લવ બાઇટ્સ - પ્રકરણ-85 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-85

લવ બાઇટ્સ
પ્રકરણ-85
આશા સ્તવન તરફ ઢળી એનાં વાળ સ્તવનનાં ચહેરાં પર ફેલાઇ ગયાં અને એણે એનાં હોઠ પર ભીનું ચુંબન કરી લીધું અને સ્તવનની આંખો ખૂલી અને એ બોલ્યો એય માય લવ તને છેલ્લે આમજ જોઇ હતી મારાં પર ઝૂકેલી મારાં હોઠને ભીનું ભીનું ચુંબન કરતી તારી આંખો બંધ હતી છતાં જાણે મારામાં ખોવાયેલી હતી આઇ લવ યુ માય લવ. હું એ ક્યારેય ભૂલી નહીં શકું આઇ લવ યુ લવ યુ અને આશાએ ચહેરો ઊંચો કરી પૂછ્યું તમે મને આમ ક્યારે જોઇ ?
સ્તવનની ઉઘાડી આખો વધુ પહોળી થઇ ગઇ અને સ્વસ્થ થતાં બોલેલું યાદ આવ્યું અને બોલ્યો અરે તારી સાથે પ્રેમ કર્યા પછી હું ઘસઘસાટ ઊંધી ગયેલો ઊંઘમાં પણ બસ તું જ દેખાતી હતી અને તેં મને ચુંબન કર્યું એટલે આમ હું બોલી ગયો. એમ કહી બ્લેન્કેટ પોતાનાં તરફ ખેંચી બેડ પર બેસી ગયો. સ્વગત જ બોલી રહ્યો કે એ તું નહીં આશા મારી સ્તુતિ હતી મારો પ્રેમ અચાનક જાણે જાગી ગયો.
આશાએ કહ્યું પાછા શું વિચારમાં પડી ગયાં ? હું તો તૈયાર થઇ ગઇ તમે પણ તૈયાર થઇ જાવ હવે આળસ ના કરો. પછી બહાર ફરવા જઇશું ને ? આખો કિલ્લો મહેલ બધું જોઇશું ખૂબ મજા આવશે.
સ્તવને કહ્યું એય મારી ઉતાવળી મને તો સખ્ત ભૂખ લાગી છે મારી પાસે કેટલો પરીશ્રમ કરાવ્યો ? પહેલાં ગરમા ગરમ નાસ્તો ઓર્ડર કર એ મેનુ મને આપ હું બધો ઓર્ડર કરું છું. હું મારી રીતે બધુ મંગાવું છું.
આશાએ કહ્યું મીહીકાબેન અને મયુરને નથી બેલોવવા ? સ્તવને કહ્યું ના એમને પ્રાઇવેસી આપીએ એમનો સામેથી ફોન આવે તોજ બોલાવજે. અહીં જે આનંદ માણવા આવ્યા છીએ એમને પણ માણવા દે. બહાર નીકળવું હશે ત્યારે ફોન કરીશું.
આશાએ કહ્યું હાં તમારી વાત સાચી છે મને કેમ ખબર ના પડી ? બધો ઉત્સાહ આવી જાય છે. પછી ડેસ્ક પર પડેલું મેનું સ્તવનનાં હાથમાં થમાવ્યું.
સ્તવને મેનુ કાર્ડ ખોલ્યું અને અને અંદર બધી વાનગીઓ જોવા લાગ્યો. આશા એની બરાબર બાજુમાં આવીને બેસી ગઇ. સ્તવને પાના ફેરવ્યાં અને લીકરનું લીસ્ટ જોયું. એમાંથી બ્રાન્ડ સીલેક્ટ કરી અને આશાને કીધુ શુ ખાવું છે ? જો હવે સાંજ થઇ ગઇ છે અને હમણાં અંધારુ થશે. ફરવા નીકળવાનું તો કાલેજ થશે. અત્યારે થોડું સ્નેક્સ મંગાવી લઇએ અને ડીનર આપણે ચારે સાથે કરીશું.
આશાએ કહ્યું કંઇક તમતમાટ મંગાવો. એવું ખાવાની ઇચ્છા થઇ છે. સ્તવને એની સામે જોયું પછી બોલ્યો તું બીયર લઇશ ? તો મંગાવુ. મજા આવશે પછી તોફાન કરવાની. આશાએ કહ્યું તમે ખરા છો મને સામેથી આવુ પીવાનુ કહો છો ? તમારી ઇચ્છા હોય તો મંગાવો હું તો તમારુ આપેલુ ઝેર પણ વિચાર્યા વિના પી જઇશ.
સ્તવને કહ્યું આમ ઇમોશનલ ડાયલોગ શા માટે મારે છે ? સીધે સીધું કહેને કે તને ઇચ્છા છે કે નહીં ?
આશાએ કહ્યું એમાં નારાજ કેમ થાવ છો ? તમારી ઇચ્છા હોય તો મંગાવો હું કંપની આપીશ બાકી એ મારી ચોઇઝ નથી મારી ચોઇઝ માત્ર તમેજ છો.
સ્તવને ઇન્ટરકોમનું રીસીવર ઉઠાવ્યુ અને 9 નંબર પર ડાયલ કરીને બે બીયરનાં ટીન બે લાર્જ વ્હીસ્કી અને બીજો ગરમ નાસ્તો સાથે હજી બોલવા જાય ત્યારે આશા વચ્ચે બોલી નટ્સ ના મંગાવશો હું બધુ લાવી છું. અને સ્તવને સોડા બોટલનો સાથે ઓર્ડર લખાવીને રીસીવર મૂક્યું.
આશા કહે હું સાથે બધુ લાવી છું સ્તવન પછી ખોટાં પૈસા ખર્ચવાના એટલે વચ્ચે બોલી સોરી...
સ્તવને કહ્યું અરે રાણી હું સમજુ છું મને ક્યાં ગુસ્સો આવ્યો. તું આટલુ ધ્યાન રાખે છે એ ઘણું સારુંજ છે ને.
આશા સ્તવનની છાતી પર માથું રાખી સૂઇ ગઇ. સ્તવને એનાં વાળમાં હાથ ફેરવવા માંડ્યો અને સ્તવનને પાછું કંઇક યાદ આવ્યું એ એમાં ખોવાયો એની આંખ સામે બધાં દ્રશ્યો આવવા લાગ્યાં એની આંખો નમ થઇ ગઇ અત્યારે એની છાતી પર કોણ છે એ ભૂલી ગયો એ કંઇ બોલવા ગયો અને રૂમનો બેલ વાગ્યો.
આશા સફાળી ઉભી થઇ ગઇ એણે કપડાં સરખાં કર્યા. સ્તવન પણ સ્વસ્થ થયો એણે બ્લેન્કે આખો ઓઢી લીધો. આશાએ દરવાજો ખોલ્યો સામે વેઇટર હતો રજવાડી પોષકમાં એણે નીચી નજરે કહ્યું મેડમ તમારો ઓર્ડર આશાએ કહ્યું ત્યાં ટેબલ પર મૂકી દો. વેઇટરે આમ તેમ જોયાં વિનાંજ બધી ટ્રે-બોટલ બધુ ટેબલ પર મૂકી ઓર્ડર સ્લીપમાં સહી કરાવીને જતો રહ્યો. આશાએ રૂમ લોક કર્યો.
સ્તવન તરતજ બ્લેન્કેટ હટાવી ઉભો થઇ ગયો. આશાએ કહ્યું ઓય મારાં રાજા આમજ રહેવાનું છે સાવ લૂચ્ચા છો. સ્તવને કહ્યું મારો ટુવાલ આપ હમણાં કપડાં નથી પહેરવા ટુવાલ વીંટીને બેસીસ વારંવાર કોણ કપડાં કાઢે ?
આશા ખડખડાટ હસી પડી તમે તો એવાંજ રહેવાનાં એમ કહી બાથરૂમમાંથી બીજો ફ્રેશ ટુવાલ લઇ આવી અને કહ્યું લો આ પહેરી લો નહીંતર તમને ફાવશે નહીં એમ કહી ફરીથી હસી પડી.
સ્તવને કહ્યું મને તો ફાવે પણ.. છોડ નથી કહેવું. એમ કહી ટુવાલ કમરે લપેટી લીધો અને બંન્ને જણાં ટેબલ પર આવી ગયાં. સ્તવને કહ્યું. ગરમા ગરમ પકોડાની સુગંધ આવે છે. કટલેસ પણ મસ્ત લાગે છે એક કામ કર તું લાવી છું એ સોલ્ટેડ કાજુ, સીંગ બીજો જો નાસ્તો હોય એ પણ લાવ ડ્રીંક અને બીયર સાથે મજા આવશે.
આશાએ કહ્યું એજ લાવું છું કહીને એ નાસ્તાની બેગજ લઇ આવી એમાંથી કાજુ શીંગ સેવ બધો નાસ્તો કાઢ્યો. પછી બોલી લલીતામાસીએ ફૂલવડી બનાવીને આપી છે એ કાઢું ? સ્તવને કહ્યું લાવને મને ખૂબ ભાવે છે આશાએ કહ્યું એ પણ એવુંજ બોલેલાં. સ્તવનને ખૂબ ભાવે છે મને ખબર છે એટલે બનાવી છે સાથે લઇ જા.
સ્તવને કહ્યું માં કરતાં વધારે તારી માસી સાચવે છે. આશાએ કહ્યું માં એ લાડુ પણ આપ્યા છે લાવું ?
સ્તવને કહ્યું ના એ જમતી વખતે લઇશું. હમણાં આ બધું ઘણુ છે એમ કહી બીયર ટીન ઓપન કરીને આશાને આપ્યું અને પોતે લાર્જ પેગ હતો સોડા ઉમેરીને તૈયાર કર્યો અને આશાનાં ટીન સાથે ચીયર્સ કર્યુ અને પીવાનું શરૂ કર્યું સાથે ગરમ પકોડા અને કાજુ ખાવા લાગ્યો. આશા સ્તવનની સામે જોઇ રહી.
સ્તવને કહ્યું કેમ આમ જોઇ રહી છે ? સીપ મારને ડાર્લીંગ. આશાએ કહ્યું તમે ચોક્કસ ગત જન્મમાં કોઇ રાજા રજવાડા હશો તમારાં શોખ પણ એવાં છે અને પછી પ્રેમ પણ એવો લૂંટાવો છો. લવ યુ મારાં રાજજા....
સ્તવનને સ્માઇલ આવી ગયું એણે કહ્યું ગત જન્મની ખબર નથી પણ અત્યારે તો રાજાજ છું એમ કહીને મોટી સીપ મારી આશાનો ગાલ ખેંચી પ્રેમ કરી લીધો.
આશાએ કહ્યું ડ્રીંક આમ સારુ નહી પણ તમે ડ્રીંક લીધાં પછી સાવ બદલાઇ જાવ છો એકદમ પ્રેમાળ નિશ્ચિંત થઇ જાવ છો એ મને ખૂબ ગમે છે બીજાની જેમ ના તોફાન ના અપશબ્દના કોઇ ન્યુસન્સ સાચા અર્થમાં એન્જોય કરો છો. કરાવો છો.
સ્તવને વાતવાતમાં એક પેગ પુરો કર્યો અને આશા નું બીયરનું ટીન પણ પુરુ થઇ ગચું. સ્તવને બીજુ ટીન લીધું અને ખોલી આપ્યું. આશાએ કહ્યું એક મીનીટ હું બાથરૂમ જઇને આવું પ્લીઝ. તમે પછી બનાવજો.
સ્તવન હસવા લાગ્યો આટલામાં અસર ? જા જઇ આવ નહીંતર અહીં ભીનું કરીશ.
આશાએ કહ્યું જાવને આમ શું બોલો છો ? હું આવુ એમ કહીને બાથરૂમમાં ગઇ.
સ્તવન એનો બીજો પેગ બનાવી રહેલો અને એ પાછળથી એક અવાજ. આવ્યો એય મારાં રાજ્જા થોડું સંભાળીને વધુ ના થઇ જાય મારાં નાથ...
સ્તવને આર્શ્ચથી પાછળ જોયુ તો કોઇ નહોતું કેટલો મીઠો અવાજ કોણ બોલ્યું ? એ ચારો તરફ જોવા લાગ્યો ત્યાં આશા પાછી આવી ગઇ સ્તવનને જોઇ બોલી કેમ આમતેમ જુઓ છો ? શું થયુ ? હું તો બાથરૂમમાંજ હતી કોને શોધો છો ?
સ્તવને કહ્યું અરે કોઇને નહીં હમણાં ઠંડો પવન વાયો ક્યાંથી આવ્યો એ જોતો હતો અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -86રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Harsha Agola

Harsha Agola 2 વર્ષ પહેલા

Shefali

Shefali માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

D Patel

D Patel 2 વર્ષ પહેલા