કમુ કાંતાનો બાએ ઊધડો લીધો.તમારે ઉપર હું કામ છે? આલો પુરણીયો વાજા વગાડે ને તમારે રાગડા તાણવાના?પીયર આવી નથી કે ઘોડાનીજેમ મંડે કુદવા.સાસરીમાં પછી શેણે ગમે?મુઠા ભરી ભરીને કાજુ બદામ ખાવા પાડાની જેમપડ્યારહેવુ વળી ખાતા નવરી થાવતોરાગડા તાણવા…ખાટલે થી પાટલે ને પાટલેથી ખાટલે પછે સાસરીમાં કેમ સોરવે?
જયાબેનને બાએ એક શબ્દ ન કહ્યો .નાની વહુ નીચે આવી એટલે બા ભડક્યા "કેમ તારો ધણી હાથમા મેંદી મુકતો હતો?એક નંબરની આળસુ ને દાધારીંગી થઇ ગઇ સો. બસ હારુ હારુ ખાવુ સે .?ખબરદાર જો કોઠારમાં જઇનેકાજુ બદામનાં દોથા ભર્યા તો.એ દુધીવહુ કોઠારને તાળું જ મારી દ્યો એટલે હાંઉ .બધાયના હરામના હાડકા થઇ ગ્યા સે..."નાની વહુને કાપો તો લોહી ન નિકળે તેવા સજ્જડબમ્મ થઇ ગ્યા. રસોઇઘરમા રસોઇ કરતા જયાબેન પહેલી વખત બહુ મનમાં હરખાયા..બા ને બધી સાચાની ખબર છે...
ચંદ્રકાંતની કાચી જેલના કડક જેલર લક્ષ્મામાંને એમ હતુ કે હાશ.. હવે વાંધો નહી .પણ ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનુ છે....!એમ મહામહીમ ચંદ્રકાંત હવે પડછરા થઇ પોતાની મેળે ઘોડીયામાંથી બહાર નિકળવાને સમર્થ થઇ ગયા હતાં.
આજે વહેલી સવારે દુધીબેન વલોણુ કરીને રવાઇને ઉંચી કરી માખણ ભરેલી છાશ સાથેની ગોળી ઇંઢોણી ઉપર મુકીને રવાના થતા પહેલા લક્ષ્મીમાંને કહ્યુ "બા,હુ જાવ સુ"પુજા કરતા બાએ માથુ હલાવ્યુ ને ઇશારો કર્યો જા.
પુજા પુરી થવામા હતી .ચંદ્રકાંત ઘોડીયામાંથી સરક્યા ..."આ ઘરરર ઘરરર શેનો અવાજ હશે ?ધીરે ધીરે ભાંખોડીયા ભરતા ચંદ્રકાંત માખણ ભરેલી ગોળી નજીક પહોંચી ગયા ...આ બાજુ લક્ષ્મીબાનુ રાગડા તાણીને કૃષ્ણને બોલાવવુ...હાથમા માખણનુ છાલીયુ સાકરભરીને આરોગાવતા શરુ કર્યુ....."ઓમ જય કાના કાળા....પ્રભુ નટવર નંદલાલા...મીઠી મોરલીવાળા..."આ બાજુ ચંદ્રકાંતે ગોળી પકડીને ઉંચા થવાની કોશીષ કરી અને ધડામ.....ગોળી આડી થઇ ને આખા રુમમા માખણની છાશની રેલંમછેલ..બા નો કાનો જોતો રહી ગયો ..."ક્યા બાત હૈ તુમ તો સવાશેર નિકલે, કહી ચંદ્રકાંત સામે આંખ મીચકારી...બા જોતા રહી ગયા...આખા શરીરે ચંદ્રકાંત ઉપર માખણના લોંદા ને ભાઇ સરકે લપસે સરકે લપસે...રસોડામાંથી જયાબેન નાની વહુ દુધીવહુ દોડીને બારણા ઉપર લટકી ગયા છે....બધા જ્વાળામુખી ફાટવાની રાહમા હતા ત્યાં લક્ષ્મીમા ખડખડાટ હસી પડ્યા...અરે મારા કાનુડા ...અને છાલીયા લઇ જાતે માખણ ઉસેટવા માંડ્યા......જય હો લાલા ....જય કાનાકાળા આગળ ચાલ્યુ...બન્ને વહુઓ મોઢામા સાડલાનો છોડો દબાવી અદભુત દ્ર્શ્ય જોઇ રહ્યા છે..પડતા આખડતા બાએ બે પગ લાંબા કરી બે પગ વચ્ચે ચંદ્રકાંતને સુવડાવીને વઢવાનુ ચાલુ કરે છે "મારા લાલા,માખણ ખાવુ હોય તો મને કહેવાનુ હમજ્યો?આમ હડીંગ ભડીંગ કરવાની શી જરુર? કઉછુ એ દુધી આ મનેય આખી છાશમાખણવાળી કરી મુકી સે વાલામુઆએ...શરમાતોય નથી મોટા ડોળા મારી સામે ડબકાવેસે?હમમ હું કાંઇ તારાથી બી નહી જાંઉ...હમજ્યો?..."
પહેલા ચંદ્રકાંતને જયાબાએ ઉંચકીને "કેમ અત્યારથી તોફાન શરુ કર્યા?બા ને આવુ કરાય.? "ચંદ્રકાંતે જયાબાના કાન ખેચીને ડોળા ડબકાવ્યા...જયાબેન ચંદ્રકાંતને નવડાવતા નવડાવતા રમમાણ થઇ ગયા...
"દુધી આજે જે છાશ લેવા આવે એને થોડુ થોડુ માખણ દેજે.."બા નાહીને બાના ખોળામા રમતા ચંદ્ર્કાંત ને દાદીની છાતીએ વળગીને બરાબર ચીપકી ગયો...બા તેનીપીઠ થપથપાવતા રહ્યા....બા નો એ બસ …સ્પર્શ છેલ્લો રહ્યો..જેણે અસીમ પ્રેમ કર્યો એ દાદીમાં અચાનક ચંદ્રકાંતનાં સાદ હવે નહી સાંભળે .હવે તેને વહાલથી પોતાનાં ખોળામાં ક્યારેય નહી બેસાડે તેના ગાલ ઉપર વહાલની હેલી નહી વરસાવે તેવી ચંદ્રકાંતને થોડી ખબર હતી ?
કહેછે કે એ જ રાત્રે બાને છાતીમા દુખાવો ઉપડ્યો અને ઓંશરીમા એક ચીસ પાડી પટકાઈ પડ્યા ...કાળીદાસભાઇ જેવા કઠણ હ્રદયનાના દાદા પહેલી વખત ધ્રુસકે ધ્રુસકે રડ્યા...બા હતા હવે ન રહ્યા કેમ માનવું?ઘરની લક્ષ્મી વઇ ગઇ .ઘરનું ઢાંકણ હતી મારી લક્ષ્મી…ડાક્ટર હરીપ્રસાદ દોડતા ઉઘાડાપગે પહોંચ્યા ત્યારે તેની વહાલસોઈ બેન જીવ છોડીનેઅનંતયાત્રએ નીકળી ચૂકી હતી .આજેસહુને હસાવનાર હરિપ્રસાદ પોંક મૂકીને રડ્યો.હવે હું શેનો દાક્તર બોલ લક્ષ્મી અંતે ટાઇમ ચૂકવીને આમ જવાય?