વસુધા - વસુમાં - પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-13

વસુધા
પ્રકરણ-13
સરલા અને દુષ્યંત ખેતરમાં ફરવા નીકળ્યાં. વસુધા ત્યાં રૂમનો ઓટલે બેસી ગઇ. પીતાંબર એની બરોબર બાજુમાં આવી બેસી ગયો અને વસુધાને શું ગમે ? શું શોખ છે એ પૂછવા લાગ્યો. વસુધાએ કીધુ. ભણવાં સાથે બધુ ગમે. ફીલ્મ જોવી, ગામમાં આવે ત્યારે રામલીલા, આંકડી કચુકી રમવી, મારી લાલી સાથે વાતો કરવી મને ખૂબ ગમે. ત્યાં પીતાંબર વસુધાનાં ખભે હાથ મૂક્યો અને...
વસુધા થોડી આધી ખસી ગઇ. વસુધા શરમાઇ રહી હતી. પીતાંબરે કહ્યું આજે આપણો સંબંધ નક્કી થયો ગોળધાણા ખવાયા અને સાકરપેંડો અપાઇ ગયો. વડીલોનાં આશીર્વાદ લીધાં હવે લગ્ન થવાનાં આમ શરમાય છે કેમ ? હવે તો આપણે નજીક આવવું જોઇએ એકબીજાને ઓળખવા જોઇએ. એમ કહીને એણે વસુધાનો હાથ પકડી લીધો વસુધા હાથ પાછો ખેંચી રહી હતી પણ એણે પકડીજ રાખ્યો. અને બોલ્યો તને ફીલ્મ પસંદ છે હું તને આણંદ કે નડીયાદ જોવા લઇ જઇશ આવીશને ?
વસુધાએ શરમાતાં કહ્યું માં હા પાડશે તો આવીશ પણ લગ્ન થઇ જવા દો પછી જઇશુંજ ને. મને ફીલ્મ જોવી ગમે છે પણ ઘરમાં કહે તોજ આવીશ અને સાથે દુષ્યંતને લઇશ તમને વાંધો નથી ને ?
પીતાંબરે કહ્યું ભલેને આવતો મને વાંધો નથી પણ મને ફીલ્મનો ખૂબ શોખ છે હું અઠવાડીયે એકવાર તો મારાં ભાઇતબંધો સાથે જઊંજ છું અને મને... કંઇ નહીં તું આવીશ ત્યારે આપણે સાથે હોટલમાં જમવા પણ જઇશું.
વસુધાએ કહ્યું પણ તમે ભણવાનું કેમ છોડી દીધુ ? હું ભણીશ આગળ તમને સાચેજ કોઇ વાંધો નથી ને ?
પીતાંબરને પ્રશ્ન ગમ્યો નહીં એણે કહ્યું મને ભણવું નથી ગમતું અને દૂધ અને ખેતીમાં પાપા એકલાં નથી પહોચી વળતાં મને એ બધાં કામ ગમે છે. તારે ભણવું હોય તો ભણજે મને વાંધો નથી પણ મને ભણવાનું ના કહીશ.
વસુધા થોડી ઉત્સાહમાં આવી ગઇ એણે કહ્યું મને તો કોમ્યુટર પણ શીખવું છે. નવું નવું આવ્યુ છે અમારી સ્કૂલમાં લાવ્યાં છે અને હું શીખવાની છું એની ફી અલગ થી મેં ભરી દીધી છે. તમને આવું શીખવું નથી ગમતું ?
પીતાંબરે કહ્યું તારે શીખવું હોય શીખજે પણ તું અત્યારે આવીજ વાતો કરીશ ? આપણી વાતો કરને તું સરસ દેખાય છે મને ગમે છે. એમ કહીને એણે હાથ વસુધાનો ઊંચો કરી ચૂમવા ગયો અને સરલાનો અને દુષ્યંતનો ખૂબ નજીકથી અવાજ આવ્યો એણે હાથ છોડી દીધો. વસુધા હસતી હસતી ઉભી થઇ ગઇ અને બોલી કેમ શું થયું ? મારો હાથ છોડી દીધો ? પીતાંબરે ખોટી નારાજગી બતાવતા કહ્યું તારો ભાઇને નંણંદ આવી ગયાં વસુધા હસવા લાગી. ત્યાં સરલાએ આવીને કહ્યું વસુધા મારો ભાઇ પસંદ આવ્યો ? શું વાતો કરી ?
વસુધા શરમાઇ ગઇ અને હકારમાં માથું હલાવ્યું પીતાંબર કહે શું વાતો કરીએ ? ભણવાની વાતો કરી અને ત્યાં તમે આવી ગયાં અને એની બહેન પર નારાજ થયો.
સરલા સમજી ગઇ હોય એમ બોલી ઓહો એમાં ખીજાય છે શું ? હવે પરણીને ઘરેજ આવવાની છે. વસુધાએ કહ્યું એમને ફીલ્મનો ખૂબ શોખ છે એટલે એ જોવા જવા કહેતાં હતાં.
સરલાએ કહ્યું તે શું જવાબ આપ્યો વસુધાએ કહ્યું માં-પાપા હા પાડે તો જઇશું. એવું કીધુ ત્યાં દુષ્ચંત વચ્ચે બોલ્યો હું આવીશ તમારી સાથે અને એ સાંભળી સરલા અને વસુધા હસી પડ્યાં. પીતાંબરે કહ્યું ભાઇ તને તો લઇજ જવો પડશેને. લઇ જઇશું દુષ્યંત ખુશ થઇ ગયો.
સરલાએ કહ્યું હવે ઘરે પાછા જઇએ મા-પાપા બધાએ આરામ કરી લીધો હશે પછી ઘરે પાછા જવાનું ને. પીતાંબરે કહ્યું હમણાંથી ? હજી હમણાં તો આવ્યા છીએ કંઇ નહીં ચલો ઘરે તો જઇએ. વસુધા મલકાઇ રહી હતી અને ત્રાંસી નજરે પીતાંબરને જોઇ રહી હતી.
બધાં ઘરે આવ્યાં. વડીલો બધાં આરામ કરી પરવારી ઓસરીમાં બેઠાં બેઠાં વાત કરતાં હતા. વુસધાને બધાને જોઇ દિવાળી ફોઇ બોલ્યાં ખેતર જોઇ આવ્યા ? સરલાએ કહ્યું હાં સરસ બધાં ઝાડ છે ફળોનાં અને બોલી જાંબુનું ઝાડતો ખૂબ મોટું છે અમારે ઘરે નથી.
પાર્વતીબેન કહ્યું બહુ જાંબુ ઉતરે છે હું આવશે ફળ ત્યારે ચોક્કસ મોકલાવીશ. દુષ્યંત કહ્યું હું અને પાપા આપી જઇશું. અને માં દીદી અને જીજાજી પીક્ચર જોવા જવાનાં છે હું પણ સાથે જવાનો છું.
આવું સાંભળી બધાં હસી પડ્યા. વસુધા શરમાઈને ઘરમાં જતી રહી, લાલી પાસે આવીને બોલી લાલી તારાં જમાઇ તો ખૂબ શોખીન છે મને ગમ્યાં છે તને ગમ્યાં છે ને ?
લાલીને હાથ ફેરવી વસુધા વાતો કરી રહી હતી અને માંએ બૂમ પાડીને કહ્યું વસુધા બેટા બધાં માટે ચા બનાવ અને વસુધા દોડીને ઘરમાં ગઇ. આજે એણે સરસ કપડાં પહેરેલાં પગમાં ઝાંઝર હતાં. આજે જાણે રાજકુમારી જેવી દેખાતી હતી.
વસુધા અંદર આવી બહાર પીતાંબર તરફ નજર કરી પાછી વાળી લીધી અને માંને ધીમેથી પૂછ્યું માં સાકર કેટલી નાંખવાની ?બધાં ગળી ને કડક ચા પીશે ને.
ભાનુબહેને કહ્યું બાધાં સાંકરવાળીજ પીએ છે બેટાં. તારી રીતે બનાવીને લાવ. પાર્વતી બહેન હસતાં વસુધા તરફ જોઇ રહેલાં. વસુધા ભલે કહીને રસોડામાં ગઇ અને ચા બનાવવા લાગી.
ત્યાં ગુણવંતભાઇએ કહ્યું પુરષોત્તમભાઇ આજે મને ઘણો સંતોષ થયો છે. મારાં પીતાંબર માટે આવીજ છોકરી જોઇતી હતી અને એવીજ મળી છે. અને મેં લગ્ન માટેનાં મૂહૂર્ત પણ કઢાવી લીધાં છે વચ્ચે હવે માંડ મહીનો રહ્યો છે. અષાઢમાં લગ્ન લઇ લઇએ. પછી ખેતીની સીઝન શરૂ થઇ જશે એ પહેલાં. પરવારી જવાય.
પુરષોત્તમભાઇએ કહ્યું ભલે વેવાઇ અમે તૈયાર છીએ હવે પછી બધી તૈયારી ચાલુ કરી દઇશ. સમય થોડો ઓછો મળશે પણ કોઇ કચાશ નહીં રહે. દિવાળીબેન સાથે બેસી ને અમે લીસ્ટ પણ તૈયાર કરી દીધું છે.
દિવાળીબેને કહ્યું તૈયારીઓ તો કરવી પડે ને. છોકરીનું ઘર છે ક્યાંય કોઇ વાતે ઓછુ ના પડવું જોઇએ અને અમારે એકની એક દીકરી છે ઘરમાં પહેલો પ્રસંગ છે. અમારાં માટે નવું છે એટલે વટ વ્યવહારમાં તમે બધી સ્પષ્ટતા કરી દો. એટલે એ પ્રમાણે તૈયારી થાય.
ભાનુબહેને કહ્યું દીકરીને બે કપડે વળાવશો તોય વાંધો નહીં લઇએ અમારે તો તમારી દીકરી આવી એટલે બધુય આવી ગયું.
પાર્વતીબેન કહ્યું મારી એકની એક દીકરી છે વ્યવહાર પૂરો કરીશું. તમે આટલુ કીધું એમાં બધુય આવી ગયું અમારાં ઘર કુટુંબ પ્રમાણે પુરંતુ કરીશું અને જાનને તેડાવી બધી સ્વાગતની તૈયારી કરીશું કશુંજ ઓછું નહીં હોય એની ખાત્રી રાખજો.
ગુણવંતભાઇએ કહ્યું અમે જાણીએજ છીએ એટલેજ વ્યવહારમાં અમારાં તરફથી કંઇ કહેવાનું લેવાનું નથી.
ગુણવંતભાઇએ કહ્યું તમે કીધું સમજાઇ ગયું અને અમારાં પ્રમાણે બધો વ્યવહાર કરાવીશું અને દીકરીને શોભે તમને શોભે એવું કશું અમનેય ઘણો ઉત્સાહ છે.
દિવાળીબેને કહ્યું મૂહૂર્તની તારીખવાર બધું જણાવી દો એટલે કંકોત્રી એ પ્રમાણે તૈયાર કરાવીએ અને ગુણવંતભાઇએ ખીસામાંથી કાગળ કાઢીને આપ્યો અને બોલ્યાં શ્રેષ્ઠ મૂહૂર્ત છે આપણાં છોકરાં સુખી થશે. બંન્નેનાં ગુણ અને કુંડળી પણ સંપૂર્ણ મળે છે અને લગ્નનો દિવસ પણ એ રીતે કઢાવ્યો છે. અષાઢ સુદ આઠમ છે અને મૂહૂર્ત સાંજના 6.00 વાગ્યાનું છે.
પુરુષોત્તમભાઇએ હરખાતાં કાગળ લીધો અન્ બોલ્યાં હવે કંકોત્રી અને આમંત્રણનુ લીસ્ટ બની જશે તમારે ત્યાંથી જાનમાં કેટલું. મામસ આવશે એ કહીદો અને હાં તમારી મરજી પડે એટલાં આવજો અમને કોઇ વાંધો નથી પણ માણસ ગણેલાં હો તો સંખ્યા પ્રમાણે બધી વ્યવસ્થા કરી શકાય.
ગુણવંતભાઇએ ભાનુબહેન તરફ જોયુ અને ભાનુ બહેન કહ્યું તમને ભારે પડે એવી કોઇ સંખ્યા નથી મારી સરલાનાં સાસરેથી અમારાં નજીકનાં કટુંબીઓ થોડાં મિત્રો અને ન્યાતનાં માણસો બધાં થઇને લગભગ 300 માણસ આવશે. એનાંથી વધારે નહીં થાય.
પુરષોત્તમભાઇએ કહ્યું કશો વાંધો નથી તમે તમારે આનંદથી 300 જાનૈયા લઇને આવજો અમને ખૂબ ગમશે. બંન્ને બાજુ બધી વાત અને સહમતિ થઇ ગઇ.
વસુધા ચા લઇને આવી અને બધાને ચા આપી પીતાંબર પાસે ગઇ અને કપ હાથમાં આપ્યો. પીતાંબરે હાથે કરીને રકાબી સાથે વસુધાનો હાથ પકડ્યો અને વસુધા બધાની હાજરીને કારણો ગભરાઇ એણે ઇશારામાં હાથ છોડવા કીધુ અને ખોટી ખોટી ગુસ્સે થઇ. એને ગમતું હતું પણ વડીલોની હાજરીની મર્યાદા રાખતી હતી.
પીતાંબરે હસતાં હસતાં છોડ્યો અને વસુધા પાછી અંદર જતી રહી અને પીતાંબરનો સ્પર્શ ગમતો હતો.
ચા પીધા પછી વેવાઇ ગુણવંતભાઇ એ કહ્યું ભાઇ પુરષોત્તમ અમે રજા લઇએ ? ભાવેશકુમારને પણ થોડું કામ છે હવે છોકરાઓને હળવા ભળવા દેજો બહાર જવા માટે મંજૂરી આપશે અને વસુધા પીતાંબર સામે....
આગળ આવતા અંકે - પ્રકરણ-14