લવ બાઇટ્સ - પ્રકરણ-88 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-88

લવ બાઇટ્સ
પ્રકરણ-88
પ્રસન્નલતા દેવરાજને મણીકણેશ્વર મહાદેવમાં લઇ આવી અને મહાદેવજીનાં મંદિરનાં ગર્ભગૃહમાં આવ્યાં. ત્યાં પ્રસન્નલતાએ કહ્યું જુઓ દેવરાજ દર્શન કરો. દેવરાજનાં ડોળા આષ્ચર્યથી ફાટી ગયાં અને શું દેખાયુ ? સામે મહાદેવજીની પાછળ અર્ધ શરીર માં માનવ અર્ધશરીર નાગદેવ ઉભા હતા. એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં. આવું અધભૂત અને વિચિત્ર રૂપ જોયું અને એણે પ્રાર્થના કરી પૂછ્યું આપ કોણ છો ? આવા સ્વરૂપમાં હું પ્રથમવાર દર્શન કરી રહ્યો છું. અને થોડીક ક્ષણોમાં આખું મહાદેવનું મહાલય રોશનીથી ઝળહળા થઇ ગયું દેવરાજની આંખો અંજાઇ ગઇ.
દેવરાજ હાથ જોડીને ઉભો રહેલો. ત્યાં નાગદેવ સ્વરૂપે કહ્યું હું ઇચ્છાધારી નાગરાજ મણીધરેશ્વર છું હું ભગવાન મણિકર્ણેશ્વરની સદાય સેવામાં રહું છું તારાં ગળામાં જે મણિ છે એ મેંજ પ્રસન્નલતાને આપેલો છે આ મણિ ધારણકાર માં અકલ્પ્ય શક્તિઓ આવે છે પ્રાપ્ત કરે છે પણ તું એનાંથી માહિતાગાર નથી એટલે એની દિવ્યશક્તિઓ પ્રાપ્ત નથી અને આ મણિ આપવા પાછળ કારણ છે આ મણિ જો તારાં ગળામાં શોભી રહ્યો છે એની પાત્રતા ખૂબ ઉચ્ચ કોટીની છે આ પ્રસન્નલતા મારી પુત્રી છે એ નાગક્ન્યા છે. અને એ ઇચ્છાધારી છે ભલે એનો આ જન્મે માનવકુળમાં જન્મ થયો છે પરંતુ એનામાં હવે બધીજ શક્તિઓ જાગૃત થઇ ગઇ છે એની અક્ષમ્ય ભૂલે બધીજ શક્તિઓ કુંઠીત થઇ ગઇ હતી અને એનાં કારણે એનાં જીવનનાં 18 વર્ષ ખૂબ પીડામાં ગયાં છે એની ભૂલનું પ્રાયશ્ચીત થઇ ચૂક્યું છે અને એ ઘડીની હું રાહ જોઇ રહેલો.
હે દેવરાજ તને હું તારાં ગતજન્મમાં લઇ આવ્યો છું જેથી તને બધી યાદો તાજી થાય. પણ ગતજન્મમાં તને લાંબો સમય હું રાખી શકું એમ નથી મારી પણ મર્યાદા છે. એ પછી તમે બંન્ને જણાં હાલનાં વાસ્તવિક જીવનમાં પાછા વળશો. તમારુ કલ્યાણ થશે પરંતુ એકપક્ષીય બધી વાત થઇ શકે નહીં એટલેજ યોગ્ય સમયે યોગ્ય ધરતીનાં સ્થળે તમારું મિલન કરાવ્યું છે હવે આગળ પ્રસ્નનલતા બધી વાત કરશે. અને સ્વયં તને બધુજ હવે યાદ આવી જશે એમ કહી મણીદેવધરેશ્વર નાગરાજે દેવરાજ ઉર્ફે સ્તવનનાં માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યાં અને અંર્તધ્યાન થઇ ગયાં.
દેવરાજે ગળામાં પહેરેલાં મણી હાથમાં લીધો અને ચૂમીને આંખોએ લગાવ્યો અને મણીકણેશ્વર મહાદેવની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે મહાદેવનાં મહાલયમાં અસંખ્ય ઘંટોનો ઘંટારવ થવા લાગ્યો. દેવરાજે આંખો ખોલી નાગરાજ દ્રશ્યમાન નહોતાં ત્યાં માત્ર પ્રસન્નલાત ઉભી હતી એ દેવરાજને આનંદથી નિહાળી રહી હતી.
દેવરાજે કહ્યું પ્રસ્નનલતા મને યાદ છે તારી સાથેની મુલાકાત પછી મારાં પિતાને તારી બધી વાત કરી હતી અને કહ્યું મારે રાજકુંવરી પ્રસન્નલતા સાથે લગ્ન કરવા છે. પણ એક પ્રશ્ન હજી મનમાં છે કે તું નાગક્ન્યા છે તો રાજા હરિસિહની પુત્રી કેવી રીતે ? જયપુરનાં રાજાને ત્યાં તારો જન્મ કેવી રીતે થયો ? અને અહીં કુંભલગઢ પર મારી જીત થયા પછી આપણે અહીં... એ વિચારમાં પડ્યો એને ઘણાં પ્રશ્નો એક સાથે સ્ફુરી આવેલાં.
પ્રસ્ન્નલતાએ કહ્યું મારાં દેવરાજ હું રાજા હરિસિહની પુત્રીજ છું પણ મેં એમની પત્ની રાજમાતાની કુખે જન્મ નથી લીધો. રાજા અને રાજમાતા અહી ભગવાન મણિકલેશ્વરનાં મંદિરે નિયમિત પૂજા કરવા આવતાં એમને કોઇ સંતાન નહોતું અને શરદપૂનમનાં દિવસે અહીં મંદિરનાં ગર્ભગૃહમાં મારાં પિતાએ મને અહી મૂકી હતી જેથી હું રાજા હરિસિહની પુત્રી બનીને રહું એ મારાં ભાગ્યમાં લખેલું અને તેઓ મને જોઇને આનંદ પામ્યાં મને દીકરી તરીકે સ્વીકારી લીધી હું રાજકુંવરી તરીકે એમની પાસે મહેલમાં ઉછરવા લાગી હું એક ઇચ્છાધારી નાગણ જ છું બધાં સ્વરૂપ લઇ શકું છું અને મારાં મહેલામાં આવ્યાં પછી રાજમાતાની કુખે બીજી છોકરીએ જન્મ લીધો એ મારી નાની બહેન મંદાકીની... અમે સાથેજ ઉછરવા માંડ્યા અમને બે બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હતો હું એને ખૂબ સાચવતી સાથે રમતાં અને સાથેજ ઘોડેસવારી કરતાં. પણ મંદાકીની ખૂબ ચંચળ અને સુંદર હતી.
મંદાકીનીને એનાં નાનીનાં ઘરે ખૂબ ગમતુ અને એને જંગલમાં શિકાર કરવા જવાનો ખૂબ શોખ હતો. એનાં નાનાં પણ રાજા હતાં એમને મંદાકીનીની સાથે હું પણ ખૂબ વ્હાલી હતી અમે ઘણીવાર સાથે એમનાં મહેલ પર જતાં. અમે બે બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હતો.
તમારી મુલાકાત થયાં પછી હું તમારી પાછળ બાવરી બની હતી અને એની પહેલી જાણ મંદાકીનીનેજ થઇ હતી એણે જીદ કરી હતી કે હું તમારી સાથે એની મુલાકાત કરાવું આપણે પ્રેમમાં પડ્યાં એજ સમયે અમારાં રાજ્ય પર બાબરનાં સૈન્યએ હુમલો કરેલો અને મારાં પિતા એમાં વ્યસ્ત થઇ ગયેલાં. ..
દેવરાજે કહ્યું આગળ હવે બધું મને યાદ આવી ગયું. મારાં પિતા રાજયનાં દિવાન હતાં અને એમણે મને કહેલું રાજ્ય પર હુમલો થયો છે તું પણ સૈન્યમાં જોડાઇ જા હમણાં તારાં જેવા યુવાનોની રાજ્યને જરૂર છે અને પિતાજી મને રાજાને મળવા લઇ આવેલાં અને મને મુખ્ય સેનાપતિ નીચે નીમી દીધેલો. હવે મને બધુ યાદ આવે છે. સેનાપતિએ મને મારી બહાદુરી અને હિંમતને ધ્યાનમાં રાખી કુંબલગઢ સર કરવા માટે એ આખી સૈન્ય ની ટુકડી આપીને સ્વતંત્ર રીતે લડવા મોકલ્યો હતો મને યુધ્ધનો અનુભવ નહોતો છતાં મારી કુશાગ્રબુદ્ધિ અને હિંમતે મને મદદ કરી હતી અને 12 દિવસ સતત બાદશાહનાં સૈન્ય સાથે લડેલાં અને છેવટે ફતેહ મેળવી હતી અમે બાદશાહનાં ઘણાં સૈનિકોને મારી નાંખ્યાં હતાં અને ઘણાંને કેદ કરી કુંભલગઢ છોડાવેલા અત્યારે યુધ્ધની વાતો વધારે નથી કરતો પણ મને તારી સતત યાદ આવી રહેલી યુધ્ધ પુરુ થાય અને વિજય મેળવી રાજા પાસે આવી તારો હાથ માંગવાની તાલાવેલી હતી.
કુંભલગઢ ફતેહ કરી અમે પાછા આવી રહેલાં અને સંદેશવાહકે સંદેશ આપેલો કે જયપુરથી પણ બાબરનું સૈન્ય પાછું હટી ગયું છે આપણો વિજય થયો છે. બધાં આનંદનો સમાચાર હતાં.
વિજય મેળવી અમે રાજદરબારમાં હાજરી આપી ત્યારે બધાં વિજ્યોત્સવનો આનંદ માણી રહેલાં હું પણ સેનાપતિની બાજુમાં ઉભેલો. રાજા હરિસિહે સેનાપતિને શાબાશી આપી એમને ઇનામમાં ગામ અને ઝવેરાત આપેલું પછી મને બોલાવી સીરપાવ માંગવા કીધું. મેં કોઇ સંકોચ વિના સીધો તારો હાથ માંગેલો. રાજાએ સત્વરે આનંદથી કહ્યું વાહ તારાં જેવો બહાદુર જવાન મારો જમાઇ બનશે મારા માટે આનંદનો વિષય છે વળી તું અમારાં દિવાનનો દિકરો છે અને ત્યારે મેં તારા પિતા ને મારાં પિતાનાં રાજદરબારમાંજ આશીર્વાદ લીધાં.
આપણાં લગ્ન ખૂબ ધામધૂમથી થયાં અને રાજાએ કુંબલગઢ મને ભેટમાં આપ્યું હતું. આપણાં જીવનનો એ ખૂબ સુખી અને આનંદમય સમય હતો. કુંબલગઢનાં આ મહેલમાં આપણી પ્રણયરાત્રીઓ હજી મને યાદ છે. ક્યારથી શાંતિથી દેવરાજને સાંભળી રહેલી પ્રસન્નલતા આવીને એને વળગી જાય છે. મારાં દેવરાજ હું માત્ર તમારી છું તમનેજ પ્રેમ કરું છું મેં તમને વચન આપેલું કે હું જન્મો જન્મ ફક્ત તમને પ્રેમ કરીશ તમારી થઇને રહીશ અને હું તમને અપાર પ્રેમ આપીને આપણું નામ પ્રેમગ્રંથમાં લખાવીશ આપણાં પ્રેમ પર લોકો સાક્ષી બનીને એમનાં જીવનનાં પાત્રતા કેળવી વચન આપશે. મારા દેવરાજ એ પ્રણયરાત્રિઓ તમારી સાથે બધે સહચરી બનીને બધુ ફરવું. રાજકાજમાં તમારી સાથે રહેવું મારો એ નિત્યક્રમ બની ગયેલો આખાં વિશ્વમાં હું મારી જાતને ભાગ્યવાન સમજતી મારાં નાગકુળનાં લોકો મારાં ઉપર ગૌરવ અનુભવતાં. મારાં પિતાનાં આશીર્વાદ હતાં અને આ મણિકર્ણેશ્વર મહાદેવ ભગવાનની કૃપા હતી.
ત્યાં દેવરાજનો ચહેરો ઉદાસ થયો એને ક્રોધ આવી રહેલો એનો ચહેરો બદલાઇ ગયો એણે ક્રોધભરી અંગારી નજર પ્રસન્નલતાની સામે જોયું અને બોલ્યો પ્રેમ તો મેં કર્યો છે તને પુરી પાત્રતા સાથે પૂરાં વિશ્વાસ સાથે હું એ ક્ષણો પણ નથી ભૂલ્યો યાદ છે પ્રસન્નલતા ? કર યાદ એ ઘડી એ પળ....
વધુ આવતા અંકે - પ્રકરણ -89