એ કોણ હતી? Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ કોણ હતી?


"અરે, અરે, અરે! ચાવી લાવ!" કહીને મહેશે એના ભાઈ પાસેથી લગભગ ચાવી છીનવી જ લેતા કહ્યું.

"ચાલ નિશાંત..." કહીને એણે બાઈકની ચાવી નાંખી અને બાઈક ચાલુ કરી દીધી!!! ગામડાના એ કાચા રસ્તાઓને પાર કરતી બાઈક ભરજોશે આગળ વધી રહી હતી.

"શું... ઓ ભાઈ? ક્યાં જઈએ છીએ આપણે?!" નિશાંત એ સ્વાભાવિક જ પૂછ્યું.

"અરે કઈ નહિ, કહું છું હમણાં!" કહીને મહેશે વાત ટાળી દીધી.

"ચેતન અગ્રવાલને તમે ઓળખો છો?!" એક ઘરના દરવાજે જઈ એણે કહ્યું તો સામે વાળી આંટી તો વિચારમાં જ પડી ગઈ!

"ચેતન... હા... એ તો અમારા ઘરની વહુનો ભાઈ છે!!! હા તો તમારે શું કામ છે?!" એણે શકભરી નજરોથી જોતા કહ્યું.

"હા... તો એ ચેતને મને કહેલું કે તમારી વહુની નણંદ ને જોબ જોઈએ છે એમ એટલે હું અહીં આવ્યો છું..." મહેશે કહ્યું તો એણે તસલ્લી થઈ અને બંનેને અંદર આવવા એણે કહ્યું.

"હા... તો એવું કહેવું જોઈએ ને!" કહી એણે જોરદાર ચા એમને ઓફર કરી.

"હા... મિસ રસિલાને પણ તો બોલાવો!" મહેશે કપની ચાનો એક ઘૂંટ લેતા કહ્યું.

અંદર એ આંટી એ બૂમ પાડી તો એક અત્યંત ખૂબસૂરત છોકરી બહાર આવી.

"આપના... ચેતને જોબ માટે અહીં આમને કહ્યું છે..." એ આંટી એ એણે કહ્યું.

"ઓકે..." કહી એ બાજુના સોફા પર બેસી ગઈ.

"હું જ્યાં કામ કરું છું ત્યાં તમને હું ઓપરેટર તરીકે લઇ શકું છું!" મહેશે કહ્યું.

"શ્યોર!" રસીલા એ પણ રજામંદી આપી.

"આ મારો નંબર છે... તમે મને કોલ કરી શકો છો!" મહેશે કહ્યું.

🔵🔵🔵🔵🔵

"હાય, ચેતન, ..." મહેશે કોલ પર ઘરે આવતા ચેતનને કહ્યું.

"અરે, રસીલા નો હમણાં જ કોલ આવ્યો હતો! એણે તો મને કહ્યું કે હજી કેટલી વાર જોબ ની જરૂર છે એણે તો!!!" ચેતને મહેશની વાત કાપતા કહ્યું તો આ બાજુ મહેશને રીતસરનો જટકો લાગ્યો.

ખુદને સંભાળતા એણે કોલ "હા... કરું કંઇક!" કહીને કાપી દીધો.

"અરે... જો એ રસીલા નથી તો એ કોણ હતી?!" એણે મનમાં વિચાર કર્યો.

એટલા માં તો અચાનક જ એની ઉપર એક કોલ આવ્યો. એણે થથરતા હાથે કોલ રીસિવ કર્યો.

"હેલ્લો!" એણે સ્વાભાવિક રીતે કહ્યું.

"હાય મહેશ સર, હું રસીલા આજે તમે આવેલા ને! હું બરાબર સમજી નહિ, તમે કયા ચેતન નો રેફરંસ થી આવ્યા હતા?!" એણે કહ્યું તો મહેશના તો મોતિયા જ મરી ગયા!

"અરે નિશાંત ને તો ઓળખું છું ને એના ફ્રેન્ડ અને તારા ભાઈની વાત છે..." મહેશે કહ્યું તો પેલીના બધા જ ડાઉટ કલીયર થઈ ગયા.

"ઓકે... ઓકે... સર, કાલે મળીએ જોબ પર!" કહીને એણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

વાસ્તવમાં તો બન્યું એમ હતું ને કે જ્યારે નિશાંત અને મહેશ એમના ઘરે થી નીકળ્યા તો સ્વાભાવિક રીતે જ નિશાને મહેશને પૂછેલું કે ચેતન ને તો હું ઓળખું છું તું કેવી રીતે જાણું એમ! તો એણે એણે જવાબ આપવાનું ટાળતા કહેલું કે "કઇ નહીં બસ એમ જ..."

જે આંટી એમના ઘરે હતી એ તો પોતે ત્યાં મહેમાન હતી! એણે કોઈ ભાભીના વિશે ખ્યાલ જ નહોતો! એણે તો બસ ચેતન ને ધ્યાનમાં રાખીને કહેલું! એ તો રસીલા ની દૂરની માસી હતી!!!

રસીલા નો ભાઈ એકલો કમાય એ ઘરમાં પરવળતું જ નહોતું આથી એણે પણ નોકરી કરવી જરૂરી હતી!

છેલ્લે નિશાંત એ જ ચેતન ને કહી દીધું કે એ તો મેં જ મહેશને કહેલું કે તારી બહેનને જોબ જોઈએ છે એમ!!!