કોને ભૂલું ને કોને સમરું રે - 24 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલું ને કોને સમરું રે - 24

જગુભાઇએ ચંદ્રકાંતને સાંજે ફળીયામા રમતો બોલાવ્યો.."બેટા અંહીયા આવતો.."રમત છોડીને ચંદ્રકાંત ભાઇની સાથે પાટે બેઠો...જગુભાઇએ ટોપી બાજુમા મુકીને ચંદ્રકાંતને ખોળામા બેસાડ્યો...રસોડામાંથી જયાબેન બરાબર ધ્યાનથી સરવાં કાન રાખીને સાંભળતા હતા..."બેટા તને કોણે કહ્યુ કે આપણા ઘરમા સોના ચાંદીની પાટો દાટી છે..?"

"ભાઇ,મોટી બધી બેનો ઘુસપુસ કરતી હતી તે સાંભળી લીધી હતી ...એ લોકો કહેતા હતા કે દાદાના રુમમા ચાર કુંડી છે ઇ દેખાડતા હતા એકબીજાને …”

"જો બેટા અટલા બધા વરસ પહેલા આપણા ઘરે ડાકુ ચોર આવીને બધુ લઇ ન જાય એટલે કુંડીઓ બનાવી હતી પણ પછી મોટી તિજોરી આવી ગઇ એટલે સોના ચાંદીની પાટો એમા મુકી હતી સમજ્યો?એ પાટો આપણીનહોતી એ પછી જે પટેલોની પાટો હતીને એ લોકો લઇ ગયા હતા હોં...હવે ખેલ ખલ્લાસ...પૈસા હજમ..."એમ કરી ભાઇએ બે હાથ ઉંચા કરી ઠનઠન ગોપાલ કર્યુ....ભાઇ એટલે ચંદ્રકાંત માટે ભગવાન...

"ભાઇ આ બધી મોટડીઓને કહી દંઉ કે કુંડીમા ઠનઠન ગોપાલ છે..?"

"જો બેટા આ આપણી ખાનગી વાત છે કોઇને કહેવાની નહી હોં...કોઇ દોસ્તાર સ્કુલમાંયે નહી હોં માસ્તરને નહી હો “

"હા ભાઇ હવે હું કોઇ પુછે તોય નહી કઉં બસ...હવે રમવા જાઉ..."

ચંદ્રકાંતને આખી જીંદગી જગુભાઇએ જે નીતિમત્તાના પાઠ શિખવાડ્યા તે ચંદ્રકાંતે જીંદગીનાં દરેક વહેવારમાં પાળી બતાવ્યા. ઘર વહેવાર કે ધંધામાં ક્યાંય ક્યારે કોનું લુટીલેવુ કોઈનું પચાવીપાડવુ એ એનાથા ન થયું .એટલે જિંદગીમાં અનેક વાર “કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા”એટલે કુટુંબમાં વહેવારમાં બહુ વખત આઘાતો મળ્યા પણ ત્યારે એક જગુભાઇ બીજા ગીતાજીની કર્મની થીયરી જ મનમાં પકડી રાખી.જરા ભારે વાતથી ફરી પાછા જઇએ.

જગુભાઇનો બોજ હળવો થઇ ગયો .જયાબેન ગજારની બારીમાંથી જોતા હતા સાંભળતા હતા કે કેવી સરસ રીતે લાલાને સમજાવી દીધો...પોતાના વર ઉપર અભિમાન થઇ ગયુ...જગુભાઇની નજર જયાબેન સાથે મળી એટલે જગુભાઇએ કારણ વગર સીટી વગાડી...એ સીટીથી એક નાનીબેનનો અમારા ભાઇ બેનોમા છેલ્લો ઉમેરો થયો એ કેમ ભુલાય ?ચંદ્રકાંતની કમનસીબી હતી કે જ્યારે રમવાની ઉમ્મર થઇ ત્યારે રમવા વાળુ ઘરના ભાઇ બેનમાં કોઇ નહોતું .જે રમવા જેવડા હતા તેનો શોખ જ રમવાનો નહી પણ વાંચવાનો રહ્યો.

........

અત્યારે જેમ કેજી નર્સરી પછી સ્કુલ ચાલુ થાય તેમ પહેલા બાળ મંદિર પછી એકડા બગડા ગડીયા ભણવા ચંદ્રકાંત અધ્યારુ સ્કુલમા ગયો ત્યારે રોજ નવા નવા પ્રશ્નો અમૃતલાલ માસ્તરને પુછીને માસ્તરનો ઠુસ કાઢી નાખતો જેમકે "સાહેબ આ ક આમ લખીયે કે આમ તેમાં શું વાંધો? માસ્તરને બત્તી થઇ..."જો ચંદ્રકાંત તારુ મોઢુ મારી સામે હોય તો ખબર પડે કે આ ચંદ્રકાંત પણ જો પીઠ ફેરવીને બેસે તો કેમ ખબર પડે કે આ ચંદ્રકાંત? એટલે બધ્ધા અક્ષરને મોઢુ હોય અને ઢેકા હોય ...એટલે મોઢુ યાદ કરવાનુ..હમમમ"

પહેલી વખત ચંદ્રકાંતને અમૃતલાલ માસ્તરે ખુબ હસાવ્યો ..ઘરે આવીને જયાબેનને કે "ઢેકા..ઢેકા" મોટેથી બોલીને હસતા હસતા નાચતો હતો .ફરીથી જયાબેન પાંસે આવી

પછી એકલો એકલો હસતો જાય...હવે દર વખતે ડાબા હાથે ક લખીને મોઢુ કે ઢેકુ યાદ કરે એટલે ચત્તુ લખાય પછી ટ અને ડ પછી ઠ અને ઢ...પછી ઘ અને ધ ની ધમાલ ચાલી .. આજ એકોતેર વરસે પણ ચંદ્રકાંત ઘ અને ધ લખીને .ઠ અને ઢ લખીને ઢેકા યાદ કરી ચેક કરવુ જ પડે છે ..હજી આજ સુધી એ ડીસઓર્ડર ગયો નથી...પછી રસ્વાવાળુ દીર્ધાવાળુ રસ્વઇ નેદીર્ઘઇને ખીસ્સાકોષના સહારે લખવુ પડે છે......સાતઆઠ વરસ સુધી શેતરંજીને ઓશરંજી જ કહીને "આ ચંદ્રકાંત છે" એવી એક નવી છાપ ઉભી કરી દીધી....ડાબા હાથે બહુ મહેનતથી સારા અક્ષરો કાઢતો થયો પણ મોટાભાઇના મોતીના દાણા જેવા જમણા હાથે લખેલા અક્ષરો સામે...કાયમ નીચો પડ્યો...

આવા સમયે “અપનેકો ખુશ રખનેકા ખ્યાલ અચ્છા હૈ”વિચારી ગાંધીજીને યાદ કરતા કે મહાત્મા ગાંધીજી ખુદ પોતે ડાબોડી હતા ને અક્ષરો પણ બહુ સારા નહી છતા કહેતા મારા અક્ષરો મોતીનાં દાણા જેવા છે…