બાજ .. જીવન જીવવાની કળા Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજ .. જીવન જીવવાની કળા

બાજ .. જીવન જીવવાની કળા

કુદરતે દરેક જીવમાં કેટલીક વિશિષ્ટતા કે અસાધારણ લક્ષણો મુક્યા છે અને એટલે જ સૃષ્ટીમાં દરેક જીવની કઇક અલગ વિશીસ્ષ્ટતા રહેલ છે, જે મનુષ્યને જીવન જીવવા માટે સીખાવાડે છે. તમે કોઈ દિવસ સિંહ વિશે વિચાર્યું છે , થોડુક વિચારવા જેવું છે. પૃથ્વી નો સૌથી મોટો પ્રાણી હાથી છે, લંબાઈમાં સોથી ઉચો જિરાફ છે, દરિયાઈ જીવ માં વ્હેલ માછલી આવે છે. પણ આ બધા માં કોઈ એવો પ્રાણી નથી જેને જંગલ નો રાજા કહેવામાં આવે. રાજા માત્ર સિંહ ને કહેવામાં આવે છે, કારણ .. કારણ ખુબ સરસ છે સિંહએ પોતાની ઈમેજ એવી બનાવી છે કે બધા એને રાજા કહેવા મજબુર થાય. સિંહ ને જોઈ હાથી ડરી જાય. કેમકે હાથીએ સીખી લીધું છે કે સિંહ એને મારી નાખશે અને એટલેજ હાથી પણ સિંહ થ ડરે છે. જો હાથી ઈચ્છે કે પ્રયત્ન કરે તો સિંહ ને આરામ થી મારી શકે છે પરતું આ પ્રકારનું કોન્ફિડન્સ હાથી માં છે જ નહિ અને એટલે જ સિંહ હાથી ને મારી નાખે છે. મનુષ્યએ પણ સિંહ ની જેમ વિચારવું જોઈએ હાથીની જેમ નહિ.. અહિયાં મારે વાત સિંહ અને હાથી ની નથી કરવાની. આ માત્ર પૂર્વ ભૂમિકા છે, મનુષ્યની માનસિકતા માટે. મારે અહિયાં વાત કરાવી છે એક પક્ષીની જે ખુલ્લા આકાશમાં એટલી ઉચાઈએ ઉડે છે કે જ્યાં ઉડવું અન્ય પક્ષીઓ માટે મુશ્કેલ હોય છે. હા આહિયા વાત છે એક અસાધારણ લાક્ષણિકતા ધરાવતા પક્ષી બાજ ની.

બાજ પક્ષી પોતાના બાળકને ઉડવાની કળા જન્મનાં થોડાકજ સમય પછી જ આપવાની શરૂઆત કરે છે અને જ્યારે એ ટ્રેનીંગ આપે છે ત્યારે એ પોતાના બાળકને લઇ ને એટલી ઉચાઈએ લઇ જાય છે જ્યાં પ્લેન ઉડતા હોય . આમ બાજ પોતાના બાળકને ઉડવા માટે એક ખુલ્લું આકાશ આપે છે એ પોતાના બાળક ને બીકણ નથી બનાવતા. બાજ શીખવે છે કે પોતાના બાળકને પ્રેમ કરો પરતું એને જીવનની પરિસ્થિતિઓ થી પરિચિત રાખો અને સાથે સાથે એમની અંદરની ખૂબીઓને બહાર લાવવા મદદરૂપ બનો.

કેટલીકવાર આપણે જોઈએ છીએ કે આપની આજુબાજુ માં કોઈ વ્યક્તિ અસાધારણ કામ કરી જાય છે.જેની આપણને કોઈ અપેક્ષા ન હોય. એનું કારણ એ જ હોય છે કે એમના માતા પિતા દ્વારા તેઓને ઉડવા માટે, એમની શક્તિઓ બહાર લાવવા માટે તક આપવામાં આવે છે. બાળકોની કેર લેવી અલગ વાત છે પરતું એમને એ રીતે ધડવા જોઈએ કે એ બીજા બાળકો થી અલગ તરી આવે. જે રીતે બાજ પોતાના બાળક ને શીખવે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી. જે માત્ર મકાન ની છત ઉપર બેસી દિવસ પસાર કરે, એ બાજ છે જે ને ખુલ્લા આસમાન માં ઉડવાનું છે એટલી ઉંચાઈએ કે જ્યાં કોઈ બીજો પક્ષી પહોંચી ણ સકે.

જ્યારે નારીબાજ પોતાના બાળક ને લઇને ઉંચાઈ ઉપર જાય છે અને એને ખુલ્લા આસમાન માં ઉડવા માટે મુકે છે ત્યારે બાળક ની પાંખો પણ ખુલી હોતી નથી. પણ જેવું એ એની માં થી અલગ થઇ નીચે પડે છે તો થોડાક નીચે આવી એ એની પાંખો ખોલે છે અને આકાશ માં ઉડવા લાગે છે. પરતું એની પાંખો મજબુત હોતી નથી તેથી તે હવા સાથે ફંગોળા ખાઈ નીચે પાડવા લાગે છે અને જેવો તે પૃથ્વી માં આવે છે અને નીચે પડવાનો હોય છે એ જ વખતે એની માં એને મજબુત પાંખો માં લઇ ઉચે ઉડી જાય છે. આ વાત દરેક પેરેન્ટ્સને લાગુ પડે છે. દરેક પેરેન્ટ્સ પોતાના બાળક નાં જીવનમાં કેવું રૂપ બજવે છે એના ઉપર બાળકનો વિકાસ રહેલો છે. અને આજનાં ઓનલાઈન સમયમાં કાર્ટુન, ટી.વી. કે મોબાઈલમાં બાળકો નો સમય વેડફાઈ ન જાય એ જોવાની ફરજ દરેક માતા-પિતાની છે.

જ્યારે બાજ પક્ષી ૪૦ વર્ષની ઉમરનો થાય છે ત્યારે એ શિકાર કરી શકતો નથી. અને એના વજન ને કારણે એની પાંખો પણ ખુલતી નથી તેથી ઉડી શકતો નથી. અને એક દિવસ એવો આવે છે કે એ મરવા લાગે છે. એની ચાંચ શિકાર કરી શકતી નથી. અને એ સમય બાજ માટે ખુબ જ વિકટ હોય છે પરતું બાજ હાર માનતો નથી બાજ નો આ ગુણ પણ અપનાવવા જેવો છે નાં માત્ર બાળકો એ પરતું દરેક વ્યક્તિએ , જ્યારે બાજ વિષમ પરિસ્થિતિ માં હોય છે ત્યારે એ ખુબજ ઊંચાઈ વાળા પહાડ ઉપર જઈ ને બેસી જાય છે. અને ધીરે ધીરે પથ્થર ઉપર પોતાની ચાંચ ને મારે છે. એને જે વેદના થતી હશે એ તો માત્ર એ જ અનુભવી શકે પરતું એને ખબર હોય છે કે આ વેદના સહન કરી ને મને જે મળશે એ મારા જીવન માટે ખુબ જ જરૂરી છે. જ્યારે એની ચાંચ આખી બહાર આવી જાય છે ત્યાર બાદ એ જગ્યા એ બીજી ચાંચ આવે છે. અને જે નવી ચાંચ આવે છે એ ચાંચ વડે બાજ પોતાની પાંખોને કરડવાનું ચાલુ કરે છે. આમ કરવામાં પણ એને ખુબ જ પીડા થતી હોય છે પરતું એક બે વર્ષ ની પીડાને અંતે જ્યારે નવી પાંખો પણ આવી જાય છે ત્યારે બાજ ફરી આકાશ માં ઉડવા લાગે છે અને એ પાછુ વીસ થી ત્રીસ વર્ષ નું જીવન જીવે છે. સમય જ હંમેશા બળવાન હોય છે પરતું નબળા સમયમાં હાર માની ને બેસી રહેવું એ જીવનનું અંત કરવા બરાબર છે. સમય જેવો હોય એનો સામનો કરવાથી જ જીવન જીવવા જેવું લાગશે. અને એજ વાત બાળકોને સમજાવવાની છે. કે પરિસ્થિતિ જે હોય તે તમારે હાર માનવાની છે.

એક નેવું વર્ષની વ્યક્તિ ઝાડ ઉપર ચઢે છે અને પડી જાય છે. એનો એક મુલાકાતી કહે છે કે આ ઉંમરે આવું કામ કરાતું હોય. ત્યારે પેલો વ્યક્તિ જવાબ આપે છે કે ભાઈ મેં નેવું વર્ષમાં ક્યારેય આ કામ કર્યું ણ હતું એટલે વિચાર્યું કે એક વાર તો કોશિશ કરાવી જ જોઈએ.