e dhummas bhari rate books and stories free download online pdf in Gujarati

એ ધુમ્મસ ભરી રાતે

સુમસામ રસ્તો. કડકડતી ઠંડી અને શિયાળાની રાતના બે વાગ્યાનો સમય. હું કારમાં અમદાવાદથી રાજકોટ જઈ રહ્યો હતો. કોઈ સગાને ત્યાં સવારે 8 વાગે પ્રસંગ હતો. મારી વાઈફ અને બાબો તો ટ્રાવેલની બસમાં સાંજે જ રવાના થઈ ગયાં હતાં. મને ઓફિસની એક કૃશીઅલ મિટિંગ છેલ્લી ઘડીએ આવી પડેલી એમાંથી ફ્રી થતાં જ સાડાબાર વાગેલા. એની હાઉ, હું નીકળી પડેલો. એકલો.

શરૂમાં કોઈ કોઈ વાર વચ્ચે વચ્ચે બાજુમાંથી માર માર કરતી ટ્રાવેલની બસ નીકળી જાય ને ક્યારેક તો એની હવાનો ધક્કો પણ લાગે. પણ હવે એ બસો પણ આસપાસ દેખાતી ન હતી. બાવળા અને ચાંગોદર ક્રોસ કર્યાં હશે. હશે કેમ? કેમ કે રસ્તો દેખાવો બંધ થવા લાગેલો. ધુમ્મસ તો એવું કે જાણે કાળી સ્ત્રીએ સફેદ વુલન શાલ ઓઢી હોય. રાત્રીનાં કાળાં બદન પર ડોકાતું ગાઢ સફેદ ધુમ્મસ. ક્યાંક ક્યાંક ઉપર કે બાજુમાં એ શ્યામ સ્ત્રીનો ચહેરો કે હાથ ડોકાય એમ એ ધુમ્મસની ચમકતી શ્વેત શાલમાંથી અંધારું ડોકાતું હતું.

જેમ રાત ઢળતી ગઈ એમ આગળ દેખાતું બંધ થવા લાગ્યું. મેં કાચ બંધ હતા તે સહેજ ખોલ્યા ને ચિલ્ડ હવા આવતાં બંધ કર્યા.

એક સાઈડમાં કાર ઉભી રાખી કાચ પરનું ધુમ્મસ લુછવા જાઉં ત્યાં તો સામેથી આંખ આંજી નાખે એવી સફેદ, એ પણ ફૂલ લાઈટ આવી. ખૂબ ઝડપથી કોઈ કાર મને લગભગ અથડાઈને પસાર થઈ ગઈ. તેની બ્રેક સાથે મેં એક ચીસ સાંભળી. કાર તો આગળ જતી રહી હોય એમ લાગ્યું.

ના. એ એકદમ ઝડપથી રિવર્સમાં આવી અને રસ્તાની સાઇડે એક માટીની કેડી જેવો ઢાળ હતો તેના ઉપરથી ઉતરી. ફરી એક તીણી ચીસ. હવે રસ્તાની નીચે.

કદાચ દૂરથી ફરી એક ચીસ. બીજી એક ટ્રાકેકડામ નજીકથી મને લગભગ ઘસાઈને આગળ ગઈ ણ એની લાઈટો બંધ થઈ. કોઈ ઉતર્યું કે નહીં એ ધુમ્મસમાં ખ્યાલ ન આવ્યો.

મેં કારનું ડોર ખોલી બ્લિંકર્સ ચાલુ કર્યાં. તેનો ટિક.ટુક.. ટિક ટુક.. અવાજ નિરવ શાંતિને ભેદી રહ્યો.

હું એક ક્ષણ તો કારનું ડોર બંધ કરી ભાગવામાં હતો. પછી વિચાર આવ્યો કે કોઈ મુશ્કેલીમાં હશે. એટલીસ્ટ હાઇવે ઓથોરિટી કે પોલીસને ફોન તો કરું!

મેં કાર લોક કરી અને મોબાઇલની ટોર્ચના પ્રકાશે એ કાચી કેડી પરથી જાળવીને ઉતર્યો.

નીચે ખેતરાઉ કે કાંટાળી જમીન પર એક કાળી કાર ઉભેલી. એની બારી ખુલ્લી હતી. એક સુંદર, યુવાન સ્ત્રી ડ્રાઇવરની સીટ પર બેસી હાંફતી હતી. સ્વાભાવિક છે કે તેણી સ્ટિયરિંગ સાથે અથડાઈ હશે. તેના હોઠ પરથી લોહી વહેતું હતું.

મેં એની કારનું બારણું ખોલ્યું. એ એકદમ મારા હાથમાં ફસડાઈ પડી. હું ખિસ્સામાંથી રૂમાલ કાઢી એના હોઠ પરથી લોહી લુછવાનું કરું ત્યાં તો તે સીટ પરથી નીચે ઢળી પડી. એણે મને કે મેં એને પકડી હોઈ હું પણ ભેગો પડ્યો. એની ઉપર. ધક્કાથી એના હોઠ પર મારા હોઠ ટકરાયા. હોઠની ઉષ્મા સાથે લોહીની ખારાશ મેં અનુભવી.

હું એના હાથ પકડું ત્યાં તો આજુબાજુ બે ચાર મોબાઈલો ની લાઈટો ફેંકાઈ.

'રાંડ અહીં જ હશે. કારમાં જુઓ.' કોઈ અવાજ.

ઠીક. એ લોકો આ બાઈને હેરાન કરતા એનો પીછો કરતા હશે. સારા માણસો નહીં હોય. મેં કામચલાઉ એ સ્ત્રીને બચાવવા મારા બે હાથોમાં ઉપાડી. એની કમરે એક હાથ ને બીજો એનો હાથ લઈ મારા ખભા ફરતો લઈ એને ઊંચકી. એ કદાચ બેભાન લાગી. એમ તો એનું વજન હતું. મેં ઊંચકી શકું એટલે એના નિતંબો પર હાથ રાખ્યો. ભરાવદાર અને સુ ગોળ. ભય સાથે પણ મને તીવ્ર ઉત્તેજના થઈ.

હું જવાય એટલાં વીસ પચીસ ડગલાં એને ઉઠાવી દોડ્યો અને કોઈ કાંટાળી ઝાડી પાછળ સંતાયો. કોઈ લાઈટ મારી પીઠ પર પણ પડી. એ સ્ત્રી તેઓને ન દેખાય એટલે હું એની ઉપર ઝૂકી રહ્યો અને એમને એમ પડ્યો રહ્યો.

ધૂમમ્સમાં કાંઈ જ દેખાતું નહોતું. એ લોકોનાં પગલાં પરથી ખ્યાલ આવ્યો કે તેઓ ઝાડીની બીજી બાજુ એટલે મારાથી પાંચ છ ફૂટ દૂરથી નીકળ્યા. સહેજ આ બાજુ આવ્યા હોત તો મારી પીઠ એમના પગ નીચે કચરાઈ હોત.

એમાંના કોઈએ ધડામ અવાજ સાથે એ કાળી કારનું બારણું પછાડયું.

'ક્યાં મરી ગઈ સાલી આટલી વારમાં?' કહેતો કોઈ અવાજ આવ્યો.

એ લોકો આમથી તેમ દોડ્યા.

'એની માને.. ટાઢ પણ બહુ છે. નાગીની ભાગી ક્યાં આટલી વારમાં?'

'ચારે બાજુ લાઈટ ફેંકી. ઘોડીની ક્યાંય ભોં માં ઘુસી ગઈ. વોય મા રે..' બીજો ઘોઘરો અવાજ અને એક ચીસ. એને કાંટો વાગ્યો હતો એમ લાગ્યું.

એમના લીડરનો લાગતો અવાજ આવ્યો. 'ડોબીનાઓ.. એની માને નાગી ને ઘોડી કીધી પણ તમે એને જોઈ શક્યા નહીં! અહીંથી ઘોડી ક્યાં જાય?'

બીજો અવાજ 'બાવળીએ બંધાઈ જાય.'

મને યાદ આવ્યું કે મારા નાના બાબાને હું એના હાથ પર મારી આંગળીઓ ચડાવતો 'અહીંથી ઘોડી ક્યાં જાય.. બાવળીએ બંધાઈ જાય' રમાડતો. એ રમત આ ગુંડા જેવા લાગતાઓ પણ એનાં છોકરાં સાથે રમતા હશે!

'ચૂપ.. નહીંતો તને જ બાવળીએ બાંધી દઈશ. હાલો. આંય જ ચોકી કરો. સ્હેજ મોં સૂઝણું થશે કે દેખાશે. બેહો. આંયજ ગુડાઈએ.' લીડર બોલ્યો.

'પણ એવડી ઈ આ અંધારે ભાગીભાગીને જાય ક્યાં? મારી હાળી દેખાતી યે નથ. મળે એટલી વાર. પતાવી જ નાખીએ.' વળી કોઈ બોલ્યો.

'હાલો તારે તાપણું કરી બેહીએ. આટલામાં અંધારે ગઈ હશે તો પાછી આવવી જ જોઈએ.' મારી સાવ નજીકથી કોઈ બોલ્યો. મારા ધબકારા એકદમ વધી ગયા. એક બીડી સળગી હોય એવી વાસ આવી.

એ સ્ત્રી તો હજી બેભાન હોય એમ લાગ્યું. કોઈ નજીક આવ્યું. વળી મોબાઇલ ટોર્ચ ફેંકાઈ. મેં એ સ્ત્રીને વાંસેથી અને પીંડીએથી પકડી થોડી ખસેડી. હું એ મોટાં ઝાંખરાંની ઓથે એ સ્ત્રીની વધુ નજીક જઈ એને ઢાંકવા હું જે ઝુકેલો હતો એ એની ઉપર સુઈ જ ગયો.


હું પરિણીત છું એ મેં કહ્યું છે. સુખી છું. પણ આ સર્વાંગ સંપૂર્ણ નારી દેહ! થોડી વાર હું ભાન ભૂલી ગયો. એના શ્વાસ ઝડપથી ચાલતા હતા. એ સાથે એના દેહના ઉભારો મારી નીચે કચડાતા હતા. થોડી વાર હું ભાન ભૂલી એમ જ પડ્યો રહ્યો. હું મનમાં બોલ્યો કે આ જ અવસ્થામાં મોત આવે તો પણ માણ્યું કહેવાય.

ત્યાં તો એ ગોળાકાર ઝાંખરાંની સામેની બાજુ કંઈક કાપવાનો અવાજ આવ્યો. મેં સહેજ ડોક ઊંચી કરી જોયું. રાડ જ ફાટવી રહી ગઈ. આમેય એ સ્થિતિમાં મોંમાંથી અવાજ નીકળી શકે નહીં. એક માણસ ઝાંખરાં પર કોદાળી કે એવું મારવાની તૈયારીમાં હતો. સાવ અમારી ઉપર. હું શું કરી શકું? મારા ધબકારા અને શ્વાસ બન્ને થંભી ગયા. મારી પ્રાર્થના આટલી શીઘ્ર ફળી? કદાચ એ વખતે ભગવાન 'તથાસ્તુ' બોલ્યા હશે પણ આ લોકોના અવાજમાં મને સંભળાયું નહીં હોય.

ના. એ કુહાડી ન હતી. એ કોઈ લાકડીથી ઝાંખરાં ખેસવતો હતો. હા. એ ટ્રકમાં વ્હિલ ચડાવવા વપરાતો જેક હતો. માય! એમાં કાઢીને કોઈ આવે તો સામનો કરવા રાખેલ મારો કાળો બેલ્ટ ભરાયો. એક મોબાઈલ લાઈટ પડી.

'આઘા ર્યો. નાગ કે સરપ લાગે છે.' કહેતો એ જેક પડતો મૂકી ભાગ્યો.

બીજા ખૂણેથી લીડરનો અવાજ આવ્યો.

'પોચકીના, આંય આટલામાં બી ગ્યો તે ઓલી આપણી દારૂની બાટલીઓ હારેની ટ્રક જોઈ ગઈ ઈ હમણાં આવશે પોલીસને લઈને. નકામા તેં બાયડી જાણી ટ્રકને એની કારે ઠોકી એમાં બબાલ ઉભી કરી ને આ દારૂનું છતું થઈ ગયું. ઇ ગઈ હશે નજીક હાઇવે પર બીજી ટ્રકમાં કે કારમાં બેસી પોલીસ સ્ટેશને. કાર આંય છે એટલે આવશે તો આંય જ. હળગાવ હવે તાપણું ને બેહ. ગુડાવ હવે આંય રસ્તાની અંદર. આ ધુમ્મસમાં હવાર હુધી કોઈને ખબરેય નહીં પડે કે આંય કાર છે ને માણહો બેઠા સે. '

'હળગાવ તાપણું. ટાઢેય ઊડે ને દૂરથી કોઈ આવે તોય દેખાય.' બીજો બોલ્યો.

'તું જા. નાગ હોય ને કોબ્રા હોય તો મરવું મારે ને!' પહેલો બોલ્યો.

ફરી કોઈએ થોડે દુર તાપણું કર્યું. મારી નજીકનાં ઝાંખરાં કાપેલાં એનું જ.

મેં ફરી ડોક ઊંચી કરી. આસપાસ હવે પરોઢ થવા આવે એટલે ઠંડી એકદમ વધી હતી અને ધુમ્મસ એની ચરમ સીમાએ હતું.

મેં ઝાંખરાંનાં જાળાંમાંથી એ લોકો તરફ જોવા ડોક, પછી દેહ ઊંચો કર્યો.

તમે ભુજંગાસન જમીન કે યોગ મેટી પર કર્યું હશે. આ તો લસબસતા નારી દેહ પર ! હું વધુ સ્પષ્ટ કહી શકીશ નહીં.

'અલા, આ હું ઊંચું થ્યું ન્યા? નાગ જેવું તો નથ.' લીડર બોલ્યા.

'હા. મારૂં હાળું ખવીસ કે ચળીતર કે' છે એવું ન હોય. આવી ઘનઘોર રાતે ને ઉજ્જડ સીમમાં કે' છે એવું હોય. પેલાં નાગ દેખાયો. હવે માણસનું ધડ ને ડોકું સોત.' બીજો કોઈ બોલ્યો. એના અવાજમાં ધ્રુજારી હતી.

'હાલો. ટ્રક ઠોકાઈ તો ગોબો પડ્યો ને ડાબેની લાઈટ ગઈ. વીસ પચીસ બાટલીયું ફૂટી તો ઘેર ગઈ. હાલો તારે. ન્યારી રોડ થી આગળ ખેપ પુરી કરવા. સાચવીને જજો. ને એય તું, કોઈ સાથે બબાલ ન કરતો. બાઈ ગઈ તો ગઈ. '

'અરે હાથમાં આવી હોત તો આપણા બધાની રાત ને ભવ સુધરી જાત. ઉપરથી એક્સિડન્ટ કરવા માટે એને બ્લેકમેલ કરી પૈસા પડાવત. હાલો ત્યારે. ક્યાંય રોકાયા વના સીધા રાજકોટ કોર, ન્યા આ બટાકાની ગુણું વાંહે દારૂની બોટલો છે ઇ કોઈને ખબર ન પડે એટલે ઇ હું કયે, કોન્ફિડન્સથી રિંગરોડ સોતી જ ટ્રક લેજો. હાલો ભાગો તારે.' વળી લીડરનો હુકમ.

ધુમ્મસ હવે તો એટલું કે પેલું જાળું પણ દેખાય નહીં. એ લોકો ગયા કે નહીં એ જોવા મેં વળી નારી દેહ પર મીની ભુજંગાસન કર્યું. ક્યાં શેનો સ્પર્શ થયો એ મનમાં રાખવું પડે!

ધ્રુજતા અવાજે આપણા હનુમાનચાલીસાની ઇકવેલન્ટ હશે એવી 'યા પરવર દિગાર, યા હુસેન, યા બોતરાબ' એવી સ્તુતિ થઈ ને બીજાઓ પણ રામનામ ધ્રુજતા અવાજે જપતા ભાગ્યા.

ગુનેગારો પણ સામુહિક બળાત્કાર કે દારૂની હેરફેર જેવા ગુના કરતાં પણ ડરના માર્યા આપણી જેમ જ ભગવાનને સંભારે છે!

હું એમ ને એમ પડ્યો રહ્યો. 'એ ટાઢ જરા રૂક જા.. એ ધુમ્મસ જરા થમ જા.. ' કહેતો.

કોઈએ સળગતી બીડી મારી પીઠ પર ફેંકી. સાલું ખવીસ કે ભૂતથી ઓ.. કરી ચીસ પણ ન પડાય!

મેં એ નારી દેહની 'લિજ્જત' સાથે બીડીનો ડામ સહન હતાકર્યો. મરવું ન હોય તો એમ કરવું પડ્યું.

'આંય જ ન હોય ક્યાંક. લાવ જોઉં.' કહેતાં કોઈએ ફરી ઝાળું ખસેડવા મારી ઉપરથી જ લાકડી કે કંઈક ફેરવ્યું. એ સ્ત્રી નીચે, ઉપર હું અને મારી ઉપર જાળું.

હું એમ ને એમ પડયો રહ્યો એમ કહેવું પડે. આમ તો હું જે ધ્રૂજતો હતો!

એ લોકો લાકડી પછાડી જતા રહ્યા અને થોડી વારે એ દેહમાં સળવળાટ થતાં હું એની બાજુમાં બેઠો.

એણે આંખો ખોલી. એ તાજ્જુબ થઈ મારી સામે જોઈ રહી. મેં તેને તેની કાર બતાવી. એ કહે જાત બચાવવા જે થવું હોય એ થાય, એ પોતે જ નીચે ઉતરી ગઈ હતી. કારનું એક વ્હીલ ટાયરમાં પંચર અને સ્ટેપની તૂટી એટલું જ નુકસાન થયેલું. ફ્રી માં મળેલા એ લોકોના જેકથી મેં અને એણે એકબીજાથી શબ્દશઃ ખભે ખભા મિલાવી વ્હીલ બદલ્યું.

અમે મારા જ મોબાઈલથી પોલીસને ફોન લગાડ્યો. 'એક ટ્રક જેમાં બટાકા ભરેલા દેખાય છે, જેની પાછળની ડાબી બાજુની લાઈટ ફૂટી ગઈ છે અને પાછળ બમ્પર પર ગોબો છે એ ટ્રક ન્યારીથી આગળ દારૂ લઈ જાય છે. એણે એક સ્ત્રી સાથે ઝઘડો કરી પૈસા માંગેલા અને સામુહિક બળાત્કારના ઇરાદે પીછો કરેલો. ટ્રક રિંગરોડ થઈને નીકળશે. અહીં બગોદરા નજીકથી ચારને પાંચે નીકળી.'

સ્ત્રીએ ટ્રકનું વર્ણન આપ્યું. એ ટ્રકે ઓચિંતી બ્રેક મારતાં ગાઢ ધુમ્મસમાં પોતે એની પાછળ ઘુસી ગયેલી ત્યારે અમૂક વર્ણન ધરાવતા માણસે એની સાથે ઝઘડો કરેલો અને એ વખતે ટ્રકમાંથી ફુટેલી એક બોટલ લઈ પોતાને પાઈ નશામાં લાવેલી. મોટે ભાગે બળાત્કારના ઇરાદે. એ કેફિયત પુરતી હતી.

સ્ત્રીને હવે મેં એનું નામ ને રાત્રે અઢી વાગે આ ધુમ્મસ ભરી રાતે હાઇવે પર ડ્રાઈવ કરી એકલી કેમ જતી હતી એ પુછ્યું.

માય! ધ વર્લ્ડ ઇઝ સ્મોલ! એ એક ડૉક્ટર હતી. ઇમરજન્સી કેસ આવી જતાં એ હોસ્પિટલ જ્યાં એ નોકરી કરતી હતી ત્યાં કામ પતાવી સગાંનાં લગ્નમાં રાજકોટ જતી હતી. હું કન્યા પક્ષે અને એ વરને પક્ષે એની માસીની દીકરી હતી! માય ગોડ! એટલે આ તસતસતું યૌવન વેવાઈ પક્ષે હું જાઉં છું ત્યાં જ જોવા મળશે!

એની ગાડી અમે હાઇવે પર લાવ્યાં. એને નજીકનાં ગેરેજમાં મુકી અમે મારી કારમાં જ આવ્યાં. વચ્ચે ફરી ઘેન ચડ્યું કે હજી પરાણે પાયેલા દારૂની અસર - મારે ખભે ઢળી એ સુઈ પણ ગયેલી

મેં તો એમનો 'સહવાસ' બધી રીતે માણ્યો. રસ્તે ધૂમમ્સ હટી જતાં એમના સુંદર ચહેરા સાથે વાતોનો અને ધુમ્મસ ભરી રાતે….

ઉપરથી લગ્નના હોલમાં જતાં જ '... ના વર તો કેટલા બહાદુર, મને ત્રણ ચાર ખતરનાક ગુંડાઓથી બચાવી' કહી સહુની નજરોની પ્રશંસા અપાવી. મારી પત્ની તો મારી વીરતા પર વારી ગઈ. પેલા ડામ પર હાથ ફેરવતી મલમ લગાવતી ગઈ ને વળી મને રોમાંચ થયો.

પોલીસે એ ટ્રક આંતરીને રાજકોટની એન્ટ્રી ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે જ પકડી પાડી એ સાંજના અકિલા માં આવ્યું.

કન્યા પક્ષ વાળાએ વરપક્ષના વડીલની ડીશ ભરવાની હોય અહીં તો વરની માસીયાઈ બહેન મારી ડીશ ભરી ગઈ, મોં માં ગુલાબજાંબુ ઠાંસતી ગઈ અને ઉપરથી મારી એ પાસે મારાં વખાણ કરી મને વળી એક ધબ્બો પીઠે મારતી ગઈ. 'તમે તો ગ્રેટ છો' કરી મારા વાળીએ આગળથી ધબ્બો માર્યો.

હું કાંઈ ઢોલ છું કે લોકો બેય બાજુથી વગાડે!

એ ધુમ્મસ ભરી રાત ક્યારેય ભુલીશ નહીં. અનેક રીતે.

***




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED