશ તો બે કલાકે હું ઘરે પહોંચીશ અને તું બે કલાકને દસમીનીટેથોડો પગ ઉપાડ ..

એવુ તો નહોતુ કે ચંદ્રકાંતને એક એકાંતમા જે પુરુષને થાય તેવી અસર મહામાયાના નખરાથીનહોતી થતી પણ એક અંદરનો અવાજ હતો કે જો કોઇ કોલેજીયન કે ગામનુ જાણીતુ જોઇ જશે તોનક્કી બન્ને માટે ઉંધુજ વિચારેતો?બદનામ છોકરી થઇ જાય એટલે ઇશ્ક પ્રેમપંથ પર પાવકની જ્વાળાભાળી પાછા ભાગતા હતા...બસ... ખામી કે ખુબી એવી કુટકુટીને ચંદ્રકાંતમા ભરાઇ હતી કેઆગળ પંથમા કંઇ કેટલા પાત્રો આવવાના છે તેમને એટલુ કહેવાની હિંમત ક્યારેય આવી કે

"મૈને બોલા પ્રેમ છે "કેટલાક એવા મોકે એમ લાગતુ હતુ કે બસ આજેતો ઇશ્કનો ઇદહાર કરશે...પણ હાય કિસ્મત તતતતપપપપ રહ્યુ...

"ચંદ્રકાંત ક્યાં ખોવાઇ ગયા?"

" તમે મારગડો કીધુ એટલે કેડીમા મારગ શોધતો હતો..."

"બધા ભલે સમજે સમજે પણ તમે બહુ ચાલાક છો...."

"હમમમ કેમ એવુ લાગ્યુ અહિંસાજી...?"

" પાછા હતા ત્યાંના ત્યાં .તમને કેટલી વાર કહ્યુ કે "જી"ના પુછડા મને લગાડો...હું તમને કેવીલાગુ છું વિચારો મને જો પુછ્યુ લાગે તો કેવી લાગું...?"

પછી પોતાની વાત ઉપર ખડખડાટ હસી પડી પછી ફરી પુછ્યું કેવી લાગુ છું જરા નજર નાંખીનેજંતુઓ તો ખરા

બહુ સંસ્કારી સારા ઘરની દિકરી લાગોછો ..."

"એવુ નહોતુ મારા ભાગ્યમા ચંદ્રકાંત ...મારા પપ્પા એક નંબરના જુગારી અય્યાશ હતા એટલે મારીમમ્મીએ બહુ દુખ બદનામી ભોગવીને અમને બન્ને બહેનોને બચાવવા હોસ્ટેલમા મુકી દીધી હતી ,અનેપોતે સ્કુલમા નોકરી કરે છે...પણ હું તમારી ચાલાકીમા આડી વાતે દિલ ખોલી બેઠી...હું કેવી એટલેઅહિંસા જેને તમે ધારીને જોતા પણ નથી કેવી લાગે છે એમ પુછુ છું હવે મને ઘુમાવતા નહી..."

"સરસ"

ચંદ્રકાંત ઘટાટોપ આંબલીની નીચે પહોંચ્યાં ત્યારેલીલ્લા ચટક કાતરાઓ લલચાવી ગયા...ચારપાંચકાતરા તોડીને બે અહિસાને આપવા હાથ લાંબો કર્યો

"કાતરા સાથે હથેળી પકડીને અહિસાએ પહેલી વખત ચંદ્રકાંતને કહ્યુ"તમે બહુજ ક્યુટ છો ...તમારીઆંખમા અજબ આકર્ષણ છે ભલભલા એમા ખેચાઇ જાય...હું તો તમને જોઇને ધરાતી નથી ..."એટલુબોલી અહિંસા ચંદ્રકાંતની હથેળી મજબુત રીતે પકડી ચાલવા લાગી...ચંદ્રકાંત દોરી બાંધેલીગાયની જેમ ચાર ડગલા સાથે ચાલ્યા....અજવાળાનો પહેલો સાથી લાઇટથી ઝગમગતો થાંભલો જોઇચંદ્રકાત બોલ્યા...તમે કહ્યુ કે હું બહુ ક્યુટ છું મારી આંખમા અજીબ આકર્ષણ છે એટલે મારે હવે....

ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો