Ayana - 12 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 12)


હોસ્પિટલ થી વહેલા નીકળીને દેવ્યાની ઘરે આવી...

રસ્તામાં એને ઘણા એવા વિચારો આવી રહ્યા હતા...
એના પપ્પા એ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવી હતી આજથી પહેલા આવું ક્યારેય થયું ન હતું....

દેવ્યાની ને કાલ સાંજ ની વાત યાદ આવી ગઈ....

ગઈકાલ સાંજે એના મામા ઘરે આવ્યા ત્યારે એણે દેવ્યાની ના લગ્ન ની વાત છેડી હતી...
એના મામા એ દેવ્યાની માટે એક છોકરા ના પરિવાર નું ઠેકાણું આપ્યું હતું પરંતુ દેવ્યાની અત્યારે ભણે છે એનું ભણતર પૂરું થાય ત્યારે જ એના લગ્ન કરવાના છે એવું કહી દીધું હતું ....

પરંતુ આજે આમ અચાનક ફોન કરીને ઘરે બોલાવી એ પણ છોકરાવાળા જોવા આવે છે એ માટે....
એના પપ્પા એ કંઇક કામ માટે બોલાવી છે એવું અયાના ને કહીને દેવ્યાની હોસ્પિટલ થી નીકળી ગઈ હતી...

દેવ્યાની જ્યારે ઘરે આવી ત્યારે બધી તૈયારી થઈ ચૂકી હતી...બસ દેવ્યાની તૈયાર થાય અને છોકરાવાળા આવીને એને જુએ એટલી જ વાર હતી....

એના પપ્પા ની વાતની આનાકાની કરવાની હિમ્મત ઘરમાં કોઈની ન હતી ....

એના મમ્મી એને રૂમની અંદર લઇ ગયા અને ડ્રેસ બદલવા માટે કહ્યું...

દેવ્યાની ની આંખોમાં દેખાઈ આવતું હતું કે એ શું કહેવા માંગે છે પરંતુ એના મમ્મી એ એને નજરઅંદાજ કરીને એની રીતે વર્તી રહ્યા હતા...

લાલાશ ઉપર ગુલાબી એવા રંગની કુર્તી પહેરી અને બધા વાળ છૂટા આગળ રાખ્યા હતા... ચહેરા ઉપર મેકઅપ ના કારણે એ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી પરંતુ ચહેરા ઉપરનું નૂર ગાયબ હતું....

છોકરાવાળા આવી ગયા દેવ્યાની ને બહાર લાવ્યા અને છોકરા છોકરી ને એકલા વાત કરવા માટે અંદર મોકલવામાં આવ્યા ...આ બધી ક્રિયા દરમિયાન દેવ્યાની એક પૂતળાં ની જેમ વર્તી રહી હતી...

રૂમની અંદર ઘણો એવો સન્નાટો છવાયેલો હતો... દેવ્યાની તો પૂતળાં ની જેમ જે પૂછે એનો જવાબ આપવા તૈયાર હતી પરંતુ એની સામે બેઠેલો છોકરો શરમાઈ રહ્યો હતો વાત ક્યાંથી ચાલુ કરવી એને કંઈ સમજાતું ન હતું ...

"અ...તમારું...નામ ...." શાંતિનો ભંગ કરીને છોકરા એ બોલવાનું ચાલુ કર્યું...

"દેવ્યાની...." હજી એનું નામ પૂરું કરે એ પહેલા છોકરો બોલી ઉઠ્યો...

"નાઈઝ નેમ...."બોલાય ગયા પછી એને સમજાયું કે એણે થોડી ઉતાવળ કરી દીધી...

"તમારું ના..." દેવ્યાની એનું વાક્ય પૂછવાનું પૂરું કરે એ પહેલા છોકરો ફરી બોલી ઉઠ્યો...

"રૂદ્ર...." ફરીવાર એને એવું લાગ્યું કે ઉતાવળ થઈ ગઈ...

નામ ની વિધિ પૂરી થયા બાદ ફરી પાછો સન્નાટો છવાઈ ગયો...

અડધો કલાક જેવો પૂરો થવા આવ્યો હતો બંને હજુ એમ જ શાંતિ બનાવીને બેઠા હતા....હવે બંનેને લાગ્યું કે વાત કરવા માટેનો સમય પૂરો થઈ ગયો છે એટલે બંને એ બહાર જવા માટેની પરમિશન લેવા માટે એકબીજાની સામે નજર કરી...

જાણે એકબીજાના ઈશારા સમજી ગયા હોય એમ હકાર માં ડોકું ધુણાવી ને ઊભા થઈને બહાર આવ્યા...

બહાર આવીને બધાએ એની તરફ નજર કરી...

" અમે તમને જવાબ માટે ફોન કરશું....હવે આજ્ઞા આપો..." રૂદ્ર ના પપ્પા ઊભા થઈને દેવ્યાની ના પપ્પા ને કહી રહ્યા હતા...

ઘરે જવાની વાત સાંભળીને દેવ્યાની એ અચાનક રૂદ્ર તરફ નજર કરી...રૂદ્ર એને જોઈ રહ્યો હતો...

રૂદ્ર ચાલીને દેવ્યાની તરફ આવી રહ્યો હતો એટલે દેવ્યાની પણ બે ત્રણ ડગલાં ચાલીને રૂદ્ર નજીક આવી...

હજી પણ બંનેને કંઈ સમજાતું ન હતું શું કહેવું...

દેવ્યાની એકધારી નજર રાખીને રૂદ્ર ને તાકી રહી હતી...

પૂરેપૂરા છ ફૂટના રૂદ્ર ની બોડી નોર્મલ હતી...બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટ માં એ સારો દેખાઈ રહ્યો હતો...ચહેરા ઉપર એના કપાળ ની એક લટ અલગથી રાખી હોય એમ બેઠી હતી એ લટ ના કારણે એનો ચહેરો વધારે આકર્ષક લાગતો હતો...પરફેક્ટ માપ લઈને ઘડેલા ચહેરા ઉપર આંખો ,નાક ,કાન ,હોઠ ગોઠવાયેલા હતા...રૂદ્ર ને જોઇને જ ખ્યાલ આવી જતો હતો કે એ ખૂબ શાંત , સ્માર્ટ અને થોડો શરમાળ છોકરો છે ...આમ તો રૂદ્ર ખૂબ જ હેન્ડસમ દેખાતા છોકરા માં પહેલો નંબર લાવે એવો હતો...

"નાઇઝ ટુ મીટ યુ..." રૂદ્ર ના હોઠમાંથી નીકળેલા શબ્દો સાંભળીને દેવ્યાની એના વર્તમાનમાં આવી ત્યારે એને ભાન થઇ કે એ રૂદ્રને ખૂબ જીણવટ ભરી નજર થી નિહાળી રહી હતી...

"સેમ ટુ યુ..." શું બોલવું એ ન સમજાતા દેવ્યાની એ કહી દીધું...

રૂદ્ર એ એની તરફ સ્માઇલ કરી ....રૂદ્ર ની સ્માઇલ જોઇને દેવ્યાની થી પણ સ્માઇલ થઈ ગઈ...
બંનેને એકબીજા તરફ સ્માઇલ કરતા જોઇને ઘરના તમામ સભ્યો ને નિરાંત થઈ આવી...

બંને સંબંધી એ એકબીજા તરફ જોઇને મનમાં હસી લીધું...

કારમાં બેસતાં બેસતાં રૂદ્ર એ પાછળ ફરીને દેવ્યાની તરફ નજર કરી ... દેવ્યાની હજુ પણ એને જોઈ રહી હતી ...

ઘરમાં હવે જ્યાં સુધી દેવ્યાની છોકરાવાળા ના વાતની પહેલ ન કરે ત્યાં સુધી એની માટે કોઈ કંઈ વાત નહિ કરે એવું જણાવી દેવામાં આવ્યું હતું...

ડિનર થઈ ગયા બાદ દેવ્યાની કામ કરીને એના રૂમમાં આવી ગઈ હતી...
છોકરાવાળા ગયા પછી થી લઈને અત્યાર સુધી કોઈએ એ વાત છેડી ન હતી...
પરંતુ રૂદ્ર ને લઈને દેવ્યાની એના વિશે જ વિચારે જતી હતી....
વધારે કંઈ પણ વિચાર્યા વગર એણે અયાના ને ફોન જોડ્યો...

પોતાના હોઠ ની છાપ ક્રિશય ના કાન પાસે પડી ગઈ હતી એના વિશે જ અયાના વિચારતી હતી...
વિચારતા જ એને હસુ આવી જતું હતું...

હજુ તો એ આગળ કંઈ પણ વિચારે એ પહેલા એના રૂમનો દરવાજો ખોલીને ક્રિશય અંદર આવ્યો...એના શર્ટ માં બટન ખુલ્લા હતા...એની સિક્સ પેક વાળી બોડી અંદરથી ડોકિયા કરતી હતી...
મોટા મોટા પગલે ચાલીને એ અયાના નજીક આવ્યો...
અયાના એને જોઇને ઉભી થઈ ગઈ...

"શું થયું તું કેમ..." હજી તો એનું વાક્ય પૂરું કરે એ પહેલા ક્રિશયે એને કમરે થી પકડીને નજીક ખેંચી લીધી...

"ક્રિશય તું આ શું કરે છે...કોઈક આવી જશે..." અયાના ના ચહેરા ઉપર ડર દેખાવા લાગ્યો...

"આ શું કર્યું છે..." એના કાન પાછળ હોઠ ની લાલ છાપ બતાવીને ક્રિશયે કહ્યું...

અયાના કંઈ બોલવાની અવસ્થા માં ન હતી...

"હોઠ ની છાપ હોઠ ઉપર જ સારી લાગે...કાન પાછળ નહિ..." વધારે પડતું રોમેન્ટિક બનીને ક્રિશયે કહ્યું ...

ક્રિશય ની આંખોમાં અયાના ને અલગ થી તુફાન દેખાઈ રહ્યું હતું....

ક્રિશય ધીમે ધીમે એના હોઠ અયાના ના હોઠની નજીક લઈ જઈ રહ્યો હતો...

અયાના એ એની આંખો બંધ કરી દીધી હતી...

ક્રિશય ના હોઠ અયાના ના હોઠ ને સ્પર્શી જવાના હતા ત્યાં અયાના એ બુમ પાડી...

"નો....." બુમ પાડીને અયાના એ એની આંખો ખોલી...

આંખો ખુલતા જ એને ખ્યાલ આવ્યો કે એના રૂમનો દરવાજો બંધ છે અને એના રૂમની અંદર પોતાના સિવાય બીજું કોઈ હાજર ન હતું...એટલે એને હસુ આવી ગયું...

ક્રિશય ને લઈને એને ખુલ્લી આંખે કેવા કેવા સપના આવી રહ્યા હતા એ વિચારીને એને શરમ આવી ગઈ...

એ હજુ શરમાઈને બેડ ઉપર આડી પડી ત્યાં એના ફોન ની રીંગ વાગી...

ફોન ક્રિશય નો હશે એવો ઝબકારો થતાં એણે ફટાફટ ફોન હાથમાં લીધો ત્યાં એને ફોનની સ્ક્રીન ઉપર દેવ્યાની નામ વાંચીને ફરી એકવાર શરમાઈ લીધું....
અને ફોન રીસીવ કર્યો ...

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED