લવ બાઇટ્સ - પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-87

લવ બાઇટ્સ
પ્રકરણ-87
સ્તવન ઘડીકમાં સ્તુતિ સામે ઘડીકમાં મણી5 સામે જોઇ રહેલો એ યાદોની પરીસીમા વટાવી ચૂકેલો એ પણ ગતજન્મની ચીજો સ્વરૂપ-વાતો જોઇ સાંભળીને યાદ કરી રહેલો એણે હાથ ઊંચો કર્યો સ્તુતિ તરફ આંગળી કરીને બોલ્યો તું તું તું... પ્ર... પ્ર.. પ્રસન્ન લતા...
સ્તુતિ ખુશીથી નાચી ઉઠી એણે કહ્યું હાં હાં મારાં દેવરાજ હું તમારી પ્રસન્ન લતા. તમને છેવટે હું યાદ આવી ગઇ એમ કહીને સ્તવનનાં માથે પાઘડી પહેરાવી દીધી. સ્તવનનાં માથે પાઘડી આવી અને....
સ્તવનનાં માથે પાઘડી પહેરાઇ ગઇ અત્યારે સ્તવન કોઇ રાજકુમાર જેવો લાગતો હતો. પ્રસન્નલતા ઉર્ફે સ્તુતિ એને વળગી પડી. દેવરાજ હું તમને બરાબર યાદ આવી ગઇ કેટલાય સમયથી હું તડપતી હતી મારાં દેવરાજ તમે તમારાં મહેલમાંજ છો આ કિલ્લો તમેજ સર કરેલો કુંબલગઢ આ ગઢને તમે કબજે કરીને અહીંજ મને રાખી હતી મારાં દેવરાજ બધુ યાદ કરો. તમને તમારી પ્રસન્નલતા યાદ આવી જશે. એ આપણી અહીની પ્રેમ ક્ષણો એકએક યાદ સોનેરી છે ક્યારેય ભૂલાય એવી નથી દેવરાજ તમે...
દેવરાજ ઉર્ફે સ્તવન હવે પૂરે પૂરો એ સમયનાં ગાળામાં જીવી રહ્યો હતો હવે એ પોતાને દેવરાજનાં પાત્રમાં ઓળખવા માંડેલો એને એક પછી એક યાદોની કડીઓ પરોવતો બધુ યાદ કરી રહેલો એને બધુ યાદ આવી રહ્યું હતું...
અચાનક દેવરાજ ઉર્ફે સ્તવને સ્તુતિનો ઉર્ફે પ્રસન્નલતાનો હાથ પકડ્યો અને બારી ખોલી બહાર બતાવવા માંડ્યો. જો પ્રસન્ન લતા સામે દૂર દેખાય છે ? પત્થરની કોતરેલી અટારી ? હું પ્રથમવાર તને ત્યાં મળેલો ત્યારે હું એક હવેલીમાં રહેતાં રાજપુરુષ મારાં પિતા રાજનાં દિવાન હતાં અને હું ઘોડીસ્વારી શીખતો શીખતો ત્યાં આવી પહોચેલો હવે મને બધુ યાદ આવી રહ્યું છે હવે હું દેવરાજનાં પાત્રમાં આવી ગયો છું.
પ્રસન્નલતા દેવરાજને વળગી ગઇ અને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહી હતી. એ બોલી દેવરાજ તમે મને કેટલો પ્રેમ કરતાં ત્યાં અટારીએ હું મારી સહેલીઓ સાથે બેઠી હતી તમે ત્યાં અચાનક આવી ચઢેલાં તમને જોઇને બધી ગભરાઇ ગઇ હતી. પણ તમારી નજર ફક્ત મારાં તરફ હતી તમે માત્ર મને જોઇ રહેલાં. હું પ્રથમ નજરમાંજ ઘવાઇ ગઇ હતી. તમારાં માટે પ્રેમ જાગી ગયેલો હું શરમાઇને એ પત્થરની અંટારની થાંભલી પાછળ સંતાઇ ગઇ હતી તમે હળવે પગલે મારી પાસે આવેલાં અને કહેલું એય અનુપમ સુંદરી તમારુ નામ શું છે ? તમારાં સૌદર્યને આમ છૂપાવો નહીં એક નજર તમને જોઇ લેવા દો... તમારુ નામ કહો પછી હું જતો રહીશ..
સાચુ કહું તો હુંજ તમારાં પ્રભાવી ચહેરો જોઇને આકર્ષાઇ હતી મેં તમને થાંભલી પાછળ રહીનેજ કહેલું કે મારું નામ પ્રસન્નલતા છે મારાં પિતા રાજા હરિસિહ છે.
તમે મને કહેલુ તમે અહીં રોજ આવો છો ? તમને હું ફરી અહીં આવીને મળી શકું ?
મારાં રાજ.. મારાં દેવરાજ તમે એ દિવસે તો પાછા વળી ગયાં મેં તમને પાછા વળતાં જોઇને કહેલુ હું અહીં દર સોમવારે અને ગુરુવારે આવું છું અહી મણીકણેશ્વર મહાદેવના દર્શને આવુ છું અને... તમે આટલુ સાંભળી ઘોડે ચઢીને જતાં રહેલાં....
દેવરાજે કહ્યું હાં મને બરાબર યાદ છે એ દિવસે હું હવેલી પાછો ગયો મારું મન તને જોયા પછી ફરી મળવા માટે બેચેન થઇ ગયેલું. ફરી હવે ગુરુવાર ક્યારે આવે એની રાહ જોતો રહેલો.
ગુરુવાર થયો અને હું રોજ કરતાં વહેલાં હવેલીથી ઘોડાપર અહીં આવવા નીકળી ગયેલો અટારીની નજીક આવતાં પહેલાં મણીકણેશ્વર મહાદેવ પાસે મોટું પવિત્ર તળાવ છે ત્યાં મણીઘર નાગનો વાસ છે એ હું જાણતો હતો. ચારેબાજુ જંગલ અને મોટાં મોટાં ઝાડ આખો વિસ્તાર ઘનઘોર જંગલ અને લીલોતરી વાળો છે. હું ટેકરીઓ ચઢી રહેલાં અને મારી નજર મંદિર પાસેનાં તળાવ પર પડી ત્યાં તળાવમાં તને નહાતી જોઇ તને અને તારી સુંદરતા હું માણી રહેલો પણ આષ્ચર્ય એક વાતનું હતુ કે તારી સાથે તારી કોઇ સહેલી નહોતી હું પાછો તળાવ તરફ નીચે ઉતર્યો અને તળાવની સાવ નજીક આવી ગયો. અને ઝાડ નીચે ઉભો તને જોઇ રહેલો તારી કામનીય કાયા માત્ર એક ઓઢણીના ઓથે હતી હું તારાં તરફ ખૂબ આકર્ષાયો અને તારી નજીક આવી રહ્યો હતો ત્યાંજ મેં જોયું તું તળાવમાંથી બહાર આવી અને ત્યાં તારી ખૂબ નજીક મોટો ફેણધારી મણીધર નાગ ઉભો હતો પણ મારું આષ્ચર્ય વધી રહેલું તને એ નાગનો કોઇ ડર નહોતો. તેં એને જોયો તું આનંદીત થઇ ગઇ અને એ નાગ તારી સાથેજ સળવાળાટ કરતો ચાલી રહેલો તમે બંન્ને મહાદેવનાં મંદિરમાં ગયાં હું તમારી પાછળ પાછળ મહાદેવના મહાલયમાં આવ્યો તું મહાદેવનાં દર્શન કરી રહી હતી જળ ચઢાવતી હતી અને એ મણીધરનાગ મહાદેવજીને લપેટાઇને ફેણધરીને ઉભો રહેલો.
તમને બન્નેને જાણ નહોતી હું મહાદેવનાં મંદીરમાં આવી ગયો છું અને મારાં પગરવથી નાગને એહસાસ થઇ ગયો એણે ફેણ ચઢાવી ફુંફાડો માર્યો અને તારી નજર મારાં પર પડી અને તે નાગને ખબર નહી શું કીધું નાગ ત્યાંથી જતો રહ્યો. પ્રસન્નલતા મને આજ સુધી ખબર નથી પડી કે એ નાગ સાથે તારો શું સંબંધ હતો ?
પ્રસન્નલતાએ ઉર્ફે સ્તુતિએ દેવરાજનો ઉર્ફે સ્તવનનો હાથ પકડ્યો અને રૂમનાં બારણાં ખૂલી ગયાં પ્રસન્નલતા એનો હાથ પકડીને બહાર લઇ ગઇ. સ્તવનનાં માથે હજી પાઘડી યથાવત હતી અને બંન્ને જણાં હોટલની એટલે કે જૂના મહેલની બધી ગેલેરીઓ બધી પરસાવો પસાર કરતાં દાદરથી નીચે ઉતર્યા. રાત્રી અડધી પસાર થઇ ગઇ હતી આકાશમાં ચંદ્રમા પૂર્ણ કળાએ ખીલેલો હતો. પ્રસન્નલતા દેવરાજને લઇને હાથ પકડી હોલને બધુ પસાર કરી મુખ્ય દરવાજાની બહાર નીકળ્યાં બધાં કર્મચારી ઊંઘી ગયાં હતાં જે દરવાજા જાગતાં હતા એમને આ બંન્ને દેખાતાં નહોતાં સ્તુતિ દરવાજાની બહાર નીકળી અને એક કેડી જેવાં કાચા રસ્તે ચલાવતી ચલાવતી આગળ વધી રહી હતી. દેવરાજે કહ્યું તું મને આમ ક્યાં લઇ જાય છે ?
પ્રસન્નલતાએ કહ્યું મારાં રાજ મારી સાથે શાંતિથી ચાલ્યા આવો આજનો આ પૂનમનો દિવસ છે ભલે આવતી કાલે પૂનમ છે પણ આ ચૌદસની રાત વીતી ગઇ છે દેવરાજ કહ્યું પણ.. મારી વાત સાંભળ પૂનમને હજી વાર છે આજે પૂનમનો ચંદ્રમાં કેમ દેખાય છે ? અને તું પૂનમની રાત છે એમ કેમ કહે છે ? શું છે બધુ ? મને સમજાવ મને બધુ અગમ્ય લાગી રહ્યું છે.
પ્રસન્નલતાએ કહ્યું તમે બે ભવ ભેગા ના કરો. આપણે ગત જન્મનાં પરીવેશમાં જીવને લઇ આવ્યા છીએ આજે પૂનમ છેજ. તમે મારી સાથે આવો તમને આજે બધાંજ રહસ્ય ખોલી નાંખીશ.
ક્યાંય સુધી બંન્ને પગપાળા ચાલી રહેલાં કાળી અંધારી રાત ચારેબાજુ જંગલ હતું. સૂમસામ વાતાવરણમાં ક્યાંય સુધી ચાલ્યા માથે સાચે સાચ પૂર્ણકળાનો ચંદ્રમાં દેખાઇ રહેલો જાણે પૂનમજ હોય.
થોડે આગળ જઇને પ્રસન્નલતા અટકી અને દેવરાજને કહ્યું આવો અહીં હવે જુઓ આપણે ક્યાં આવ્યા છીએ ? જુઓ એજ મણીકર્ણેશ્વર મહાદેવમાં આવી ગયાં. દેવરાજ યાદ કરો હું અહી જળ ચઢાવવા આવી હતી ચાલો મહાદેવ પાસે તમે આ પાઘડી તમારાં રાણકપુરનાં મહાદેવજી પુરષોત્તમ મહાદેવને ચઢાવી હતીને ? એ આજે મહાદેવને ચઢી હતી અને તમે દર્શન કરો અને સામે જુઓ શું દેખાય છે. મંદિરમાં અંધારુ હતું. સ્તવન સ્તુતિ સાથે એટલે કે ગતજન્મની પ્રસન્નલતા સાથે દેવરાજ ગર્ભગૃહમાં આવ્યો. એનાં ડોળા આષ્ચર્યથી જાણે ફાટી ગયાં એણે અજબ અચરજ જોયું કે.....
વધુ આવતા અંકે - પ્રકરણ -88