Kone bhulun Ane Kone Samaru Re - 25 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 25

ચંદ્રકાંતથી મોટી બહેનો કાયમ ચંદ્રકાંતને કહે "શું છોકરીઓની પાછળ પાછળ ફરે છે? પોતાનાથી બે વરસ મોટો ભાઇ ખરો પણ આખો દિવસ વાર્તાની ચોપડીઓ વાંચ્યા કરે...છાપુ તેને બહુ પ્રિય એટલે છાપુ આવે એટલે બધ્ધા ભાઇ બહેન બોલતા ..."બાબુ છાપુ આવ્યુ ....બસ છાપા પુસ્તક અને ટ્રાઇસીકલ...આ જ એની જીંદગી હતી....ચંદ્રકાંતની એકલતા દુર કરનારી એક નાની ટોળકી બની જેમા દુધીભાભીની શારદા...તેનાથી એક વરસ નાની કાકાની દિકરી એક ગભરુ જૈન જયવંત

શામળજી સંધવીના દિકરાની જોડકી દિકરીઓ નૈના ને નીશા...બધા સાથે રમે...મોટા બાપુના સહુથી મોટા દિકરા મુંબઇથી વેકેશન પડેને બીજે દિવસે આવી જતા તેમની પાંસે કેમેરો હતો ...અવારનવાર બધાના ફોટા પાડે...તો ચંદ્રકાંત કેમ નહી? કેમેરો બરાબર જોઇ લીધો પછી જુની નોટબુકોના પુંઠા ને લઇથી ચોંટાડી આગળ કાણુ કરી તેમાં જુના રમકડાના ચશ્માનો લેન્સ કાઢી ફીટ કર્યો અને જુનો કાળો કપડાનો કટકો ...સામગ્રી તૈયાર થઇ પછી બાજુના જુનાઘરની ઓંશરીમા શારદાને નચાવવાની ને ફોટા પાડવાના..ફોટો પડે ત્યારે ખટાક ખચ્ચ બોલવાનુ ને ગાભાને હટાવી દેવાનો...અમરેલીના અમારા હરિભાઇ ફોટોગ્રાફર સહુને લાઇનમા બેસાડી ઉભા રાખી સ્ટેંડ ઉપર કેમેરો રાખી કેમેરાને કાળુ કપડુ ઓઢાડી બેત્રણ વાર કપડામા ઘુસીને હાથ હલાવી બધાને ઉંચાનીચા કરતા પછી બહાર આવી સ્માઇલ પ્લીઝ બોલે ને કેમેરા આગળનુ લેન્સ ઉપરુ ઢાંકણુ જાદુગરની જેમ કાઢી પાછુ ફીટ કરીદે એ દ્રશ્ય ચંદ્રકાંત આ બાળ નર્તકીઓ ઉપર બરાબર નકલ કરી ફોટા પાડતા થયા એટલે નાનીટોળીમા એનો છાકો પડી ગયો...કાકાની દિકરીને બહુ નચાવી ..હતી.દુધીભાભીની મોટી વિધવા દિકરી લાભુબેન પણ ઘરમા કામ કરતા અમારી પાંસે આવીને કહે"એ ચંદ્રકાંતભાઇ આ બધીને લાઇનબંધ સુવડાવીને ફોટો પાડી લો...ત્યારે બધી છોકરીઓ ખુશ થાય.ચંદ્રકાંત એમને હાથ ઉંચા કરાવી ગાભામાં ઘુસી જાય પછી છોકરીઓ થાકીને ચાલવા માંડે તે પહેલા ખચાક કરી નાખે.આંખના કેમેરામાંથી એ દ્રશ્યો ઝાંખા થયા પણ જીંદગીભર ગયા નહી...શારદા ભાવનગરના લોકગાયક રામભાઇને ઘરે સુખી છેત્યારે ફરી યાદોની મૌસમ આંખમા ફરકે જરુર.

.......

કાળીદાસબાપા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સ્કુલેથી આવીને દાદાની સાથેને સાથે રહે બાકી તેની ટણક ટોળી સાથે હોય...સ્કુલથી આવીને દાદાના ખોળામા બેસી જાય...દાદા સુવે ત્યાં તેમના ખાટલા નીચે નાની ખાટલીમા કાયમ સુવે દાદા બહાર સુ સુ કરવા બેસે એટલે ભાઇ પણ બેસે જ બેસે..

......

એ સમયે ભુદાનવાળા વિનોબા ભાવે ચાવંડ આવ્યા એટલે બધા સાથે જીપમા બેસીને ભાઇએ વિનોબાના આશિર્વાદ લઇ બાપુજીને પુછ્યુ .."આ વિનોબા તો દાદા છે તો નામમા કેમ બા આવે...?

બાપુજી ખડખડાટ હસી પડ્યા..પછી ચુપ કહ્યુ.......

.......

આજે રવિશંકરદાદા ફરીથી અમરેલી આવ્યા હતા .લાઇબ્રેરી પાંસેના કોંગ્રેસહાઉસ પાછળ સેવાદળની મિટીંગ હતી ...રવિવારનો દિવસ હતો...હું અને મોટો ભાઇ બાપુજીની સાથે મળવા ગયા ત્યારે દાદા બહુ ખુશ થઇ ગયા...એકતો એમનો સદાય હસતો ચહેરો અને બહુ જ મીઠો ધીમો અવાજ...છ ફુટની હાઇટ છ ફુટનો ડંગેરો ...ઉંચુ પોતડી જેવુ ધોતીયુ ને દોરીવાળુ બાંડીયુ ઉપર બંડી...સૌથી ઉપર પાંચ ઇંચની ઉભી દિવાલની ટોપી...ચંદ્રકાંતને દાદાએ ખોળામા લીધો...ઝકડીને વહાલ કર્યુ માથે હાથ ફેરવતા જાય અને વાતો કરતા જાય...શુ નામ ...કઇ ચોપડીમાં છો ? જગુભાઇને પુછે કે આ જ નાનોને? વચ્ચે મોટાભાઇએ નાનકડી ડાયરી કાઢી..."દાદા આમા સહી કરીદોને...."

"દાદા બોલ્યા “એમ સહી નો મળે બેટા તારે સાચા દિલથી વચન આપવુ પડે ..બોલ શું વચન આપીશ?"

"હું ચા બીડી તમાકુ નહી લઉ..."

દાદાએ કહ્યુ એ ડાયરીમા લખ કે હુ વચન આપુછું કે હું કોઇ દિવસ ચા બીડી તમાકુ નહી લઉં નીચે સહી કર..."

ભાઇએ લખીને દાદાને આપ્યુ એટલે દાદાએ ફાંઉન્ટન પેનથી આશિર્વાદ લખી સહી કરી દીધી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED