કોને ભૂલું ને કોને સમરું રે - 26 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલું ને કોને સમરું રે - 26

ભાવનગરમા ગધેડીયામા ૧૯૫૬ કે ૫૭મા પહેલીવાર અખીલ ભારતીય રાષ્ટ્રીય  કોંગ્રેસ નુ અધિવેશન ભરાવાનુ નક્કી થયુ .જવાહરલાલ નહેરુચાચા તેમા પધારવાના હતા...ગામેગામ પુરાજોશમાં તૈયારીઓ ચાલતી હતી.અમરેલી સેવાદળમા બન્ને મોટી બહેનો લાઠીદાવની ટ્રેનીંગ લઇ વ્યવસ્થામા ગોઠવાવાના હતા...રોજ સવારે ખાદીના સફેદ પંજાબી પહેરી લાઠી લઇને બહેનો નિકળી પડે .સેવાદળમાં સહુને પહેલા લાઠીદાવ શિખવાડ્યા. પહેલા આક્રમણ કેમ કરવું પછી કોઇ આપણા ઉપર આક્રમણ કરે તો તેનો સામનો કેમ કરવો ? હાથ પગની પોઝીશન  ક્યા હાથમાં લાઠી એમસખત ટ્રેઇનીંગ આપવાનાં આવી . એનો મોટો ફાયદો એ થયો કે બન્ને બહેનોને આત્મ વિશ્વાસ આવી ગયો .ડર નિકળી ગયો .હવે ઘરેથી વહેલી સવારે સેવાદળ જાય  ત્યારે ચંદ્રકાંત

બન્ને બહેનોને જયહિંદ જોરથી બોલાવે પછી જ જવાદે.માર્ચપાસ્ટ પરેડ નારાબાજી છેલ્લે ભારત માતા કી જય…વંદે માતરમ્.અધિવેશનમાં જતા પહેલાં બન્ને બહેનોને સેવાદળ તરફથી અમરેલીનાં મુખ્ય અધિકારી નીમવામાં આવ્યા .તેમને અલગ બિલ્લા મળ્યા તેમની આગેવાની નીચે મહિલાઓનો દસ્તો પરેડમાં ભાગ લેવાનો હતો . તેમને વ્હીસલ આપવાના આવી .કેપ બીલું કલરની કેમ પહેરવી વિગેરે શીખવાડ્યુ .રોજ ચંદ્રકાંત સવારે પુછતા હતા બેન આજે શું નવું શિખવાડ્યું? આ કુતૂહલ વૃત્તિ  આજે પણ સતત પીછો કરે છે 

........

કદાચ નહેરુચાચાને મળવાનુ થાય તો? બહુ મોટો અમારા માટે ઉત્સવ હતો.બાપુજી કાકા મોટા બાપુજી ના ઘરના તમામ જાતભાતના નાસ્તાઓ પેંડાના ડબ્બા ઢેબરાના ડ્બ્બાઓ ભરીને  જીપમા રવાના થયા .ત્યારેએક અજીબ ઉત્સાહ હતો.ચંદ્રકાંતના  ફુવા બહુ મોટા પંચાયત અધિકારી હતા ...સરકારી વિશાળ બંગલો જીપ વિગેરે સરકાર તરફથી મળેલું માન અકરામ હતું .જીપ સાથે  ડ્રાઇવર પણ એન ડ્યુટી રહેતો જેનું નામ કિસનભાઇ હતું .આવી મોટી જાહોજલાલી અમે જોઇને રાજી થઇ ગયા...છોકરાવને બંગલાના વિશાળ ચોગાનમાં રમવાનુ મેદાન મળી ગયુ હતુ .

અધિવેશન પાંચ દિવસનુ હતુ પણ  ચંદ્રકાંતનું કુટુંબ બે દિવસ વહેલા પહોંચી ગયા હતા.

બહેનોને સવારથી અધિવેશન સ્થળે જવાનુ અને કોને કઇ જવાબદારી આપવી એ નક્કી થતુ હતુ...પુલીસ પણ તેમને માર્ગદર્શન કરતી હતી હોમગાર્ડ ને ટ્રાફિકની ડ્યુટી સોંપાઇ હતી.આમ લાખો માણસો ઉમટી પડે તો તેની વ્યવસ્થા ગોઠવાઇ ગઇ ...

રોજ સાંજે અમારી ટોળી બંગલાના બહારના હિંચકામાં ધીંગામસ્તી કરતા હતા...અંતે વો ઘડી આ ગઇ જીસકા ઇંતેજારથા....

વહેલી સવારે અધિવેશનનાં પહેલા સેશનમા પહોંચવા  ચંદ્રકાંતના ઘરનાં સહુ વારા ફરતી જીપની ખેપમા નિકળી ગયા...નાનીબેન ચંદ્રકાંતનો હાથ પકડીને ચાલતી હતી...જયાબા તથા જગુભાઇ સહુ વડીલો અધિવેશનમા નહેરુચાચાને સાંભળવા નીકળી ગયા ત્યારે બન્ને બહેનો  રુમ નંબર પચાસમાં એમને બન્નેને મુકીને બહેનોએ તાકીદ કરી..."એ તોફાની બારકસ, બેનનો હાથ પકડી રાખજે ...ભુખ લાગે તો આ ડબ્બામા નાસ્તો છે હોં .પણ રુમમા રમજો બહાર જવાનુ નથી અંદર જ રમજો હોં..."

બહેનો ડ્યુટી માટે નિકળી ગઇ...હવે આવી આઝાદીનો ખેલ શરુ થયો...પહેલા બેનને પકડીને બહાર રાંઉડ માર્યા...હજારો લોકોની ભીડ જોઇ...સેંકડો ગાડી ઘોડાગાડીઓ સાઇકલો મોટરોનાં બીજીબાજુ ખડકાયેલા જોયા...બન્નેને બહુ મજા પડી ગઇ...પાછા રુમમા  આવ્યા થોડો નાસ્તો કર્યો અને બેનને કહ્યુ "ચાલ છુપાછુપી રમીયે...બેન પણ રાજી થઇ ગઇ.ચારેબાજુ સામસામી હરોળમા સો જેટલી રુમ હતી .પકડાપકડી ને છુપો દાવ રમતા રમતા એક રુમથી બીજી રુમ ,એક લાઇનથી બીજી લાઇનની રુમોમા ભાગાદોડી કરીને થાક્યા...."બેન ચાલ આપણા રુમમા જઇને શેતરંજી ઉપર બેસીને રમીયે.."

"હા ભાઇ હું પણ બહુ થાકી ગઇ છું ચાલ..."

“અરે ,આપણી રુમ ક્યાં?” ચંદ્રકાંત.

“એક સરખી સેંકડો કપડાની રુમમા રમતા રમતા ભુલી ગયા કે આપણી કંઇ લાઇન ક્યાં નંબરની રુમ ક્યાં છે ?મોટીબેને રુમ નંબર આપ્યો હતો યાદ છે?"ચંદ્રકાંતને પરસેવો થઇ ગયો.

"ભાઇ મને કંઇ યાદ નથી ...મનેતો બધી રુમ સરખી જ લાગે છે...હવે?"બેન ગભરાયને રડવાની તૈયારીમા હતી...ડરીશ નહી મારો હાથ પકડી લે..."હું છું ને !તું મારો હાથ બસ પકડી રાખજે. તને ફુવાનાં  ઘરે પહોંચાડી દઇશ.પહેલાં તો બધા રૂમમાં આંટો માર્યો.એક લાઇન બીજી લાઇન એમ કરતાં બધા રૂમમાં ચક્કર માર્યા. સામેની લાઇન આડી લાઇનમાં ચક્કર મારતા રહ્યા..પણ રુમ જ ન મળે .! બેને ચંદ્રકાંતનો હાથ સજ્જડ પકડી લીધો .ચંદ્રકાંત ફરીથી રાઉંડ મારીને બધી રુમો ચેક કરતા કરતા બહાર નિકળી ગયા .... સામે પાર્કીંગ લોટ હતો .એ પાર્કીંગમાં સામેના મેદાનમાં ફુવાની જીપ ઉભા હતી ...કિસનલાલ ડ્રાઇવર ગાડીમાં બેઠા બેઠા  જોકા ખાતા હતા ...ચંદ્રકાંત વિજયી અદામાં આવી ગયા .ચંદ્રકાંત બેનને લઇ જીપ નજીક આવી ગયા . કિસનભાઇને ઢંઢોળ્યા..”કિસનભાઇ કિસનભાઇ અમે બન્ને ખોવાઇ ગયા છીએ અમને જલ્દી ઘરે લઇ જાવ..."

કિસનલાલ ઝબકી ગયા .અડધુ સમજ્યા અડધુ ના સમજ્યાં...પણ જીપ સ્ટાર્ટ કરી ... ફટાફટ તખ્તેશ્ર બંગલે મૂકી દીધા.પાછી જીપ લઇ અધિવેશન પાર્કિંગમાં આવી ગયા.

આ બાજુ જયાબેન અને જગુભાઇ પહેલુ સત્ર પુરુ થયુ એટલે રુમ ઉપર આવ્યા..ચારે તરફકપડાની રૂમમાં જોયું  જયાબેનની ચીસ નિકળી ગઇ ..."અરે આ બેય છોકરાવ ક્યાં..?"જગુભાઇની લાલ આંખ થઇ ગઇ….જયાબેનની ચીસ સાંભળી પુરણભાઇ હાવાભાઇ દોડી આવ્યા.