કોને ભૂલુંને કોને સમરુ રે - 14 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 14

હરીપ્રસાદભાઇ લક્ષ્મીમાંને એકાતરા ઇંજેક્શન આપવા સવારમા આવે તેમ આજે સવારે આવ્યા ત્યારેલક્ષ્મીમાંએ જયાબેન છુટ્ટા ક્યારે થાશે એમ પુછ્યુ...

"લાવો પંચાગ છે ?અમે તો પ્રશ્નોરા બ્રાહમણ અમને બધુ આવડે...અરે જયા આમ ગજારમાં સંતાઇને દાતમા સાડલો ભરાવીને ખી ખી નહી કર નહીતર હમણાંજ ડીલીવરી થઇ જાશે પણ તું મુંજાઇશમાં... ડોશી ઝટ જાવાના નથી ...તારા છોકરાને રમાડીને જાશે ...અંહીયા આવ જોઉં...જયાબેનનુ કાંડુપકડી પલ્સ લીધી અંદરની રૂમમા સુવડાવી ચેક કર્યા..."મને એમ ક્યો ,કોને ઉતાવળ છે ડોશીનેતને કે તારા જગુને?"

જયાબેનતો શરમના માર્યા લાલઘુમ થઇ ગયા ...જવાબ દીધા વગર ગજારમા ગરી ગયા... ગજારઘરની વહુઓ માટે ગુફા કે બખોલ જેવુ હતુ જ્યાં બે ઘડી ક્યારેક રડી લેતા ક્યારેક હસી લેતા..લક્ષ્મીજો હજી વાર છે ...કદાચ સંક્રાંત સુધી તો છુટ્ટી નહી થાય ..."

મને તો જયાના પેટ ઉપરથી લાગે છે છોકરો હશે ....મારી એક ઇચ્છા છે હરીપ્રસાદ કે...જા નથીકહેવુ પાછો મારા ઠઠ્ઠા કરીશ..."

સરકારી હોસ્પીટલમા જયાબેનનુ નામ નોંધાવી જગુભાઇ આવ્યા .નામ વગરનો હું ત્યારે પેટમાગણગણતો હતો "દિવસો જુદાઇના જાય છે..."જયાબેન મારા રાગડા સાંભળીને એકલા એકલા હસતહતા... જમાનો એવો નહોતો કે વર પેટ ઉપર કાન ધરીને ગીત સાંભળે એટલે જગુભાઇ રોજ રાત્રેછોકરાવને સુતી વખતે પ્રાથના ગવડાવે અને એક ભજન ગાય ...પણ હમણા હમણા એકજ ભજનરાગડા તાણી ગાતા ..."મુખડાની માયા લાગી રે મોહન પ્યારા રે..." પછી નિયમ મુજબ ગીતાજીનાશ્લોક સહુને સાથે બોલવા પડતા...."સમાધીમાં સ્થિતપ્રગ્ન...જાણવો કેમ કેશવ ...બોલે રહે ફરે કેમમુનિ તે સ્થીર બુધ્ધીનો...."

આજે તારીખ તેરમીએ સવરમાં લક્ષ્મીમાંએ શીરો વંદાડીને જયાબેનને ઘોડાગાડીમાબેસાડ્યા...આગળ જગુભાઇ બેઠા હતા....જયાબેનને અસહ્ય પેન થતુ હતુ .......સાંજ સુધીમા પેન વધીગયુ ...દુધીમાં બહાર હોસ્પીટલની પરસાળમા બેઠા બેઠા શ્રીકૃષ્ણના જાપ કરે છે જયાબેનની બાકાશીમાં દિકરીના હાથ પગ દબાવે છે....જયાબેનના બાપુજી ધનજીભાઇ ઉચાટમા હતા.

અંતે અગીયાર વાગે રાત્રે જયાબેનને લેબર રુમમા લઇ ગયા ત્યારે હરીપ્રસાદભાઇ હાજર હતા.લક્ષ્મીમા પણ ઉચાટમા હોસ્પીટલના બાંકડે બેઠા હતા...

ટાવરમાં બારના ડંકા પડ્યા એટલે લક્ષ્મીમાં રાજી થઇ ગયા...હવે બલિરાજા પ્રસન્ન...સંક્રાંત થઇગઇ...દસ મીનીટમાં અંદરથી જયાબેનની ચીસ સંભળાઇ....

નર્સ દોડીને બહાર આવી "બા પેંડા આપો ...બાબો આવ્યો ...બા પુનમના ચાંદ જેવો છે"

વાલા મુઇ તારી નજર લાગી જાશે....ધડબડ કરતા લક્ષ્મીબેન બહાર નિકળ્યાને હજી પોતાના છોકરાનુજયાબેન મોઢુ જોવે ત્યાર પહેલા ગાભામા વીંટીલુ ચાદાનુ મોઢુ બરાબર જોયુ ...."કેમ છોકરા?"પછીઆંખમાંથી આંસુ રોકી શક્યા..."હે મારા નાથ મારી લાજ રાખી...."

જયાબેન ઉંચાનીચા થતા હતા ...લે જયા ચંદરવો સે હોં કેવા ડોળા ડબકાવે સે...મારા બાપ...આંજણનોટીકો કાન પાછળ કરુ છુ તું એને ગાભામા વિંટી રાખજે કોઇને જોવાનો નથી...

લક્ષ્મીમા ઘરે નાવા ગયા એટલે ઝટઝટ જગુભાઇ રુમમા આવીને કંઇ બોલ્યા વગર છોકરાને જોઇનેઆંખમા આંસુ સાથે બહાર નિકળી ગયા....અંદરથી એકલા એકલા બબડતા હતા "તારી માંને બહુ તેંહેરાન કરી છે....બીજી બાજુ મોટા બાઇજી મણીમા અન્નજળ ત્યાગીને માળા કરતા બેઠા છે ત્યાંલક્ષ્મીમાંએ જોરથી થાળી પીટવી શરુ કરી..સવારના પહેલો પહોર ચાર વાગે એક તમરાના અવાજોઅને રડ્યાખડ્યા શેરી કુતરાના અવાજો વચ્ચે થાળીનો અવાજ સાંભળી મણીમાએ રાખેલો અખંડદિવો રામ કર્યો અને પ્રસાદમા ધરેલુ કેળુ ખાઇને લાલાના ઓવારણા લેતા જયાબેનના રુમ બાજુ બે હાથઉપર કરી દુખણા લીધા...

નાગનાથબાપાના દર્શન કરી કાળીદાસભાઇ ઘરમા પગ મુક્યો કે લક્ષ્મીમાં ભડક્યા"ઓલો જગુડોપીઠમા તમારી જેમ ગાડા જોખે ,પુરણીયો ગાયુને ઘુઘરી ખવરાવે તમે પહેલા શીરામણ કરીને દહશેરપેંડા બનાવડાવો...તમારે ન્યાં કનૈયો આવ્યો સે...તે હરખ તો કરવો પડેને?"

તમે બધો વહીવટ કરોસો તિજોરીયે તાળા નથી તો યોગ લાગે ઇમ કરો બાકી હમણા હરી કંદોઇનેકેતો જાઉસુ હાંઉ?

હવે જાઉં?"

રસ્તામા કાળીદાસબાપા માથુ નીચુ રાખી બબડતા હતા.."ડોશી ગાંડી થઇ ગઇ સે"

ચારેબાજુ ગૌશાળાની રાતી કાળી સફેદ ગાયોનો મહાસાગર રેલાતો હતો .પોતાની દુકાનથી ઠેઠચોરાપા સુધી ગાયુની ગળાની ઘુઘરીઓ ખણકતી હતી બાપા બહુ રાજી થયા ....છોકરો સારા શુકનનોઆવ્યો..

જયાબેનને મળવા પીઠેથી જગુભાઇ દવાખાને આવ્યા ત્યારે જયાબેનના માં કાશીબેન તથા ધનજીભાઇછોકરાને રમાડતા હતા ...જગુભાઇએ પહેલી વખત સીટી વગાડી મને બોલાવ્યો ત્યારથી સીત્તેર વરસસુધી બહુ ટ્રાઇ કરી પણ સીટી વગાડતા આવડ્યુ તે આવડ્યુ...

જયાબેને રાબ પી લીધીને જગુભાઇ સામે પ્રસન્નચિત્તે જોયુ..એટલે જગુભાઇ ઇશારો કરી બહાર ગયા પછી ઉતાવળે પાછા ફર્યા..."બા આવે છે"ધરતીકંપ થયો હોય એમ ધનજીભાઇ ને કાશીબેન રુમમાંથીબહાર નિકળી ગયા...મારા બાપાની કળા મારે શીખવાની હતી...