કોને ભૂલું ને કોને સમરું રે - 47 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલું ને કોને સમરું રે - 47

બાપા કાકા ભાઇ સહુ ભાણીયા બાપાને હંમેશા મેજર કહેતા ...આમેય ભાણીયા બાપા વનમેન આર્મી હતા એમની રીત નિરાળી હતી ...બાપાએ બાલદીમા પાણી કાઢી ધોવાના સાબુથી પહેરેલા કપડા ધોઇ નાખ્યા ...પછી લીમડાના સાબુથી ઘસી ઘસીને સ્નાન કર્યુ...હવે અમે સહુ રાહ જોતા હતા ...હવે મેજર શું કરશે? આગે ક્યા હોહા ?એમણે આખરે પહેરેલા પોણીયાને ધોવાનો સાબુ લગાડી પોતાને બે હાથથી ધોકાવ્યા એ દ્રશ્ય  બાપુજી જીવ્યા ત્યાં સુધી અવાર નવાર યાદ કરી ખુબ હસેલા...ટુવાલથી ડીલ લુછી ભીની ચડ્ડી બે હાથથી દબાવીને લુછ્યા કર્યુ પછી પંદર મીનીટ ડંકીને ઓટલે ઉભા રહ્યા...મૂળ કારણ એવું હતું કે ટુવાલ સંભાવનાનો હતો એટલે વિંટાળી શાક્ય તેવુહતુ નહી એટલે જાતને સૂકવી .ભાણીયાબાપાને કોઇ શેહ શરમ નહીપણ લાજજરુરઆવે.

મેજર..બાપાની એન્ટ્રી રુમમા થઇ ત્યારે સહુ ગંભીર બની કામ કરતા હોય તેવો દેખાડો કરતા હતા..પણ જગુભાઇથી રહેવાયુ નહી"મેજર બીજો આ જેલનો ચડ્ડો બીજો નહોતો મળ્યો...?"

હાસ્યના ફુવારા સુડુડુ સુઉઉ વચ્ચે બાપાએ કબુલ કર્યુ ...જગુ હું ભુલી ગયો કે બીજુ પોણીયુ થેલામા રહી ગયુ એટલે આવુ થયુ.."

"પણ પહેરેલા પોણીયાને આમ ધોવાય? તારા પગને તારાહાથથી ધોકાવતો હતો?"જગુભાઇ એ ભંડાફોડ કરી એટલે ભાણીયાબાપાએ ચંદ્રકાંત સામે ઘાતક નજરે જોયુ......આ શેતાન …ચંદ્રકાંત ..મારાઉપર નજર રાખીને બેઠો હશે બીજું શું?અંહીયા એને કંઇ કામ ધંધોરોજગાર છે નહી!

“ના બાપા મારે તો કેરી શમારવાની છીએ મોટી બેન છરી આપજો “ચંદ્રકાંતે વાત ઉડાડવાની કોશિશ કરી તો બાપા ઔર બગડ્યા.

“એ ગધેડા..”

“હમમ..બાપા “

“પાછો હસે છે…?શરમ નંથી આવતી? “આ કેરી આમ ન શમારાય જો એમ કહીબાપા સાંકડા ચડ્ડીમાં નીચે બેસવા ગયા ચરરર અવાજ આવ્યો એટલે બાપા સડક જઇને ઉભા થઇ ગયા નેપાછળ હાથ રાખી અંદરનાં રૂમમાં જતા રહ્યાં.બહાર જગુભાઇ બેનઅને ચંદ્રકાંત હસીને લોટપોટ થઇ ગયા.ચંદ્રકાંતે ભાવને ઇશારો કર્યો એક ગાભાને ચંદ્રકાંતે બરાબર ટાઇને ફાડ્યો હતો તેનું ચરરર થયેલું.ભાણીયાબાપા રુમમાંથી પાછા આવ્યાંએટલે ચંદ્રકાંત અલોપ થઇગયા.

......

રોજ સાંજે ચંદ્રકાંત માંગરોળના દરીયા કિનારે ભીની રેતમા સપનાના મહેલ બનાવતા હતા ...એમ કરતા કરતા  નહીનો નિકળી ગયો જગુભાઇને કેસર કેરી એવી સદી ગઇ કે પાંચ કીલો વજન વધી ગયુ...

..........

અમરેલી પહોંચીને અભ્યાસમા મન પરોવાયુ હતુ...દિવાળીના વેકેશન પહેલા  સાવર કુંડલાથી જગુભાઇના દોસ્ત અમુભાઇ ગાંધી આવ્યા હતા  તેમણે  જગુભાઇને જમતા જમતા કહ્યુ "આ તારી ઘાત ગઇ જગુભાઇ...તમે બધા એક શનિરવી સાવરકુંડલા આવો પછી તમને કનકાઇ લઇ જઇશ...બોલ,,,?

છ ફુટ ઉંચા ઉપરથી ટોપી પણ આગળથી વાળ દેખાય તેવીરીતે ઉંચી પહેરેલા ગોરા કસાયેલા શરીરમા અમુકાકાને ચંદ્રકાંત જોઇ રહ્યા....

"તારે આ બધ્ધાને લઇને સાવર કુંડલે પહોંચવાનુ .પછી મારો હવાલો ..આમેય મારી ભાભીએ ઝવેરમાંને મળવા માટે આજે સવારે જ મને ક્હ્યુ હતુ  તારી ડો. હીરા ને ડો ઉષાકાંતવોરા મળી જવાય  એ પણ મામા મામા કરે છે...હવે પુરણે કામકાજ સંભાળી લીધુ છે ...આવીજા..."

જગુભાઇને ચારે બાજુથી અમુકાકાએ ભીંસી દીધા હતા એટલે "સારુ તને ખબર કરીશ ક્યારે આવુ છું તેની..."

"તારી રીત આ મુક્તા ,લલ્લુભાઇ બધા પોસ્ટકાર્ડ બહુ લખો આ ફોનનુ ડબલુ છાતીયે બાંધીને લઇ જવુ છે?ફોન કરજે..."

.......

એ શનીવારે વહેલી સવારે બસ પકડી નાના મામા  નાના માસી અને બધા ભાઇ બહેન જગુભાઇ સાથે નિકળ્યા ત્યારે અમને ક્યાં ખબર હતી કે "જીંદગી ભર નહી ભુલેગે વ બરસાત કી રાત.."

નવ વાગે સાવર કુંડલા ઉતર્યા ત્યારે જંગલખાતાની જીપ અમને લેવા આવી હતી....સામાન ગોઠવીને સાસણગીર જવા નિકળ્યા ત્યારે સહુ અનંતકડી રમતા હતા....જંગલના કાચા કેડાઓ ઉપર ઘખડભખડ થતા વિકટ ઢાળ ચડતા ઉતરતા નદી નાળા વોંકળા પાર કરી માં કનકાઇના મંદિરે પહોંચ્યા ત્યારે અમુ કાકાએ રસોઇ બનાવી રખાવેલી...

અમુકાકા પ્રગટ થયા ત્યારે ખબર પડી કે આપણા અમુકાકાતો કનકાઇ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી છે અને અમરેલી વાળા મથુરકાકા રસોડા ઇનચાર્જ...રાજભોગ માટે ઢાળ ઉતરી સહુ માતાજીના દર્શને ગયા...પ્રચંડ ઢોલ અને મંજીરા સાથે ભાવથી સહુએ આરતી કરી ..ત્યારે અમુકાકાએ આગળનો પ્રોગ્રામ કહ્યો..."જુઓ છોકરાવ જંગલમા સાંજ પાંચવાગે પડી જાય અને સાવજ ઉઠી જાય એટલે આ નદીયે પાણી પીવા આવે . તમે જલ્દી જમીને તૈયાર થાવ એટલે આપણે સહુ સિંહ દર્શન માટે નિકળીશુ..."બધાના મોઢા પહોળા રહી ગયા ..."હેં?" 

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો