game of love books and stories free download online pdf in Gujarati

લવનો ખેલ




"અરે... હા... ના... હું તો રત્ના ને જ લવ કરું છું... આઇ જેન્યુએલી લવ હર!!!" ગૌમુખ અટકતા અટકતા બોલી જ ગયો.

"વૉટ ધ હેલ!!!" એની ઠીક પાછળ જ લીલા હતી! એની મુઠ્ઠી ભીંસાઈ ગઈ અને એના મોંમાંથી આ શબ્દો સરી પડ્યા.

"લીલા... લિસન..." ગૌમુખ કંઇક કહેવા માંગતો હતો પણ એની વાત કાપતા જ લીલા બોલી, "જે કહેવું સાંભળવું હોય એ હવે રત્ના સાથે! આઇ જસ્ટ હેટ યુ!"

લીલા પરાગ અને ગૌમુખને એ ગાર્ડનમાં જ એકલા મૂકીને ચાલી ગઈ.

🔵🔵🔵🔵🔵

"ગૌમુખ... પ્લીઝ યાર મારે તારી હેલ્પ જોઈએ છે..." એક કૉલ રેકોર્ડિંગ માં રત્નનો અવાજ પ્લે થયો.

"વૉટ હેપન?! શું થયું?!" ગૌમુખ એ રેકોર્ડિંગ માં બોલી રહ્યો હતો.

"અરે યાર... આપના ક્લાસનો પરાગ મને બહુ જ હેરાન કરે છે... એણે હું બ્લૉક પણ કરી દઉં છું તો પણ બીજા બીજા નંબરથી કૉલ કરે છે! તને તો ખબર જ છે ને કે જો પપ્પાને કહીશ તો એ તો મારી કૉલેજ જ બંધ કરાવી દેશે! પ્લીઝ યાર કંઇક કરને..." રત્ના નો પરેશાન અવાજ આવે છે.

"અરે પણ હું શું કરું?!" ગૌમુખ એ સ્વાભાવિક રીતે જ કહ્યું.

"એક કામ કર ને... તમે તો એમ પણ ફ્રેન્ડ છો! એણે એવું કહી દે ને કે તું મને લવ કરું છું તો એ મને કૉલ કે મેસેજ નહિ કરે! પ્લીઝ યાર!" રત્ના કરગરી રહી હતી.

"સારું... પણ જો હું ના ફસાવું! યાર હું તો પણ લીલાને લવ કરું છું! જો એણે ખબર પડી ને તો હું તો ગયો!" ગૌમુખ એ સ્વાભાવિક જ કહ્યું.

"કંઈ નહિ થાય... તું ચિંતા ના કર!" રત્ના એ કહેલું અને કૉલ કટ કરેલો તો રેકોર્ડિંગ બંધ થઈ ગઈ.

પોતાના ઘરે સોફા પર આ રેકોર્ડિંગ સાંભળી રહેલી લીલા ને બધો જ ખેલ સમાજમાં આવી ગયો હતો!

"સોરી... યાર, મને નહોતી ખબર કે રત્ના એ ખુદ તને આવું કહેલું! આઇ એમ સો સોરી!" વોટસ એપ પર મેસેજ લખ્યા બાદ એણે એની અને પરાગની ચેટ મોકલી! એ વાંચી ને ગૌમુખ તો ચોંકી જ ગયો... એક લવ નો ખેલ ચાલી રહ્યો હતો!

એ ચેટ આ પ્રમાણે હતી :

પરાગ - અરે યાર હું તો પહેલા થી જ કહેતો હતો તું મને લવ કર... ગૌમુખ ને તો રત્ના પસંદ છે...

લીલા - અરે મને તો બહુ જ વિશ્વાસ હતો એની ઉપર! પણ એણે જ હું ના પસંદ હોવું તો હું શું કરું!

પરાગ - અરે આજ કાલ તો કોઈની પર પર વિશ્વાસ ના કરાવાય! તું હવે મને લવ કર... હું તો તારો હજી પણ છું!

લીલા - અરે હવે મારે કોઈ સાથે લવ કરવો જ નથી!

ચેટ વાંચી ને ગૌમુખ એ રિપ્લા ય આપ્યો - "મતલબ કે આ બધી એમની ચાલ હતી એમ જ ને! એ લોકો મને મારાથી જ મારો લવ દૂર કરાવવા ચાહતા હતા! એ તો સારું થયું કે મારામાં ઑટો રેકોર્ડ ઓન હતું!"

"હા... યાર તું પણ બિલકુલ પાગલ! કોઈ પણ ની વાતોમાં આવી જાઉં છું?! જો આ સંબધ આપનો છે તો બીજા કેમ વચ્ચે આવે?! હવે જે કઈ હોય સીધી મારી સાથે જ વાત કરજે..." લીલા એ તાકીદ કરી.

"અરે એ તો સારું થયું કે તારી બહેન નો નંબર હતો મારી પાસે બાકી તું તો મને અનબ્લોક જ ના કરત!" ગૌમુખ એ કહ્યું.

"સોરી... યાર આઇ એમ સો સોરી!" લીલા એ મેસેજ કર્યો.

બીજા દિવસે ક્લાસમાં ફરી લીલા અને ગૌમુખ ને સાથે બેસતા જોઈ, પરાગ અને રત્ના તો ઈર્ષાથી જલી જ ગયા, પણ એ લોકો પણ સમજી ગયા હતા કે આમનો રિશ્તો તોડવો આટલો આસાન નથી!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED