કોને ભૂલુંને કોને સમરુ રે - 68 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 68

જગજીવનબાપા વિદ્યારથીની છાત્રાલય ઉર્ફે ભગીની છાત્રાલયમા અહિંસા દાખલ થઇ ત્યારે તેનીમોટીબેન પણ દાખલ થઇ .,અને કોમર્સ કોલેજમાં એડમીશન લીધુ...મધ્યમ વર્ગની અહિંસા રગેઘઉવર્ણની ,ગોળ મોઢુ કબુતર જેવી ગોળ આંખો...

નાનકડો નાજુક ચહરો રસીલા હોઠ...સપ્રમાણ બાંધો ...બસ આનાથી વધારે શું વર્ણન કરવુ...?ગમેતેવી છોકરી.અઠવાડીયામા વીસ પચ્ચીસ ઘાયલો જખમ દેખાડતા ભમરાની જેમ ગુંજારવ કરતા તૈનીચારે તરફ મંડરાતા હતા...પણ મીઠા સ્વરની માલીક કીલકીલાટ હસતી સહુ ફુદા પતંગીયાને ફુરરકરતી રહી. પંખીની જેમ હવામા જાણે મુક્ત વિહરતી હતી ...વાત એવી સાંભળી હતી કે બાપ વગરની દિકરી અને તેની મોટી બેન તથા નાનાભાઇને માંએ બહુ સંઘર્ષ કરી ઉછેરલા...મોટી બેન પણ છાત્રલયમા હતી...પણ મારકણી અદાની માલિક નખરાળી અહિંસાની સુગંધનો પમરાટ ચારે તરફફેલાતો ગયો...કોલેજની વિવિધ પ્રવૃતિઓમા ભાગ લેવાની તેની હોંશ તેને અંતે ચંદ્રકાંત અને મનહરસુધી ખેંચી લાવી...

દિવસે ગાંધી વિચાર વર્તુળની બેઠકમા પહેલી વખત ભાગ લેવા આવી ત્યારે તેની ચકળવકળથતી આંખોને ચંદ્રકાંતે નોંધી લીધી . મનહર અને ચંદ્રકાંત વચ્ચે કોઇ ચડસાચડસી નહી ,કોઇ હરિફાઇહતી નહી..."મનહર ખતરાની ઘંટી લાગે છે "

"આપણે ગાંધી વિચારની વચ્ચે આવી હિંસક કાનાફુસી નહી કરવાની ...એંહ...પડશે એવા દેવાશે પણહાં સાવધાન રહેવુ પડશે.."

મિટીંગ પુરી થઇ ...બધા મિત્રો વૈચારિક ક્રાંતિની વાતોની દલીલો કરતા હતા ... અંહિસા મરક મરકસાંભળતી રહી ..બાકીના મિત્રો વિખરાયા એટલે અહિંસા મેદાનમાં આવી..."તમે ચદ્રકાત..?તમેમનહર..?" તમારી બન્નીની વૈચારિક ક્રાંતિની વાત ખરેખર અલગ છે .નવા વિચારો જે મેં ક્યારેયસાંભળ્યા નંથી . આપણેગાંધીજીથી અટકવાનું નથી ,તમે કહ્યું તેમ વૈચારિક ક્રાંતિ ત્યાંથી આગળ લઇજવાની છે વાતથી હું બહુ ઇંપ્રેસ થઇ ગઇ . વાહ ચંદ્રકાંતજી.

"સોરી ના ના મનહર છે હું ચંદ્રકાંત...!!!"મનહર બોલ્યા.

મનહરના પંચથી ખડખડાટ હસતા અહિંસા બેવડ વળી ગઇ..."તમે બહુ મજાીયા છો.."મનહરજી.

"ના ના આઇ એમ વેરી સીરીયસ... ચંદ્રકાંતને એવી બધી આદતો છે...હજી જેમ જેમ પરિચયમાંઆવશો એમ ખબર પડશે બોલો અંહિસાજી"

હુ તમારાં બન્ને કરતાં નાની છુ પણ સાવ અક્કલવગરની નથી... હોં ,હાં કોલેજમા નવી છું મનેસાહિત્ય નાટકો સાંસ્કૃતિક પ્રવૃતીઓમાં રસ બહુ છે પણ હજી હુ બધામા છુ એટલે મને તમે બન્નેઆવી સરસ પ્રવૃતિઓમાં સામેલ કરશો?"

"જો અહિંસા બધાને બધુ આવડતુ હોતુ નથી સહજ છે. પણ એનો સ્વીકાર કરવો,આપણા "સ્વ"નીસામે લડવુ ...જોઇએ .મારામાં જે છે તેની મર્યાદાની મને ખબર છે રીતે મનહરની પણ અમરવિષયમાં હથરોટી છે એટલે દરેકે પોતે નક્કી કરવુંપડે કે હું કંઇ પ્રવૃત્તિમાં આગળ જઇ શકીશ . અંતે તો તમારે પોતે શોધવાની એને નક્કી કરવાની બરાબર ? હા તમે કોશીષ કરજો અમે માર્ગદર્શનજરુર કરીશું .જોઇએ...તમે શેમાં આગળ વધો છો .અમે બન્ને તમારી મનગમતી પ્રવૃતિમા મદદ જરુરકરીશુ ."ચંદ્રકાંતે બહુ વિસ્તારથીગાઇડલાઇન બનાવી આપી.અહિંસાનો એકીટશે ચંદ્રકાંતને જોઇ રહીહતી ..

"અમારી મજાકથી ખોટુતો નથી લાગ્યુ ને?"મનહરે ઢંઢોળી .

"ભગિની છાત્રાલયમાં રોટલા ભાખરી ઉપર કોઇ પ્રતિબંધ નથી...એટલે આજે ખોટુ લાગ્યુ છે તો બેભાખરી વધારે ખાઇ લઇશ બસ?"

"અંહિસા તેં સોરી તમે તો સરસ ગુગલી બોલ નાખો છો"ચંદ્રકાંત

એક રીકવેસ્ટ કરવી છે "પ્લીઝ ...મને 'તમે ' નહી 'તું ' કહેજો...મને બહુ ગમશે...."અહિંસા બોલી.

.......

"હો આજ મૌસમ ,બડા બેઇમાન હૈ બે ઇમાન હૈ આજ મૌસમ....

આનેવાલા કોઇ તુફાન હૈ આજ મૌસમ...."અહિંસા રોજ ચંદ્રકાંત મનહરને મળવાથી બહુ ખુશ હતીપણ ...ભમરાઓની હાલત બહુ ખરાબ હતી... ડંખી શકે... મધુરસ લઇ શકે...!!!! અહિંસાને રમત બહુ સરસ આવડતી હતી એટલે સહુ સામે ખીલખીલાટ હસતી રહે પણ બાકી લંબે રહો રામ.

લગભગ દર અઠવાડીયે દર શનિવારે કંઇ ને કંઇ પ્રવૃતિઓને લીધે સાંજે પાંચ વાગી જાય એટલેભૈરવી કે રાગીણીતો ઝટપટ પાછલે રસ્તેથી નીકળી જતી પણ અંહિસા ને કોઇ ઉતાવળ નહી...મોડુંથાય તેનો ડર નહી .કોલેજ પાછળ એક નાનકડો કેડો હતોદોઢ બે ફુટના ઘાંસ વચ્ચેથી કેડો સીધ્ધોસુખનિવાસ કોલોની તરફ જાય . કેડાથી ચંદ્રકાંત હંમેશા ધાંસ સાથે રમતા મનમાં કોઇ કવિતા જુનીગીતો કંઇ કંઇ ગણગણતા ઘરે જતા.ક્યારેક મનહર સાથે હોય તોતો મુકેશ હેમંત કુમાર તલતજીનાંગીતોની લંગાર લાગી જાય જાણે અનંતકડી .ક્યારેક બીજા મિત્રો પણ સાથે હોય....

આજે કેડા ઉપર ચંદ્રકાંત એકલા નિકળ્યા...પોતાની મસ્તીની ધુનમાં આગળ ઝડપથી ચાલતા જતાહતા ત્યાં અચાનક પાછળથી અવાજ આવ્યો...."ચંદ્રકાંતજી ચંદ્રકાંતજી....."


ચંદ્રકાંતરેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો