કોને ભૂલું ને કોને સમરું રે - 41 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલું ને કોને સમરું રે - 41

ધરની સામે જ અખાડો જેને આજના જમાનામા જીમ કહેછે તેનાથી અનેક ગણુ વિશેષ...ભાઇએ ચંદ્રકાંતને  રોજ સવારે સાંજે અખાડે જવાનુ અને કસરતી શરીર બનાવવા આગ્રહ કર્યો...સહુ પ્રથમ શિવુભાઇ આદરણીય ભગવાનજીભાઇના હાથનીચે તૈયાર થયા.એમની કેટલીક કથાઓ એ સમયે પ્રચલિત હતી જેમકે એક સાથે પચાસ ચુરમાના લાડવા ખાઇ શકતા...! ગાય કે ભેસને ઉંચકીને સીડી ચડી શકતા...અખાડાની ઓફિસમા ચંદ્રકાંતે શીવુભાઇનો મોટો ફોટો જોયો .ઓફિસમા સામે વિભાકરભાઇ બેઠા હતા 

"હું ચંદ્રકાંત...જગુકાકાનો દિકરો મારે અખાડામા દાખલ થવુ છે..."

"ભાઇ તારા બાપુ અત્યારે અખાડાના ટ્રસ્ટી છે.તારે રોજ નિયમિત ટાઇમે આવવુ પડશે .સવારે  કાં છ વાગે નહિતર સાંજે છ વાગે  મંજુર છે?"વિભાકરભાઇએ પૂછ્યું .

"મને મદદ કોણ કરશે ?"

"બધ્ધા..!"

"અરે વાહ ....!"

"કાલથી આવુ?"

"કચ્છો છે? આ જાંગીયા અખાડામા ન ચાલે એટલે કાલે ખાદી ભંડારથી બે કચ્છા લઇ લેજે પછી તને કેમ પહેરવા શીખવાડીશ ."

"એક મોટો ત્રિકોણ તેને સામસામે બે છેડે લાંબી દોરી ને ત્રીજા ખુણે પાંચ કે છ ઇંચનો પટ્ટો...સમજ્યો? ન મળે તો દરજી પાંસે સીવડાવી લેવાનો...એ કચ્છો પહેરીને  ઉપર ચડ્ડી  પહેરવાની .અખાડામા જેવા દાખલ થાવ એટલે ચડ્ડી  હુક ઉપર ટીંગાડીને વચ્ચે કુસ્તીચોકમા જવાનુ ત્યાંથી પાઉડર જેવી કાળી માટી કપાળે ભસ્મની જેમ લગાડી સહુની સાથે હનુમાનજીની પ્રાર્થના  કરવાની સમજ્યો...?"

ચંદ્રકાંત ખાદી ભંડાર જઇ લાલ કપડુ લઇ વજુભાઇ દરજીને ત્યાં પહોંચ્યા. કચ્છા બનાવવાનાછે વજુકાકા .પાંચફુટના વજૂકાકાનો રુવાબ ત્યારે બહુ હતો  એટલે જરા ઊંચા અવાજે કહ્યુ...

"કોને માટે બનાવવા છે બાબલા?"

"મારે માટે.."

વજુભાઇના મોઢામા તંબાકુવાળુ પાન હતુ તેની પીચકારી બહાર મારી ચંદ્રકાંત સામે જોઇ હસી પડ્યા..

"અલ્યા હાવ ટેંટી છે .તારાથી કસરત શું થવાની હેં"

"કાકા હવે તો કસરત રોજ કરીને કસરતી શરીર બનાવીશજ.."

"સારુ શનિવારે લઇ જાજે..."

"અરે અખાડામા શનિવારે જ નવાને દાખલ કરે છે એટલે શુક્રવારે આપોને...કાકા"

"હું પેંટ શર્ટ ઝબ્બા શિવુ  છુ આવા લીરા નહી .આતો તું જગુબાપાનો દિકરો એટલે કરી દઉં છ સમજ્યો?"

"મને ખબર જ હતી કે તમે મને ધક્કે ચડાવશો એટલે બાપુજી પાંસેથી ચીઠી લખાવી લીધી હતી...!!"

વજુભાઇનુ મોઢુ પડી ગયુ  "સારુ કાલે સાંજે લઇ જાજે ...બહુ ખેપાની છે..."

........

એ શનિવારે અખાડાની  અંદર સવારે છ વાગે દાખલ થયા ચંદ્રકાંત...પહેલા શિવુભાઇની છબીને વંદન કરી વિભાકરભાઇને બે હાથ જોડી પગે લાગ્યા ત્યારે વિભાકરભાઇએ કહ્યુ "આ અખાડો છે એ હનુમાનજીનુ મંદિર...અંહીયા હાથ જોડવાનાં નહી પણ જાંધ ઉપર થપાટ મારીને દાખલ થવાનુ સમજ્યો..?" અને જય બજરંગ બલિ મોટેથી બોલવાનુ .પછી સીટી મારી એટલે બધા અખાડીયનો હનુમાનજીની મુર્તિ સામે લાઇનમા ગોઠવાઇ ગયા .પહેલી વાર કચ્છો પહેરીને અંદર પ્રવેશેલા ચંદ્રકાત સામે વીસ ઉપર કચ્છા પહેલવાન હાજર હતા ....પ્રાથના શરુ થઇ"મનોજવંમા ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રીયમ બુધ્ધિંમતામ વરિષ્ઠમ...વાતાત્વં જમવાં નરયુક્ત મુખ્યમ શ્રી રામ દુતમ શરણમ પ્રબધ્યે...અંજની ગર્ભ સંભુતો વાયુ પુત્રો મહાબલ ,કુમારો બ્હ્મશ્ચારીશ્ચ તસ્મય શ્રી હનુમતે નમ:..."

બધ્ધાએ છાતી ઉપર આડો હાથ રાખી મસ્તક નમાવી અને જંધા ઉપર થપાટ મારી ગગન ગજવતા અવાજે પોકાર્યુ "બજરંગબલિકી જૈ"પછી લાઇન વિખરાઇ ગઇ...ચંદ્રકાંતના અજીબ લોહી સંચાર ઝણઝણાટી થઇ .સહુકોઇ મલખંભ કરતા હતા તો તો કોઇ મગદળ ફેરવતા હતા ...વિભાકરભાઇએ રમણ ચચ્ચાને કહ્યુ આ ચંદ્રકાંતને પહેલા લટકાવ રીંગમા લટકાવી અને રીંગની પ્રેકટીસ કરાવ પછી અખાડાના રાઉંડ મરાવ દસ .પછી મુઠ્ઠી ચણા આપજે ..(એ મુઠ્ઠી ચણા આજે બોતેર વરસે પણ રોજચંદ્રકાંતલે અને લે જ.)જય હિંદ... 

એ દિવસથી ચંદ્રકાંતનુ" તેલ " નિકળવાનુ ચાલુ થયુ....

ચાર મહિના પછી હાથ ઉપર કાંચી કેરી જેવી નાની નાની ગોટલીઓ ફુલવા લાગી .રોજ રીંગમાં લટકી લટકીને હાથનાસ્નાયુ બહુ મજબૂત થયા. ચંદ્રકાંત બાંબુ ઉપર ચડીને બાંબુ વોક કરતા થયા ...આખા અખાડાનાં રાઇન્ડ બાંબુ ઉપર મારતા થયા .ખોખોમા અવ્વલ થયા  .કુસ્તી લડતા થયા ...!!!જીલ્લા સ્પર્ધામા પચાસ કીલો વજન નીચે બે જણા ...ફાઇનલમા પહોંચ્યાં..

એક રમણ ચચ્ચા બીજા ચંદ્રકાંત...!!!!ચંદ્રકાંતે રમણભાઇ પાસેજ કુસ્તી અને ધોબી પછાડ અને એવા બધા દાવ શિખેલા ...ખુલ્લા મેદાનમાં જીલ્લાકક્ષાની કુસ્તી શરુ થઇ ત્યારે ચંદ્રકાંત જ્યોતિન્દ્ર દ્વેષ હાસ્ય લેખકની કથાઓ વાંચતા હતા.તેમણે હિંમતથી મોટા અવાજે રમણ ચર્ચાને પડકાર કર્યો ત્યાર પહેલાં આખા શરીરે થોડુવધારે તેલ લગાડી દીધું હતું .રમણ ચચ્ચા હસીને બેવડ વળી ગયા .”એ ચંદ્રકાંત…એ ચંદ્રકાંત આમ તેલીયા હનુમાન થઇને તને એમ છે કે તું સરકી જઇશ ?”સહુથી પતલા મોટી ઉમ્મરના અખાડીયન વૈદ્ય ચંપકભાઇ મુલાણી રેફરી તરિકે સીટી મોઢામા ફસાવીને સીટી મારી કુસ્તી સ્ટાર્ટ કરાવી ....ટ્રુટ …ટ્રુટ…