Ayana - 11 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 11)


અયાના માટે આજે પહેલો દિવસ હતો...

ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાતે તેઓ કોલેજ માંથી ગયા હતા પરંતુ આજે હોસ્પિટલ ની અંદર એ પહેલી વાર એવા પેશન્ટ ને મળવાની હતી જેના વિશે ખાલી રિસર્ચ જ કર્યું હતું...

અયાના ક્રિશય ને ખુબ પસંદ કરતી હતી ... બીજી રીતે કહીએ તો એને ખૂબ પ્રેમ કરતી હતી...પરંતુ જ્યારે વાત પોતાના કામ ની આવે ત્યારે પૂરેપૂરી નિષ્ઠા થી એનું કામ કરતી હતી ...

ક્રિશય અને વિશ્વમ ડૉ.પટેલ ની સાથે સાથે ફરી રહ્યા હતા અને એનુ કામ કરી રહ્યા હતા....

સમીરા પણ આ હોસ્પિટલ માં ઇન્ટર્નશિપ કરી રહી હતી...એ ક્રિશય કરતા આઠ મહિના મોટી હતી ....
એટલે કે એ ક્રિશય ની સિનિયર હતી...

લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ ના નિયમ મુજબ પહેલો નિયમ એ હતો કે પોતાનાથી એક દિવસ પણ મોટા વ્યક્તિ આપણા સિનિયર કહેવાય જેને પૂરેપૂરું માન સન્માન આપવું જોઈએ...

વિશ્વમ તો પહેલેથી જ જાણતો હતો કે સમીરા એની સિનિયર છે પરંતુ ક્રિશય ને હજુ સુધી આ વાતની જાણ ન હતી...જેથી સમીરા ને પોતાના કામ ના સમયે વારંવાર ક્રિશય નામનું વાવાઝોડું ભટકાતું હતું...

બંનેની મુલાકાત થાય ત્યારે આસપાસ ના લોકોને ટોમ એન્ડ જેરી કરતા પણ વધારે ઝઘડો અને કોમેડી જોવા મળતું...

ક્રિશય ની સાથે સાથે સમીરા ને પણ ક્રિશય સાથે ઝઘડ્યા વગર શાંતિ મળતી ન હતી ...

એક બે કલાક સુધી બંને એકબીજાને ન મળે તો બધું સૂમસામ લાગતું હતું ...પરંતુ જ્યારે મળે ત્યારે જનમોજનમ ના દુશ્મન ની જેમ નાની નાની વાતને લઈને એકબીજાને સંભળાવી દેતા હતા...

અયાના સવાર માં ક્રિશય ને મળી પછી ની સાંજ ઢળી ચુકી હતી છતાં બીજી વાર ક્રિશય સાથે અથડાઈ ન હતી...
આજે પોતાના પેશન્ટ ને મળીને અયાના થોડી વિચારો માં સરી ગઇ હતી...
કોલેજ માં કહ્યા મુજબ અને પોતાના રિસર્ચ મુજબ એને આ બધું નોર્મલ લાગવું જોઈએ પરંતુ રિયાલિટી જોઇને એ એના વિશે જ વિચારે જતી હતી ...

ડો.પટેલ એટલે કે એના પપ્પા એ આજે પોતાની સિનિયર ડો. સમીરા સાથે જ્યારે મુલાકાત કરાવી એ મોમેન્ટ અયાના માટે બેસ્ટ હતી...
સવાર માં જે છોકરી અયાના ને દુનિયા ની સૌથી સુંદર છોકરી લાગી હતી એને એ મળી હતી...
નજીક થી એ વધારે સુંદર દેખાતી હતી ...
એના ચેહરા ઉપર ની રોનક , કોમળતા જોઇને અયાના એની ફેન બની ગઈ હતી ...

જાણે સમીરા ને જોઇને પહેલા દિવસ નો થાક ઉતરી ગયો હતો...

ડો.પટેલ ના કહ્યા મુજબ અયાના ક્રિશય સાથે ઘરે જવાની હતી...

પાર્કિંગ માંથી ક્રિશય અને વિશ્વમ ની સાથે સાથે સમીરા પણ એ જ સમયે ગાડી લઈને બહાર આવી...
અયાના બહાર ઊભા રહીને ક્રિશય ની રાહ જોઈ રહી હતી...

સમીરા ને ફરીવાર જોઇને અયાના ખુશ થઈ ગઈ...એ દોડીને સમીરા પાસે આવી અને વાત કરવા લાગી...

"યાર આ છોકરીઓને કંઈ કામ જ નહિ હોય ...." અયાના અને સમીરા ને વાત કરતા જોઈને ક્રિશય બોલી ઉઠ્યો...

પરંતુ વિશ્વમ ની નજર તો દેવ્યાની ને શોધી રહી હતી...

વિશ્વમ ને જ્યારથી ખબર પડી હતી કે આજે અયાના પોતાની ગાડી નથી લાવી અને એ ક્રિશય સાથે ઘરે જવાની છે એટલે દેવ્યાની પાસે વિશ્વમ સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે ઘરે પહોંચવા માટે...પરંતુ જ્યારથી હોસ્પિટલ માંથી બહાર આવ્યા ત્યારથી દેવ્યાની ક્યાંય દેખાઈ નહિ...

સમીરા સાથે વાત પૂરી કરીને જ્યારે અયાના ક્રિશય તરફ આવી રહી હતી ત્યારે ક્રિશય ની ગાડી પાછળ બેસવા માટે એ ખૂબ જ ઉત્સુક હતી ... ક્રિશય ની નજર સમીરા ઉપર જ હતી...

અયાના સાથે વાત કરતા કરતા પણ સમીરા ક્રિશય ને જોઈ રહી હતી...તો બીજી બાજુ ક્રિશય ની નજર તો એકવાર પણ મટકું મારતી નહતી ....
ક્રિશય ને સમીરા જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી એ એને જોતો રહ્યો...બીજી બાજુ સમીરા પણ સામે ટક્કર માં એને જોઈ રહી હતી ...

બંને વચ્ચે ની આ ડોર થી અજાણ અયાના ક્રિશય ની ગાડી માં આવીને ગોઠવાઈ ગઈ ...

"તું કેમ એકલી છે....?" વિશ્વમે ક્રિશય પાસે ગાડી લાવીને અયાના ને પૂછ્યું...

અયાના એ પ્રશ્નાર્થ નજરે એની તરફ જોયું...

"એ પેલી ભટુરી ની વાત કરે છે..." ક્રિશયે પાછળ સહેજ ડોકી નમાવીને અયાના ને કહ્યું...

ક્રિશય અચાનક આ રીતે નમીને અયાના ની નજીક આવ્યો જેથી અયાના ને પોતાની અંદર એક વીજળીનો કરંટ પસરી ગયો...

"કોણ ભટુરી....?"

"દેવ્યાની..." આખર માં વિશ્વમે નામ લઈ જ લીધું...એટલે ક્રિશય અને વિશ્વમ બંને હસી પડ્યા ....

પોતાની સહેલી ને કોઈ ભટુરી કહે એ અયાના ને બિલકુલ પસંદ ન પડ્યું ....

"તારે હવે ગાડી ચાલુ કરવાની છે કે નહિ...." એણે ગુસ્સામાં ક્રિશય ને કહ્યું...અને વિશ્વમ તરફ ફરીને બોલી...

"તને તો કાલે ભટુરી જોઈ લેશે બચ્ચુ..."

"ઓય ના ...પ્લીઝ એને નહિ કહેતી..." એવું બોલીને વિશ્વમ અને ક્રિશય બંને ફરી હસી પડ્યા...

" એ ભટુરી થી કંઈ આ છોલે બીવે એમ નથી..." ક્રિશય બોલ્યો પરંતુ પછી એને ખ્યાલ આવ્યો કે આ વાત અયાના ને કહેવાની ન હતી....

"ચાલો હવે હું નીકળું..." વાત ને પૂરી કરવા અને બદલવા માટે વિશ્વમ બોલી ઉઠ્યો...

પરંતુ આછા ગુસ્સા ના કારણે અયાના એ ક્રિશય ની છોલે વાળી વાત ધ્યાન માં લીધી ન હતી જેનાથી પેલા બંનેને થોડી નિરાંત થઈ આવી....

વિશ્વમ ત્યાંથી નીકળ્યો એટલે ક્રિશયે પણ ગાડી હંકારી...

વિશ્વમ આખા રસ્તે દેવ્યાની વિશે વિચારી રહ્યો હતો...કોલેજ ના દિવસો માં જ્યારે એ અયાના ની ફ્રેન્ડ દેવ્યાની ને મળ્યો હતો ત્યારથી એને પસંદ કરવા લાગ્યો હતો અને ક્યારે એની સાથે પ્રેમ થઈ ગયો એનો ખ્યાલ પોતાને પણ ન હતો...આજે એ દેવ્યાની ને ઘરે મૂકવા જવાનો હતો એ વિચારીને પોતે કેટલો ખુશ હતો પરંતુ વહેલા નીકળી ગઈ કે કોઈક ની સાથે ગઈ કે પછી એકલા જ ચાલતી થઈ ગઈ ...એની કંઈ પણ જાણ એને ન હતી...

અયાના એની પાછળ બેઠી હતી પરંતુ ક્રિશય તો સમીરા ના ખ્યાલો માં જ ખોવાયેલો હતો...આજે જેટલી વાર એ સમીરા સાથે અથડાયો અને એની સાથે બોલાચાલી થઈ એ બધું યાદ કરીને એને હસુ આવી રહ્યું હતું...

પાછળ બેઠેલી અયાના ક્રિશય પાછળ ગાડી માં બેઠી છે એ જોઇને જ મનમાં ખુશ થઈ રહી હતી...એનો એક હાથ ક્રિશય ના ખભા ઉપર હતો... ક્રિશય જોરથી બ્રેક મારે અને અયાના બંને હાથે એને પકડી લે અને એની થોડી નજીક આવી જાય એવા વિચારો અયાના ના મગજમાં ચાલી રહ્યા હતા...

જાણે ભગવાને પણ અયાના ના મનની વાત સાંભળી લીધી હોય એમ ક્રિશય ની ગાડી ની આગળ એક કૂતરું આવતા એણે સમીરા ના વિચારો ખેરી ને અચાનક જોરથી બ્રેક મારી...જેના કારણે અયાના નો બીજો હાથ પણ ક્રિશયના ખભા ઉપર આવી ગયો અને એનો ચહેરો ક્રિશય ના કાન ની પાછળ આવેલા ભાગ ઉપર અથડાયો જેથી અયાના એ રંગેલા આછા લાલ હોઠ ની છાપ કાન પાસે ઉપસી આવી...

"શું કરે છે જોઇને ચલાવને...." અયાના એ ગુસ્સામાં કહ્યું...

"ઓ મેડમ ...ક્યારેક થઈ જાય ...તમે પકડીને બેસો ને...." ક્રિશયે પણ સામે વળતો જવાબ આપી દીધો .....

ક્રિશય નો જવાબ સાંભળીને પણ જાણે અયાના ને હસુ આવી રહ્યું હતું પરંતુ એણે પોતાના ચહેરા ઉપર ગુસ્સો જાળવી રાખ્યો હતો ....

ક્રિશય ના કાન પાસે પોતાના લાલ હોઠ ની છાપ જોઇને અયાના ને અંદરથી કંઇક અલગ લાગણી થઈ આવી...અને વિચાર આવ્યો કે એના હોઠ ક્રિશય સાથે સ્પર્શી ગયા છતાં બેમાંથી કોઈને ખ્યાલ ન આવ્યો...

હવે અયાના એ સાફ કરે તો ક્રિશય ને એની જાણ થઈ જાય પછી એ શું જવાબ આપશે એ વિચારીને એણે જેમ છે એમ જ રહેવા દેવાનું વિચાર્યું....

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED