લવ બાઇટ્સ - પ્રકરણ-91 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-91

લવ બાઇટ્સ
પ્રકરણ-91
પ્રસન્નલતા દેવરાજને કહી રહી હતી કે તમે મને ગળાનાં ભાગે ધાયલ કરી ખીણમાં કૂદી પડેલાં તમે કૂદીને બોલ્યાં હતાં. મારો પ્રેમ તે બદનામ કર્યો હું જઊં છું તું તારાં કર્મ અને પાપ સાથે જીવજે અને તમે શિલાઓ પત્થર સાથે અથડાતાં ધવાતાં છેક નીચે ખીણમાં પડ્યાં.
દેવરાજ હું ઇચ્છાધારી નાગણ છું જો કૂદકો માર્યો હોત તો પણ મને કોઈ ઇજા ના પહોચત અને મારે તમારુ એ ઘાયલ શરીર કે ચહેરો નહોતો જોવો મેં તમારી પાછળ જીવ આપવા અટારી ઉપરજ લાકડા સળગાવીને એમાં શરીર પડતું મૂકેલું હું જીવતાંજ ભૂંજાઇ ગઇ મારાં દેવરાજ મને માફ કરો એવું બોલતાં જીવ આપી દીધેલો.
થોડીવાર મંદિરમાં સન્નાટો વ્યાપી ગયો બધુ સૂમસામ થઇ ગયું. અને ભારે વરસાદ વરસવો ચાલુ થયો. મંદિરનાં ઘંટરાવ વાગવા શરૂ થઇ ગયાં. દેવરાજનાં પાત્રમાં ગયેલો સ્તવન પાછો આ જન્મમાં આવી ગયો સામે પ્રસન્નલતા સ્તુતિ બની ગઇ અને સ્તવન ચક્કર ખાઇને નીચે પડ્યો સ્તુતિ સ્તવન સ્તવન કરતી એની નજીક ગઇ અને એને ઝીલી ને નીચે જમીન પર સૂવરાવી દીધો.
સ્તુતિની આંખમાંથી આંસુ વહી રહેલાં એણે સ્તવનની સામે જોઇ બોલી મારાં સ્તવન હું મારાં જીવ પર ભાર લઇને જીવી રહી હતી આજે મુક્ત થઇ છું હવે તમે મને સ્વીકારો કે ના સ્વીકારો મારી પાસે બીજો કોઇ પર્યાય નહોતો આ જન્મે તમને જોયાં પછી હું સાવ બાવરી બની ગઇ હતી. મારો જન્મ વામનરાવજીને ત્યાં થયો એ મારાં નાગ પિતાજ છે. એટલેજ એમને બધુ જ્ઞાન છે. સ્તવન ઉઠો મને સાંભળો મારે હજી ઘણુ કહેવું બાકી છે સ્તવન.. સ્તવન... સ્તુતિએ લોટામાં રહેલુ જળ સ્તવનની આંખો પર છાંટ્યુ. સ્તવને આંખો ખોલી અને સ્તુતિ સામે જોવા લાગ્યો.
સ્તવને સ્તુતિની સામે જોઇને કહ્યું હવે આપણે ગત જન્મમાં નથી તો આ જન્મે આ બધુ યાદ કરાવવાથી શું ફાયદો થયો ? આતો મારી પીડા સાંભળી જોઇને વધી ગઇ છે તે મારી સાથે દગો કર્યા પછી પણ તું મારી સામે કેવી રીતે આવી ? હવે મને તારાં ગળાના જે બાઇટસ છે એનું રહસ્ય સમજાયું અને મારાં ત્યાં ચુંબન કરાવીથી તને કેમ સારુ લાગતુ કે પ્રેમ ઉભરાતો એ સમજાય છે.
સ્તુતિએ કહ્યું મારાં સ્તવન મને માફ કરો. આ જન્મે તમને હું પહેલી ના મળી અને તમારાં જીવનમાં આશા આવી એ પણ મને સમજાય છે. આશા કોણ છે ? તમે જાણો છો ? સ્તવને કહ્યું હવે મારે કશુ જાણવું નથી આવાં ભૂતકાળ કે ગતજન્મનાં રહસ્યો જાણીને કોઇ આનંદ નથી થતો બલ્કે પીડા વધતી જાય છે આતો તારાં શરીરનાં ઘા લીલા થાય છે પણ તેં મારાં જીવનાં ઘા તાજા કરી દીધાં એમાં તને કે મને શું ફાયદો થયો ?
સ્તુતિએ કહ્યું મારાં જીવ પર બોજ હતો એટલેજ આ જન્મે મેં તમને બધીજ યાદો તાજી કરી કબુલાત કરીને ભાર હળવો કર્યો. આ મણીકર્ણેશ્વર ભગવાન આ બધીજ ઘટનાઓનાં અને મારાં પ્રેમનાં સાક્ષી છે આમ ઉપર જુઓ અને સ્તવને ઉપર તરફ નજર કરી ગર્ભગૃહનાં ઉપર રહેલાં ગોળાકાર ગૂંબજનાં ભાગમાં તેજ લીસોટો થયો બધે પ્રકાશ પથરાયો અને ઘંટરાવ નો ધ્વનિ ચાલુ થયો. સ્તુતિએ કહ્યું આમાં કોઇ કાળો જાદુ નથી પણ આ મારાં પ્રેમની પાત્રતાનો સંકેત છે. મારાં સ્તવન તમારાં સિવાય એક ક્ષણ જીવી ના શકું. તમે ખીણમાં જીવ આપી દીધો પણ મારાં અગ્નિમાં દેહ ભસ્મ થયાં પછી ત્યાં મારાં પિતા નાગરાજ આવેલાં એમણે મારી રાખ લઇને ત્યાંનાં તળાવમાં પધરાવી હતી તમારાં મૃતદેહને પણ ત્યાંજ અગ્નિ સંસ્કાર આપેલાં અને એ રાખને તળાવમાંજ પધરાવી હતી એમણે મારી રાખનાં અણુ અણુને કહેલુ કે બીજા જન્મમાં તારાં આ ગળા પર લીલા ઘા રહેશે અને મારે ત્યાંજ તારો જન્મ થશે.
મારાં સ્તવન મારાં આજનાં પિતા વામનરાવ બધુજ જાણતાં હતાં બધી વિદ્યાનાં જ્ઞાતાં હતાં હુ જન્મથી પીડાતી હતી પણ એમણે મારાં આ ઘા નો કોઇ ઉપચાર ના કરાવ્યો. મને બળવા દીધેલી હું 16 વર્ષની થઇ એ પછી મને મારાં જીવનમાં બધાં અગમ્ય એહસાસ અને અનુભવ થઇ રહેલાં. મારાં અને મારી માંના આશ્વાશન માટે એ મારાં ઘા પર ભસ્મ લગાવતાં અઘોરીજી પાસે જઇ કોઇ ઉકેલ માંગતાં.
સ્તવન અઘોરીજીને પણ મારી બધીજ કથની ખબર છે તમારી પણ બધીજ જાણે છે એટલેજ એમણે એ કોઇ ખાસ વિધી નથી કરાવી અને આપણને સમજાવી આશીર્વાદ આપીને મોકલી દેતાં.
આજે તમને બધાંજ રહસ્ય કહી દઊં છું તમે સાંભળો. મેં અગ્નિ સ્નાન કર્યા પછી ફતેસિહને માફ નહોતો કરેલો મારે એને સજા આપવી હતી. એણે મને મદીરાનાં નશામાં અને તમારાં પ્રેમમાં બાવરી જોઇ લાભ ઉઠાવેલો મેં મારાં પિતાને પ્રાર્થના કરી હતી કે મારુ જીવન બગાડનાર ફતેસિંહ જીવતો છે અને હજી ઐયાશી કરે છે તમે એને સજા કરો.
એ ફતેસિંહનું પણ અકાળે મૃત્યુ થયું અને એ પ્રેતયોનીમાં ગયો એની સદગતિ ના થઇ અને એ પ્રેતરૂપે આ જન્મમાં પણ મને હેરાન કરતો મારાં ઉપર ત્રાસ ગૂજારતો. પ્રેતયોનીમાં ગયાં પછી પણ એની વાસના મટી નહોતી એ મને વારે ઘડીએ આવી હેરાન કરતો. છેવટે મારાં પિતાએ અઘોરીજી સાથે મળી વિધી કરીને મને એનાં ત્રાસમાંથી મુક્ત કરી હતી.
તમે અને હું બંન્ને નાના હતાં આપણને બંન્નેને આપણાં એકબીજાનાં પ્રેમનાં એહસાસ કાયમ હતો મારો ભાઇ ખૂબ સરસ ગાતો અને તમે પણ ખૂબ મીઠું ગાવ છો. બાળપણથી માંડી મોટાં થયાં ત્યાં સુધી પ્રેમભર્યા ગીતો રેડીયો પર સાંભળતા અને અમુક ગીત હૃદયને સ્પર્શી જતાં એ ગીત સાંભળતાં સાંભળતાં તમારો એહસાસ થતો તમે ખૂબ યાદ આવતાં હું તમને યાદ કરી એ ગીત ગણગણતી અને ગાતી મારાં ભાઇ પાસે ગવડાવતી મને કંઇક અગમ્ય થતું સૂકૂન મળતું.
સ્તવન સ્તુતિની સામે જોઇ રહેલો. એણે પૂછ્યું મારો પ્રેમ તો સાચો હતો. હું દેવરાજનાં રૂપમાં પણ તને અમાપ પ્રેમ કરતો હતો. તને મળ્યો એ પહેલાં મારાં પિતાજી દીવાન હતાં મને બધુ યાદ આવી ગયું છે પણ તું આટલુ મારી સાથે ખોટું કર્યા પછી પણ કેવી રીતે મળી ?
મને યાદ છે કે મારાં પિતાજીએ મને કહ્યું તું કે દેવરાજ હવે તું યુવાન થયો છે હવે તારે મારી જગ્યાએ રાજકાજ જોવા પડશે. તું નાનો હતો ત્યારથીજ જોધપુરનાં દીવાનની છોકરી સાથે તારુ વેવીશાળ નક્કી થઇ ગયું છે અને હવે ધામધૂમથી એક દીવાનનાં પુત્રને શોભે એવાં લગ્ન કરાવીશ હું જોધપુરનાં દિવાનજીને કહેવા મોકલુ છું જે મારાં સારાં મિત્ર છે. ત્યારે મેં પિતાજીને કહેલું પણ મારે તમને એક વાત કહેવી છે. મેં તારાં પ્રેમની વાત કરેલી પહેલાં તો એ ખૂબ ક્રોધે ભરાયેલાં પણ રાજાની કુંવરી સાથે પ્રેમ છે એ જાણ્યાં પછી શાંત થયેલાં મને ખબર નથી કે પેલી દિવાનની છોકરીનું શું થયું ? પિતાએ શું રાજકારણ કર્યું અને તારી સાથે લગ્ન કરાવી લીધાં. બાકી મારાં બાળપણમાંજ વેવીશાળ થઇ ગયેલાં.
સ્તુતિએ કહ્યું મને બધી ખબર છે એજ તો હું તમને કહેવા માંગતી હતી. એ છોકરીનું નામ... છોડો નથી કહેતી પણ એનું સર્પદંશથી મૃત્યુ થયેલું જે આ જન્મે આશા છે મારે એનાં ઇતિહાસમાં નથી જવું.
સ્તવને કહ્યું સ્તુતિ એકવાતની ઓખવટ કરી લઊં ગતજન્મમાં એની સાથે લગ્ન ના થયા પણ આ જન્મે એની સાથેજ લગ્ન કર્યા અને હજી જે વિધી બાકી છે એ એની સાથેજ કરીશ એ મારો નિર્ણય છે.
સ્તુતિએ કહ્યું હું તમને કાયમ કહેતી હું વચ્ચે નહી આવુ એવું વચન આપ્યું છે પણ આવતીકાલે શું થશે કોણ જાણે છે ? સ્તવને કહ્યું હું કહુ એમજ....
વધુ આવતા અંકે - પ્રકરણ -92