વાત તારી ને મારી Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત તારી ને મારી

આજે આખો દિવસ ખૂબ જ કામ કર્યું રાત્રે 9 વાગે ઓપીડી પૂરી કરીને ઘરે પહોંચ્યો હતો. નાહીધોઈ ને જમવા બેઠો ત્યારે પત્નીએ કહ્યું કે હોસ્પિટલ થી ત્રણ વાર ફોન આવી ગયા છે,વાત કરી લેજો. હોસ્પિટલ ફોન કર્યો તો ખબર પડી કે એક ઇમરજન્સી છે મારે જવું પડશે. ફટાફટ જમીનને પાછો હોસ્પિટલ આવી ગયો. પેશન્ટનું ચેક-અપ કર્યું, એની તબિયત વધારે ખરાબ હતી એટલે એને એડમીટ કર્યું , સિડેટિવ્ઝ આપીને એને ઊંઘાડ્યું છે. મારે હજી થોડુ રોકાવું પડે એમ હોવાથી ચેમ્બરમાં આવીને બેઠો, opd ટોકનના બાઉલમાં પડેલો કાગળ ધ્યાનમાં આવ્યો. ઉપાડીને જોયું તો સરસ રીતે ફોલ્ડ કરેલ એક નાનકડી ચિઠ્ઠી હતી એમાં લખ્યું હતું 'Waiting outside your chamber.'સ્માઈલી ના ડ્રોઈંગ સાથેની આ ચિઠ્ઠી કોણ મોકલી હશે? મેં કેમ આ ચિઠ્ઠી નહોતી જોઈ.? કોને મોકલી હશે ? ટેબલ પર પેપરવેઇટની નીચે બીજી બીજા પણ અમુક આગળ હતા,આ ચિઠ્ઠી જેવા જ. જેવું પેપરવેઇટ ઉપાડયું તરત જ બધા કાગળ ઉડી ને મારા ચેહરા પર આવ્યા, બિલકુલ હિન્દી પિક્ચર ની જેમ જ.કદાચ બારી ખુલ્લી હશે એટલે આવું થયું. બધા કાગળો ટેબલ પર મુક્યા અને વાંચવા લાગ્યો, એક કાગળમાં લખ્યું હતું,Still waiting. બીજું કાગળ વાંચ્યો, come on Indra ketlu wait Karu...? ઇન્દ્ર શબ્દ વાંચીને મારું દિલ એક ધબકાર ચૂકી ગયું મને ઇન્દ્ર તો એક જ વ્યક્તિ કહે છે પ્રિયા...
'O my god she was here in my hospital, in my own premises. How unlucky am I..? I could not meet her see her my bad luck.'
એ ભાવનગરથી અમદાવાદ સુધી આવી મને મળવા પણ મેં આ શું કર્યું...!!! મારા કામમાં આટલો બધો અટવાયેલો રહ્યો કે મને પ્રિયાની આટલી બધી ચિઠ્ઠીઓ દેખાઈ જ નહી..બેડ લક નહી બેદરકારી... મારા જ અંતરાત્માને મને સવાલ કર્યો. જવાબ તો મને પણ ખબર છે પણ સાલું આ મગજ હજારો દલીલો કરીને મારો બચાવ કર્યા કરે છે આ દિલ અને દિમાગની જુગલબંધી પણ જબરી છે હો કલાકો સુધી બંને લડ્યા કરે. તો ય એક પણ હારે નહી અને બીજાને જીતવા દે પણ નહીં. પણ અત્યારે આ બંને ની લડાઈમાં પડ્યા વગર મેં એક જ કામ કર્યું.પ્રિયાની બીજી ચિઠ્ઠીઓ વાંચવાનું. 'ઇન્દ્ર બહુ વાર સુધી તારી રાહ જોઈ પણ લાગે છે કદાચ હું જ ખોટા સમયે આવી ગઈ છું.પણ કોઈ વાંધો નહીં, નિરાંતે તારું કામ કર હું જાઉં છું.બધી જવાબદારી બાજુ પર મૂકીને એકાદ વર્ષ માટે ગાયબ થવા જઈ રહી છું. હું એકલા ભારત દર્શન માટે જાઉં છું without money and mobile ગુસ્સે ના થતો તને થશે કે આ શું ગાંડપણ છે..!! તું રહ્યો ગાંડાનો ડોક્ટર એટલે તને બધા ગાંડા જ લાગે નહીં..? તને ભલે ગાંડપણ લાગે પણ મારા માટે આ આત્મખોજ અને એડવેન્ચર છે. ખબર નહી ક્યારે પાછી આવીશ? આવીશ કે નહીં એની પણ ખબર નથી. છતાં હું જાવ છું. જતા પહેલા એક પહેલી અને છેલ્લી વાર તારી આંખોમાં આંખો પરોવીને તને love you કહેવું હતું એટલે તને મળવા આવી હતી. પણ લાગે છે કે ભગવાનને એ પણ મંજૂર નથી. કોઈ વાંધો નહીં તારા માટે ચિઠ્ઠી મૂકીને જાઉં છું, વાંચી લેજે.ડોક્ટર રાજેન્દ્ર ઠાકોર જીવતા મરતા ના છેલ્લા જય શ્રી કૃષ્ણ.' આંખમાંથી અનાયાસે ખરી પડેલા આંસુના કારણે એણે દોરેલું smiley ઝાંખું થઈ ગયું. મારી આંસુ ભરી આંખોએ ફ્લેશબેકના કેટલા બધા દ્રશ્ય બતાવી દીધા, દિલ અને દિમાગમાં સંઘરી રાખેલી સ્મૃતિઓ સામે આવી ગઈ. અનાયાસે જ એક વાર સોશિયલ મીડિયા પર અમારી ઓળખાણ થઇ. પહેલીવાર જોયેલો એનો ફોટો, પહેલી વાર મેં એને કરેલો મેસેજ, એનો જવાબ.. એનો અવાજ... મેં મારી જિંદગીમાં પહેલીવાર કોઈ છોકરી ને કામ વગર એમ જ વાત કરવા ફોન કરેલો. એની સાથે પહેલી વાર વાત કરીને મને બિલકુલ એવું નહોતું લાગ્યું કે હું એની સાથે પહેલી વાત વાત કરું છે કે કોઈ અજાણી છોકરી સાથે વાત કરું છું. એવું લાગ્યું કે જાણે હું તો વર્ષોથી એને ઓળખું છું. પછી તો એમ જ ક્યારેક ક્યારેક અમારી વાતચીત થવા લાગી. મને એની સાથે વાતો કરવી ખુબ ગમતી. મને મારી જિંદગી માં આવેલો આ નવો વળાંક ખુબ વહાલો લાગી રહ્યો હતો. જિંદગીના ચાલીસ માં વર્ષે જ્યારે તમારા પારિવારિક અને વ્યવસાઇક જીવનનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો હોય અને અચાનક જ કોઈ છાયડો મળી ગયો હોય એમ પ્રિયા મને મળી હતી. પહેલી જેવી.. પરીઓના દેશમાંથી આવેલી કોઈ પરી જેવી.. મને એની સાથે પ્રેમ થઈ ગયો.મેં એને કહ્યું પણ ખરા કે મને ખબર નથી કે આ સાચું કહેવાય કે ખોટું.. આપણા બંને પાસે પોતાના પરિવાર છે, જવાબદારીઓ છે. પણ તોય મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. આગળ શું થશે એની પણ મને ખબર નથી, તો પણ હું તને પ્રેમ કરું છું. તો એણે મને શું જવાબ આપ્યો ખબર છે એ કહે કે, સાથે રહેવાનો સમય કેટલો લાંબો છે એ જરાય અગત્યનું નથી અગત્યનું તો એ છે કે સંબંધમાં ઊંડાણ કેટલું છે, કેટલું સત્ય છે. જાણીજોઈને તો વ્યવસાય અને વ્યવહાર થાય સમજ્યા વગર, જાણ્યા સાવ આમ અચાનક થઈ જાય એનું નામ જ તો પ્રેમ. હું પણ તને પ્રેમ કરું છું, કોઈ જ આશા કે અપેક્ષા વગર.
પ્રિયાએ એનો પ્રેમ પાળી બતાવ્યો. છેલ્લા દસ વર્ષથી એક પણ દિવસ ભૂલ્યા વગર એ મને good morning Indra મેસેજ કરતી હતી. શરૂઆતમાં નવું નવું હતું ત્યારે અમારી અઠવાડિયે એક બે વાર વાત થતી.પછી પંદર દિવસે ને પછી મહિને એકાદ વાર વાત થતી. ઘણી વાર મહિનાઓ સુધી અમારી વાત ના થતી.કેમકે મે એને કહેલું કે હું જ એને ફોન કરીશ.એને મને ફોન નહી કરવાનો. હું એને સમય નહોતો આપી શકતો. એવું નહોતું કે મને એની સાથે વાત કરવી નહોતી ગમતી.દવાના ડોઝની જેમ દિવસમાં બે ત્રણ મને એની અચૂક યાદ આવી જ જતી.પણ ખબર નહિ હું ચાહવા છતાંય એને કોલ કે મેસેજ ના કરી શકતો. ઘણી વાર મહિનાઓ પછી ફોન કરું ત્યારે મને લાગતું કે હમણાં ફોન ઉપાડીને ખુબ ગુસ્સો કરશે, મારા પર વરસી પડશે.પણ એવું ક્યારેય ન થતું. એ એટલા જ ઉમળકાથી વાત કરતી.એના અવાજમાં હું પહેલા જેવી જ આત્મીયતા અનુભવતો.દર વખતે એને વચન આપતો કે હવે હું રોજ તને ફોન કરીશ.પણ દર વખત ની જેમ ક્યારેય હું મારું વચન પાળતો નહી. એ હસીને કહેતી, તું બિઝી હોય તો કોઈ વાંધો નહી હું તારા ફ્રી થવાની રાહ જોઇશ. હું કહું કે, પણ મને લાગતું નથી કે હું ફ્રી થઈશ. તો જવાબમાં એ શું કહેતી ખબર છે.!! તારા 80માં બર્થ ડે પર આપણે બંને 1st date par જઈશું.પણ ત્યારે તારે આખો દિવસ મારી સાથે રહેવું પડશે, બોલ છે કબૂલ. ને હું હસી દેતો.
એવું કોઈક તો અગમ્ય જોડાણ છે કે જે અમને બંને ને એકબીજા સાથે જોડી રાખે છે. અમે ક્યારેય એકબીજાને મળ્યા નથી.ફકત આ ફોનના સહારે જ સંપર્કમાં છીએ.તો પણ આટલા વર્ષો માં પેલા બીપી ને ડાયાબિટીસ ના દર્દીઓને જેમ રોજ દવા લેવી જ પડે એમ એકબીજાને યાદ કરવા જ પડે ભલે આ યાદ નો ડોઝ વધઘટ થયા કરે પણ બંધ તો ના જ થાય. પણ આજે અચાનક મારી આ દવા બંધ થઈ ગઈ તો મને ગૂંગળામણ થવા લાગી છે. અજીબ જેવી બેચેની થઈ રહી છે. મારા મનોમસ્તિસ્કમાં સૂનકાર છવાઈ ગયો છે.એના વગર હું કેવી રીતે રહીશ. એ ભાવનગર માં રહેતી અને હું અમદાવાદ માં , તેમ છતાંય એ હરહંમેશ મારી સાથે જ હતી.એના મેસેજ વગર મારો દિવસ કેમ પૂરો થશે. પ્રિયા તારા ઈન્દ્રને તારાથી બહુ છેટું પડી જશે. તું આજે દશ વર્ષે વંટોળ ની જેમ આવી ને વાયરાની જેમ જતી પણ રહી. તે ક્યારેય કોઈ વાત પર તારો હક નથી જતાવ્યો. પણ છેક અહી સુધી આવીને તું જતી રહી. તું હકથી ચેમ્બરનો દરવાજો ખોલીને મારા સુધી આવી શકી હોત. એક વાર ફક્ત એકવાર તો મને ફોન કરી દીધો હોત... ના રિસિવ કરું તો ફરી બે ચાર વાર કરીને મને હેરાન કર્યો હોત કે પછી ધમકાવ્યો હોય કે કેમ મારો ફોન નથી ઉપાડતો. એ હક છે તારો, તે જ મને બગાડ્યો છે અત્યાર સુધી ક્યારેય કશું કીધું નથી એટલે જ હું આટલો બધો બેજવાબદાર છું. પણ હવે હું શું કરી શકું..... એક વાર ફોન કરી જોઉં એમ વિચારીને કોલ કર્યો પણ કોઈએ ઉપાડ્યો નહી.અંતે મેં એને મેઈલ કર્યો, ભારત દર્શન કરીને સિંગલ પીસમાં જ પાછી આવજે.નહી તો મારે એકલા જ 1st date પર જવું પડશે.જલ્દી પાછી આવજે હું તારી રાહ જોવ છું. લવ યુ. અને હા તારું ધ્યાન રાખજે.અને યાદ રાખજે કે હું હંમેશા અહીંયા જ છું તારા માટે. હું તારી રાહ જોઉં છું અને જોતો રહીશ છેલ્લા શ્વાસ સુધી...