LOVE BYTES - 90 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-90

લવ બાઇટ્સ
પ્રકરણ-90
દેવરાજ ખૂબજ સંતાપ કરી રહેલો ખૂબ ગુસ્સામાં હતો એ પ્રસન્નલતા ને બધી વાતો યાદ કરીને કહી રહેલો. પ્રસનલતાએ કહ્યું ફતેસિંહે તમારી અને મારી માફી માંગી હતી આજે એ બધીજ કબૂલાત કરવા માંગુ છું બે બે જન્મથી મારાં જીવમાં હું મોટો બોજ લઇને ફરી રહી છું અને મને મારું કર્મ એ દુષ્કર્મ યાદ આવે છે હું ધ્રુજી ઉઠું છું દેવરાજ મેં પ્રેમ ફક્ત તમને કરેલો મદીરાનાં નશામાં મારાથી ભૂલ થઇ પણ મારી આંખમાં હૃદયમાં તમેજ હતાં શિકાર મહેલમાં હું તમનેજ ઝાંખી રહેલી ફતેસિહમાં હું તમારો ચહેરો જોતી હતી તમારાં વિરહમાં પાગલ હતી બીજી કબૂલાત ખૂબ કરવી છે પણ એ કરી લઊં મારાં જીવ હૃદય પર મોટો બોજ છે જે મને ભાન આવ્યું પછી ખબર પડી હતી.
દેવરાજે પૂછ્યું હજી ક્યા કાળા કારનામા કહેવા બાકી છે કહી દે એટલે તારો બોજ ઓછો થાય અને મારાં હૃદયનાં ટુકડા થાય. પ્રસન્નલતાએ કહ્યું મને માફ કરો દેવરાજ માફ કરો તમે કીધુ એમ હું કુલ્ટા છું કુલ્ટા જેવા કાળા કર્મ થયાં છે પણ આજે કબૂલાત કરવી છે. એ પછી શું થયુ તમને જણાવવું છે મેં મહાદેવ સમક્ષ શપથ લીધાં છે કે હું હૈયુ ખોલીને બધીજ કબૂલાત કરીશ મારાં મહાદેવની સાક્ષી છે એક રાત્રે ઉદેપુરમાં હું મંદાકીની સાથે એનાં શખનકક્ષમાં એની સાથે સૂઇ ગઇ હતી મને તમારી યાદ આવતી હતી. ત્યાં પહેલી મદીરા મેં પીધી કે મને નીંદર આવી જાય તમારો વિરહ દૂર થાય અને અડધી રાત્રે મારાં શરીર પર કોઇનો હાથ ફરી રહેલો મને તમેજ યાદ આવ્યાં હું તમારું નામ લઇ રહી હતી દેવરાજ મને ખૂબ પ્રેમ કરો તમારાં વિરહનાં ટળવળી રહી છું સારું થયું તમે આવી ગયાં.
મારાં મદીરાપાન પછી તમે મને બીજી મદીરા પીવડાવી મને ઊંચકીને બીજા કક્ષમાં લઇ ગયાં ત્યાં મેં તમારાં વિચારમાં તમનેજ પ્રેમ કર્યો શયનસુખ ભોગવ્યું અને એનાં સુખ આનંદમાં ઘેરી નીંદર આવી.
સવારે ખબર પડી તમે આવ્યાંજ નથી મને ધ્રાસ્કો પડ્યો. મદીરાપાનમાં નશામાં ફતેસિંહે ફાયદો ઉઠાવ્યો અને... મારું શિયળ લૂંટાયુ અને એમ કહેતાં એ ફરી ધુસ્કે ને ધુસ્કે રડી રડી હતી એ ઘટનાં સાંભળતાંજ દેવરાજે હોંશ ખોયો.. એણે મહાદેવ પાસે બેસી પડ્યો અને આક્રંદ કરવા લાગ્યો. એ ચીસો પાડીને બોલવા લાગ્યો હવે શું બાકી રહેલું શા માટે તું મને અહીં લઇ આવી છે. દુષ્ટ તને સ્પર્શમાં એહસાસ ના થયો કે આ મારો સ્પર્શ નથી કોઇ બીજા પરપુરુષનો છે ? આટલી મદીરા તને અસર કરી ગઇ ? તું કુલ્ટાથી પણ વિશેષ તીરસ્કારને પાત્ર છે મારી નજર સામેથી હટી જા તું તારું મોઢું કદી બતાવીશ નહી....
પ્રસન્નલતા તીખા વચનો દેવરાજનાં સાંભળી ના શકી એ દેવરાજનાં પગમાં પડી ગઇ એનાં પગ પકડીને માફી માંગી રહી હતી એ રડતી રડતી બોલી મારા દેવ મેં ખૂબ કપરુ પ્રાયશ્ચિત કર્યુ છે આ મહાદેવ સાક્ષી છે મને માફ કરો. અને દેવરાજનો પિત્તો ગયો એણે ગુસ્સામાં કાબૂ ગુમાવ્યો અને પ્રસન્નલતાને ઉભી કરી એનાં ચહેરાની સામે જોયું એણે પ્રસન્નલતાની આંખમાં આંખ પરોવીને કહ્યું તું મને પ્રેમ કરે છે ને ? મને સાચો પ્રેમ કરેલોને ? આ મહાદેવની સામે જોઇ એમને સાક્ષી રાખીને તને સજા આપું છું દેવરાજની આંખમાથી નર્યો તિરસ્કાર અને ગુસ્સો ટપકી રહેલો એણે પ્રસન્નલતાનાં ગળા સુધી ચહેરો લઇ ગયો.
પ્રસનલતાને થયું મારાં દેવરાજ મને માફ કરી રહ્યાં છે એ દેવરાજને વળગી ગઇ અને બોલી મને ખબર હતી તમે મને સમજશો મારો પ્રેમ ઓળખશો અને દેવરાજે એનાં ગળાનાં ભાગે એનાં તીક્ષ્ણ દાંતથી બે ત્રણ બચકા ભરી લીધાં એનાં ગળા પર નિશાન બની ગયાં ત્યાંથી લોહી નીકળવા લાગ્યું પ્રસન્નલતા પીડાથી ચીસ પાડી ઉઠી એ દેવરાજને તીવ્ર જોશથી વળગી રહી અને બોલી તમારા ધાવ પણ મને સ્વીકાર છે પ્રેમની નિશાની છે પ્રેમ હતો તો તમે મને આવી સજા આપી છે વધુ ધાયલ કરો વધુ સજા કરો હું એનેજ લાયક છું મારાં દેવરાજ હું તમને કદી નહીં ભૂલુ હું એક નાગણ છું જન્મોજન્મ તમનેજ ઝંખીશ ક્યારેય તમારાંથી છૂટી નહીં પડુ હું કબૂલ કરુ છું કે મારાથી ઘણી ભયંકર ભૂલ થઇ છે પણ મારી આંખોમાં ત્યારે તમેજ હતાં. બીજા ત્રાહીતે ગેરલાભ લીધો મારાં પ્રેમનો અને હું ભૂલાવામાં પડી પાપ કરી બેઠી પણ મેં તમનેજ ઝંખેલા છતાં ભૂલ તો ભૂલ છે. તમારાં પ્રેમ સામે બીજુ બધુ નક્કામુ છે. એ પિશાચને પણ ખબર હતી કે મારાં હોઠ પર માત્ર તમારુ નામ હતું એટલેજ એણે માફી માંગેલી પણ હું અભડાઇ ચૂકી હતી. એણે વાસના સંતોષી મારું જીવન જીવતર જન્મ અને દેહ અભડાવેલો પણ હું એમ મારી જાતને નિર્દોષ ખપાવી ના શકું એની બળજબરી મારાં માટે શ્રાપ બની ગઇ.
મંદાકીનીની અને પિતાશ્રીની બંન્નેની તબીયત બગડી રહી હતી તમને સંદેશ મોકલ્યો હતો પણ તમે નાજ આવ્યાં. એમાં તમારો વાંક નહોતો ભૂલ મારી હતી અને બીજા દિવસની કાળી રાત્રે ના બનવાનું બની ગયું પિતાજીએ દેહ છોડ્યો અને મંદાકીનીને કસુવાવડ થઇ ગઇ. હું શું કરું મને સમજાતું નહોતું મારાથી થયેલું પાપ મને કોરી ખાતુ હતું હું છતાંયે બધુંજ મૂકી કુબલગઢ બીજા દિવસે તમને મળવા આવી હતી મને કહેવામાં આવ્યું તમે મહેલમાં છો પણ સેવક દ્વારા જાણવા મળ્યું તમે ટેકરી પરની અટારી ગયાં છો અને હું તમને મળવા ત્યાં આવી.
હું થોડાં સમય પહેલાંજ ત્યાં પહોંચી હતી પણ તમે ત્યાં નહોતાં મેં બધે નજર ફેરવી તમે ક્યાંય દેખાયાં નહીં પછી હું અહી મણીકર્ણેશ્વર મહાદેવ આવી તમે અહીં આવેલાં મહાદેવનાં દર્શન કરી તમે ત્યાંથી પણ નીકળી ગયેલાં હું તમારી પાછળ પાછળ બધે ભટક્તી હતી તમે પાછા અટારી ગયેલાં તમે મદીરા પીવા બેઠેલાં સામે જંગલ તરફ તમારો ચહેરો હતો હું ત્યાં આવી તમને મારાં પગરવનો એહસાસ નહોતો મેં તમને પુકાર કર્યો મારાંજ રાજ.. મારાં દેવરાજ તમે મારો અવાજ પણ ના સાંભળ્યો હું તમારી સાવ નજીક આવી તમને સ્પર્શ કર્યો. મેં જેવો સ્પર્શ કર્યો તમે મને જોઇ અને તમારો ચહેરો ફરી ગયો. તમે મારી સામે જોઇ રહેલાં. તમારી આંખમાં ઉદાસી હતી છતાં તમે મને કહ્યું પ્રસન્નલતા તારા વિના હું અહીં તડપી રહ્યો છું હું સાવ એકલો પડી ગયો છું અહીં જંગલોમાં હું ભટક્યા કરુ છું મેં તમને આશ્વાસન આપવા તમને વળગી ગઇ પ્રેમ કરવા માંડી તમે મારાં સ્પર્શથી જાણે દાઝી રહ્યાં હોવ એમ મને કહ્યું તને મારો વિચાર ના આવ્યો ? મારાં પ્રેમની આવી કદર કરી ? અને તમે મને પક્ડી મારાં ગળાં પર દાંત ભરાવીને મને લોહી લુહાણ કરી જે આજે કર્યું એજ એ દિવસે કરેલું. તમારી મારાં માટેની લાગણી તમે ગુસ્સામાં બતાવી મને બચકા ભર્યા. અને પછી ખૂબ રડ્યા મને મારાં ઘાની પરવા નહોતી હું તમારી પાસે બધી કબૂલાત કરવા આવી હતી પિતાજીનાં સમાચાર આપી જયપુર પાછા લઇ જવા આવી હતી. ત્યાં તમારી જરૂર હતી પણ તમે ખૂબ મારાં કર્મ પાપથી ઘવાયેલાં હતાં હું તમને બધુ કહુ પહેલાંજ તમે મને ખૂબ... હું સહન કરતી રહી કારણ કે પાપ મારાંથી થયેલું.
તમે મને કહ્યું હું કાયમ તને અપાર પ્રેમ કરતો રહ્યો તે આવો બદલો વાળ્યો ? હવે તને હું સ્વીકારી શકું એમ નથી આ કુંબલગઢ તારાં માટે હતો મેં કેટલાં હોંશથી તને અહીં સજાવી હતી ખૂબ પ્રેમ કરેલો આ ધરતીપર આપણાં પ્રેમની યાદો છે મારાં પ્રેમે અહીં તારાં નામનું... મેં શુ શુ કર્યુ હતુ. તને કંઇ યાદ ના રહ્યું ? તું મારી પ્રસન્નલતા મારી રાણી મારી પ્રેયસી હતી.. તમે મને જોરથી ધક્કો મારી દૂર કરી અને... અને.. અટારી ઉપરથી છેક નીચે ખીણમાં કુદકો માર્યો. બે ક્ષણ મને કંઇ ખબરજ ના પડી કે આ શું થઇ ગયુ ? તમે આવું કરી નાંખ્યુ ? મને હિંમત ના થઇ હું ઉપરથી નીચે તમને પડતાં જોઇ રહી હતી તમે શિલાઓ અને પત્થરને અથડાતાં અથડાતાં ઘાયલ થતાં નીચે...
વધુ આવતા અંકે - પ્રકરણ -91

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED