આ જેઠાકાકાની પણ અજીબ દાસ્તાન હતી. એમના પિતા પુરૂષોતમ બાપા ઓછી આવકમાં જીવનારા પણ અતીભારે કરકસરીયા હતા.એ જમાનાંમાં જેઠાકાકા તેના બાપુજી પાંસે ક્યારે મન થાય એટલે એક પાઇ માંગે .”બાપા બાપા એક પાઇ આપોને”
“કેમ ?શું કામ છે પાઇ નું ? હે જેઠા બોલ.”
“બાપા બાપા મારે દાળિયા લેવા છે.બહુ મન થયુ છે .બધા શેરીમાં મારી સામે મુઠા ભરીને દાળિયા ખાતા હોય તો મન ન થાય બાપા?આપોને પાઇ “
“દાળિયા ખાઇએ તો ડચુરો ચડે…ડચુરો ચડે તો કડવાટ પીવો પડે”આવું રીધમીક શૈલીમાં બોલે ને જેઠાબાપાની વાત ઉડાડી દે .આ બધી કહાની ચંદ્રકાંતને બાપુજીએ કરેલી એટલે જેઠાબાપાનુ કેરેક્ટર મનમાં બરાબર ઊપસેલું હતું
……..
એકજ પ્લોટમા બનેલા બે બંગલા એક જેઠાકાકાનો એક જગુભાઇનો...વચ્ચે કાંટાળી વાડ કરવી પડી કારણકે જેઠાકાકાના બંગલા બહારના ગેટને ખુલ્લો રાખે એટલે બકરી ઘુસી જાય.જગુભાઇની બધા ફૂલઝાડ બકરીબેન સફાચટ કરી નાંખે .હવે જગુભાઇએ પોતાનાં ખર્ચે વાડ બનાવી પછી કડવી મહેંદી વાવી ત્યારે ચંદ્રકાંતના બંગલાનો બાગ સલામત બન્યો...
આ જેઠાકાકાની આંખ ઉલટી સુલટી હતી જેને ફાંગી આંખ કહેવાય ...ચંદ્રકાંતના વખતે એલ એલ ટી ટી કહેતા...મહામહિમ ચંદ્રકાંત એ ઉકેલી ન શક્યા કે કાકાની કઇ આંખ સાચી છે...સાંજની જગુભાઇનાં ઘરની મહેફીલ જામી હતી ત્યાં આ મુદે બહુ ગહન ચર્ચા ચાલતી હતી ત્યાં જેઠાકાકા રસ્તા ઉપર દેખાયા...
"ભાઇ આજે ફેસલો કરવો છે કાકાને ઘરે બોલાવો...હવે બહુ થઇ ગયું .રોજ આ સાચી કે આ ? હવે જગુભાઇ પણ "ગેંગમાં" શામિલ થઇ ગયા હતા.”આજે જેઠાકાકાને બોલાવો ઘરે”
“હેં?ચંદ્રકાંત એમથોડુ સામે બેસીને પડછાયો કે રોજ અમારે ઘરે માથાકૂટ થાય છે કે તમારી કંઇ આંખ સાચી?”જયા બા ગભરાઈ ગયા
“બા તમે ચિંતા ન કરો ખાલી જો જેઠાકાકા આવે તો તમે ઉકાળો બનાવાવા જજો અને હું કહું ત્યારે ઉકાળો લાવજો “ચંદ્રકાંતના પ્લાનની ઝણઝણાટી ઘરમાં વ્યાપી ગઇ .
ઘરના બાકીના સભ્યોને દિવાનખાનામા આવવાનું નહી ...એક બાજુ સેટી ઉપર ભાઇ બીજી આરામ ખુરસી જે ભાઇથી પીસ્તાલીસ ડીગ્રી દુર અને એક ચેર ઉપર ચંદ્રકાંત બીજી જગુભાઇ અને ચંદ્રકાંત વચ્ચે રાખવામા આવી ...સેટ તૈયાર થયો ત્યાં સુધીમા જેઠાકાકા અમારા ગેટ પાંસે પહોંચી ગયા હતા...મોટાભાઇને કહેવામાં આવ્યુ હતુ કે તેમણે કાકાને અંદર લાવી દોરવીને નક્કી કરેલી ચેર ઉપર બેસાડવાના પછી હટી જવાનુ.....
કાકાને માન સન્માન સાથે અંદર દોરવામા આવ્યા ત્યારે ઘરના ખીખીયાટા ગેંગને છુપાવી દેવામાં આવી હતી...જેઠાકાકા પ્રવેશે છે અને નક્કી કરેલી ખુરસી ઉપર પગ અથડાતા બેસે છે..
જગુભાઇ-"આવો આવો જેઠાભાઇ ..."ખીખીયાટા ગેંગ પાણીનો ગ્લાસ ધરી રવાના થઇ....
હવે જેઠાબાપાને એક એક વાક્ય બોલે ત્યારે એટલી લાળ ટપકતી એટલે જેમ રસો પીવે એમ એક વાક્ય પુરુ કરી સુડુડુડુ બોલાવે પછી હોઠ ઉપર જો હાથ નફેરવે તો બાકીનો રસો ઢોળાય જાય...ઝીણુ ઝીણુ પાક્કુ ઓબઝરવેશન કરેલા ચંદ્રકાંત કાકા સામે મરક્યા....હવે કસોટી શરુ થઇ...
જેઠાકાકા એ પુછ્યું “શું ખબર છે……રસો રસો...સુડુડુડ”
જગુભાઇ અને ચંદ્રકાંત સાથે બોલ્યા "બસ મજામાં છીએ .તમે કેમ છો?"
"જગુભાઇ કહું છુ આપણે રસ્તે લાઇટો ઉડી ગઇ છે તો આજે ફરીયાદ સુધરાઇમા કરી છે..."જેઠાકાકાએ ચંદ્રકાંત સામે જ હોવા છતાં ચંદ્રકાંતને “ડીચ” કરી.
વાત દરમ્યાન કાકા માટે ઉકાળો આવી ગયો હતો પછીની વાતોમા ચંદ્રકાંતને કે ખીખીયાટા ગેંગને રસ નહોતો...દસેક મિનિટ પછી કાકાએ રજા લીધી એટલે ગેંગ અંદર આવી ગઇ..."બોલ ચંદ્રકાંત?"
ભાઇ બાજુ કાકાની ડાબી આંખ આવે એટલે ડાબી સાચી જમણી કાચની છે પાકુ..પછી ચંદ્રકાંતે રસો રસો રસો કરી સુડુડુડ કર્યુ ત્યારે મહાન હાસ્યકલાકાર તરિકે ચંદ્રકાંતનુ પદાર્પણ થઇ ગયુ હતુ...રોજની સાંજની મહેફિલમા હસી મજાક ચાલતી રહેતી...તેમા અવાર નવાર જેઠાકાકાના પત્ની જેઠીકાકી ઉર્ફે પ્રભાકાકી પણ તેમનાં ભોળા હસમુખ સ્વભાવથી પણ ટારગેટ બને...તેનુ કારણ તેમનો ડ્યુલટોન હતો ...બોલે ત્યારે તીવ્ર ગંધાર અને શડજ સાથે નિકળે એટલે એ આરોહઅવરોહ બદલાયા કરે....કાકા કાકી સાથે બોલાચાલી કરે ત્યારે પોતાના ઘરમાં પરદા પાછળ ચંદ્રકાંત હોય જ...આજે કાકા કાકી બન્ને વરસો પહેલા ગુજરી ગયા તેમના ખાટા ઢોકળા એટલા યાદ રહી ગયેલા કે જ્યારે કાકી ઢોકળાનુ આથે ત્યારે ચંદ્રકાંતને પહેલાજ કહી દે"એચંદુભાઇ તમારા માટે ખાટા ઢોકળા બનાવવાની છું..."ચંદ્રકાંત અને એમની એકની એક દિકરી નાનકડી નમણી અંજના બન્ને સાથે ઢોકળા ખાઇએ...આંધળા જેઠાકાકાની બાની ચંદ્રકાંત અને અંજનાએ પાણીના છંટકારા કરીને "બા વરસાદ આવ્યો કા ત્યારે બા "એ પુરભા ...આ વરસાદ આવ્યો" કરી બુમાબુમ કરે ..પછી એમની આજુબાજુ હિંચકા ઉપર બેસીતા ..બા સતત હરી હરી ક્યો હરીનુ નામ લ્યો "રટ્યા કરે...
ભલાથા કિતના અપના બચપન ભલા થા કિતના...