કોને ભૂલુંને કોને સમરુ રે - 13 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 13

આઝાદી આવી એટલે લડવૈયા પોતોતાને કામે લાગ્યા...હાવાભાઇ નવા ઔદ્યોગીક સહાસ માટે મુબઇની વાટ પકડે છે...જગુભાઇ કાળીદાસ હીરજીની પેઢીમા બાપા સાથે ગોઠવાઇ જાય છે લક્ષ્મીમા હવે બહુ અવરજવર નથી કરતા ...

હીરજીબાપાની કે એમના ભાઇની પત્ની મણીમા (?) નિ: સંતાન હતા જે મકાનને અડીને એકમાળના મકાનમા રહેતા હતા તેમને જગુભાઇ બહુ વહાલા ...આમ તો આપણે ત્યાં કહે કે વચલોવાંધાળો પણ જગુભાઇ અને તેને લીધે જયાબેન ઉપર બહુ લાગણી રાખતા...પણ લક્ષ્મીમાંને જરાય ગમતા કારણકે " વાલામુઇ બાઇજીની નજર મારા છોકરાવ ઉપર નો પડવી જોઇએ નહીતરભરખાય જાય.."એટલે મણીમાંને જયાબેનને મળવુ હોય તો ઘરના સભ્ય જેવા દુધીમાંની સાથે કહેવરાવે.પહેલે માળે કપડા સુકવવા જવાને બહાને જયાબેન રસોડા ઉપરની નાની અગાશીમા જઇને "બા બા"કરી સાદ કરી બોલાવે ઇશારાથી બે મીનીટ વાતો કરી જયાબેન બીકના માર્યા અલોપ થઇ જાય ..

જગુભાઇને મણીમાંએ વારસદાર નીમીને ધર તથા મોદી શેરીના નાકાની બે દુકાનો આપીદીધી..ત્યારે લક્ષ્મીમાંએ કડક શબ્દોમા કહી દીધેલુ " નત્યાનુ ખાઇશ મા જગુ ..." મણીમાં કેવાહતા...?રંગે ગોરા શરીર એકવડીયું .ભાગ્યમાં ધણીનું સુખ નહી તે મણીમાં વિધવા થયા એટલેકથ્થાઇ કલરનો સાડલો પહેરે...એક માળીયા મકાનમાં ઉપર રહે નીચેની જગ્યા કોલસાવાળાચત્રભુજભાઇને આપી દીધી...જીવન આખુ કૃષ્ણની સેવામાં લાલાજીને લાડ લડાવવામા વિતાવતાહતા.તેમને દાદાએ કેટલા મણ ચાંદી આપી હશે તેનો હિસાબ એમ મળે કે નક્કર ચાંદીનાહવેલીમાંભગવાનનાં ઝુલા ,છડીઓ થાળીઓ વાટકા તપેલીઓ પંખા લાલાના તમામ રમકડા બાજઠોએમ આખી હવેલીમાં રૂમ ભરીને ચાંદ મણીમાંએ ન્યોછાવર કરી દીધેલી...વારસ તરીકેનો તમામવહીવટ જગુભાઇને સોંપીને હરી ભક્તિ કરતા હતા...તેમની અંદરથી એકજ ઇચ્છા હતી "મારાં જગુનેત્યાં લાલાની પધરામણી થાય..."

.........

જયાબેન ફરીથી સગર્ભા થયા ત્યારે સમાચાર આવ્યા કે હાવાભાઇના પત્ની હીરાબેન પણ સગર્ભા છે.

હવે લક્ષ્મીમાંને ઉપાધી થતી હતી કે બેઉને સાથેડીલીવરી આવશે તો કેમ પહોંચાશે? ૧૯૫૦ની સાલચાલતી હતી ...મુંબઇથી તાર આવ્યો "હીરાબેનને બાબો આવ્યો..."અંહીયા જયાબેન પણ ભાઇનુવજન ઉંચકીને થાકી ગયેલા...

હીરાબેન છુટ્ટા થયાના સમાચાર પછી કાળીદાસભાઇ હસતા હસતા બોલ્યા " આપણે ન્યાં ખાટલાખાલી નથી થતા..એક પછી એક સુવાવડી સુતી હોય ..."લક્ષ્મીમાં લાલઘુમ થઇ ગયા "આજબોલ્યા બોલ્યા ઘર એણે ભરી દીધુ નીકર તમારા ઘરમા એકલા ભુતડા ફરતા હોત ...કામેજાવ કામે.. મારે તો વસ્તાર વધે છે ઠાકોરજીની મહેરબાની છે ....આવ્યા મોટા..."

કાળીદાસબાપા બીકમા આડી ટોપી ચડાવી ઘર બહાર નિકળતા હતા..ત્યા પાછા બા બોલ્યા "કાંઇ જેલ સે ?આમ આડી ટોપી પેરીને ગામમા ફરશો તો કુતરા વાંહે ધોડશે..."બાપા ઝલ્દી ટોપી સીધીકરી ભાગ્યા...એમને મજાક આખી જીંદગી ભારે પડી કારણમાં એક કે લક્ષ્મીમાંને પણ બહુ ઇચ્છાહતી કે બસ જયાને ત્યાં એક લાલો આપી દે એટલે બસ.

જગુભાઇ ઉંચાનીચા થતા હતા...જયા ક્યારે છુટ્ટી થશે ...? પંદર દિવસતો કમુરતા છે ...પછીમકરસંક્રાંત છે ત્યાં સુધી....!!!!

જયાબેને પેટે હાથ મુક્યો એટલે નામ વગરના મેં પહેલી વાર હોંકારો દીધો...જયાબેને હાથ પાછો ખેચીલીધોને ઉપર સાડલો આડો કરી દીધો..."ચુપ રેજે રોયા...પાટા મારી મારીને મને અડધી કરી નાખીછે.."જગુભાઇ બાજુમાં સુતા હતા ઝબકી ગયા..."મોટો તો મારી બાજુમાં સુતો છેઘસઘસાટ....છોકરીયુ તો બહાર ઓંશરીમા સુતી છે તો શું બબડેછે?"

જયાબેન જાગી ગયા...."હેં શું કહ્યું?"

" તને ખબર ...એકલી એકલી બબડતી હતી પાટા મારેસ પાટા મારે છે...એવું કંઇક.."

"લ્યો તમે હુઇ જાવ તો મને સપનુ આવતુ હશે..."

" વખતે તને સપના બહુ આવે છે નઇ...? ક્યાંક તારુ નંગ રોજ સપના નો જોવે તો સારુ..."

"તમને કોઇ દી સારુ બોલતા આવડશે..? હવે તો દિવસો જતા નથી ...વજન ખમાતું નથી પડખુયે ફરાતુંનથી ક્યારે છુટ્ટી થઇશ?

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 7 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 8 માસ પહેલા

bhavna

bhavna 1 વર્ષ પહેલા

Bhavna

Bhavna 1 વર્ષ પહેલા

શેયર કરો