કોને ભૂલું ને કોને સમરું રે - 39 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

કોને ભૂલું ને કોને સમરું રે - 39

બંગલે રહેવા આવ્યા ત્યારથી અમારે ત્યાં ચંપાબેન કામ કરતા હતા...મુળ તેમના વર પોલીસ હતા પણ અચાનક માંદગીમા ગુજરી ગયા ત્યારે પાંચ વરસનો દિકરો હતો નાના દિયર બાબુભાઇ જાતજાતની કાળી મજુરી કરી અને ચંપાબેન અમારે ત્યાં ઘરકામ કરીને  ત્યાં ઘર મેંબર જેવા બની ગયા...સવારથી આવી જાય અને અમારે ત્યાં જ જમે બપોરે આરામ કરે ચા પાણી પીવે અને સાંજે વધેલુ જમવાનુ લઇ જાય...ચંપાબેન ને આગળના દાંત બધા તુટી ગયેલા એટલે કાલુ કાલુ બોલે ....મરાઠી કછોટાવાળી સુતરાવ સાડી એ એમનો પહેરવેશ......

આ  ચંપાબેને વીસ વરસથી વધારે વરસ અમારે ત્યાં કામ ક્યુ પણ તેમના દિયર બાબુભાઇનુ કિસ્મત કેવુ ચમક્યુ તેની કથા હજી યાદ છે...જુના બસસ્ટેંડથી ટાવર બાજુ વીસ ડગલા ચાલો એટલે નવી શાક માર્કેટના બહારના ભાગમા જાતભાતની લારીઓ શીંગચણા ભેળવાળા એમ બધાની વચ્ચે એક મર્દ મરાઠા બાબુભાઇએ કદાચ ભાવનગર કે રાજકોટમા સરબતવાળાને ત્યાં કામ કરીને અદભુત રસેપી બનાવી અને લારી શરુ કરી નામ"બાબુભાઇ અનાનસવાલા..."રીયલ અનાનસ કલિંગર  પેરુ એવા જાતભાતના ફ્રુટપંચ સાથે સરબત અને ગોલા ચાલુ કર્યા ...ત્યારે ચંપાભાભી રોજ વઢતી "વેડા જાલા...પાગલ થઇ ગયો છે"પણ તેનેતો બરાબર ધુનકી ચડી હતી..ચંપાભાભીને પગે લાગીને કામ શરુ કર્યુ ત્યારે કાઠીયાવાડીઓ ટેવ મુજબ લોકો ટોળે વળ્યા હતા તેમને નાની પ્યાલીમા ટેસ્ટ કરાવે પછી ઘરાક માંગે તે  સરબત બનાવી દે...વરસમા તો એવો છાકો પાડી દીધેલો કે પંદર મીનીટ લાઇનમા ઉભા રહેવુ પડે ...પછી ગોલા મલાઇ ગોલા માવા સરબત એવી અનેક વેરાઇટીથીખુબ કમાયા ત્રણ ચાર લારી કરી..અમે જ્યારે ત્યાંથી નિકળીયે ત્યારે અચુક "ઓ નાના શેઠ"એવી બુમ પાડી ગમે તેટલી ગરદી વચ્ચે યાદ કરે...ચંપાબેનના દિકરાને તેમણે સાથે રાખી ભાગીદાર બનાવ્યો એવુ સાંભળેલુ ...એ ચંપાબેન ચંદ્રકાંતની મસ્તીના શિકાર ન બને તેવુ બને? 

બપોરે સ્કુલેથી આવી જમીને ટેરેસપર ચક્કર કાપતા ચંદ્રકાંતના હાથમા હંમેશા નાની નાની કાંકરીઓનો મોટો જથ્થો રહેતો....ચંપાબેન નીચે વાસણ ધસતા હોય ત્યારે તેમની બાજુમા વાસણ ઉપર કાંકરી મારવી...ચંપાબેન ચમકે "આ અવાજ ક્યાંથી આવ્યો?"ચારેબાજૂ જૂએ ઉપર નજર કરે પણ ચંદ્રકાંત અલોપ...રોજ એક લાલીયો કુતરો બગીચામા ઠંડી માટીમા ખાડો કરી ઉનાળાની ભરબપોરે ધસધસાટ સુતો હોય તે બીજો શિકાર ....એવી સટાક કરતી કાંકરી વાગે કે બાંઉ બાંઉ કરતુ હફડક ભાગે ....પછી દુર જઇ ચારેબાજુ જુએ ...ચદ્રકાંત અલોપ....!!!ચંદ્રકાંતની હિમ્મત વધી ગઇ....ઘરના બગીચામા ડોલકાકીડાને એકજ કાંકરીથી શિકાર બનાવે...આ તિકારી થવાનુ મુળ કારણ નારગલીયો હતુ..હંમેશાં સાત ઠીકરીનાં નાગોલીયામાં પહેલા એક જ  નિશાનથી સાત ત કુકરી ઉડાવી દે ..!પણ સમય કોઇનો એક સરખો જતો નથી ...ચંદ્રકાંતે જીંદગીમાં કેટલીક ભુલોની કેવી સજા ભાોગવી એ પણ લખવું પડે...એ બપોરે નાની કાંકરીઓ લઇને  ટરેસમા શિકારની શોધમા ચંદ્રકાંત રખડે છે પણ કહેછેને વિનાશકાળે વિપરીત બુધ્ધી...બસ એ ક્ષણ આવી ગઇ...

બપોરના બદામના ઝાડની એક ડાળી ઉપર કાગાનિંદર કરતા કાગડાજીને ચંદ્રકાંતે નિશાન બનાવી તિકાર કર્યો...સહેજ પાંખને છરકો કરી કાંકરી તો નિકળી ગઇ પણ સમગ્ર કાગજાતિ ઉપર જાણે નાનકડા ચંદ્રકાંતે હુમલો કર્યો હોય  તેમ કાગડો કરાંજ્યો....ચંદ્રકાંત અલોપ થતા ઉપરના રુમમા છુપાયા હતા....કાગડા જેવી હુણ પ્રકારની હિંસક જાત એમ થોડો ચંદ્રકાંતને છોડે?કાગડાને એ જોવુ હતુ કે "ઇ છે કોણ?"બારીમા સતત લટક્યા કરી બે કલાકે ચંદ્રકાંતનો ફોટો ક્લીક કરી બાકીના જ્ઞાંતિબંધુઓ કુટુંબીજનોને મોકલી આપ્યો...ખલાસ...

પંદર દિવસ દફતર માથે મુકી સ્કુલે જવુ ઘરે આવતી વખતે કાગડાની જાન સાથે ને સાથે....સ્કુલમા પણ ચંદ્રકાંતને શોધવા આખી કાગટીમ લાગી ગઇ....ઘરની ઉપરના રુમની બારીઓ પણ બંધ થઇ ગઇ.....સાઇકલ સવારી બંધ ........!!!!ઉનાળાની ભરબપોરે છત્રી ઓઢીને નિકળતા ચંદ્રકાંતની ઉપર ઝળુંબતી કાગ સેના હાથમા નેતરની સોટી જોઇ સહુ હસી હસીને બેવડ વળી જતા...થોડા વરસ પછી ચંદ્રકાંતે વિતક કથાઓ લખી ત્યારે કોની સાથે દુશ્મની ન કરવી તેની ટીપો આપી હતી...

જય કાગરાજ કી જય હો...શરણાગતિ...કાગમ શરણમ ગચ્છામિ.....કોઇ ન છેડશો કાગરાજને…!!!