Aarav ni Anamika books and stories free download online pdf in Gujarati

આરવ ની અનામિકા

અનામિકા આજે ખૂબ જ દુઃખી હતી.. ડોક્ટર સાથે થયેલી વાતથી એ ખૂબ જ ભાંગી ગઈ હતી. આરવ સાથેના તેના લગ્નજીવનનાં 17 વર્ષ જાણે એક ફિલ્મની રીલની જેમ ફરી રહ્યા હતા ..તેમ છતાં હિંમત ન હારી આરવ સામે જતા પહેલા આંખો સાફ કરી એક ઊંડો શ્વાસ ભર્યો અને આરવની સામે હાજર થતાં જ જાણે કંઇ બન્યું જ નથી એમ વર્તવા માંડી...
પણ આરવ તો અનામિકાને રગેરગ થી વાકેફ હતો અનામિકા નો ઊતરેલો ચહેરો જોઈ હંમેશાની જેમ ગંભીરતાને હળવાશથી લેતો આરવ આજે તો એવો પ્રશ્ન કરી બેઠો કે માંડ માંડ સંતાડી રાખેલા અશ્રુઓ ની પાળ જાણે તૂટી ગઈ આરવ અનામિકા ને પૂછી બેઠો શું કહ્યું બિલો... ડોક્ટરે? અનામિકાને આરવ પ્રેમથી બિલો કહીને બોલાવતો ક્યારેક રાની તો ક્યારેક વળી બિલોરાની ઘણી વખત તો ઓ મારી બિલોરાની....
અને અનામિકા ને ૧૭ વર્ષ પહેલાં લગ્નજીવનનો એ દિવસો યાદ આવી ગયા... લગ્નના શરૂઆતમાં જ આરવ અનામિકાની movie જોવા લઈ જતો. એમાં પણ આરવની પસંદીદા કલાકાર બિપાશા બાસુ અને તેને એક મુવી નું સોંગ બિલ્લો રાની કહોતો અપની જાન દે દુ... બસ તે દિવસથી જ આરવ અનામિકાને બિલ્લો રાની કહીને જ બોલાવ તો પણ એકાંતમાં..
અને ફરીથી વર્તમાનમાં અનામિકા આરવ ના ખભા પર માથું ઢાળીને રડી પડે છે આરવ હું નથી ઈચ્છતી કે તું મારા માટે તારી જાન આપી દે હું તો ઈચ્છું છું કે આપણે સાથે જ વૃદ્ધ થઈ એ..
.....

આરવ જેટલો અનામિકાને ચાહતો એટલો કદાચેય કોઈને પોતાના જીવનમાં એને પ્રેમ કર્યો હશે એમાં પણ લગ્ન પછી તો આરવના જીવનમાં અનામિકા ઘણાબધા ફેરફાર લાવી દીધા હતા
નાનપણથી આરવ તેના માતાપિતાના લાડકોડમાં ઉછરેલો અને વધારે પડતા પ્રેમથી ખૂબ જ જિદ્દી સ્વભાવનો પણ બની ગયેલો પણ માંડ પંદર સોળ વર્ષની ઉંમરે પહોંચ્યો હશે અને ત્યાં તેના પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને ત્યારબાદ તો એનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું ..માટે ગુસ્સો તો જાણે તેના નાક પર જ હોય ..ગમે તે વ્યક્તિને સામે કંઈ પણ કહી દેવું એટલે તેના માટે કંઈ નહીં.. પણ ધીરે ધીરે એક બિઝનેસમાં સફળતા મેળવે છે અને પોતે પોતાનું એક મકાન વસાવે છે અને ત્યારબાદ અનામિકા નું તેના જીવનમાં આગમન થાય છે જે તે મકાનને એક ઘર બનાવે છે..
આરવ અને અનામિકા સ્વભાવે બંને ઉત્તર દક્ષિણ.. પણ બન્ને વચ્ચે અથાગ પ્રેમ આરવ અને અનામિકા ના માતા પિતા ની પસંદગીના આધારે બંનેને લગ્નગ્રંથિથી જોડાઈ છે... અનામિકા હસમુખ ઈતો આરવ ગુસ્સો ધરાવનાર, અનામિકા બહિર્મુખી તો આરવ અંતર્મુખી, અનામિકા નાની-નાની વાત પણ બધાને જણ આવનારી તો આરવ ખૂબ ઓછું બોલનાર અથવા તો ઈચ્છા હોય તો જ બોલે...
પણ આજે હોસ્પિટલના બેડ પર 17 17 વર્ષના બંનેના લગ્નજીવન બાદ કોઈને એવું જ લાગે કે જાણે બંને પ્રેમ લગ્ન થી એકબીજાથી જોડાયેલા હશે..
અનામિકાને અત્યારે આરવના ખભા પર માથું ઢાળીને જાણે વર્ષોના પહેલાની વાતોમાં ક્યાંય ખોવાઈ જાય છે 18 વર્ષ પહેલાં જ્યારે તે કોલેજમાં હતી ત્યારે આરવ તેને જોવાની વાત ચાલે છે કદાચ બંને નો આ પ્રથમ અનુભવ હશે અને બંને અંદરથી ખૂબ જ ગભરાહટ અનુભવે છે અને એ પ્રસંગ પણ ખૂબ જ યાદગાર બનેલો...
....

અનામિકા તે દિવસે કોલેજ જવા માટે તૈયાર થઇ રહી હોય છે અને અચાનક તેના પપ્પાને મમ્મી જોડે વાત કરતા તે સાંભળે છે કે આજે અનામિકાને છોકરાવાળા જોવા આવવાના છે તેમાં પણ તે છોકરો પોતે જ આવશે.. બેડરૂમમાંથી અનામિકાને ઈચ્છા થઈ જાય છે કે પોતાના પપ્પાને ના પાડી દે દર વખતની જેમ આ વખતે ના પાડી શકતી નથી કારણ કે આ વખતે સીધો છોકરો જ અનામિકાની જોવા આવવાનો છે આ વખતે પપ્પાએ કહ્યું છે માટે કોઈ પણ તેની સામે બોલી શકે નહીં પણ અનામિકા તેની માતાને સમજાવવા પ્રયત્ન કરે છે હજુ મારે કોલેજ કરવી છે હજુ મારે ભણવું છે પણ અનામિકાની મમ્મી તેને સમજાવે છે કે જો યોગ્ય લાગશે તો જ આગળ આપણે વાત વધારીશું નહિ તો ના પાડી દેશું અને અનામિકા માની જાય છે
અને તે દિવસે અનામિકાને જોવા આરવ આવે છે અનામિકા એક ટ્રે માં પાણીના ગ્લાસ મુકી આપવા જાય છે હાથમા ધ્રુજારી અને આંખમાં શરમ થી તે આરવ ને સરખાયે જોઈ પણ નથી શકતી વળી ચા આપવા સમયે તો એટલી શરમાઈ જાય છે કે શું કરવું એનું ભાન જાણે ભૂલી જાય છે જ્યારે બીજી તરફ આરવ તો માત્ર અનામિકાને એકીટશે જોયા જ કરે છે અને હોઠ પર સ્મિત છલકાઈ જાય છે
અને ઉતાવળે શું કરવું એનું ભાન ભૂલીને અનામિકાના પિતાની રજા લઈને જવા માટે નીકળી જાય છે અનામિકા ના પિતા ને લાગે છે કે કદાચ છોકરા ને પસંદ નહિ હોય કે કંઈક હશે અને એ પણ આરવ ને બહાર સુધી મુકવા જાય છે અને પોતે પોતાના કામના સ્થળે જવા રવાના થાય છે..
તું બીજી તરફ અનામિકાના મમ્મીને ચિંતા થાય છે કે આમ કોઈ વળી જોવા આવતું હશે ?અને આવી રીતે કોઈ વરતતું હશે? અને તે તો અનામિકા પર ગુસ્સો ઉતારે છે કે તે જ કંઈક કહ્યું હશે તો જ છોકરો આમ જલ્દીથી જતો રહે તે એવું શું વર્તન કર્યું કે છોકરો ચાલ્યો ગયો.
અને ઘરમાં બબાલ શરૂ થઈ જાય છે. અનામિકા પોતાનું આસમાની ડ્રેસ બદલવા બેડરૂમ તરફ જાય છે અને ફોનની ઘંટડી વાગે છે અનામિકાની મમ્મી અનામિકાને બોલાવે છે અને કહે છે કે જો બેટા હમણાં કપડાં ન બદલ આરવ પાછો તારી જોડે વાત કરવા આવે છે
અને અનામિકા ના શરીર માં ફરીથી એ ઝણઝણાટી શરૂ થાય છે
.....

હજી તો થોડી ક્ષણો થાય છે ત્યાં આરવ એક બાઈક પર આવી જાય છે અને અનામિકા ના પિતા તો પોતાના કાર્યના સ્થળે જતા રહ્યા હોય છે માટે તેના મમ્મી જ આરવ ને આવકાર આપીને બેસાડે છે અને અનામિકા ના રૂમમાં જ આરવને વાતચીત કરવા માટે દોરી જાય છે અને કહે છે કે તમે લોકો વાતચીત કરો અને હું નાસ્તાની વ્યવસ્થા કરું છું આ બાજુ અનામિકા તો થરથર ધ્રૂજે છે આ એનો પહેલો અનુભવ હોય છે આ પહેલા ક્યારેય કોઈ અજાણ્યા છોકરા સાથે તેણે વાત પણ કદાચ નહીં કરી હોય..
આરવ પણ ખૂબ જ શરમાળ પ્રકૃતિ નો શું કહેવું અને કઈ રીતે કહેવું એનો કોઈ વિચાર જ નહીં કર્યો અને સીધો જ અનામિકાને ને પૂછી બેસે છે કે શું તમે મારા ભાભી ને ઓળખો છો?( જે અનામિકા ના સગા મોટા બહેન થાય છે) અને અનામિકા તો હસવું કે શું કરવું એ સમજે એ પહેલાં તો આરવ ના પ્રશ્નોની હારમાળા શરૂ થઈ જાય છે અને નિરુત્તર અનામિકા પણ શું જવાબ આપે બસ એ તો આરવ ના પ્રશ્નો જ સાંભળ્યા કરે છે જે એકદમ બાલસહજ હતા પણ એક પ્રશ્ન સાંભળીને અનામિકાની આંખો ઊંચી થાય છે અને આરવની સામે જોઈ બેસે છે આ કદાચ તેનો પ્રથમ વાર નો અનુભવ હશે કે તેણે આરવને નીરખીને જોયો હશે આરવ બ્લ્યુ જીન્સ અને વ્હાઇટ ટી-શર્ટ પહેરેલા જોયો અને તે જોતી જ રહી ગઈ જ્યારે આરવ તો બસ એકદમ ચૂપ થઈ અનામિકાને નિહાળ્યા જ કરે છે આટલી સુંદર અનામિકા મોટી મોટી આંખો બાળસહજ સ્મિત અને શરમના કારણે બંને ગાલ પર પડતી ગુલાબી ઝાંય ઉપરથી આસમાની રંગના ડ્રેસ માં કેટલી સુંદર લાગતી હતી અનામિકા ..પણ આરવ ફરીથી પૂછે છે શું તમે આગળ પણ ભણવા ઈચ્છો છો તો હું તમને મદદ કરવા પ્રયત્ન કરીશ હું તમારી દરેક ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરીશ
અનામિકા અવાચક જ રહી જાય છે કે શું કહ્યું તેને કંઈ સૂઝતું જ નથી પણ અનામિકાને એક વિચાર આવે છે કે શું આ વ્યક્તિને એટલો વિશ્વાસ છે કે અનામિકાના પિતા તેને હા કહી દેશે આ સંબંધ માટે અને ત્યાં અનામિકાના મમ્મી નાસ્તાની પ્લેટ લઈને પહોંચી જાય છે બેડરૂમમાં આવતા જ આરવતો શરમનો માર્યો દ્રષ્ટિ પણ નથી કરી શકતો જ્યારે અનામિકા તો તેને જોયા જ કરે છે અને નાનપણની એક વાત એને યાદ આવી જાય છે કે અનામિકા સુંદર તો ખરી જ પણ તેની હાઈટ પણ ઘણી વધારે અન્યના પ્રમાણમાં તેથી નાનપણથી જ તેના ની માસીબા, ફોઈબા ,પાડોશની સ્ત્રીઓ તેને મમ્મી ને પૂછતા કે આને યોગ્ય મુરતિયો શોધવો મુશ્કેલ થઈ પડશે હો ! પણ ના આરવ તો છ ફૂટથી પણ વધારે ઊંચો રંગે શ્યામ પણ દેખાવડો પણ ખરો અને શું એની પર્સનાલીટી આમ આરવ ની દ્રષ્ટિ અનામિકા પર પડે છે અને અને અનામિકા બહાર જતી રહે છે આરવ પણ અનામિકાની મમ્મી ને રજા લઈને નીકળે છે અને બીજા દિવસે તો સગાઈ ની તૈયારીઓ ચાલુ થઇ જાય છે...
...

અહીં હોસ્પિટલના બિછાના પર રહેલ આરવ ને જોઈને અનામિકા પોતાના ભૂતકાળમાંથી બહાર નીકળે છે અને આરવ પણ એકીટસે અનામિકાને જ જોયા કરે છે બંને વચ્ચેનો 18 વર્ષ નો પ્રેમ કેટલાય ચડાવ-ઉતાર છતાં પણ અકબંધ રહે છે બંને વચ્ચેની આત્મીયતા અને એકબીજાની આંખોમાં જોઈને પોતાના પ્રેમને મહેસુસ કરે છે બંને કલાકો સુધી મૌનમાં જ ડૂબેલા રહે છે અને હોસ્પિટલના રૂમમાં હોય છે માત્ર નીરવ શાંતિ કોઈ જ જાતના સંવાદો નહીં....
અનામિકા એ વાતથી અજાણ હોય છે કે આરવ જે આ વારંવાર જાન આપવાનું કહે છે તે ક્યાંક સાચું તો નથી થવાનું ને... ક્યાં એ સતત બોલતો રહેતો આરવ અને ક્યાં આ સ્થિતી માં શાંત આરવ... કદાચ તે જાણતી હોત તો? તે સ્વીકારું કેટલું કઠિન હોત, તે પોતાના દ્વારકાધીશ ને પ્રાર્થના કરે છે કે મને તારા પર પૂરી શ્રદ્ધા છે ,દવા પર નહિ પણ, એ માત્ર અને માત્ર તારી કૃપા થી જ મારા આરવને સારું કરી દેજે... તે હંમેશા પોતાના તન મન અને ધનથી આરવ ને ચાહતી,એ આરવ ને સ્વસ્થ કરવાના પ્રયત્નો કરે છે
તે વળી ભૂતકાળમાં ખોવાઈ જાય છે સગાઈ પછી ચાલતો કાર્ડસ અને લેટર નો દોર તેને યાદ આવે છે... એ દરેક કાર્ડમાં કંઈક નવીનતા હોય જ તો અનામિકા વિચારે કે છે કે શું આરવ ખરેખર તેને આટલો પ્રેમ કરતો હશે અને વળી દરેક કાર્ડની સાથે સાથે એક નાનકડો લેટર તો હોય જ અને દરેક લેટરમાં અનામિકાના ભરપૂર વખાણ કર્યા હોય આરવ માટે અનામિકા જેટલું કોઈ જ વ્યક્તિ મહત્વ ધરાવતું ન હતું એની જિંદગીમાં આટલો પ્રેમ એને કોઈએ પણ આપ્યો ન હતો સગાઇ પછીના એક વર્ષ બંને માટે એક બીજાની ફીલિંગ એકબીજાના પ્રત્યેનું આકર્ષણ ટેલિફોનિક વાતચીત માં જ વ્યક્ત થઇ જાય છે.વળી કેટલા બધા ફેમિલી પ્રોબ્લેમ પણ તેમ છતાં અનામિકા અને આરવ તો જાણે એકબીજા માટે જ બન્યા હોય ઘણી વખત આ ફેમિલી પ્રોબ્લેમ્સની વાતોથી અનામિકાને ક્યારેક ડર લાગતો ત્યારે આરવ તેને કહેતો કે તું ડર નહીં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તું મારા પર બસ વિશ્વાસ રાખ આપણે સાથે જ જીવશું અને સાથે જ મરીશું હું તારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકુ.... અને પોતાના મોબાઈલમાં રહેલા whatsapp માં અનામિકા જુએ છે કે ઓફિસે જતી વેળાએ થી લઈને ઓફિસેથી આવ્યા બાદ પણ આરવ ના જ મેસેજ,તે નાસ્તો કર્યો? વરસાદ છે હું લેવા આવું? તું જમી? ક્યારે આવીશ? શું બનાવીશ? ચાલશે જે પણ હશે... અને ફરીથી અનામિકાની આંખોમાં આંસુ રૂપે ભરતી આવી જાય છે માંડ માંડ રોકી રાખેલા આંસુઓની પાળ અચાનક જ તૂટી જાય છે કે હવે બસ કર દ્વારકાધીશ, ક્યાંક આરવ આમ મધદરીએ છોડીને જતો રહેશે તો હું શું કરીશ તેના વગર... હવે બસ તું જ મારો આશરો છે હે ! દ્વારકાધીશ. બસ ડોક્ટરની વાત સાચી ન ઠરે... આમ ગમે તેમ કરી પોતાના મનને મનાવીને આરવ ની સામે જતા પહેલા એક ઊંડો શ્વાસ ભરે છે અને હસવાનો પ્રયત્ન કરે છે અને આરવની સામે જાય છે ત્યારે આરવ પોતાના બેડ પર બેસીને બારી બહાર જોઈ રહેલો હોય છે આરવ પણ જાણે બધું જ પામી ગયો હોય છે તેમ છતાં અનામિકાના આંખોના છુપાયેલા આંસુ અને જોવાનું ટાળે છે તે ઈચ્છે છે કે જલદી અનામિકા હસવા માંડે જેવી નિખાલસ છે તેમ જ રહે જેમ હસતી હોય છે તેમ જ હસતી રહે પણ એ વાતથી અજાણ અનામિકા તો આરવ માટે વારંવાર તેના દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે પ્લીઝ મારા આરવને મારાથી દૂર નહીં કરીશ તુ બચાવી લે જે... અનામિકાના આંખોમાંથી શ્રાવણ-ભાદરવો જાણે સુકાતા જ નથી વારંવાર રડીને એની આંખો પણ જાણે એનો સાક્ષી પુરાવે છે કે અંદરથી અનામિકા કેટલી તૂટી ગઈ છે કેટલી ભાંગી ગઈ છે પણ મનમાં નક્કી કરેલું હોય છે કે આરવની સામે ક્યારેક તુટશે નહીં કે ક્યારેય પોતાનું દુઃખ તેને બતાવશે નહીં મજબૂત બનીને તેની સામે ઊભી રહેશે ફરીથી ઊંડો શ્વાસ ભરી અને આરવની સામે હસતો ચહેરો લઈ જાય છે....

વર્તમાનમાં અનામિકા એ હોસ્પિટલ, આધુનિક રીતે સજાવેલું ફર્નિચર સુપર સ્પેશિયાલિસ્ટો, મેડિકલ સ્ટોર ,નાસ્તાની દુકાન,એ રસ્તા એ લાંબી લોબી કે જેમાં આરવ અનામિકાનો હાથ પકડીને દોરી ને લઈ જતો અને કેટલા સરસ બંન્ને ગીતો ગાતા એકબીજાની હસાવા માટેના પ્રયત્નો કરતા એવું વારંવાર અનામિકા ને યાદ આવે છે અને ક્યારેય કદાચ જીવનમાં તે ભૂલી જ નહીં શકે તે જીવનની છેલ્લી ક્ષણ જે આરવ તેની સાથે જીવનની છેલ્લી ક્ષણો વિતાવેલી હતી...
અનામિકા તો આરવને સ્વસ્થ કરી ઘરે લઈ જવા માંગતી હતી એતો મીઠી યાદો ના સંભારણા ઇચ્છતી હતી પણ તેને ક્યાં ખબર હતી કે આ યાદો તો તેના રાતોની ઉંઘ ઉડાડી દેશે એને ક્યાં ખબર હતી કે આરવ ની તેની સાથેની આ જિંદગીની છેલ્લી ક્ષણો હશે તેને ક્યાં ખબર હતી કે હવે આરવને તેની સાથે ક્યારેય નહીં લઈ જઈ શકે તેને ક્યાં ખબર હતી કે આ બધું તેના જીવનમાં એક ભુંડો ભૂતકાળ બની જશે જે હંમેશા તેના વર્તમાનમાં તેને ડંશસે....
અનામિકા આરવ સમક્ષ જ્યારે હાજર થાય ત્યારે જાણે કંઈ છે જ નહીં તેમ જ વર્તે છે પણ આરવ એની સામે આંખ જ મેળવી નથી શકતો એકદમ શાંત આરવ બસ અનામિકાને જ નિહાળ્યા કરે છે આમ તેમ જોઈ બારી બહાર જોઈ લે છે પણ બંને એકબીજાની સામે નજર મેળવી શકતા નથી જાણે વિધિના વિધાન ની નાનકડી સમજણ બંનેને થઈ ચૂકી છે હંમેશા એકબીજા સાથે લડતા-ઝઘડતા અને હંમેશા એકબીજાને અનહદ વ્હાલ વરસાવતાં પ્રેમીયુગલને જાણે જીવનની દૂર મૃત્યુ સુધીના માર્ગ પર લઈ જવા વિખુટા પડવાનો અણસાર આવી ચૂક્યો હોય છે...
તેમ છતાં હંમેશાની જેમ આરવ અનામિકાને એટલી જ કાળજી રાખે છે અનામિકા તું આજે ચા પી લેને , જમી લેને, પણ આરવ જ્યાં સુધી ખોરાક ગ્રહણ કરે ત્યાં સુધી અનામિકાને ગળે ક્યાં પાણીનો ઘૂંટડો પણ ઉતરવાનો હતો જાણે અનામિકા એ તો નક્કી જ કર્યું હતું કે જ્યાં સુધી મારા આરવને સારું ન થાય ત્યાં સુધી હું પણ કંઈ ખાઈશ નહીં આમ કેટલાય દિવસો બની એ કંઈ વ્યવસ્થિત રીતે ખોરાક ગ્રહણ ના કર્યો અને એ દરમિયાન આરવ અને અનામિકા બને જાણે એકબીજા માટે જ જીવતા હોય તે રીતે વર્તે છે
અનામિકાને રીઝવવા માટે તો આરવ પણ જ્યૂસને તેવું લેવા લાગે છે અનામિકા ઈશ્વરને આરવ ના લાંબા આયુષ્ય માટે સતત પ્રાર્થના કરે છે તો બીજી બાજુ આરવ અનામિકા હંમેશા ખુશ રહે તેવી પ્રાર્થના કરે છે કોઈપણ સંજોગો એ બંને એકબીજાથી દૂર જવા નથી ઈચ્છતા પણ આરવને તો જાણે પોતાનું મૃત્યુ સામે દેખાતું હોય તેમ બસ અનામિકા થી દૂર જ રહે છે ...
આરવ હંમેશાં અનામિકાને હિંમત આપતો અને તેને સમજાવતો કે જીવનમાં આપણાથી વિશેષ કંઈ જ નથી બીજા શું કહેશે એવા વિચાર સુધ્ધાં ક્યારેય નહીં કરતી હંમેશા આપણા દિલની વાત સાંભળવી દિલ શું કહે છે તે જ માનવું આપણી ઇચ્છા અનુસાર જીવન જીવવું ક્યારેય નબળા વિચાર જ નહીં કરવા હંમેશા ધૈર્ય રાખવું ગમે તેવી પરિસ્થિતી હોય આપણે આપણી જાત પર કાબૂ રાખવો અને હંમેશા આપણે જ સાચા છીએ એ માનીને જ કાર્ય કરવું
જો અનામિકા તું ખૂબ જ નિખાલસ છો માટે આ સમાજમાં તારા જેવા વ્યક્તિઓ ને ઘણા લોમડી જેવા માણસો છેતરવા પ્રયત્ન કરશે
પણ ક્યારેય છેતરાવું નહીં અને જો છેતરાઈ જઈએ તો કોઈ દિવસ ડરવું નહીં આપડા ડિસિઝન આપણે જાતે જ લેવા કોઈપણ વ્યક્તિના ડિસિઝન સાંભળવા પણ છેલ્લે તો આપણા જ મનની વાત માનવી...
ત્યારે અનામિકાને થતું કે આરવ શું કામે આવી વાતો કરે છે... તેના મનમાં શું ચાલે છે.. વળી તે ઈશ્વરને પ્રાર્થના કરતી કે આરવ હંમેશા માટે મારી સાથે જ રહે તે મારાથી ક્યારેય દૂર ન થાય તે જલ્દી સ્વસ્થ થઈ જાય તો હું તેને ઘરે લઈ જાવ..
જ્યારે આરવ આવી વાતો કરે છે ત્યારે ગહેરી હતાશામાં સરી પડે છે ત્યારે અનામિકા વિચારે છે કે તારું ધ્યાન તે બીજે ક્યાંય રે બીજી વાતો કરે ગીત ગાય ખુશ રહે બીજા વિચારોથી આરવ દૂર થાય તે માટે પ્રયત્ન કરે છે પણ સારો તો જાણે હવે કંઈક છૂટી રહ્યું હોય તેમ અનામિકાની ઘણી બધી શિખામણ જ આપે છે અને ઘણી વખત તો અનામિકાને પ્રાર્થના કરતી વેળાએ એકીટસે જોયા કરે છે જ્યારે અનામિકા તેની તરફ જુએ છે ત્યારે તે પોતાની નજર ફેરવી લે છે અને બારી બહાર જોવા લાગે છે બારી બહાર એક નાનકડું શિવ મંદિર હોય છે સવાર-સાંજ ના આરતીના સમયે આરવ પણ મનોમન અનામિકા માટે જ તો પ્રાર્થના કરે છે હે દ્વારકાધીશ મારી અનામિકાને હંમેશા ખુશ રાખજે જેવી છે તેવી જ રાખજે એકદમ નિર્દોષ બાળ સહજ તેનું હાસ્ય હંમેશા તેના ચહેરા પર ઝગમગતુ રહે હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહેતી મારી અનામિકા ખુશ રહે મારે બીજું કશું જ જોતું નથી...
આરવ અને અનામિકા બંને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરે છે પણ એકબીજા માટે જ કેટલો અતુટ પ્રેમ...

અનામિકા ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે અને ત્યાં ડોક્ટરની ટીમ ફરી તપાસવા માટે આવે છે અને અનામિકાને આરવ ની તબિયત માટે પૂછે છે જ્યારે આરવ તો એકીટસે અનામિકાને જ માત્ર નિહાળ્યા કરે છે કંઈ જ બોલતો નથી ખબર નહીં મગજમાં શું વિચાર ચાલતાં હશે તે તો માત્ર આરવ જાણે...
( ખરેખર ઈશ્વર પણ ક્યારેક એટલો ક્રુર બની જતો હોય એવું લાગે છે કેટલાય સંઘર્ષો પછી આરવ અને અનામિકા હવે ખુશી ના દિવસો માં થી પસાર થઇ રહ્યા હતા અને હવે એ બંનેને અલગ કરવા જાણે કુદરતે જ એક કાવતરું રચ્યું...)
આમને આમ આરવ અને અનામિકા હોસ્પિટલના બેડ પર ક્યારેક પોતાના ભૂતકાળને વાગોળતા હોય છે તો ક્યારેક તો જાણે બેવ એમાં ડૂબી જાય છે વર્ષોનો એમનો એ અકબંધ પ્રેમ...
એકે-એક તાંતણે જોડીને બાંધેલ તેમનો પરિવાર રૂપી માળો શું એક જ ક્ષણમાં તૂટી જશે ? એવો અણસાર પણ ક્યાં છે અનામિકાને આરવ ની દેખભાળ મા એ તો ભવિષ્યના પ્લાન બનાવવા લાગે છે કે જો આરવને સરખું થઈ જશે ને તો એને દ્વારકા લઈ જશે અને થોડા સમય પછી ઉજ્જૈન લઈ જશે પછી ભવિષ્યમાં આરવ સાથે ફરીથી એ જ હિલસ્ટેશન પર જશે અને અચાનક તેને એના સોળ વર્ષ પૂર્વેના કુલુ મનાલી ના દિવસો ની યાદ આવી જાય છે...
જોવા આવ્યા બાદ અનામિકાની અનુમતી વગર જ આરવ સાથે તેની સગાઈ કરી દેવામાં આવે છે અને પછી થાય છે તેની ફોન પર વાતચીત નો દૌર રોજ રોજ તો નહીં પણ ક્યારેક ક્યારેક બંને ટેલિફોન પર વાતચીત કરે છે અને ક્યારેક ક્યારેક ભવિષ્યના પ્લાન વિશે ની વાત, વાત-વાતમાં આરવ જાણી લે છે કે અનામિકા સ્ટેશન પર જવાની અદમ્ય ઈચ્છા છે અને હજી સુધી તે ગુજરાત ક્યાં ફરવા ગય નથી.. અનામિકા કહે છે કે તેને બરફની પહાડી ઉપર કરવા જવું છે અને એ માટે આરવ અનામિકાને પૂછ્યા વગર તે જાણી લે છે કે તેનું ફરવાલાયક સ્થળોમાં હિલ સ્ટેશન છે તેની ઈચ્છા છે ત્યાં જવાની માટે પોતાની આવકમાંથી એ ધીરે ધીરે બચત કરીને એના માટે થઈને મનાલીના રિસોર્ટ ની મેમ્બરશીપ માં જોડાઈ છે અને પોતાની આવકમાંથી થોડી થોડી બચત કરીને સુંદર મજાના રિસોર્ટ માટે આયોજન કરે છે જેથી પોતાની સ્વપ્ન સુંદરી અનામિકાને દૂર લઈ જઈ શકે માત્ર તે અને અનામિકા જ હોય એકલાં જ અને તેની વચ્ચેની આત્મીયતા ...આમ તો આરવ પોતાના બિઝનેસ માટે અનેકવાર ગુજરાતની બહાર જતો જ હોય છે પણ અત્યારે અનામિકાને પોતાની સાથે લઈ જશે એ વિચારમાત્રથી શરીરમાં અલગ પ્રકારની ઝણઝણાટી અનુભવે છે જે આમ તો સગાઈ પછી મળવું બહુ ઓછું શક્ય બન્યું હતું પણ આરવ અગાઉથી જાણી લે છે કે અનામિકા નો જન્મદિવસ ડિસેમ્બરમાં આવે છે અને તેના માટે તે અગાઉથી જ અનામિકાની પસંદગીની ચીજો ખરીદે છે અને સરસ મજાનું કાર્ડ, એક સરસ મજાની કેક કે જેના પર લખ્યું હોય માય લવ હેપી બર્થ ડે , સરસ મજાનો પંજાબી ડ્રેસ અને તેના જન્મદિવસ પર તેની આરવ તેને સરપ્રાઇઝ આપે છે અને આ રીતે અનામિકાના જીવનમાં સરપ્રાઈઝ નો દૌર શરૂ થાય છે આની પહેલા કદાચ અનામિકાની ને કોઈ સરપ્રાઈઝ નહીં મળી હોય પણ ત્યાર પછીના જીવનમાં તો અનામિકા માટે કેટલી બધી સરપ્રાઈઝ આરવ તેને આપતા રહેતો.. લગ્ન પછી કુલુ-મનાલી ફરવા જવાની વાત પણ આરવે અનામિકાની કરી ન હતી અને અચાનક જ તેને સરપ્રાઇઝ આપીને પોતાના ટ્રેનની ટિકિટ બતાવે છે હમેશાં કંઈકને કંઈક નવી સરપ્રાઈઝ... સરપ્રાઈઝ,હાલની તારીખ સુધી અનામિકાના જીવનમાં આ બધું સરપ્રાઈઝ તો હતું આરવને એક સામાન્ય બીમારી થવાના કારણે અચાનક જ ગુજરાત ની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.. અનામિકાને યાદ આવે છે કે તે કેટલી બધી આરવ પાસેથી સરપ્રાઈઝ મેળવી ચૂકી છે આપણ શું છેલ્લી સરપ્રાઈઝ હશે ?(અચાનક અણધારી વિદાય... એ વિચાર માત્રથી જ અનામિકા તું ભાંગી પડે છે....
સગાઇ પછીના અનામિકા ના જન્મદિવસ પર આરવ પોતાના મિત્ર નું બાઈક લઈને આવે છે અને અનામિકા ને ઘરેથી લઈ જાય છે એક ગાર્ડન રિસોર્ટ માં જ્યાં તેની સમક્ષ એક સુંદર મજા ની એટ ગીફ્ટ આપીને તેને અચંબિત કરી દે છે અને અનામિકા તો તે જોતી જ રહી જાય છે એ દિવસ અનન્યા માટે આજીવન યાદ રહી જાય છે એ અનામિકાને કેમ વિસરાય અને અનામિકા આરવને થેન્ક્યુ સો મચ કહી વારંવાર પોતાના હૃદયની લાગણીઓને વ્યક્ત કરે છે પણ આરવ પણ તે દિવસે અનામિકા પોતાના હૃદયમાં રહેલા સ્થાન અંતર્ગત કહે છે કે તેના માટે તે કેટલી મહત્વ ધરાવે છે અને બંને વિખૂટા પડવા સમયે ભાવવિભોર થઇ જાય છે અને આરવ કહે છે કે હવે પછીનો તારો જન્મદિવસ તે પોતાના શહેરમાં ઉજવશે તે અનામિકાને મુવી જોવા લઈ જશે ખુબ જ એન્જોય કરશે આરવને મૂવી જોવાનો ખૂબ જ શોખ હતો અનામિકા પણ ક્યારેક ક્યારેક મુવી જુવે પણ આરવ તો થિયેટરમાં જ્યારે પણ નવું મુવી આવે ત્યારે જોવા અચૂક જાય ક્યારેક તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પણ આરવ અનામિકાની જોવા લઈ જતો પણ અનામિકાના જીવનમાં તો જાણે સંઘર્ષોએ કોઈ દિવસ સાથ જ ન છોડ્યો હમેશા તેનું જીવન સંઘર્ષઓથી ભરેલું જ રહ્યું...

ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી જઈ હોસ્પિટલના બિછાના પર બેસેલી અનામિકા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે દ્વારકાધીશ ! મારા આ 17 વર્ષના પરિવાર રૂપી માળાને અનેક વાવાઝોડાથી તે જ તો બચાવ્યો છે હવે મારા આ માળાને તું તૂટવા નો દેતો.. આરવ મારા જિંદગીનો આધાર છે તેના વગરનું જીવન હું કલ્પી જ ન શકું તેના વગરનું જીવન વ્યર્થ છે...
અને ત્યાં જ ડોક્ટર તપાસવા આવે છે અને અનામિકા સફાળી ઊભી થઈ જાય છે અને આરવને જગાડે છે આરવ ચાલ જોયે ડોક્ટર આવ્યા છે શું કહે છે જો તો ખરા પણ આરવ તો જાણે જીદ પર ચડ્યો હોય તે કહે છે બસ કર ને હવે અનામિકા please.. હું ઇચ્છું છું કે..ચાલ હવે મને ઘરે લઈ જા મને કશું જ નથી થયું બસ આ પેટ દર્દ ક્યારેક તો ઉપડે છે અને એ બધું ઠીક થઈ જશે મારે કોઈ જ ટ્રીટમેન્ટ નથી કરવી પણ અનામિકા તો જાણે હઠ લઈને બેસે છે કે મારે તો મારા આરવ ને એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ કરીને જ ઘરે લઈ જવો છે..
જેમ નાના બાળક ને સમજાવે તેમ અનામિકા આરવ ને સમજાવે છે કે જો આરવ આમ જીદ સારી નથી તું મારા માટે એટલું પણ નહીં કર please શું કામ જીદ કરે છે ચાલ માનીજા please આરવ ...વળી અનામિકા રડી પડશે તો એ બીકથી જ આરવ ઊભો થાય છે અનામિકા તેને ઊભો કરવામાં મદદ કરે છે પણ આરવ તો ભારે હઠીલો કહે છે કે હું કંઈ એટલો બીમાર નથી હું જાતે ઉભો થઇ શકું છું please તું મારી extra care ન કર ok...
આમ ક્યારેક અનામિકા વર્તમાનમાં તો ક્યારેક વર્તનમાંથી ભૂતકાળમાં તો વળી એથી વધારે ભવિષ્યમાં ખેંચાઈ જાય છે ક્યારેક તો વોશ રૂમમાં જઈ એટલી બધી રડે છે કે અવાજ ન થાય એ બી કે પોતાના હાથ પર પોતાના દાંત બેસાડી દે છે અને આમ તે પોતાની જાતને કંટ્રોલમાં રાખવા માટે પ્રયત્ન કરે છે 17 વર્ષની મહેનતને નો બનાવેલું સપનાનો મહેલ કડડડ ભૂસ તો જાણે જુવે છે પોતે ધારવા ઇચ્છવા છતાં પણ કંઇ કરી નથી શકતી તેનો વસવસો તે અનુભવે છે વળી પાછી આરવ સામે નોર્મલ થઇ ને આરવ ને હસાવવા માટે થઈને કેટલાય પ્રયત્નો કરે છે આમ પણ અનામિકા ના જીવનમાં પ્રયત્નો જ હતા ને એક પ્રયત્ન બધાને સાથે જોડી રાખવા એક પ્રયત્ન કે બધા સાથે તાદાત્મ્ય સાધવું એક પ્રયત્ન કે બધા જોડે યોગ્ય રીતે વ્યવહાર સચવાય આમ પ્રયત્નોના કારણે તો એ ટકી શકી હતી જિંદગીમાં કેટલાયે ચડાવ-ઉતાર આવ્યા હતા પણ હંમેશા અનામિકા એવું ઇચ્છતી કે તેનો એક નાનકડો પરિવાર હોય અને પોતાના બે બાળકો હોય નાનું પણ સુખી કુટુંબ એક નાનકડું સપનાનું ઘર હોય પણ જિંદગીમાં દરેક સપનું પુરૂ થાય એવું ક્યાં જરૂરી છે મોટા ભાગના સપના તો જોવાય છે અને તે ભૂલી જવાય છે પણ અનામિકા હાર ન માનતી તે પોતાના સ્વપ્નને પૂરો કરવા માટે રાત-દિવસ મહેનત કરતી લગ્ન પછી પણ અનેક સંઘર્ષો વચ્ચે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને પોતે અનેક સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉચ્ચ પદ પર સરકારી નોકરી પણ મેળવી શકી કેટલાય સંઘર્ષો અનામિકાના જીવનમાં પણ તેના મનમાં એક જ દ્રઢ વિશ્વાસ હતો કે કોઈ પણ કાર્ય માં મહેનતથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી મહેનતથી જ સફળતા મળે છે અને એ જ સફળતાનો સ્વાદ અનેરો હોય છે...
ધીમે ધીમે જાણે આરવ તેનાથી દૂર થતો હોય એવું તે મહેસુસ કરે છે પણ પોતે પોતાની જાત ને સમજાવે છે ના એવું કશું જ નથી આરવ મને છોડીને ક્યાંય નહીં... વળી ફરીથી બારણા પર ટકોરો પડે છે અને નર્સ પૂછે છે કે Drip (બાટલો)ચડાવી જાઉં પણ દર વખતની જેમ આરવ નો સ્વભાવ... નહીં હમણાં નહીં ચાલ અનામિકા આપણે લોબીમાં ચક્કર લગાવીએ અને નર્સ ને કહે છે કે તમે થોડીવાર પછી આવો અનામિકા તેના ઉપર ગુસ્સો કરે છે કે શું કામ તું આવું કરે છે? આરવ.. કોઈને આમ હેરાન નહીં કરને આરવ please... તારો તો... પણ આરવ તો પોતાના જિદ્દી સ્વભાવ છોડતો નથી અને અનામિકા ને હાથ પકડીને લોબીમાં દોરી જાય છે અને અનામિકા નું favourite song સંભળાવે છે "તેરા સાથ હે કીતના પ્યારા કમ લગતા હે જીવન સારા" અનામિકાના ગુસ્સામાં બસ કર તુ આવા ગીત ન ગા પ્લીઝ અને આરવ કહે છે કે તો કયું ગીત ગાવ એ જિંદગી ગલે લગા લે અનામિકા કહે છે કે બસ કર ને વળી પાછો આરવ કહે છે કે ચાલ અનામિકા આપણે અંતાક્ષરી રમીએ જેમ આપણે ઘરે રમતા એ જ રીતે પણ અનામિકા શરમાઈ ને ના પાડી દે છે આરવ ઈચ્છે છે કે મારી અનામિકાને જિંદગીની છેલ્લી ક્ષણો ખુશીઓથી આપતો જાઉં તેને જીવનભર ની ખુશી આપી દઉં કદાચ તેને પણ મૃત્યુ નો અણસાર આવી ગયો હશે કારણ કે પછી તો અનામિકાને રડવાનું જ છે ને પણ આરવતો અનામિકાને એક પળ પણ ખુશીઓથી ભરી દેવા ઈચ્છે છે પણ અનામિકા તો જાણે અંદરથી તૂટી જાય છે તે ઈચ્છે છે કે આરવના પર આવેલી બધી મુસીબતો પોતાના પર લઈ લે પણ કુદરત કે ઈશ્વર પાસે માનવી હંમેશા લાચાર જ છે ને.....

અંતાક્ષરી ની યાદ માં આરવ અને અનામિકા ભૂતકાળમાં સરી જાય છે આરવ અનામિકાને પૂછે છે કે તને યાદ છે અનામિકા કે આપણે લગ્ન બાદ જ્યારે હીલ સ્ટેશન પર ફરવા ગયા ત્યારે તું એકલી એ વાદીઓમાં તારા મનપસંદ ગીતો ગાતી અને હું તારા ખોળામાં માથું મૂકીને ... અનામિકા મારે તને ફરીથી ત્યાં લઈ જવી છે હવે ત્યાં જઈને વસવું છે એ જ બરફના પહાડો, એ ખળખળ વહેતી નદીઓ એ ખુલ્લું આકાશ આહા કેટલું આહલાદક નહીં, અનામિકા તો જાણે ભૂતકાળમાં સરવા લાગે છે અને તે આરવ ને કહે છે કે તને યાદ છે આરવ કે મારું મનપસંદ ગીત યે હસી વાદિયા યે ખુલ્લા આસમાં આ ગયે હમ કહા એ મેરે સાજના.. હું જોર જોરથી ગાઉં છું અને તું ખડખડાટ હસતો.. તને યાદ છે જ્યારે આપણે ટ્રેનમાં જતા કેટલી લાંબી મુસાફરી.. કદાચ ક્યારેય મેં નહીં કરી હોય.. મેં મારી life..

ગુજરાત- જમ્મુતાવી ની એ train માં બંને મુસાફરી કરતા કરતા એકબીજાને આપણે સૌ જાણીએ એકબીજાની ઇચ્છાઓને જાણી વચ્ચે વચ્ચે સ્ટેશન આવતા હતા તો અનામિકા અને આરવ અંતાક્ષરી રમતાં રમતાં જ્યારે કોઈ સ્ટેશન આવે ત્યારે ત્યાં નો ફેમસ ફુડ ટેસ્ટ કરતા અને તને ખબર છે આરવ તું મને કહેતો અનામિકા હું ત્રણ ટાઈમ નું ભોજન એક સાથે લઈ શકું છું એટલી બધી ક્ષમતા ધરાવું છું અને હું ખડખડાટ હસી પડતી઼... અને અચાનક અનામિકાની આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે કે અત્યારે તો મારા આરવ ને ડોક્ટરે પ્રવાહી આપવાની પણ મનાઈ કરી છે અને તે દોડીને વૉશરૂમમાં જતી રહે છે અને ખૂબ જ રડે છે કે હે દ્વારકાધીશ આરવ ની આ હાલત મારાથી નથી જોવાતી પ્લીઝ તું કંઈક કર.. કેમકે આરવ ને આ હાલત માં હું નથી જોઈ શકતી...
ક્યારે તો અને અનામિકા આરવના સૂકા હોઠ જોઈને નાનકડી પાણીની બોટલ ના ઢાંકણા માં પાણી લઈ એટલું પીવડાવે છે અને આરવ ખૂબ જ ગુસ્સો કરે છે પણ અનામિકા તો તેને અવગણે છે ત્યારે અનામિકા કહે છે કે તારા હોઠ સુકાઇ છે આરવ એટલા માટે હું આમ કરું છું... તો વળી આરવ અનામિકાને પૂછે છે કે અનામિકા તે ચા પીધી ક્યારે પીધી સાંભળ જો મારા માટે તારી તબિયત ન બગડે હો.. જો તુ મારા વિષે આટલું વિચારે છે તો તારા વિશે તો વિચાર જા બહાર જઈને જ ચા પી આવ હું તો શું કહું છું કે તું તારા ફ્રેન્ડને પણ મળ્યાવ શોપિંગમાં જા મને કશો વાંધો નથી અને હા જતા પહેલા એક કામ કરજે નર્સ ને કેજે કે મને ડ્રીપ(બાટલો) ચડાવે જેથી કરીને હું ક્યાંય જઈ ન શકું એટલે તારે મારી કોઈ જાતની ચિંતા કરવાની ના રહે જા ને પ્લીઝ બિલ્લો રાની...
પણ અનામિકા પણ હવે આરવ સાથે રહીને આરવ ની જેમ જીદ લઈને બેઠી છે કે આરવ મને આમ હેરાન ન કર હું નથી ઈચ્છતી કે તું મારાથી એક ક્ષણ પણ દૂર જા બસ હું તારી સાથે જ કહેવા માંગું છું બીજું કશું નથી ઈચ્છતી તું બસ જલદીથી સ્વસ્થ થઈ જાય હું તને ઘરે લઈ જવું પછી તું અને હું જ ખરીદી માં જાસુ તારે પસંદગીની વસ્તુઓ આપણે ખરીદશું...
ત્યારે આરવ કહે છે કે તને યાદ છે અનામિકા આપણે લગ્ન પછી જ્યારે ફરવા ગયા ત્યારે મેં તારી પસંદગી જાણ્યા વગર જ ઘણી બધી ખરીદી કરી લીધી અને તને ન ગમતી હોવા છતાં પણ તે બધી જ વસ્તુઓ નો સ્વીકાર કર્યો અને તે અપનાવી લીધી. અનામિકા મને તારો આ સ્વભાવ ખૂબ જ પસંદ છે તુ સામે વાળી વ્યક્તિની ઇચ્છા અને વિચાર મુજબ તારા જીવનમાં સમાયોજન સાધી લે છે ત્યારે કોઈ પણ કારણ નથી દર્શાવી મારી હા માં હા અને મારી ના મા ના કહી દે છે યાદ છે એકવાર બહાર રેસ્ટોરન્ટમાં આપણે ત્યાં પંજાબી sweet dish નો ઓર્ડર કર્યો હતો અને મને તો sweets ખૂબ જ ભાવે અને તે એક પણ શબ્દો ઉચ્ચાર્યા ન હતો ત્યારે પણ તે હા કહ્યું તે મને કહ્યું કેમ નહીં કે તને તો spicy જ ભાવે છે...જો અનામિકા તારું જીવન તું ઇચ્છે એ રીતે જીવવું અનામિકા હવે પછીની જિંદગીમાં તારા નિર્ણયો જાતે જ લેવાના રહેશે બીજા કહે તેમ નહીં તને ગમે તેજ કરવાનું છે બીજાને ગમે તેવું કશું જ કરવાનું નથી તું સમજે છે હું તને શું કહું છું અને બધાને હા મા હા અને ના.. ત્યારે કોઈ ઉત્તર નથી આપવાનું તારું જીવન તારા નિર્ણયોના આધારે જીવવું પડશે જો તું જીવનમાં તારા શોખ તારી ઈચ્છાઓ ને વધુ પ્રાધાન્ય આપ હું નથી ઇચ્છતો કે બીજાના શોખ અને બીજાની ઈચ્છાઓના આધારે તું તારું જીવન વ્યતિત કર ...
જો અનામિકા હું તો નાનપણથી જ જિદ્દી સ્વભાવ ધરાવતી વ્યક્તિ છું કે જે વસ્તુ કે વાત મને ગમે તેનો સ્વીકાર કરું ન ગમે તો કહી દઉં પણ તું કેમ નથી કરતી શા માટે ?જીવન એક જ વાર મળે છે મારી બિલ્લો રાની મન ભરી ને જીવી લેવાનું મનમાં ભરી ને ક્યારેય નહીં.. પણ શું બોલે અનામિકા ..નાનપણથી જ એ વાતાવરણમાં ઉછરેલી મોટેરાઓ જેમ કહે તેમ જ કરવાનું લગ્ન વખતે પણ ક્યાં કોઈ તેમની ઇચ્છા પૂછી હતી કે તને પસંદ છે કે નથી..જણાવી ને પણ શું ફાયદો કારણકે ક્યારેય તેના જીવનમાં તો તેની મરજી નું કશું થયું જ નથી કે તને ગમે છે કે નહીં બસ અનામિકાના જીવનમાં તો આ ક્રમ બની ગયો હતો કે જેમ જીવન ચાલતું ગયું તેમ તેમ તેને ચાલવા દીધું કંઈ જ દખલગીરી ન કરતી અને સ્વભાવમાં પણ ક્યારેય તેનું પરિવર્તન ન આવ્યું હંમેશા બીજા માટે જ વિચારવું હંમેશા બીજાની પસંદગીનો જ વિચાર કરવો પોતાના જીવનને જીવવું હતું પણ હવે તેને પોતાનું જીવન કેમ જીવવું જોઈએ તેના વિશે શીખવે છે ત્યારે તેને ખૂબ ચિંતા થાય છે કે આર આરવ મારા માટે આટલું શું કામ એ વિચારે છે તેની તબિયત ને કારણે... શું મને રડતી જોઈને અંદાજો આવી ગયો હશે..
આરવ અને અનામિકા એકબીજા માટે મનમાં ને મનમાં ખૂબ જ ચિંતા કર્યા કરે છે પણ એકબીજાને કહી નથી શકતા વારંવાર મળતી નજર ઘણી વખત નીચે કરી બીજા તરફ જુએ છે પણ તેમ છતાં એકબીજાની આંખો એકબીજાની જોવા તરસે છે ને તે એકબીજાને જોઈ મન ભરીને રડી પણ નથી શકતા તો એકબીજાને કહી પણ નથી શકતા..
ઈશ્વરે આ કેવો સમય આપ્યો કે સાથે હોવા છતાં પણ તેઓ એકબીજાને સાથ આપી નથી શકતા એકબીજાને મદદ કરવા માટે થઈને સપોર્ટ પણ નથી કરી શકતા એકબીજાથી કેટલું બધું જાણે છુપાવે છે અને તેમ છતાં એકબીજા માટે આટલો બધો પ્રેમ...
તારો અને અનામિકા અનહદ પ્રેમ...

ખબર નહીં કેટલો સંગાથ લખ્યો હશે ઇશ્વરે આરવ અને અનામિકા નો ...આરવ બહાર નથી દર્શાવતો પણ અંદરથી ને અંદરથી જાણે તે તુટતો જતો હોય એવું લાગે છે ધીમે- ધીમે એ એકદમ શાંત થઈ રહ્યો છે અનામિકાના અથાગ પ્રયત્નો પણ હવે કંઈ કામ નથી આવતાં, અનામિકા ગમે ત્યારે આરવને બોલાવે તો તે કહે છે કે મને સુઈ જવું છે અનામિકા એક લાંબી ઊંઘ ખેંચી લવ પ્લીઝ... પણ અનામિકા તો જાણે આરવને સુવા દેવા જ નથી ઈચ્છતી તે નથી ઈચ્છતી કે આરવ લાંબી ઊંઘ ખેંચી ને ...મનમાં કેટલાય ધમાસણા ચાલે છે... કે વળી આરવ ચિર નિદ્રામાં પોઢી જશે તો... અને કદાચ... ના ના એવું ન હોય એવું મારાથી ન વિચારાય... મારાથી તો મારો આરવ ક્યારેય દૂર... નહીં કશું નહીં થાય મારા આરવ ને વળી મનને મનાવે છે...
અનામિકા ફરીથી ઈશ્વરનું સ્મરણ કરવા લાગે છે અને આરવ છુપાઈને તેની સામે એકધારું જોયા જ કરે છે આરવ ક્યારેક તો અનામિકાને કહે છે કે મને એવું લાગે છે કે જાણે હું ઈશ્વર ના સાનિધ્યમાં હોય એવું Feel થાય છે.આટલી નીરવ શાંતિ... તારું સાનિધ્ય તારુ આમ ઈશ્વરનું સ્મરણ કરવું.. જાણે સાક્ષાત ઈશ્વર ના સમીપ હોય એવું લાગે છે ... અનામિકા હજુ તો એનો પાઠ પૂરો કરે ત્યાં સુધીમાં તો આરવ પોતાની વાત પૂરી કરી મોં ફેરવી લે છે શું કહે અનામિકા આરવને કે હું તને ઈશ્વર પાસે જવા નથી દેવા માંગતી હું તને મારી પાસે જ રાખવા માગું છું હું તને અનહદ ચાહું છું હું તારા વગર મારું જીવન કલ્પી જ નથી શકતી અને તું આમ જીદ લઈને બેસી રહ્યો છે શું કહું હું તને આરવ કે તને હું.....
આરવ પણ અનામિકાને ખોવા નથી માંગતો તેની સાથે જિંદગી ગુજારવા માંગે છે તેના પણ કેટલાય સપનાઓ છે, ભવિષ્યના કેટલાય પ્લાન તેને બનાવી લીધા છે, ક્યારેક અનામિકા સાથે વિતાવેલી એ સુંદર પળોને યાદ કરે છે પોતે કેટલો બેપરવાહ છે અને અનામિકા કેટલી કાળજી કરે છે તેની એના માટે તેને મનાલી ગયેલા ત્યારની એક વાત યાદ આવી જાય છે જે હંમેશા તેની યાદોમાં રહેશે... પોતે તો નાનપણથી જ લાપરવાહ... કુલુ -મનાલી બંને બાઇક ભાડે રાખીને જ ફરિયા આર્થિક રીતે એટલા સધ્ધર નહીં કે ફોરવીલ ભાડે રાખી શકે પણ આરવ તો અનામિકાને દુનિયાભરની ખુશીઓ આપવા માટે કોઈ કચાસ બાકી રાખવા માંગતો નહોતો કુલુ મનાલી ની સૌથી ઊંચી ટોચ રોહતાંગ જોવા માટે એક બાઇક ભાડે રાખી અને એ લોકો ઉબડખાબડ રસ્તા ને પાર કરતા ત્યાં પહોંચી પણ ગયા કેટલું સુંદર આહલાદક વાતાવરણ અને બંને એ ખૂબ જ મસ્તી કરી ઘણી જગ્યાએ બંને ના સાથે કેમેરાથી ફોટા પાડીને યાદોની ગાંસડી વાળી અને જ્યાં મનાલી પહોંચ્યા ત્યાં તો આરવ ને કાન માં ધાક પડી ગઈ તે કંઈ સાંભળી જ ન શકે અને અનામિકા તો એટલી ડરી ગઈ કે હવે શું કરવું એ તો એની આસ્થા મુજબ એના દ્વારકાધીશને પ્રાર્થના કરવા લાગી અને ખુબજ વ્યાકુળ બની ગય કે હવે શું થશે અને મનોમન એક મન્નત માંગી કે હે દ્વારકાધીશ મારા આરવ ને કંઈ ન થાય અને એ તો રડ્યા જ કરે છે અને દ્વારકાધીશને પ્રાર્થના કરે મારા આરવ ની રક્ષા... પણ આરવ તો મેડિકલનો માણસ એક મેડિકલ સ્ટોરમાં જઈ અને પોતાના કાન માટે drops લઈ આવે છે અને હોટલ જઈ આરામ કરે છે આ બાજુ અનામિકાને તો ક્યાંય ચેન જ નથી એ તો બસ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ કરે... જ્યારે આરવ તો ઊઠીને અનામિકાને કહે છે કે મને કંઈ નહીં થાય .. મને સારું છે ચાલ હવે આપણે હડીમ્બા મંદિર જવાનું છે અહીં જ છે તને બતાવું... પણ અનામિકા તો એટલી કરી ગઈ છે કે બસ રડ્યા કરે આરવ તમને કંઈક થઈ જશે તો... તમને કંઈ થઈ જશે તો હું શું કરીશ પણ આરવ કહે છે કે હું એકદમ સ્વસ્થ છું Ok અને અત્યારે પણ હોસ્પિટલના બિછાને પણ હું એકદમ સ્વસ્થ છું ok જ છું ચિંતા ન કર પણ અનામિકા નો સ્વભાવ જ એવો અત્યારે પણ એના હાથમાં માળા અને શ્રીકૃષ્ણના જાપ...આરવ વિચારે છે કે ૧૭ વર્ષમાં અનામિકા ક્યારેય ન બદલાય એટલી જ પ્રેમાળ, નિખાલસ હંમેશા બીજા ને પરવાહ કરવાવાળી અને હું, હું કેટલો જીદ્દી...
ધીરે ધીરે આરવની તબિયતમાં સુધારો આવી જાય છે હવે અનામિકા તો દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે થેન્ક્યુ મારા આરવને બચાવવા માટે પણ આરવ તો જાણે કોઈ જાતના હાવ ભાવ વગર માત્ર ને માત્ર શાંત બનતો જાય છે ...
અનામિકા હવે ખુશ છે બધા સગા વ્હાલાઓને પણ કહી દે છે કે હવે બસ અમને રજા આપવાના છે અને ઘરે જવા નીકળીએ છીએ તમે લોકો કોઈ ચિંતા ન કરતા અને ઘરે જઈને પણ ડોક્ટરના જણાવ્યા પ્રમાણેનું ડાયટ ચાર્ટ વિશે મનન કરે છે કે મારા આરવ માટે આમ કરીશ મારા આરવ માટે આ બનાવીને ખવડાવીશ.. કેટલો તંદુરસ્ત કરી દઈશ કે ક્યારેય બીમાર જ ન પડે.. કેટલા બધા આયોજન બનાવી લે છે પણ માણસના બનાવેલા આયોજનો તો માત્ર આયોજન બનીને રહી જાય છે છેલ્લે તો ઈશ્વર નું આયોજન જ સફળ બને છે... આપણે કેટલું વિચારીએ કેટલાય પ્લાન ઘડીએ કેટલી બાબતો અંગે આયોજન કરીએ પણ ઈશ્વર આગળ તો આપણા આયોજનનું કશું જ ચાલતું નથી...
મહાન તપસ્વી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ પણ કેટલી ઈચ્છાશક્તિ ધરાવતા હતા તેમ છતાં સ્વામી વિવેકાનંદ કેટલું ટુંકુ આયુષ્ય મેળવીને અનંત અને અમર બની ગયા... તો શું આરવ પણ આટલા જ ટૂંકા આયુષ્યમાં... નાના મારાથી એવું ન વિચારાય પણ અનામિકાને ક્યાં ખબર હતી કે આરવનો તેના નસીબમાં કેટલો સંગાથ હશે...અનામિકા ને વાંચન નો ખુબજ શોખ , સ્વામી વિવેકાનંદે તેમના idol ... માટે વિચારોની ગતિ માટે ક્યાં ક્યાં જતી રહેતી તેને પોતાને જ ખ્યાલ ન રહેતો .... બસ અંદરથી ઊંડેથી એક ડર સતત સતાવતો ક્યાંક મારો આરવ મને હંમેશા માટે છોડીને જતો ન....
અનામિકા તો હોસ્પિટલમાં પોતાની સાથે લીધેલી વસ્તુઓ આરવ ની ફાઇલો રિપોર્ટ બધું ભેગું કરવા માંડે છે અને ધીરે-ધીરે બધી વસ્તુ ચેક કરી યાદ કરી સાચવી મુકવા માંડે છે આરવના કપડા સાથે લાવેલા કુશન, ચાદર સાલ.. ધીરે ધીરે બધું ભેગું કરી હાશ ની લાગણી અનુભવે છે અને ફરીથી નિરાંતનો શ્વાસ લઇ માળા કરવા બેસી જાય છે હવે તો તે મનોમન કૃષ્ણને આભારની માળાનો જ જાણે જાપ કરે છે પણ આરવ તો બસ એમ જ શાંત થઈ બેસી રહે છે ખબર નહીં તેના મનમાં શું ચાલતું હોય...
ડોક્ટર્સના આવવાની રાહ જોતી તે આરવ ના બધા જ bill pay કરવા માટે પૈસાની તૈયારીમાં લાગી જાય છે અને ત્યાં ડોક્ટર round પર આવે છે અને આ બાજુ અનામિકા તો મેડિસિનની ટ્રે જોઈને વિચારે છે કે હવે હું આ બધું જમા કરાવી દઈશ હવે મારે આ ની શું જરૂર... અને ડોક્ટરની ટીમ આવીને અનામિકાને પૂછે છે કે હવે આરવ ને કેમ છે... અનામિકા તો સહર્ષ જણાવે છે કે હવે ઘણું સારું છે હવે તે ઘણા સ્વસ્થ થઇ રહ્યા છે અને ડાયટ પ્લાન પણ સમજી લીધો છે મેડિસિન કઈ રીતે આપવી ઇન્જેક્શન કઈ રીતે આપવા એ પણ મેં સમજી લીધું છે અને જો સર એવું લાગશે તો નેક્સ્ટ વીક કે next month આરવને લઈને બતાવી જઈશ અને તમે જ કહેશો તો દર મહિને હું તેમને બતાવવા આવીશ... આમ અનામિકા તો જાણે અધીરી થઈ છે આરવ ને ઘરે લઈ જવા માટે પણ વિધિની વક્રતા થી તે છે સાવ અજાણ......

ડોક્ટર તપાસે છે અને કહે છે કે અનામિકા આરવ ને તો ખૂબ જ તાવ છે અને આરવ ડોક્ટર કે અનામિકાની તરફ જોતો પણ નથી ..એ તો જાણે હતાશા માં સરી પડે છે.. સમજ નથી પડતી કે હવે શું કરવું,ઘરે જવાની તેની પણ અધીરાઈ હતી અનામિકાની તૈયારી સાથે તેને પણ મનથી ઈચ્છા હતી તે જલદીથી અનામિકા સાથે ઘરે જાય હવે પછી અનામિકા ને ખુશ રાખીશ અનામિકા સાથે સમય પસાર કરીશ હવે હું અનામિકા પર ગુસ્સો પણ નહીં કરું અને કેવી રીતે વધારે અનામિકા વ્હાલ આપું તેની કાળજી રાખું તેવા કંઈક વિચારો તો આરવ ના મનમાં પણ ચાલી રહ્યા હતા... પણ જ્યારે ડોક્ટરે કહ્યું કે sorry અનામિકા તમને અમે આજ રજા નહીં આપી શકીએ એક રિપોર્ટ કરાવવો પડશે કે કેમ શઆરવને આટલી બધી નબળાઇ હોવા છતાં પણ સતત અને સખત તાવ રહે છે ..અનામિકાના તો અંદરથી કેટલો ડર સતાવવા લાગ્યો કે ખબર નહીં હવે શું કરવું ...
હવે તો આરવ પણ ખૂબ જ હતાશ થઈ જાય છે અને ડોક્ટરના ગયા પછી તે અનામિકા ને કહે છે કે જો અનામિકા તું મને ઘરે લઈ જા મારે બસ ઘરે જવું છે પણ તેને ક્યાં ખબર છે કે અનામિકા પણ અધીરી છે તેને ઘરે લઈ જવા માટે.. અનામિકા આરવને કહે છે કે હું પણ નથી ઇચ્છતી કે ... હું તું કહે ... હું એક મિનિટમાં આવું છું અને તે જલ્દીથી વૉશરૂમમાં જઈ ને ખૂબ જ રડે છે અને એના દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે હવે બસ કર મારા આરવની તબિયત જલદી સારી કરી દે... આ બસ તેમનો છેલ્લો રીપોર્ટ હોય અને પછી કોઈ જાતના રિપોર્ટ નથી કરવા માંગતી... આરવને મારે ઘરે લઈ જવો છે please... please ... દ્વારકાધીશ...
બહાર કંઇક અવાજ થાય છે અને અનામિકા જલદીથી બહાર આવે છે આરવ કહે છે કે અનામિકા હવે હું નથી ઇચ્છતો તું વધારે દવા પાછળ ખોટા ખર્ચા કર હવે તો બસ કર.. તું દ્વારકાધીશમા માને છે ને તો બસ ચાલ ને મને ઘરે લઈ જા ને અહીં હોસ્પિટલમાં રહેશું તો તને ખ્યાલ છે આપણે આર્થિકરીતે ધોવાઈ જશું ત્યારે અનામિકા કહે છે કે આરવ ભલે આર્થિક રીતે ખર્ચ વધી જાય પણ હું તને ખોવા નથી માંગતી પ્લીઝ મારા માટે આ એક રિપોર્ટ કરાવી લે પછી તું કહીશ એમ.. હું કહું છું જો મારી વાત સાંભળ આજે આપણે કદાચ ઘરે જઈએ અને કાલ તારી તબિયત બગડે તો આપણે એટલી દૂરથી પાછું આવું માટે... તું બસ દ્વારકાધીશ નું નામ લે અને આપણે જલદીથી ઘરે જઈએ તેવી પ્રાર્થના પણ કર બધું સારું થઈ જશે હું છું ને તારી સાથે..આરવ please.. મારા માટે..
આરવના ફરીથી રિપોર્ટ કરવામાં આવે છે પહેલાં આ રિપોર્ટમાં જે પ્રોબ્લેમ હતાં એના કરતાં પણ થોડું ગંભીર હવે ડોક્ટરને લાગી રહ્યું છે તેથી ડોક્ટર પણ હવે આરવ માટે ચિંતિત થઈ રહ્યા છે જોકે હવે તો આરવ ખોરાક પણ લઇ શકતો હતો અનામિકાએ ખર્ચમાં કોઇપણ કચાશ બાકી રાખી ન હતી મોટા મોટા MD સ્પેશિયાલિસ્ટઓને બતાવ્યું હતું ત્યારબાદ ગુજરાત ના પ્રખ્યાત Gastrologist ને બતાવ્યું હતું ત્યારબાદ જેમ જેમ આગળ ડોક્ટર સૂચન કરતાં ગયા તેમ તેમ તે બધા ડોક્ટરો પાસે તપાસ કરાવતી રહી તપાસ માં કચાસ રાખવામાં ક્યાંય પાછળ ન પડી પણ આજે તો ..આના માટે અનામિકા એ વિચાર્યું પણ ન હતું.. અને આરવ ની તબિયત સુધરવા લાગી હતી.. હવે તો સારું થવા લાગ્યું હતું..
પણ આરવ તો જાણે કશું સમજવા કે બોલવા જ નથી ઈચ્છતો એ અનામિકાને કહે પણ શું ?જાણે રેતી હાથમાંથી સરી રહી હોય તેમ કદાચ એવું અનુભવ્યું હશે તેણે ... આરવને પોતાની ચિંતા નથી થતી પણ ચિંતા થાય છે પોતાની અનામિકાની... બસ એ જ વિચારે છે કે બિઝનેસ પણ અનામિકા સંભાળી લેશે, અમારા પરિવાર ને પણ સંભાળી , પણ જો કદાચ હું નહીં રહું તો ? અનામિકા નું શું થશે એ વિષે તે ગહેરી હતાશામાં સરી પડે છે ..આ સમાજ, ને મારી આ માસૂમ બાળક જેવી અનામિકા ... અનામિકા શું કરશો તે કઈ રીતે બધા ના પ્રશ્નોના ઉત્તર આપશે.. આ સમાજ ના જુનવાણી રીત-રીવાજો અને ક્યાં મારી આઝાદ ખયાલો વાળી અનામિકા,જો હું નહીં રહું તો શું અનામિકા પોતાની જાતને સંભાળી શકશે? કઈ રીતે મારી અનામિકા બધું હેન્ડલ કરશે
અને આરવ લગ્ન પછીના એ સમયને યાદ કરે છે કે અનામિકાને ભણવું હતું પણ પરિવારમાં સૌ કોઈએ કહ્યું ભણીને શું કરવું સારું પાત્ર મળી ગયું છે ઘરબાર બધું જ સારું છે હવે ભણી ને શું કામ છે.. વળી,અનામિકા પણ બધાની વાતમાં આવી ગઈ પણ આરવે તો તેનો અભ્યાસ પૂરો કરાવ્યો.. અનામિકાને વાહન ચલાવતા પણ શીખવ્યું.. અનામિકાને વાહન ચલાવતા ખૂબ જ ડર લાગતો પણ આરવ તેને કહેતો કે આવું ન ચાલે.. આરવે અનામિકાના વ્યક્તિત્વના ઘડતરમાં લગભગ કોઈ કચાસ ન રાખી.. કોઈને ખોટું ક્યારેય સાંભળવું નહીં, કોઈ થી ડરવું નહીં, પરિસ્થિતિનો સામનો કરતા શીખવું, કોઈ પણ પરિસ્થિતિમાં સમાયોજન સાધવું અને ખાસ તો આપણી જાત પર આત્મવિશ્વાસ રાખવો... આમ આરવ તો અનામિકાને strong person બનાવવા માટે હંમેશા તત્પર રહેતો કારણકે અનામિકા તો સાવ નિખાલસ અને ભોળી દુનિયાદારીની રીતે જાણે પણ કાવાદાવા એને ન સમજાય ..ઘણી વખત અનામિકાને તે વાહન ચલાવતા શીખવતો તો ત્યારે પણ અનામિકા કહેતી કે આની શું જરૂર છે રીક્ષા તો મળી જાય છે ને બસ સ્ટોપ થી બસ પણ મળી જાય છે ત્યારે તેને આરવ સમજાવતો કે મેઇન રોડ સુધી તને રીક્ષા કે બસ લઈ જશે અંદર સુધી જવા માટે તો તારે ચાલીને જ જવું પડશે ને જો તું વાહન શીખી જઈશ તો તારે કોઈ માથાકૂટ માં પડવું નહીં પડે સ્વીચ ઓન કરી અને નીકળી જવાનું જ્યારે એવું લાગે કે સ્ટ્રેસ છે તો ગાડીની ચક્કર લગાવી લેવાની જો અનામિકા જીવનમાં બધું જ શીખવું જરૂરી હોય છે કોઈ વસ્તુ શીખ્યા વગર ન ચાલે.. ક્યારેક તો આરવ ગુસ્સામાં રાડો પાડીને પણ અનામિકાને ગાડી શીખવતો અને અનામિકા પણ થર થર ધ્રુજતા પણ વાહન ચલાવવા નું શીખતી સાથે સાથે પોતાના અભ્યાસને પણ અનામિકાએ પૂર્ણ કર્યો હવે બસ એક અનામિકાને ચિંતા હતી કે પોતે પગભર થઈ જાય... અને લગ્નના થોડા વર્ષો પછી આરવ અને અનામિકાની એ ઈચ્છા પણ પૂર્ણ થઈ.. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ને અનામિકા પણ આત્મનિર્ભર બની..
હવે અનામિકાની સરકારી નોકરી માટે આરવે પોતાનું શહેર પોતાનો બિઝનેસ બધું જ દાવ પર લગાવી દીધું હતું તે બધું જ અનામિકા માટે કરી છૂટવા માટે તત્પર રહેતો હતો ઘણાંબધા સંઘર્ષો બંનેએ પોતાના જીવનમાં અનુભવ્યા હતા આર્થિક રીતે સામાજિક રીતે ઘણા બધા સંઘર્ષો...
પણ આજે જ્યારે ડોક્ટરે કહ્યું એક નાનકડું ઓપરેશન થશે ત્યારે આરવતો અનામિકા સાથે વાત જ ન કરી શક્યો આરવ તો અનામિકાને એકીટશે જોયા જ કર્યો.. અનામિકા તો ડોક્ટર્સે નીવાતોને ધ્યાનથી સાંભળે છે અને એક જાતની ચિંતામાં સરી પડે છે બીજા બધા કારણો તેની કોઈ અસર નથી કરતા બસ ઓપરેશન માટે હામી ભરી દે છે..
ડોક્ટર્સના ગયા પછી આરવ અનામિકાને પોતાની પાસે બેડ પર બેસાડે છે અને કહે છે જો અનામિકા અહીં બેસ મારી પાસે મને ખબર છે અનામિકા કે તે મારા માટે કોઈ દવા કે દુઆ માં કશું જ બાકી નથી રાખ્યું પણ હું તને એક વાત કહેવા ઈચ્છું છું ..અનામિકાની આંખો તો વારેવારે ભીંજાઈ જાય છે માટે તે ઊંચું ઉપાડીને પણ જોઈ નથી શકતી
પણ આરવ તેના બંને હાથ પોતાના હાથમાં લઇ ને કહે છે કે જો બિલ્લો સોરી જીવનમાં મેં તને ખૂબ હેરાન પરેશાન કરી મારો સ્વભાવ જ એવો છે તેમ છતાં તું મારી સાથે છો અત્યારની પરિસ્થિતિમાં હું તને એક વાત કહેવા માગું છું તો સાંભળ અને આરવની આંખો આંસુથી છલકાઈ જાય છે.. જીવનના ૧૭ -૧૮ વર્ષમાં પહેલીવાર અનામિકા આરવના આંખોમાં આંસુઓ જુવે છે અને તે પણ રડી પડે છે આરવનો ચહેરો અનામિકા જુએ છે અને બંને એકબીજાની આંખોમાં આંખો પરોવીને જુએ છે અને અનામિકા અને આરવ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને અનામિકા આરવને કહે છે કે તે મને અનહદ પ્રેમ આપ્યો છે મને જે કોઈ આપી શક્યું નથી દુનિયાની કોઈ વ્યક્તિ ન આપી શકે તેટલું તારા જીવનમાં સ્થાન આપ્યું છે વળીઅનામિકા પણ કહે છે કે ના આરવ એવું નથી તું પણ મારા માટે કેટલું કરવા તત્પર હતો અને આમ વારેવારે sorry ન કહે please.. પણ આરવતો જાણે તે અનંત જ્ઞાન પામી ગયો હોય તેમ અનામિકાના બંને હાથ જોરથી પકડી ને કહે છે કે જો અનામિકા કદાચ કંઈ થઈ જાય મને તો.. તો તું એકદમ નોર્મલ લાઈફ જીવજે મારા ગયા પછી તું આ દુનિયાની પરવા ન કરીશ અને સદાય હસતી રહેજે અને એક ગાઢ આલિંગન આપે છે અને તેના મસ્તક પર તેના હોઠો નો સ્પર્શ ....એ ગામ આલિંગન અનામિકા માટે હંમેશા યાદગાર રહેશે એના જીવનમાં કદાચ એ હૂંફ વાત્સલ્ય એ ફરીથી નહીં અનુભવી શકે.. શું કરશે અનામિકા જો આરવ જ નહીં રહે તો એ જતો રહેશે તો.. કેટલાય સવાલ પણ જવાબ આપનાર તો છે સમય અને સમય જે કરે તેમાં તેની આગળ માણસનું ક્યાં ચાલે છે સમયને અનુસાર માણસને લાચાર થવું જ પડે છે જેવી પરિસ્થિતિ હોય તે સ્વીકારવું જ પડે છે અનામિકા હું ન રહું તો જ્યારે આરવ બોલવા જાય છે ત્યારે અનામિકા પોતાનો હાથ છોડાવીને આરવના હોઠ પર રાખી દે છે અને કહે છે કે પ્લીઝ ...આરવ તું ન ... તારે મારા થી દૂર જવાની કંઈ જરૂર નથી જવાનું તો છે પણ મારી સાથે ઘરે .. તું હંમેશા મારી સાથે જ છો આરવ ..તને કશું જ નહીં થાય દ્વારકાધીશ પર મને પૂરો ભરોસો છે.
પણ આરવ તો તેનો હાથ દૂર કરી સહેજ ગુસ્સો કરતા બોલે છે કે અનામિકા પ્લીઝ મને પ્રોમિસ આપ કે જો હું જતો રહું ને તો તું તારી જિંદગી જીવજે જે રીતે રહે છે એ જ રીતે ok .. please હું તને કહું છું ને કોઈની પરવા ન કરતી મને તું ખૂબ જ વહાલી છો તારી ચિંતા થાય છે એટલે જ કહું છું કે તું જીવે છે એમ જ આપણા સમાજના રીતરિવાજ અનુસાર નહીં.. તું જેવી છે તેવી જ રીતે જીવજે જો આ સમાજના ખોખલા રીતરિવાજો તને જીવવા નહીં દે તું ખુબ લાગણીશીલ છો અનામિકા હું પણ તારી લાગણીને ન સમજી શક્યો તો આ સમાજ તને શું સમજશે ..જો હું જેમ કહું છું તું તેમજ કરજે ...હું તને કહું છું તો એમ જ કરજે... અનામિકા ધ્રુસકે-ધ્રુસકે રડે છે અને આરવ તો બસ બોલ્યા જ કરે છે.. અનામિકા કહે છે કે જો આરવ હવે તું શાંત થઈ જા મને કહે છે તું પણ હું તારા વગર બધાને ..બધું સંભાળી નહીં શકું.. તું છો તો મારું બધું જ છે ..પ્લીઝ જવાની વાત ન કરને પ્લીઝ વળી આરવ અનામિકાને કહે છે તું જો ગીત ગા જે ,જે કપડાં પહેરવા હોય તે પહેરજે, જેમ રહે છે તેમ રહેજે જેવી રીતે નોર્મલ રહેજે મારી અનામિકા બનીને બોલ શું કરીશ ને મારા માટે પ્લીઝ અને અનામિકા અને એક ગાઢ આલિંગન આપે છે તેના કપાળ પર પોતાના હોઠ નો સ્પર્શ થાય છે અને અનામિકા તૂટી જાય છે ..આરવ આવું ન કરને મને શું કામ સતાવે છે હું તને ખોવા નથી ઈચ્છતી મને દ્વારકાધીશ પર પૂરો ભરોસો છે તને કંઈ જ નહીં થવા દે આપણે હોસ્પિટલમાં આવ્યા ત્યારે આ દુઃખની ક્યાં જાણ હતી... ને હું તને ઘરે લઈ જવા માગું છું અને હું તને લઈ જઈશ મારી જોડે..
અને આરવ પોતાની જાતને સંભાળીને કહે છે હા પછી તું મને દ્વારકા લઈ જજે બસ તારો આ રડતો ચહેરો નથી જોવો મારે ચાલ જોઈએ હવે હસતો.. અનામિકાને મનાવીને પોતે તેને શાંત પાડવા માટે કોશિશ કરે છે પણ અંદરથી તો આરવ પણ કેટલો તૂટી ગયો હશે કે જીવનમાં ક્યારેય ન રડેલો આરવ આમ અચાનક જ આજે રડે છે..

એક ગાઢ આલિંગન બાદ આરવ અને અનામિકા છૂટા પડે છે હવે આરવને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારીઓ ચાલે છે તેને ઓપરેશન પહેલા અપાતા injections મેડિસિન્સ અપાઇ છે બધી જ તૈયારીઓ થઈ ચૂકી હોય છે અને આરવને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે અનામિકા તો ફરીથી પોતાના દ્વારકાધીશ નું સ્મરણ કરે છે હે દ્વારકાધીશ આરવનું ઓપરેશન સફળ થાય..
આરવ ના ઓપરેશન ના સમયે પણ અનામિકા ઓપરેશન થિયેટરની બહાર પોતાના દ્વારકાધીશ નો જાપ ચાલુ જ રાખે છે .. ઓપરેશન સફળ થાય છે થોડા સમય પછી ડોક્ટર ઓપરેશન થીયેટરમાંથી બહાર આવે છે અને અનામિકાને સમજાવે છે કે ઓપરેશનમાં સફળતા મળી છે હવે કોઈ ચિંતાની બાબત નથી એકાદ-બે દિવસમાં જ તમને અહીં થી રજા મળી જશે ઓપરેશનના બાદ થોડા સમય માટે આરવને આઈસીયુમાં રાખવામાં આવશે કાલ સવારથી તમે તેને જનરલ રૂમમાં લઈ જઈ શકો છો તમે અત્યારે મળી શકો છો...
અનામિકા તો આરવને આઈસીયુમાંથી જોવા તત્પર થાય છે અને જીદ્દી આરવ હાથ ઊંચો કરી અનામિકાને પોતાની પાસે બોલાવે છે... ડોક્ટર અનુમતિ આપે છે કે તે મળી શકે છે અને તે આઈસીયુ હોલ માં પ્રવેશે ત્યાં તો આરવ બિલ્લો રાની કહીને હોલને ગુંજાવી દે છે કદાચ અનામિકા ના જીવનમાં ફરીથી એ અવાજ એને નહીં સંભળાય અથવા તો એના ભણકારા હંમેશા તેના કાનમાં વાગ્યા કરશે અને બે આંગળી ને હોઠે અડાડીને અનામિકાને .... અનામિકા તો શરમાઈ જાય છે કે આરવ તો સાવ બેશરમ છે અહીં બધા લોકો ઉપસ્થિત છે અને તેને કઇ સરમ જ નથી આવતી તે તેની પાસે જાય છે તેના કપાળે હાથ ફેરવે છે અને ઈશારા થી કહે છે પોતાના નાક પર આંગળી રાખીને કે બસ કર હવે અને અનામિકા આરવ જોડે આંખોથી જ જાણે કેટલીય વાતો કરી લેછે તે ખૂબ જ રાહત અનુભવતા હોય એવું લાગે છે આરવને અનામિકા કહે છે કે સવારે આપણે ફરીથી મળશું આરવ હું જાઉં છું અને તું પણ આરામ કર બસ આ એક બે મિનિટના વાર્તાલાપમાં તો જાણે કેટલી જિંદગી એ બે જીવી લીધું હશે..
અનામિકા પોતાના રૂમમાં જઈ અને આરામ કરે છે ખબર નથી પડતી કેટલા દિવસ ના થાક ના કારણે એને ઊંઘ આવી જાય છે અને જાણે ઊંઘમાં જ એક સ્વપ્ન જોતી હોય તેવું તેને લાગે છે જાણે આરવ સ્વપ્નમાં પોતાની બાઈક માં બેસાડી ને દરિયા કિનારે ફરવા જવા માટે વાત કરતો હોય એવું લાગે છે આરવનો અવાજ તેના કાનમાં ગુંજે છે તે સ્વપ્નમાં જુવે છે કે આરવની નીચે ના ફળિયામાં આવેલા ઝૂલા પર બેઠો હોય છે એ જ gray ટીશર્ટ એજ બ્લેક goglas જે તેને બર્થ ડે ગિફ્ટ માં હમણાં જ અનામિકા એ આપેલા અને આરવ પોતાના જન્મદિવસ પર પોતાને ગમતી એક નવી જ royal બાઈક પર ...જે બાઈક પર બંને જણા રોજ ફરવા જતા આરવ એ જ બાઈક અને આરવ તેને બોલાવતો હોય એવું અનામિકા મહેસૂસ કરે છે કે ... ચાલને અનામિકા હવે મારે લાંબી સફર પર જવું છે અને અચાનક ઊંઘમાંથી સફાળી જાગી જાય છે
વળી તેને નર્સ બોલાવે છે કે ડોક્ટર્સ તમને તાબડતોડ બોલાવે છે અને ડોક્ટર તેને બોલાવીને કહે છે કે સોરી અનામિકા આરવ હવે આ દુનિયામાં નથી..
અનામિકાને ચીસો પાડવા નું મન થાય છે પણ નહીં ગમે તે કરે હવે આરવ તેની પાસે ક્યારેય નહિ આવે અનામિકા તેના નિસ્તેજ દેહને સ્પર્શે છે એકદમ ઠંડુ શરીર.. થોડીવાર પહેલા જેટલું જ તપતું હતું એ શરીરને ઠંડું થઈ ગયું હતું.. જાણે એવું લાગે છે કે આરવ ચીર નિંદ્રામાં પોઢી રહ્યો હોય...તે હમણા ઉઠી ને કહેશે કે ચાલ અનામિકા મને લઈ જા અને આરવની અનામિકા હવે માત્ર અનામિકા બનીને જ રહી જાય છે આરવ તેનાથી જોજનો દૂર ચાલ્યો જાય છે પણ અનામિકા તો જાણે આરવને પોતાની સાથે જ મેહેસુસ કરે છે તે વિચારે છે કે હું અને આરવ બસ આટલો જ સમય સાથે રહી શક્યા હજુ તો જીવન ઘણું બાકી છે પણ વિધિની વક્રતા જ હશે ને કે અનામિકા પર ઘણી બધી જવાબદારીઓ એક સાથે આવી જાય છે જાણે અનામિકાની પાસેથી એનું સર્વસ્વ છીનવાઈ જાય છે શું થશે અનામિકા નું કેમ સંભાળશે એ પોતાની જાતને કઈ રીતે પોતાની બધી જવાબદારી માંથી તે પાર પડશે..
ઘરે આવી અનામિકા સ્વસ્થ થવા પ્રયત્ન કરે છે પણ એક પણ ક્ષણ એવી નથી કે જેમાં આરવ તેને યાદ ન આવ્યો હોય કેમ કરી તેને ભુલાય કેમ કે જીવન જીવવાની રીત આપી ને ગયો હતો આરવ જીવનમાં અનેક સપના પૂરીને ગયો હતો અને આરવ દરેક સ્વપ્ન પૂરા કરવા માટે અનામિકાની જીવનમાં કંઈક બનાવીને ગયો હતો અને પોતાના પરિવારનો આધાર છે તો માત્ર અનામિકા આરવની બધી જવાબદારીઓ તેના પર આવી ગઈ છે
આરવ તો અનંતની યાત્રા પર જતો રહ્યો છે પણ અનામિકા તો જાણે આરવ તેની સાથે જ હોય તેવો મહેસુસ કરે છે તે સ્વીકારી નથી શકતી કે આરવ હવે તેની સાથે નથી પણ તે તો એવું જ માને છે કે આરવનો આત્મા તો પરમાત્મા બનીને તેની સાથે જ છે તેનો દેહ સાથ છોડીને જતો રહ્યો છે પણ આરવ તો માનસિક રીતે તેની સાથે જ છે તેનું સર્વસ્વ હતો આરવ છે અને તેની સાથે જ રહેશે હંમેશા ..આરવ અને અનામિકા હવે બે માંથી એક થઈ ગયા છે એવું અનામિકા મહેસૂસ કરે છે..... પૂર્ણ 🙏🙏🙏🙏
(બસ આ હતી મારી પ્રથમ પ્રયત્નની એક લાંબી ધારાવાહિક રચના.. આરવની અનામિકા જે મેં ખૂબ ટૂંકા સમયમાં લખ્યું છે ઘણી બધી ક્ષતિઓ હશે.. ઘણું બધું ..પણ મારી લાગણીઓને મેં આમાં વાચા આપી છે... આપ તમામ વાંચકોને અને મને વારંવાર પ્રોત્સાહિત કરનારા દરેકનો હૃદય પૂર્વક આભાર માનું છું ખૂબ ખૂબ આભાર..
જય દ્વારકાધીશ 🙏🙏🙏



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED