લવ બાઇટ્સ
પ્રકરણ-93
નાસ્તો કરીને મર્ણિકર્ણેશ્વર મહાદેવ મંદિર જવા માટે ચારે જણાં નીકળ્યાં. આશાએ કહ્યું સ્તવન અહીં રસ્તો તો પૂછી લો ક્યાંથી જવાય ? એ પ્રમાણે ગાડી લઇ લેવાય.
સ્તવને કહ્યું ગાડીમાં નથી જવાનું ત્યાં ગાડી નહીં જાય સાવ સાંકડી કેડી જેવો રસ્તો અહીંથી સીધોજ ત્યાં મંદિર તરફ જાય છે મેં જોયુ છે મને ખબર છે કેવી રીતે જવાય. આશા સ્તવન સામે આષ્ચર્યથી જોઇ રહી એણે કહ્યું તમને કેવી રીતે ખબર ? તમે તો અહીં પહેલીવાર આવ્યા છો તમે અહીં પહેલાં આવી ગયાં છો ?
સ્તવન થોડીવાર ચૂપ રહ્યો. આશાની સામે જોવા લાગ્યો. સ્તવને કહ્યું હાં મારાં સ્વપ્નમાં કાલે આજ રસ્તો આજ મહાદેવનું મંદિર આવેલું અને જેવું સ્વપનમાં જોયુ હતું એવુંજ અત્યારે જોઇ રહ્યો છું આ આપણી પેલેસ હોટલનાં બગીચામાંથી જે તળાવ તરફ રસ્તો જાય છે તેનાં ઉપરજ જવાનું છે ચાલો આગળ જતાં એક સાંકડી કેડી આવશે આજુબાજુ મોટાં ઘટાદાર વૃક્ષો આવશે અને ત્યાંથી સીધાં સીધાં તળાવનાં કિનારે થઇને મહાદેવનાં મંદિર પહોચી જવાશે.
મિહીકાની ધીરજ ના રહી એણે કહ્યું ભાઇ તમે સ્વપ્નમાં જોયું જે એ અત્યારે સાક્ષર થઇ રહ્યું છે એવું કેવું સ્વપ્ન જોયું. એ સ્વપનજ હતું કે હકીક્ત ? ભાઇ સાચું કહોને શું વાત છે ? આમ પણ તમારી સાથે નાનપણથી કંઇને કંઇ અવનવુ અજુગતું બનતુંજ રહે છે હવે આનું રહસ્ય શું છે ?
મયુરે કહ્યું મિહીકા જે કંઇ સત્ય હશે એ આજે ઉજાગીર થઇ. જશે. આમ પ્રશ્નો ના પૂછીશ. જવાબ કદાચ સાક્ષાત સામેજ આવી જશે. એમ બોલીને મયુરે સ્તવન સામે જોયું સ્તવને મયુરને સ્માઇલ આપી કંઇક સમજાવ્યું.
સ્તવન આશાનો હાથ પકડીને આગળ ચાલી રહ્યો છે પાછળ મિહીકા અને મયુર આવી રહ્યાં છે. વિશાળ તળાવ અને ચોખાં પાણીને જોઇને આશા બોલી કેવું સુંદર તળાવ છે વાહ અને કેટલું ચોખ્ખું છે સારું છે અહીં કોઇ આવીને પ્રદુષણ નથી કરતું નહીંતર આવી સુંદર કુદરતી જગ્યાઓ માણસો પ્રદુષિત કરીને બગાડી નાંખે છે.
સ્તવને ચૂપકી તોડીને કહ્યું આ તળાવ-ઝરણાં અને ડુંગર સાથે મહાદેવજીનું મંદિર આ બધાની અહીંના નાગદેવ રક્ષા કરે છે. અહીં એમનું સામ્રાજ્ય છે અમુક સ્થાનકે માણસો અંદરજ નથી આવી શકતા નાગરાજની ઇચ્છા હોય તોજ પ્રવેશ મેળવી શકે છે.
આશાએ કહ્યું વાહ કેટલું સાચું કુદરતજ રક્ષા કરે છે એવાં નાગદેવનાં દર્શન થવા જોઇએ. એમનાં આશીર્વાદ લઇએ સ્તવન આપણે તેઓ રાજી થઇને આપણી પણ રક્ષા કરશે.
આશા તો સ્તવનનો હાથ પકડીને ઉભી રહી ગઇ અને તળાવ સમક્ષ ચહેરો રાખીને બે હાથ જોડી આંખો બંધ કરી શાંત ચિત્તે નાગરાજનું સ્તવન કરવા લાગી અને એટલી મગ્ન થઇ ગઇ કે એની આંખમાંથી અશ્રુધારા વ્હેવા લાગી એ નાગરાજને વિનવી રહી હતી કે પ્રભુ અમારી રક્ષા કરો. અમારો પ્રેમ અતૂટ રાખી અમારી પાસે ખૂબ પ્રેમ કરાવો અમને આશીર્વાદ આપો. એણે સ્તવનનો હાથ મજબૂતીથી પકડેલો હતો.
મિહીર અને મયુર પણ બે હાથ જોડીને પ્રાર્થના કરી રહેલાં અને આશીર્વાદ માંગી રહેલાં. સ્તવનની નજર તળાવ તરફ હતી અને તળાવની વચ્ચે વચ્ચ આવેલાં મંદિર તરફ અમિનેષ નયને જોઇ રહેલો. તળાવની વચ્ચે આવેલાં મંદિર તરફ જવાને રસ્તે કોઇ હાજર નહોતું પત્થરની બનેલી અટારી ત્યાંથી નીકળતો રસ્તો બધુ જોઇ રહેલો અને અચાનક એની નજર મંદિરનાં શીખર તરફ પડી એણે જોયું કે મંદિરનાં શિખર પર મોટો રાજનાગ વીંટાળાએને બેઠો છે એની ફેણ ઊંચી કરીને જાણે એને જોઇ રહ્યો છે. સ્તવને એ જોયું અને એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં એણે આંખો બંધ કરી મનોમન પ્રાર્થના કરી.
સ્તવને આશાને કહ્યું આશા તારી પ્રાર્થના ફળી છે જો સામે શીખર ઉપર નાગરાજ વીંટળાઇને બેઠાં છે મયુર અને મીહીકાએ પણ જોયું બધાનાં મસ્તક નત મસ્તક થઇ ગયાં આંખો બંધ કરી હાથ જોડીને આશીર્વાદ માંગી રહ્યાં. બધાએ આંખો ખોલીને જોયું તો ત્યાં શીખર ઉપર નાગરાજ નહોતાં બધાનાં આષ્ચર્ય વચ્ચે શીખર ઉપર કંઇજ નહોતું ભગવો ફરફર ફરકી રહેલો.
સ્તવને કહ્યું ચાલો આપણે ભગવાન પાસે જઇએ ત્યાં દર્શન કરી આશીર્વાદ લઇએ. તેઓ હવે ઝડપથી મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં.
મંદિરે પહોચ્યાં. મંદિરની વિશાળતા, એની પત્થરની ઝીણી ઝીણી અદભૂત કારીગરી નકશી કામ એમાં ઉપસાવેલી આકૃતિઓ જાણે હમણાં બોલી ઉઠશે એવું સુંદર કામ આશાતો જોઇને ખૂબ આનંદ પામી ગઇ એણે કહ્યું આવુ સુંદર નક્શીકામ કોતરણીકામ ક્યાંય જોયુ નથી વાહ અહીંતો કારીગરોએ પોતાનો પ્રાણ પૂર્યા હોય એવું લાગે છે.
સ્તવને કહ્યું હાં આશા આવા અદભૂત અને ચમત્કારીક મંદિરમાં નક્શીકામ કોતરણી કામમાં પ્રાણ પૂર્યો છે અને અહીં આવી ઇશ્વરને સમર્પિત થનારાં પ્રેમીઓએ પણ પ્રાણ પૂર્યા છે આવ્યાં છે.
આશાએ સ્તવની સામે જોઇને કહ્યું વાહ સ્તવન તમે તો અહીંના વિશે ઘણું બધું જાણો છો તમને કેવી રીતે ખબર ? સ્તવને કહ્યું ચાલ આશા તારી નજરે બધુ જોઇ લે પછી મને પૂછવા કંઇ બાકી નહીં રહે ચાલ ગર્ભગૃહમાં જઇએ અને બાબાનાં દર્શન કરીએ.
આશાએ સ્તવનનો હાથ પકડી લીધો અને બોલી અહીં આવ્યા પછી કંઇક જુદોજ પ્રભાવ કંઇક અનોખી લાગણીઓ ઉદભવી રહી છે. મારું હૃદય ખૂબ પીડા અને આનંદ બંન્ને પ્રકારણની સંવેદના અનુભવી રહ્યું છે મને અહીં ભય સાથે આશ્રય પણ અનુભવ છે સ્તવન મને કહોને મને કેમ આવું થાય છે ? શું રહસ્ય છે મારી આવી સંવેદનાનું ?
સ્તવને કહ્યું દરેક પ્રશ્નોનાં આપોઆપ જવાબ મળી જશે આશા. આ સ્થાનકે આવવાનું આપણું ચોક્કસ કારણ છે ભાગ્ય આપણને અહીં ખેંચી લાવ્યું છે. અને તારાં દરેક પ્રશ્નનાં જવાબ જે આ જન્મ કે પૂર્વાત કાળનો જન્મ બધુજ સમજાઇ જશે. મને પણ તને અહીં લઇ આવવાની સ્ફુરણા થઇ હતી.
આશા મને અહીં આવીને એવું અનુભવાય છે કે આ મારુંજ સ્થાન સ્થાનક જગ્યા ઘર છે હું અહીનો છું અહીં આશ્રય પામેલો છું અહીં મારું જીવન કોઇ વ્યતિત થયેલું છે. મારી સાથે એ ભવમાં જોડાયેલાં જીવો સાક્ષી બની અહીં તહીં ભટકે છે. તને પણ તારો આ જગ્યા સ્થાનક સાથેનો સંબંધ સમજાઇ જશે.
ત્યાં મીહીકાએ મયુરને કહ્યું મયુર.... મયુર મને પક્ડો મને ચક્કર આવે છે મારાંથી ઉભા નથી રહેવાનું મને પકડો મયુર મને પકડો...
મયુરે તરતજ મિહીકાને પકડી લીધી એને ટેકો આપી પોતાનાં ખભે લઇ લીધી એનાં માથે એ હાથ ફેરવવા માંડ્યો.
આશાએ એ સાંભળી મીહીકાને કહ્યું અરે મીહીકાબેન શું થયું ? ચક્કર આવે છે ? મયુર મીહીકા લઇને ભોંય પર બેસી ગયો મીહીકાનું માથુ મયુરનાં ખોળામાં હતું સ્તવન અને આશા મહાદેવજીનાં સ્વરૂપ સામે ભોંય પર પદમાસનમાં બેસી ગયાં.
આશા મિહીકાનાં માથે હાથ ફેરવી રહી અને મીહીકાએ આંખો ખોલી અને બોલી ભાભી હવે સારું છે ખબર નહીં મને કેમ ચક્કર આવી ગયાં ? મયુરે કહ્યું સવારથી આપણે ચાલ ચાલ કર્યુ છે ખૂબ સ્ટ્રેસ લીધુ છે તે હવે અહીં શાંતિથી બેસીએ.
આશાની નજર મિહીકા તરફ હતી અને મહાદેવજીની વિરૂધ્ધ અને મીહીકાની નજર આશા તરફ એટલે મહાદેવજી તરફ અને મીહીકાએ જોરથી ચીસ પાડી... સ્તવન... સ્તવન... અને આશાએ એ તરફ જોયું અને મૂર્છાથી ઢળી પડી....
વધુ આવતા અંકે - પ્રકરણ -94