બન્ને મોટી બહેનો દોડીને આવી .જગુભાઇની લાલચોળ આંખ જોઇ બન્ને થથરી ગઇ..."બેય છોકરાવ ક્યાં? તમને કીધુતુને કે આ બે છોકરાવને છોડીને ક્યાંય ન જતા? આ બે ત્રણ લાખ માણસોની હૈયેહૈયુ દળાય એવી ગીરદીમા છોકરાવને કેમ શોધવા? મોટાબાપા અને નાનાકાકા પરિસ્થિતિ સમજી ગયા .તાબડતોબ અધિવેશન પોલીસને બોલાવી લીધી .જયાબેન ભયના માર્યા થરથર ધ્રુજતા હતા...બન્ને બહેનોની આંખમા શ્રાવણ ભાદરવો ચાલતો હતો...હવે આમ મારી સામે ઉભા રહેવાથી છોકરાવ મળશે ? બન્ને બહેનો એક એક કરતા કપડાની સો રુમની તપાસતા રૂમવાળાને પુછતી પુછતી બેબાકળી ફરતી હતી...બન્ને કાકા બાપા અલગ અલગ દિશામા દોડ્યા ચાર પુલીસ હવાલદાર અધિવેશન ગેટ ઉપર નાના છોકરાવ ઉપર બારીક નજર રાખી ગોઠવાઇ ગયા...પુલીસની ખુલ્લી જીપમા જયાબેન રેલીંગ પકડીને ઉભા છે જીપમાં માઇકમા સતત એનાઉન્સ થઇ રહ્યુ છે "પાંચ વરસની બેબી સાથે સાત વરસનો બાબો ખોવાઇ ગયા છે ...અમરેલીના બાળકો છે નામ ચંદ્રકાંત અને બેનનુ નામ બોલાય છે ...જેમને કંઇ માહિતી હોયતે તાબડતોબ પુલીસનો સંપર્ક કરો....પછી જયાબેનનો આર્તનાદ ચંદ્રકાંત...તું ક્યાં છે? "રડી રડીને આંખ સુઝી ગઇ...કલાક થઇ ગયો પણ ક્યાંય પત્તો જ નહોતો મળતો..જગુભાઇ પણ બેબાકળા બની ફરતા હતા...જોરશોરમા માઇકમા એનાઉન્સમેન્ટ ચાલુ હતુ.અધિવેશનનું પહેલું સત્ર પુરુ થઇ ગયું હતું એટલે માણસોનો મહાસાગર બહાર નિકળવા ધસમસતાપ્રવાહમા આવા નાના બે છોકરાઓને કેમ શોધવા ? કેટલાયે લોકો પોતાના બાળકોને ખભા ઉપર બેસાડીને ભાગતા હતા. પોલીસ ચકોર નજરે બારીક નજર રાખી રહી હતી.આવા સૈલાબ ઉપરથી ઉનાળાની ગરમી ચાલુ થઇ રહી હતી એટલે ધુનની ડમરીઓ ચારે તરફ ઊડતી હતી .પોલીસ બહુ મુસીબતથી આડશ કરીને ગેટબહાર ચકાસતી હતી .ગેટને અડીને વોચટાવરમાંથી જોતા પુલીસની બાજનજરમા નિરાશા મળી . જન સૈલાબ લગભગ નિકળી ગયો .
.....
સવારના નવ વાગ્યાના ચંદ્રકાંત ખોવાયેલાને ઘરે મુકી બાકીના મહેમાનોને લેવા અધિવેશન સ્થળે કિસનભાઇ જીપમા બેઠા છે...તેણે પોલીસની જીપ જોઇ ..રડતા જીપમા ઉભેલા કાકીને જોયા !અને એનાઉન્સમેંટ સાંભળીને હેબતાઇ ગયા...નક્કી મારી નોકરી ગઇ..કિસનલાલ જીપ સામે દોડ્યા....આખી પરિસ્થિતિ સમજાઇ ગઇ ,પણ એ શું કરે ?બાબા બેબીને શોધવા ક્યાંય જઇ શકે તેમ નહોતા. જીપ રેઢી મુકાય તેમ નહોતુ .”હવે આજ મેરેકો બહોત ડંડેથી પડેને ઔર નોકરીની જાયેગી .હે કનૈયા તારે કિસનકી લાજ રખનાં”.
"સાહેબ ,સાહેબ જીપ ઉભી રાખો...જે બે છોકરા ખોવાયાની જાહેરાત કરો છો એ આ અમારા કાકીના છે?"
"પોલીસે કડક જવાબ આપ્યો "હા ,નહિતર આ કાકીને ગાડીમા શુ કામ ફેરવીયે?"
"સાહેબ ,મને માફ કરો એ બન્ને છોકરાવતો અમારે ઘરે પહોંચી ગયા છે..!"
જયાબેનના જીવમા જીવ આવ્યો..”હૈ ?કિસન સાચુ બોલે છે ? ખા મારા સોગંદ “દોડીને બન્ને બહેનોએ ચોધાર રડતા બા ઉર્ફે ભાભીને નીચે ઉતારી..પોલીસે કિસનને ઘેરી લીધો...હોહા સાંભળીને મોટુ ટોળુ જમા થઇ ગયુ.જગુભાઇ અને બન્ને કાકા બાપા પણ દોડીને ટોળાને ચીરીને જીપ પાંસે પહોંચી ગયા...શું વાત કરે છે કિસનભાઇ ? જગુભાઇએ કડકાઈથી પુછ્યું .
"બા,ભગવાનના સોગંદ ખાઇને બોલુ છુ કે બેય છોકરાવ રડમસ ચહેરે જીપમા આવીને મેળે બેસી ગયા.મને ક્યે અમે બેય ખોવાઇ ગયા છીએ...કિસનભાઇ અમને જલ્દી ઘરે મુકી જાવ...સવારના દસ વાગે હું પોતે બેય છોકરાવને સાહેબના બંગલે મુકીને હમણા જ આયો...આ હો હા સાંભળી..છોકરા ખોવાયા છે સાંભળીને હું દોડતો આવ્યો છુ .મને માફ કરો..."
હુડુડુ કરતા કિસનની જીપ અને પોલીસની જીપમા સરઘસ જેમ ફરતા લોકોના ટોળા ચીરતા સપ્તેશ્વરના બંગલે પહોંચ્યા ત્યારે બેય છોકરાવ તો ઢગલી દાવ બંગલાના કંપાઉંડમા રમતા હતા .જીપને આવતી જોઇ બન્ને જીપ તરફ દોડ્યા ..ભાભી ભાભી(બા ને ભાભી કહેતા) અમે ખોવાઈ ગયા હતા . ભાઈ ચંદ્રકાંતે કહ્યું મેં બેનને મજબૂત હાથથી પકડી રાખી હતી ,અમે કિસનભાઇ પાંસે પહોંચી ગયા..અને કહ્યું “અમે કહ્યું અમે ખોવાઈ ગયા છીએ…એટલે અમને ઘરે લઇ જાવ…” જગુભાઇ આ ચાલાક ચંદ્રકાંતને જોઇ રહ્યા કે કેવી રીતે તેણે આખા પ્રસંગમાં રસ્તો કાઢ્યો..!
જયાબેન જીપમાથી રીતસર કુદકો મારીને ઉતર્યા ને બન્ને છોકરાવને બથમા લીધા..ચંદ્રકાંતને પોતાની બહાદુરીની વાત વધારે કરવી હતી પણ અંહીયા તો બા ને છાના રાખવા પડ્યા...”બાં તું રડ નહી “ પણ રડ નહી કહેતા કહેતા ચંદ્રકાંત પણ રડી પડ્યા . જયાબેનપણ ફરીથી ચોધાર આંસુ એ રડ્યા …”તમને કિસનલાલ ન મળ્યા હોત તો ?”
“ ભાભી તો હું પોલીસને કહેવા જવાનો હતો કે અમે ખોવાઈ ગયા છીએ પણ આપણી જીપ જોઇ ને ઘોરતા કિસનલાલ..”
“ચુપ રે ડોઢડાહ્યા..”જયાબેન ચંદ્રકાંત અને બેને પીઠ ઉપર નાની ટપલી મારી