લવ બાઇટ્સ - પ્રકરણ-84 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-84

લવ બાઇટ્સ
પ્રકરણ-84
સ્તવન-આશા બધાં હોટલમાં આવી ગયાં. પરંતુ સ્તવનનાં મનમાં રીસ્પેશનમાં રહેલી છોકરી જે અસ્સલ સ્તુતિ જેવી દેખાતી હતી એ મનમાંથી હટતી નહોતી. આશા ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ અને બારીની બહાર સ્તવન જોઇ રહેલો. એની નજર નીચે તરફ ગઇ ત્યાં એણે ફરીથી સ્તુતિને જોઇ સ્તુતિ પણ બારીમાં ઉભેલાં સ્તવન તરફજ જોઇ રહી હતી એ કંઇ બોલી નહોતી રહી કે ના કોઇ ઇશારા કરતી હતી.
સ્તવને જોયુ કે સ્તુતિ જ્યાં ઉભી હતી હવે ત્યાં નહોતી. એણે જોયું આશા હજી બાથરૂમમાં છે એણે સ્તુતીને ફોન લગાવ્યો સામેથી તરતજ ઉપડ્યો. સ્તુતિએ કહ્યું કેમ સ્તવન કુંભલગઢ ગયા નથી ? અત્યારે તો તમે પહોચી જવા જોઇએ. સ્તવનનું આષ્ચર્ય વધી ગયું એણે પૂછ્યું સ્તુતિ તું ક્યાં છું ? સ્તુતિએ કહ્યું કેમ ? મારાં ઘરે બીજે ક્યાં હોઊ ? તમે ત્યાં ગયાં છો પણ મનમાં હુંજ છું ? એમ કહી હસવા લાગી પછી બોલી મેં તમને પ્રોમીસ કર્યું છે હું ક્યાંય વચ્ચે નથી આવવાની અને હું પાળીશ હાં જો તમે પુકાર કરશો તો એક સકેન્ડની વાર નહીં કરું તરતજ આવી જઇશ.
સ્તવન કહેવા ગયો મેં અહીં હોટલમાં તારાં જેવીજ છોકરી જોઇ પણ સ્તુતીની વાત સાંભળી અટકી ગયો. એણે આગળ વાત ના કરતાં ઓકે કહી ફોન મૂકી દીધો.
ત્યાં આશા બાથરૂમમાંથી ફેશ થઇને આવી ગઇ અને સ્તવન એને જોતોજ રહ્યો. વિખરાયેલાં વાળનાં વાદળો વચ્ચે જાણે ચંદ્રમાં ચમકતો હતો એવો ચહેરો હતો. સ્તવન બધુ ભૂલ્યો અને આશાની નજીક આવ્યો.
આશાએ કહ્યું જાવ પહેલાં ફ્રેશ થઇ આવો તમે ડ્રીંક પણ લીધું છે. બરાબર નાહી ધોઇને આવો પછી નજીક આવજો. સ્તવન હસી પડ્યો ઓહો એમ વાત છે તું તો અહી બારીની બહાર કુદરત -ડુંગરા લીલોતરી બતાવીને ગઇ પછી હું એમાંજ ખોવાઇ ગયો. ઓકે ચાલ હું ફ્રેશ થઇને આવું એમ કહી બાથરૂમમાં ધૂસ્યો.
આશાએ એનાં ધોયેલાં વાળ સૂકવવા માંડ્યા એણે શરીર પર બેજ કપડાં પહેરેલાં અને નિશ્ચીંત થઇને બારીપાસે આવીને ઉભી રહી.
આશા બારીની બહાર કુદરતી દૃશ્ય જોઇ રહી હતી એનું મન પ્રફુલ્લિત થઇ ગયું અને એ ટુવાલથી વાળ લૂછી રહી હતી અચાનક એની નજર દૂર ડૂંગર તરફ ગઇ એને થયું ત્યાં દૂર કોઇ દૂરબીનથી જોઇ રહ્યું છે. એણે તરતજ પોતાની જાતને બારીથી દૂર કરી અને પડદો બંધ કરી દીધો. એને ગુસ્સો આવ્યો આવું કોણ જુએ છે. અને સ્તવનને બૂમ પાડી ત્યાં સ્તવન ફ્રેશ થઇને બહાર આવ્યો એણે શરીર પર માત્ર ટુવાલ પહેરેલો હતો.
સ્તવને કહ્યું તારો ચહેરો કેવો સુંદર અને પ્રેમાળ હતો આમ તંગ કેમ થઇ ગયો છે.આશા એ કહ્યું હું બારી પાસે ઉભી રહેલી અને મારી અચાનક નજર સામે ડુંગર તરફ ગઇ મેં કોઇને ત્યાં દૂરબીનથી મારી સામે જોતું હોય એવું લાગ્યું એટલે પડદો બંધ કરી દીધો.
સ્તવન હસવા લાગ્યો એય મીઠડી અરે અહીં ઘણી કુદરતી જગ્યાઓ છે જોતાં હશે કંઇક પણ તારાં જેવી રૂપાળી નાર દર્શન આપે પછી છોડે ? અને એય આવા બે કપડામાં પછી લલચાયજ ને. એમ કહી હસવા લાગ્યો.
આશા કહે શું બોલો છો તમે ? મને થોડી ખબર હતી કે સામે કોઇ દૂરબીન લઇ ઉભું છે ? હું તો કુદરતનો નજારો જોઇ રહી હતી અને તમારાં આવવાની રાહ જોતી હતી.
સ્તવને કહ્યું અરે હું તારી ખેંચુ છું મજાક કરુ છુ ચલ જોઇએ કોણ છે એ ? અને બંન્ને જણાં બારી પાસે આવ્યા પણ ત્યાં અત્યારે કોઇ નહોતું. સ્તવને કહ્યું બતાવ ક્યાં છે ?
આશાએ કહ્યું હાય હાય હમણાં તો ત્યાં કોઇ ઉભું હતું મેં જોયું છે ને અચાનક ક્યાં જતું રહ્યું મેં બરાબર જોયું હતું.
સ્તવને કહ્યું ચાલ તું થાકી ગઇ છું આવીજા તને આરામ આપુ છું એમ કહી આશાને બેડ તરફ ખેંચી અને આશાએ કહ્યું મારી વાત સાચીજ નથી માનતાં અને ઉપરથી આવી લુચ્ચાઇઓ કરો છો.
સ્તવને કહ્યું એય મારી રાણી અહીં એનાં માટે તો આવ્યાં છીએ આવીજા એમ કહી આશાને પોતાના તરફ ખેચી... સ્તવન બેડમાં આશાને ખેંચી અને વળગવા ગયો અને એનો ટુવાલ પણ છૂટી ગયો.
આશા હસતી હસતી બોલી તમારો ટુવાલ નીકળી ગયો. સ્તવને લૂચ્ચુ હસતાં કહ્યું મેં ફીટ પહેર્યોજ નહોતો એણે આશાનાં વસ્ત્રો પણ દૂર કરી નાંખ્યાં. આશાએ કહ્યું સાવ બેશરમ છો તમારુ બધુ પહેલેથી નક્કીજ હોય છે. એમ કહેતી સ્તવનને વળગી ગઇ.
સ્તવને કહ્યું મેં તને રસ્તામાંજ કીધેલું યાદ નથી ? આતો મજાની શરૂઆત છે. એમ કહી આશાનાં અંગોને સહેલવા માંડ્યો અને હોઠથી હોઠ મીલાવી ચૂમવા માંડ્યો આશા પણ સંપૂર્ણ સમર્પિત થઇ ગઇ. બંન્ને જણાં ક્યાંય સુધી પ્રેમ કરતાં ર્હાયં અને અંગથી અંગ પરોવાઇ ગયાં. સ્તવને આશાને કહ્યું આવો આનંદ અને સુખ તો સ્વર્ગમાં પણ ના મળે જે તારી પાસેથી મળે છે.
આશાએ કહ્યું મને પણ સ્તવન તમારાંમાંજ મારું સર્વસ્વ છે. આશાએ પછી સ્તવનને કહ્યું હું તમને એક વાત કહું ? સાવ ખાનગી અને અંગત છે.
સ્તવને કહ્યું નેકી ઔર પૂછ પૂછ.. કહેને શું વાત છે ?આશા સ્તવનને ફરીથી વળગી ગઇ બોલી સ્તવન આજે જે સુખ અને આનંદ મળ્યો છે એવો પહેલાં ક્યારેય નથી મળ્યો જાણે આજે સુખ આનંદની પરાકાષ્ઠા હતી અને અમાપ સંતોષ થયો છે.
સ્તવને આશાનો ચહેરો હાથમાં લઇ ચૂમતાં કહ્યું મારી આશા એ નિશ્ચિંતતા -એકાંત અને એકાત્મતાનું પરિણામ છે આજે વચ્ચે કોઇ વિચાર-વ્યક્તિ કે સંજોગ નહોતા એને કારણે મને પણ ખૂબ આનંદ અને સંતોષ થયો છે. મારી આશા તું મારું જીવતું સ્વર્ગ છે આ ભૂમી પર આવીને કંઇક અનોખો અનેરો આનંદ છલકાય છે.
આશાએ કહ્યું તમારી વાત સાચી છે. અહી જેવો પગ મૂક્યો છે ત્યારથી ખૂબ સારું લાગી રહ્યું છે આ ભૂમી સાથે જરૂર કોઇ ઋણાનુબંધ હશે.
સ્તવને કહ્યું જે હશે એ પણ અહીં ખૂબજ પ્રેમ ઉભરાય છે આનંદ આવે છે અને કોઇ અગમ્ય સંતોષ પરખાય છે. લવ યુ મારી આશા એમ કહીને સ્તવન આશાને વળગીને પડી રહ્યો.
થોડીવાર પછી આશાએ જોયું કે સ્તવન તો ઘસઘસાટ ઊંઘી ગયા છે. એણે સ્તવનનાં કપાળ પર ચૂંબન કરી ખૂબ હળવેથી એનો હાથ ખસેડી બ્લેકેન્ટ ઓઢાડી દીધું અને સ્તવનનો ટુવાલ વીંટાળીને ઉભી થઇ ગઇ અને બાથરૂમમાં પોતાનાં કપડાં લઇ જઇને વ્યવસ્થિત રીતે તૈયાર થઇને પાછી બહાર આવી ગઇ.
એણે જોયું સ્તવનતો હજી ઘસઘસાટ ઊધી રહ્યાં છે. એણે થોડીવાર સ્તવન સામે જોયાં કર્યું એને સ્તવનમાં જોઇને એટલુ વ્હાલ ઉભરાઇ રહ્યું હતું. એનાંથી ના રહેવાયું. અને સ્તવનનાં હોઠ પર ચુંબન કરવા નમી એનાં વાળ સ્તવનનાં ચહેરાં પર પથરાઇ ગયાં. એનાં વાળમાથી સુગંધ આવી રહી હતી એણે સ્તવનનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ભીનું ભીનું ચુંબન લઇ લીધું. અને સ્તવનની આંખો ખૂલી અને સ્તવનનાં હોઠ પરથી નીકળ્યું એય માય લવ....બસ તને છેલ્લે આમજ જોઇ હતી તારું એ ચુંબન હું કદી નહીં ભૂલી શકું મારી વ્હાલી.. આઇ લવ ય... લવ યુ અને આશાએ ચહેરો ઊંચો કર્યો અને બોલી એય સ્તવન લવ યુ પણ તમે મને છેલ્લે આવી ક્યારે જોઇ ?
સ્તવનની આંખો પહોળી થઇ એણે જોયું કે એ આશાનાં ચુંબનથી ઉઠી ગયેલો પણ શું બોલી ગયો ? એ સ્વસ્થ થઇ ગયો એણે આશાને કહ્યું અરે ઊઘમાં પણ મને તારોજ ચહેરો દેખાતો હતો. બસ આમજ તને જોયાં કરતો હતો અને તેં મને કીસ કરી.
આશા કહે મારીજ વાત કરો છો ને ? અને તમે ડ્રીંક લીધું પછી બાથ લીધો અને પછી.. સ્વર્ગીય સફરે આપણે.. પછી થાક જોડાયો અને તમે તો ઘસઘસાટ ઊંધી ગયાં. હું હળવેથી ઉભી થઇને તૈયાર થઇ ગઇ. પણ તમારાં શબ્દો મને સ્પર્શી ગયાં તમે મને કેટલો બધો પ્રેમ કરો છો. સ્તવન આઇ લવ યું.
સ્તવનને બ્લેન્કેટ ખેંચી ઓઢીને બેડ પરજ બેસી ગયો અને મનમાં કોઇ વિચારોમાં ખોવાયો એને થયુ મે આશાને આમ કીધુંજ નથી તો...

વધુ આવતા અંકે - પ્રકરણ -85