Kone bhulun Ane Kone Samaru Re - 46 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 46

ઉનાળાના વેકેશનમા મનહર  મામાને ત્યાં ગયો અને ચંદ્રકાંત મોટીબેન સાથે જગુભાઇને લઇને માંગરોળ જવાનુ નક્કી થયુ ...સહુ બેગ બિસ્તરા સાથે વહેલી સવારની બસમા ગોઠવાયા ત્યારે જગુભાઇને થોડો ઉચાટ થતો હતો "બેન આ ભાણીયાભાઇને પોસ્ટકાર્ડ લખીને માંગરોળ  ધરમશાળાનુ એડ્રેસ મોકલ્યુ હતુ તો મળ્યુ હશે કે નહી?ચાલો હરિ ઇચ્છા...."

આ ભાણીયાબાપા કોણ?કઇ માટીના....?ચાલો જરા એમની વાત કરવી પડશે કારણકે જગુભાઇ અને બાકીના ભાઇઓ એમને મેજર કેમ કહેતા હતા...

...............

લક્ષ્મીમાં વખતથી ભાણીયાબાપા ત્રણ ભાઇઓ સાથે ચોથા ભાઇ ગણાતા.ભાણીયા બાપા શુધ્ધ ખાદીધારીતો ખરાજ  મજબુત પાતળુ શરીર પણ મનોબળતો મેરુતો ડગેરે જેના મનડા ડગે નહી  એવુ ગજબ મનોબળ એટલીજ હિમ્મત .જેમ રવિશંકર દાદા મહીમાતા અને વાત્રકના કોતરોમા ફરી ડાકુઓને સમાજમા ભેળવવા ખપ્પર બનીને નિકળી પડેલા તેમ અમારા ભાણીયાબાપા સૌરાષ્ટ્રમા ભુપતડાકુના ત્રાસથી છોડાવી તેને સમાજમા ભેળવવા ઘુમી વળ્યા હતા ...ક્યાંકથી ખબર આવે કે ભુપત સુરેન્દ્રનગર બાજુ જોયો છે એટલે ધોમ તડકો હોય કે ટાઢ હાથમા નાનકડી લાકડી લઇને નિકળી પડે...હવે ભુપતને પણ વાવડ મળી જતા કે " ઓલો વાણીયો આવે છે એટલે એ ભાણીયાબાપાની આમન્યા રાખતો અને ભાગી જતો...બાપાએ અમને કહેલો કિસ્સો લખુ છુ..

"એ અંધારી ચૌદશના રાતના બારવાગે જાકંડોરણા કે  તેની આજુબાજુના કોતરમા ભુપત  છુપાયેલો..બાપા  તેના સગડ કાઢતા આવી કાજળઘેરી રાતમા એક વોંકળામા એક જુવાનને મળે છે ..એના મોઢામા બીડી જગેલી હતી એટલે આછો ચહેરાનો અણસાર ન આવે એટલે બુકાની બાંધેલી..."એ રામ રામ.."

બાપા અવાજથી સાવધ થઇ ગયેલા ..."કોણ ભુપત...?" 

"તમારે એનું શું કામ છે ?"

"ભાઇ મારે એને મળવુ છે"

"હવે ઇ તો કોતરોમા ગરકી ગ્યો સે તમે પાછા વળો બાપલા..."

"મને ખબર છે તું જ ભુપત છે.તારે મને જોવો હતો કે એવો કેવો વાણીયો નિકળ્યો કે મારી વાંહે પડી ગયો છે સાચુ બોલ..."

"બાપા ઇ ધડ મુકો તમારે એની રંજાડ સામે ફરીયાદ છેને ?"

"હા .પણ એણે વચન મને આપવુ પડશે કે આખા સૌરાષ્ટ્રમા રંજાડ બંધ ત્યાં સુધી હવે મારા અન્ન જળ હરામ હું આ વોંકળે બેઠો રહીશ ...મરી જઇશ પણ હટીશ નહી  સમજ્યો...."

"અચાનક બુકાની ખુલી અને બીડી પડી ગઇ...સામે જેના નામ માત્રથી ધોતીયા ભીના થઇ જતા એવો વિકરાળ ડાકુ ભુપત ઉભો હતો...સહેજ ચાંદનીના અજવાળામા બાપાને જોઇ રહ્યો...તમે ય ગાંધીબાપા જ મારે માટે છો લ્યો પાણી મુક્યુ હવે રંજાડ લુંટ બંધ..બાપાની ચરણરજ લીધી અને બાપા કંઇ વિચારે ત્યાર પહેલા તો અલોપ થઇ ગયો....આ અમારા લાડલા ભાણીયાબાપા......

...........

બાપાનુ શરીર  અમારા બાપુજીની જેમ સાવ સુકલકડી કહેવાય .બન્ને કસરતી અને મજબુત હાડના માણસ હતા...બાપા માંગરોળ પહોંચ્યા ત્યારે લગભગ અગીયાર વાગેલા.અમે દસવાગે બસસ્ટેંડની સામેની ધરમશાળામા સામાન ઉતારી ને મોટીબેન રસોઇની તૈયારીમા પડ્યા .ચંદ્રકાંતને  સામેજ મળતા શાકભાજીવાળાને ત્યાં મોકલ્યો  ત્યાં બાપુજી કેસર કેરીનો મોટો ટોપલો માણસ પાંસે ઉચકાવીને  રુમ ઉપર આવ્યા.. "લે બેન અંદરના રુમમા મુકી કોથળા ઢાંકી દેજે.." ત્યાં ચંદ્રકાંત શાક લઇને આવ્યા..

"અંહીયા લાવતો શાક..."ચંદ્રકાંતને બાપુજીએ કોને સરસ રીંગણા કહેવાય કેવા ટીંડોરા લેવાય તુરીયા ગલકા કેમ ચાખીને લેવાના ,ફ્રુટ કેવુ લેવુ વિગેરે બધુ જ્ઞાન રોજ ઠાંસી ઠાંસીને આપ્યુ એટલે બોંતેર વરસે શાક લેવા જવુ એ પેશન..શોખ બરકરાર રહ્યો ...

........

ભાણીયાબાપા એ પોસ્ટ કાર્ડ લખી જવાબ મોકલ્યો"જગુ હું માગરોળ પંદર તારીખે પહોંચી જઇશ..."

એ પોસ્ટકાર્ડ અને બાપા બન્ને સાથે  પહોંચ્યા..બાપા પાક્કા ગાંધીવાદી હતા એટલે તે પહેલા આવે ત્યારે "ઘાણીનુ તલનુ તેલ છે?હાથ છડના ચોખા છે? આવી બધી ડીમાન્ડ કરતા પણ સમયે તેમને ઝુકાવી દીધા હતા એટલે "જે હશે ઇ ચાલશે "થઇ ગયેલુ .બાપાને દરેક વાક્ય બોલે ત્યારે લાળ વધારે પેદા થતી એટલે જેઠાકાકાની જેમ સુડુડુ કરી લાળ અંદર ખેંચીને સુસુઉઉ પ્રકારનો અલગ અવાજ કરતા.ક્યારેક તો હસે છે કે હિક્કા ભરે છે એ જ સમજાવતું નહી.

"લે જગુ તું તો વહેલો પહોચી ગયો ...સુડુડુ ...સુઉઉ "જગુભાઇની લગોલગ બેસીને ચંદ્રકાંતની કોમેન્ટરી ચાલુ હતી..." ભાઇ,બાપા છે તો ઓરીજનલ હોં.."જગુભાઇ હસી પડ્યા એટલે ભાણીયાબાપા વગર સમજે સાથે સાથે હસી પડ્યા એટલે અમે સહુ ફરીથી હસી પડ્યા...ફરીથી બાપાએ  સુડુડુ કરી મોટુ અટહાસ્ય કર્યુ....પછી પોતાનો થેલો ખોલી અંદરથી  પોણીયો બ્લુ કલરનો માદરપાટ ખાદીનો ચડ્ડો કાઢ્યો...રુમમા જઇ પહેરીને પહેરેલા કપડા હાથમા લઇ બહાર આવ્યા ત્યારે ચડ્ડાનુ અડધા મીટર જેટલુ નાડુ બહાર લટકતુ હતુ....કમંડળની જેમ ડોલ પકડીને બેન પાંસેથી  ખાદી ભંડારનો લીમડા સાબુ ને સૌરભ ધોવાના સાબુનો ગોટો પકડી દુર વંડાની ડંકી ઉપર પહોંચ્યા...સરકસના પ્રેક્ષકો ઉર્ફે ચંદ્રકાંત અને જગુભાઇ બન્ને બારી ઉપર લટકીને ખેલ જોતા હતા ..."જગુભાઇ બોલી ગયા "મેજર એટલે મેજર” 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED