ગામમાં સન્નાટો ફેલાઇ ગયો.લક્ષ્મીમાં ગયા.?.સાથે એક યુગને લઇ ગયા...એ જમાનાના લખપતિ કાળીદાસ હીરજી સંધવીના પત્ની ચાર સફેદ ખાદીના સાડલા ને રસની ચાર ચુડી પહેરે?ધરમા નાતજાત કોઇ આભડછેટ વગર બે રોકટોક ઇસ્માઇલભાઇ નાગોરી તરવડાથી આવે કે હરીજન વાસથી હરીભાઇ આવે,તમામ આઝાદીના લડવૈયા માટે વગર પુછે એકજ આશરો લક્ષ્મીમાં હતા.કેટલા દિવસ રહીશ એમ કોઇને એમનાં ઘરે કોઇએ ક્યારેય પુછ્યુ નહી.અરે પ્રેમજીભાઇ લેઉવા આઝાદી પછી ચાલીસ વરસ રહ્યા...!!!કોઇ દિવસ લક્ષ્મીબેનને કાળીદાસભાઇએ કંઇ ક્યુ જ નહી..જાણે દાને દાને પર લીખા હૈ ખાનેવાલે કા નામ સમજો..ઘરમા કામ કરતા દુધીવહુ એટલા અમારા સહુના બીજા માં .જાતે સુતાર હતા વરના મૃત્યુ પછી મોટો દિકરો અકાળે મરી ગયો .પણ હસુ અને શારદાને ઉજેરવાની જવાબદારી અમારી....આ માં ના શરીર ઉપર પહેલા ખાદીનો સાડલો ઉપર મનગમતી પહેરીને આવેલા તે ચુંદડી
કપાળે કંકુ કંઠમા તુલસીની માળા પહેરાવી નશ્વરમાંને ઉપાડવા ત્રણ દિકરાએ એક એક છેડો પકડેલો પણ ચોથો છેડો મોહનભાઇ મોદી ઉર્ફે અમારા ભાણીયાબાપા એટલે લક્ષ્મીમાના સાત ખોટના સવાયા દિકરાએ .”રામ બોલો ભાઇ રામ"કરી નનામી ઉંચકી ત્યારે અમને બાળકોને ઉપરની રુમમા પુરી દેવામા આવ્યા હતા....પણ આખી મોદી શેરી નહી જુની બજારે આવુ જાજરમાન મૃત્યુ જોયુ નહોતુ....કાળીદાસભાઇ જે કાયમ ટટ્ટાર ચાલતા હતા તેમને લાકડીનો સહારો લેવો પડ્યો ...હવે એ નિરજીવ લાકડીનો જ સહારો રહ્યો એમને માટે હતો .કાળીદાસભાઇ એકલા તો પડી ગયા પણ તેમના જીવનનો રસકસ પણ ગયો...
.........
લક્ષ્મીમાં ના જવાની સાથે ભાગ્યલક્ષ્મી પણ ચાલીગઇ. કાળીદાસ હીરજી આર્થીકરીતે પણ ખતમ થઇ ગયા .પડે છે ત્યારે સઘળુ પડે છે.ઘરમા પડેલી સોનાચાંદીની પાટો પટારો સાફ કરી એકેએક પૈસો સહુને ચુકવી ધીરધારનો ઘંઘો બંધ કર્યો ત્યારે એક રાંડીરાડ બાઇના દાગીનાની કાળીદાસભાઇએ વ્યાજની કટકટ કરી ત્યારે એ રબારી બાઇએ કુટુબ ઉપર શ્રાપ દીધો હતો..."ગરીબની હાયનો ધીરધારનો પૈસો તમને રાનરાન ને પાનપાન કરે નહી તો મને ફટ્ કેજો...”
ભીષ્મની જેમ રીબાવુ કે ભગવાનનુ નામ લઇ અનાજનુ કામકાજ ચાલુ રારાખવુ કે જેથી આર્થિક રીતેતો ટકી ગયા પણ જાહોજલાલી ગઇ તે ગઇ...કાળીદાસભાઇ આમતો જીંદગીભર ઉધાડપગા રહ્યા પણ બહુ જ ટેકીલા માણસ હતા એટલે જગુભાઇએ કહ્યુ કે મારે મુંબઇ જઇને ખાદી ભંડાર કરવો છે ત્યારે બાપાએ એટલુ કહ્યુ "જો બેટા હરામને ને કે હાઇનો એક પૈસો ઘરમા ન આવે તો પણ આપણે તો કર્મના ફળ ભોગવવાના છે ,પણ તમારા દિકરા ના દિકરાને ઋણ મુક્ત કરજો ત્રણે ભાઇ..."
........
કાળીદાસબાપાના કમીશનના ધંધા સિવાયની જગુભાઇમા વગર પૈસે સહાસ કરવાની ન વૃતિ હતી ન તાકાત...બાકી હતુતે કુટુંબ પ્રેમ...પારસી ડેરી સામેની કાલબાદેવી ગીરગામ કોર્નરની બે દુકાનો ભાડે
રાખી તાંબાકાંઠાથી વાસણ લાવ્યા અને પારસી ડેરીના ભેસના દુધ સામે ગાઇના દુધનો ધંધો સવારે કરે બપોરે લારીમા ખાદીના તાકા લઇને નિકળે ...અંદાજે ત્રણેક મહીનામા જગુભાઇ વૈષ્ણવોને ગાઇનુ દુધ અને સસ્તી ખાદી વહેચી થોડા પગભર થયા હતા...ત્યાં જ અમરેલીથી કાળીદાસબાપાનુ પોસ્ટકાર્ડ આવ્યું...મારી તબિયત હવે સારી નથી રહેતી તાવ રહે છે...અનુકુળ હોય તો આવજો.."
......
સવારના ઘાટી આવ્યો દુધનું દેગડુ લઇને. ત્યાં જગુભાઇ હાથમા તાળા ચાવી લઇને ઉભા હતા...
દગડુ એક કામ કર આ દુધ બધા ગરીબોને મફત આપી દેજે...તાબાકાંઠા જઇને વાસણ આપીને સો રુપીયા મળશે એમાંથી બે દુકાનનુ પંદર પંદર રુપીયા લેખે ભાડુ ચુકવવાનુ છે તે મારા મામાના દિકરા મોહનભાઇ હસ્તક ચુકવી બાકીના તું રાખજે પગાર ગણ જે ગણ ઇ...ને રમણીકભુતાને આ બધી ખાદી આપી દેજે ને આ મારી ચીઠ્ઠી આપી દેજે.મોહનભાઇને તાળા આપી સથવારે તાળા અમરેલી મોકલવાના છે એની આ ચીઠી આપજે....ચંદ્રકાંત મોટા થયા પછી બાપાને અવાર નવાર કહ્યુ "કરોડોની દુકાન છોડીને અમારા ભાગ્યમા તાળા જ રહ્યા..."વિધાતાએ એ તાળાની ચાવીઓ પોતાની પાંસે રાખી હતી એ ચંદ્રકાંતને થોડી ખબર હોય ? સમયનું ઉલટુ ચક્ર ચાલુ થયુ હતું..કાળીદાસબાપા હવે સાવ સુનમુન બની ઘરે શાકબકાલુ લેવા જાય ત્યારે જગુભાઇનેસાથે લઇ જાય.હવેલી કે નાગનાથ મંદિરે જગુભાઇ સાથેજ રહે.બાપાને ઘરે મુકીને પરાણે શીરામણ કરીને દાણાપીઠ નીકળી જાય.