લવ બાઇટ્સ
પ્રકરણ-94
મીહીકાને ચક્કર આવ્યાં હતાં અને મયુરનાં ખોળામાં માથુ રાખી સૂઇ રહી હતી. આશા મીહકાનાં માથે હાથ ફેરવી એને તબીયત અંગે પૂછી રહી હતી અને આશાની પીઠ મહાદેવજી તરફ હતી. સ્તવન મીહીકા તરફ જોઇ રહેલો અને મીહીકાએ એવું દ્રશ્ય જોયું અને એ ચીસપાડી ઉઠી અને આશાને એણે હાથ કરી મહાદેવજી તરફ બતાવ્યું. તો આશા અને સ્તવને એ તરફ જોયુ અને આશા મૂર્છાથી ઢળી પડી. એ દ્રશ્ય જોઇને સ્તવન સાષ્ટાંગ પ્રણામ કરી એણે.. મયુર અને મીહીકા હેબતાઇ ગયાં હતાં.
મીહીકા અને મયુર આશાને ભાનમાં લાવવા પ્રયાસ કરી રહેલાં. આશાભાભી, આશાભાભી એમ મીહીકા રડતાં રડતાં બોલી રહી હતી. સ્તવને દંડવત પ્રણામ કર્યા પછી એણે રડતી આંખે ભગવાન સ્વરૂપ નાગદેવને કહ્યું પ્રભુ તમારાં દર્શનથી હું કૃતાર્થ છું પણ મારી પત્ની આશાને મૂર્છા આવી છે મારી બહેનની તબીયત ઠીક નથી અમારાં ઉપર કૃપા કરો.
નાગદેવે કહ્યું હવે જે થવાનું છે એ ઇશ્વર અને ભાગ્ય પ્રેરીત છે જો થાય એ જુઓ સ્વીકારો આવાં હળાહળ કળીયુગમાં પણ ઇશ્વર એની શક્તિ કે પ્રભાવ ઓછા નથી કરતાં બલ્કે આવા પરચાં આપીને, કુદરતી શક્તિઓથી માનવને જ્ઞાત કરે છે. આ મણિકરણેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણ તથા સજાગ દૈવી પરીધ વિસ્તારમાં અન્ય કોઇ પ્રવેશ અહીં કરી શકે માત્ર તમારાં ભાગ્ય સાથે જોડાતા જીવોજ અહીં આવી શકશે.
હે સ્તવન મારી પુત્રી સ્તુતિનો પ્રાયશ્ચિત કાળ પણ પુરો થયો છે એટલે ભાગ્યવશાત હવે જે કંઇ ઘટના ઘટશે એનાં તમે સહુ, સાક્ષી હશો. મહાદેવજીની ઇચ્છા અને કૃપાજ થશે અને એ પ્રમાણેજ થશે તમે જન્મ જન્માંતરનાં જીવો પ્રેમ કર્મ અને ઋણાનુબંધથી બંધાયેલા અહીં ભેગા થયાં છો, ભેગાં થવાનાં છો ઇશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે અને દરેક પીડા વિરહ કે પ્રાયશ્ચિત બધાને અંત આવશે અને તમારાં જીવનમાં ખુશહાલી આવશે. આવતી કાલે સાંજે સાંધ્યપૂજા પુરી થયાં પછી મધ્યરાત્રીથી શરૂ થઇને બ્રહ્મમૂહૂર્ત સુધી ધાર્મિક, યોગ્ય, તાંત્રિક ક્રિયાઓ થશે મંગળફેરા ફરાશે. તમારાં જીવનમાં આવેલાં સર્વ પાત્રો અહીં હાજર થશે. અહીં માતા પાર્વતી ભગવાન મહાદેવજી સાથે સૂક્ષ્મ રૂપે હાજર રહેશે વળી એમનાં નાગ સ્વરૂપ દર્શન આપશે ત્થા માં કુળદેવી જોગણી સ્વરૂપે હાજર રહી આશીર્વાદ આપશે એમ કહીને અંર્તધ્યાન થઇ ગયાં.
સ્તવન અને આશા સાથે મયુર મીહીકા બધુ ધ્યાનથી અને આશ્ચર્યથી સાંભળી રહ્યાં. સત્વને આશા સામે જોયું. આશાની આંખમાંથી આંસુ વહી રહેલાં એણે સ્તવનને કહ્યું હું કેટલી ભાગ્યશાળી છું. કે હું તારી સાથી તારી પત્ની છું. તમારી આટલી આસ્થા તપોબળથી મને આવાં પવિત્ર દેવોનાં દર્શન થાય છે એમની વાણી સાંભળવા મળે છે એમ કહીને સ્તવનની છાતીએ વળગી જાય છે સ્તવનની છાતીએ માળામાં શોભી રહેલાં નાગમણીનો સ્પર્શ થાય છે અને એનાં આંખનું એક આંસુ નાગમણીને સ્પર્શે છે અને નાગમણીમાં અનુકંપ શરૂ થાય છે નાગમણીની ધ્રુજારી વધતી જાય છે અને સ્તવન આશાને પોતાનાથી અળગી કરે છે અને નાગમણી સ્પર્શીને ચૂમી લે છે અને કહે છે હે જરાત્કારુ માં શું થયું મારાં માટે શું આદેશ છે ? આ નાગમણી આપણી વચ્ચે સંવાદ સંકેતનો સેતૂબંધ છે તમે જણાવો મારાં માટે શું આજ્ઞા છે આપ શાંત થાઓ.
નાગમણિ શાંત થાય છે અને સ્તવનનો મોબાઇલ રણકી ઉઠે છે સ્તવનને આષ્ચર્ય થાય છે કે અહીં તો કોઇ ટાવર પકડાતાં નથી નથી ફોન કરવો શક્યતો આ રીંગ કોની આવી ?
સ્તવન સ્ક્રીન પર જુએ છે કોઇ નંબર નથી કોઇ વિજાણુ કનેક્શન નથી છતાં મોબાઇલમાં રીંગ વાગે છે. એ ફોન ઉપાડવા પ્રયત્ન કરે છે પરંતુ શક્ય બનતું નથી અને ફોન શાંત થઇ જાય છે.
સ્તવન સામે ટીકી ટીકીને આશા પલક પાડ્યા વિના સતત જોઇ રહી હતી. આંખોમં સ્તવનને ઉતારી જાણે એને સમજવા ઓળખવા પ્રયત્ન કરી રહી હતી. સ્તવને આશાને કહ્યું તું મૂર્છા પામી હતી હવે તેં આંખ ખોલી ત્યારથી સતત મને જોઇ રહી છે તારાં મનમાં કોઇ પણ પ્રશ્ન હોય મને પૂછી લે તારાં મનનાં બધાં પ્રશ્નોનાં સમાધાન થાય એવું ઇચ્છુ છું આશા હું તને ઘણું બધુ કહેવા માંગુ છું આશા જે વસ્તુ કે માહિતી મને નહોતી એ બધી મને જ્ઞાત થઇ છે અને હું બધુજ તને કહેવા માંગુ છું જેથી દરેક વાત સ્પષ્ટ થઇ જાય પરંતુ હમણાં તું માનસિક રીતે તૈયાર નથી થોડો આરામ કર આજે દર્શન કરીને થોડીવાર આરામ કરીએ.. પછી..
આશાએ સ્તવનને અટકાવીને કહ્યું સ્તવન મારે બધુજ જાણવું છે પરંતુ મારાં પેટમાં જાણે લ્હાયો બળે છે મને ખૂબ ભૂખ લાગી છે મને થાય છે હું એટલું બધું ખાઇ લઊં અને મારી ક્ષુધા સંતોષી લઊ. સ્તવને કહ્યું મન આત્માની અસર શરીરને થઇ છે પણ હું તારી બધીજ સુધા સંતોષી અને તારું મન આત્મા શાંત થશે પછી તને સારુ લાગશે.
આશાને લઇને સ્તવન મંદિર ગર્ભગૃહથી બહાર આવ્યો એમની પાછળ મયુર મીહીકા પણ હતાં. તેઓ બહાર આવીને જુએ છે કે મંદિર પર્ટાગણમાં એક મંડપ બાંધેલો છે ત્યાં સ્વચ્છ અને સુંદર બેઠક વ્યવસ્થા છે અને ત્યાં જમણવારની બધી તૈયારી થઇ ગઇ છે. પાટલા-બાજઠ ગોઠવાઇ ગયાં છે અને ત્યાં સુંદર અને સુગંધીદાર મધમધતાં પુષ્પો મૂકવામાં આવ્યાં છે. એની થોડેક આગળ હવન યજ્ઞ માટે કૂંડ તૈયાર જણાય છે એમાં પવિત્ર અગ્નિ પ્રજવલીત થઇ રહેલો છે.
ત્યાં એક સુંદર યુવતી આવીને સ્તવનને વંદન કરીને કહે છે તમે સર્વ આ ભોજન માટે વિરાજમાન થઇ જાવ અહીંની રાણીનાં આદેશથી આ તૈયારી અને આપનું આગમન એક આકસ્મિક તૈયારી છે.
આપ સહુ બિરાજમાન થાવ ત્યાં સુધીમાં બીજા પણ મહેમાન આવી પહોચશે. આપ વિરાજો એમ કહીને સ્તવન આશા, મીહીકા મયુરને એમનાં આસને બેસવા માટે વિનંતી કરી. બધાએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. બીજા ઘણાં સ્થાન હજી ખાલી હતાં. ત્યાં બધાનાં આર્શ્ચય વચ્ચે સ્તવનમાં માતા-પિતા ભંવરીદેવી માણેકસિહજી, આશાનાં માતા-પિતા વીણા બહેન અને યુવરાજસિંહ, લલીતામાસી રાજમલસિહ સ્તુતિનાં માતા-પિતા વામનરાવજી, તરુણીબેન-તુષાર મયુરનાં માતાપિતા મીતાબેન-ભંવરસિહ બધાને મુખ્યદ્વારમાંથી એક પછી એક આવતા જોયાં અને છેલ્લે આશ્રમનાં અઘોરીજી આવી રહેલાં.
સ્તવન આશા, મયુર મીહીકા મોં વકાસીને બધાની સામે જોઇ રહેલાં. એક પછી એક કુટુંબીજનોને આવતાં જોઇ સ્તવન આષ્ચર્યમાં ગરકાવ થઇ ગયેલો એને થયું. બધાંજ સાથે અહી કેવી રીતે ? અને એમાંય સ્તુતિનાં માંબાપ અહી ? સ્તુતિએ જે રીતે વર્ણન કરેલું અને ફોટા બતાવેલાં એ રીતે ધીમે ધીમે એને ઓળખ થઇ રહી હતી.
વામનરાવજીનો નાગરાજ તરીકે ભેટો થઇ ચૂકેલો અને મનનું સમાધાન થયેલું પણ હજી ક્યુ રહસ્ય બંધ છે કે જાણવું બાકી છે ? અને અઘોરીજી અહીં કેવી રીતે આવ્યા ? બધાને શું નાગરાજજીએ આમંત્રિત કર્યા હશે ?
મા-પિતા-સાસુ સસરા-માતાપિતા સમાન લલીતાકાકી, રાજમલકાકા, મયુરનાં માતા પિતાને શું બધી ખબર પડી ગઇ છે ? બધુ રહસ્ય એમને ખબર પડી ગઇ છે ? આજે કયો ચમત્કાર હજી થવો બાકી છે ? અહીં આજે માં એ કહેલું છે એમ ક્યો અવતાર ? ક્યા સ્વરૂપે દર્શન દેવાની છે ? આશાએ એવું ક્યું સ્વરૂપ જોયેલું ? કે એ ડરી ગઇ.
ત્યાંજ પ્રકાશપૂંજની જેમ પ્રકાશ ઝળહળી ઉઠ્યો અને સ્તવનનાં મણીમાં ભળી ગયો અને ત્યાં....
વધુ આવતા અંકે - પ્રકરણ -95