કોને ભૂલું ને કોને સમરું રે - 40 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલું ને કોને સમરું રે - 40

રોજ ખુલ્લા મેદાનમા રખડપટ્ટી કરતા ચંદ્રકાંત દરરોજ ડો.જીવરાજબાપાના બંગલાની વંડી ટપીને પાછળના જગજીવનબાપાના બંગલે  જતા..ત્યાં જગજીવનબાપાની દિકરી મુક્તાબેન અને લલ્લુભાઇ શેઠ સાવરકુંડલાવાળાની  બે દિકરી અને બે દિકરામાંથી મોટા ભાઇ ડો. દિપક  તેનાથી નાનો અખાડીયન ભરત તેનાથી નાની વંદના અને તેનાથી નાની કદાચ ભક્તિ...આમા ચંદ્રકાંત અને નાનીબેનની જોડી સાથે વંદના અને ભક્તિ ની જોડી જામે...જ્યારે શનિ રવીમા એ લોકો કુંડલા મમ્મીને ત્યાં જાય ત્યારે ચંદ્રકાંત નાનીબેન સાથે જગજીવન બાપાના બંગલા બગીચામા રમતા હોય ...એક  આવા રજાના દિવસે  ઓંશરીની જાળીમા એક શીકુ લટકતુ હતુ પગી મીઠાબાપા  જગુભાઇને બંગલે બગીચામા હતા અને ચંદ્રકાંતે ઇશારો કર્યો..."બેન જો શીકુ..."પછી જાળી  ચડીને શીકામા હાથ નાખ્યો .."અરે વાહ રોટલા અડદની દાળ અને લસણની ચટણી ..અડધુ બન્નેએ ઝાપટી શીકુ હતુ તેમ ગોઠવી દીધુ ...આવી ચાર પાંચવાર ચોરી કરી એટલે ચટકોતો વાગ્યો હતો પણ ચાડીફુકણી નાનીબેને બધો ભાંડો ફોડી નાખ્યો...બિચારા મીઠાબાપા  બિલાડો ખાઇ જતો હશે તેમ સમજતા હતા ...અંતે જયાબાએ આખી વાત મીઠાબાપાને કરી .."મીઠાલાલ તારા ઘરવાળા તારીથી રુપાળાને ઉંચા છે પણ રસોઇ બહુ સરસ બનાવેછે હો...આ બેય છોકરાવ તારા રોટલા ચોરી ખાતા હતા તો બોલ્યો કેમ નહી કે ભુખ્યો છું લે હવે રોટલી ને દાળભાત ખાઇ લે"

કોઇ દરદ નહી કોઇ ફરિયાદ નહી બસ હસતા રહે...આજે પણ તેમની કહેલી નાની વારતા યાદ આવી ગઇ..."પારવતી માં ને ખબર પડી કે મારા લગનશંકર જેવા  બાવા જતિ હારે થવાના એટલે માં પારવતી બોલ્યા"ખાખ ભભુતે સુનારો ,ટુકડા માગી ખાનારો...ઇ મારો ભરથાર શુંથાય ?"જેટલું મીઠું એમનું નામ એટલા જ કાયમ હસતા રહેતા .તેમના ઘરવાળા ડાહીબેન તેમનાંથી છ ઇંચ ઊંચા એવી અમને પછી જાણકારો મળી એટલે અમે જીદ પકડી મીઠાબાપા એકવાર ડાહીકાકીને મળવું છે .બહુ જીદ સામે નમીને એક દિવસ ડાહીકાકી ઘૂમટો તાણીને આવ્યા એટલે અમે સહુ બાળગોપાળોએ તેમનો ઘૂંમટો ઉંચો કરી જોઇ લીધા …રૂપરૂપનો અંબાર મજબૂત કસાયેલો દેહ ને ક્યાં અમારા નાજુક મીઠાબાપા !!!પણ ડાહી કાકી બહુ હસમુખા હતા કહે તમારા ઇ બાપા ક્યારેક થાકી જાય તો તેડી લઉં!!!

......

ચોમાસુ આવ્યુ એટલે બગીચામા પહેલી વખત વિંછીને જોયા...!ડોલકાકીડાતો ગરોળીની જેમ ફર્યા કરે ઉંદર પણ દોડાદોડ કરતા રહેતા...એક દિવસ અખાડાથી રમીને ચંદ્રકાંત આદત મુજબ એક સ્લીપર એક ઉડાડી બીજે પગથીયે બીજુ સ્લીપર ઉડાડવા પગ મુકવા ગયા ત્યાં સાંપ ફેણ ફુલાવી બેઠો  સાપ ડોલ્યો.

"બા સાપ...આ બાજુ કોઇ આવતા નહી મને લાકડી આપો...જલ્દી.."ઘરમા મોટો ભાઇ મોટીબેને પહેલા દરેક રુમના દરવાજા બંધ કરીને એક લાકડી ચંદ્રકાંતને આપી બીજી બેને પોતે પકડી સાપને છુચછુચ ચાલુ થયુ...ડાર્ક બ્રાઉન કલરનો ટીપકીવાળો અંદાજે ચાર પાંચ ફુટનો સાંપ એક માત્ર ઉધાડા દિવાન ખંડમા ધુસ્યો અને ચંદ્રકાંતની એક લાકડી પડી મોટી બેનની બીજી લાકડી પડી અને રામ શરણ થઇ ગયો.

રાત્રે ભાઇ  ઉર્ફે બાપુજીને સમાચાર મળ્યા એમણે સાણસો લાકડાનો મંગાવી લીધો...હવે બધા સાવધાન થઇ ગયા હતા...અવાર નવાર સાંપ આવે અને લાકડીથી મારી નાખીયે ..દરેક વખતે એકજ રંગનાં એક સરખા સાંપ જોઇને જયાબાએ તેમની બાને પુછ્યુ ત્યારે ગાંધીવાદી જગુભાઇના ઘરમા પહેલી વાર ધર્મનો પ્રવેશ થયો ....અત્યાર સુધી ગોત્રીજ ગણપતિબાપા ને કનૈયાલાલ બાળ કનૈયા બની નાનકડા મંદિરમા બિરાજતા હતા ...જયાબાએ રાત્રે સહુને વાત કરી ..."જુઓ નાગદાદા આપણા કુળ દેવતા છે .એ મહુવા પાંસે તેમનું સ્થાનક છે .એ ગંગાજળિયા દાદા આપણાં કૂળદેવતાં છે .જે પાપ થઇ ગયુ તે અજાણતા ગણી કાલે બધા ઘરના મંદિરમા માફી માગીલ્યો અને હવે જો દેખાયતો પગે લાગી માફી માગજો પછી નહી આવે...અને જો આવે તો તમારા દેવતા સમજીને પગે લાગજો.....પણ મારી ન નાંખતા .

જયા પાર્વતીનુ વ્રત કરતા જયાબા  અને બાજુવાળા પ્રભાકાકી  લીંબુડી બદામડીના છાયામા સવારના પુજા કરવા બેઠા છે ...બન્ને પુજામા લીન છે જયાબાએ દિવો કરી અગરબત્તી કરીને હાથ જોડ્યા છે અને અચાનક દસ થી બાર ફુટનો કાળોતરો નાગ આવીને જયાબેનના ખોળામા આવી એકાદ મીનીટ બેસીને સરરરર કરતા નિકળી અલોપ થઇ ગયા...જયાબેન થરથર કાંપી ગયા પ્રભાબેન હતપ્રભ થઇ ગયા હતા....એ દિવસ અને એ પ્રસંગ પછી ક્યારેય નાગદાદાને છુચ પણ ન કર્યુ એ નાગદાદા આજે ચંદ્રકાંતના પૌત્રને અમેરિકામા પણ દર્શન આપે છે ...!!!