આગલી રાતના.સ્વપ્નમા કાશ્મીરમાં ચાલતી ભારતીય સેના અને આતંકીઓની મુઠભેડમા રહીશોના સ્થાનિક એરિયામાં આતાંકીઓ ઘુસી ગયેલા ,એમનેઘણા નિર્દોષ લોકોને પોતાના પાપી હાથોવડે લોહીથી રંગીદીધા,ત્યાં એક ઘરના આંગણામા એક 2 ,3 વર્ષનું બાળક પોતાના પિતાના પાર્થિવ શરીર પાસે બેસીનેં પપ્પા, પપ્પા કહીનેં રડી રહ્યું હતું, થોડીવારમા ભારતીય સેનાએ આતંકીઓ નેં ખદેડી તે બાળક પાસે આવ્યા એમાના એક ઓફિસરે એ બાળકને એ બાળકને ઊંચક્યું, અને ત્યાંથી પોતાની સરકાર તરફથી મળેલી વસાહત ઉપર લાવીને પોતાની પત્નીના ખોળામાં સોંપ્યું ,એમના લગ્નના 3 વર્ષપછી પણ એમને કોઈ સંતાન ન હતું, તેની પત્ની બાળકનેં જોઈ નેં ખુબ ખુશ થઇ અને એના માતા પિતાના બલિદાનની વાત સાંભળીનેં પોતાના આંખમાંથી આવાતા જાળહળી ઉઠેલા આંસુંને વહેતા રોકીના શકી,..............
" સ્નેહું બેટા સ્નેહું શું થયું તને?" આજે ફરી કોઇ સપનું આવ્યું? "તને મેં કેટલીવાર કહ્યું છે, ખોટાવિચારો ન કરવાજોઈએ " ચાલ જલ્દી તૈયાર થઈજા કોલેજમાં જવાનુ છે તારે આજે 8 વાગે અને આજે તારી સ્પીચનું રીઅલસલ છે, જલ્દી તૈયાર થઈ જા અને મંદિરે થઈને જજે"...
પાછળની રાતના, બધાજ સપનાઓ માંથી બહારનીકળી તે મમ્મીને ગળે મળીને રડી ગઈ, અને કહ્યું પપ્પાને કહેજે ખૂબ જ યાદ આવે છે, શાકયહોય તો થોડાદિવસ પછી મળવા આવે, માયાબહેને તેને વહાલકરતા એક સ્મિત સાથે હા કહ્યું..
સ્નેહા એક નવીન ઉર્જા સાથે ઘરેથી કૉલેજ જવા નીકળી ,રસ્તામાં આવતા મા હરસિદ્ધિના મંદિરે જઈ દર્શન કરી, કૉલેજમાં ગઈ, બીજા દિવસે 15 August હોવાને લીધે સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ તેને પણ લીધેલો તેમાટે તેને સ્પીચ લખી હતી, એની તૈયારીમાં એ લાગી, આખો દિવસ કોલેજમાં જ ગયો સાંજે 4 વાગે ઘરે આવી રોજ 3 કલાક ના લેક્ચર થી વધુ સમય આપવો પડ્યો એટલે થાકી ને ૨કલાક આરામ કર્યો, સાંજે 6 વાગે એના પિતા જે ભારતીય સેનામાં મેજર એમનો કૉલ આવ્યો, પહેલાંતો એ ખૂબ ભાવુક થઈ ને ગલગળી બનીગઈ અને પછી જલ્દી આવજો પપ્પા એટલું કહ્યું સામેથી એના પપ્પાએ જવાબ આપ્યો હા બેટા હું 15 દિવસમાં આવીશ,મારી નોકરી ને 15 દિવસ જ બાકી છે,પછી કોઈ બેંકમાં કે કોઈની સુરક્ષામાં રહીશ ,જલ્દી મળીશું બેટા ધ્યાન રાખજે અને બંને એ થોડી વાત કરી અને ફોન મૂકી સ્નેહા ખૂબ ખુશ થઈ..
અસંખ્ય સપાનાઓ સાથે એને ચેનની રાતની નિંદ્રા લીધી, અને સવારે વહેલા 7 વાગે પોતાની વ્હીકલ ઉપર કૉલેજ નીકળી, ધ્વજવંદન કર્યું ત્યારબાદ, એક એક કરીને બધાજ સ્ટુડન્ટ જેલોકો એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બધાને પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું, હવે સ્નેહાની વારી આવી સ્નેહા સ્પીચ માટે સ્ટેજ ઉપર આવી...
"સ્પીચના શબ્દો આઝાદ ભારત વિશે અને તેને પોતાના કંઠમાં જેમ સરસ્વતીનો વાસ હોય એમ શબ્દો શરૂ કર્યા,.."
" આઝાદી કેવી રીતે મળી આઝાદી ?બધાને મળી આઝાદી.."
આપણે બધાજ જાણીએ છીએ કે આપણે આઝાદ છીએ, આપણને આઝાદી મળી અને એના પાછળ કેટલા લોકોએ પોતાનો ખુન, પસીનો વહાવ્યો એપણ આપણે જાણીએ છીએ, પણ આપણે શું નથી જાણતા,?ચાલો હું જણાવી દવ..
આપણે બધાજ માનવો, બધાજ ખૂબ આગળ વધ્યા પણ મનની આઝાદી હજી પણ નથી મળી આપણને, વિચારોથી હજી પણ આઝાદ નથી,ચાલો આમ નહીં સમજાય એક કિસ્સો કહું સત્ય ઘટનાનો....
"આજથી 18 વર્ષ પહેલાંની વાત છે, કાશ્મીરમાં ભીષણ આતંકી પ્રવૃતિ ચલાતી હતી, અને એને રોકવા માટે ભારતીય સેના ખૂબ જ પ્રયાસ કરતી હતી અને એક મુઠભેડમાં એક કાશ્મીરના કુટુંબને આતંકીઓ એ હણી નાખ્યું, માત્ર એક નાનું બાળક એના પીતાના શવ પાસે પપ્પા, પપ્પા કરતું હતું, અને ત્યારે ત્યાં એક નવયુવાન આર્મી ઑફિસર આવ્યા એમની નોકરી ને 1 મહિનો જ થયો હતો તો પણ એમને એ બાળકને પોતાના પત્નીને સોપ્યું એમને કોઈ સંતાન ન હતું તે માટે એ બાળકનું સિંચન કર્યું, એ છે આપણા આઝાદ ભારતના એક કર્મનિસ્ટ army officer, પણ વાત એ છેકે જ્યારે એ બાળક મોટું થયું તો એને સગા, સંબંધીઓ એ કહ્યું આ તારા મમ્મી પાપા નથી, તું એમનું સંતાન નથી, હવે તમે જ કહો શું આને કહેવાય આઝાદી જે વિચારોમાં નથી જોવા મળતી આવી આઝાદી લઈ ને પણ તમે શું કરશો, પછી એજ બાળક એક દિવસ તમારી સમક્ષ પ્રશ્ન કરશે તો? હા હું એજ બાળક છું, પણ મારા મમ્મી,પપ્પા એજ છે જેમણે મને અંધકારમાંથી પ્રકાશ તરફ માર્ગ બતાવ્યો.."
આજે આપણે આઝાદ છીએ પણ આઝાદીનો મતલબ નથી સમજતા, મારા જેવા ઘણા જ બાળકો છે આદુનિયામાં એમણે પણ માતા, પિતાની જરૂર છે પણ લોકોની એવી માનસિકતાજ એમને ગુલામ બનાવી રહી છે, લોહી નહીં પણ વિચારો જ દેશ બદલી શકે છે,
"આઝાદી મેળવવી એટલે ગુલામીમાંથી બહાર આવવું જ નહીં પરંતુ ઊંચ, નીચ આ બધી બાબતોમાંથી નીકાળી દેશને આગળ પ્રેરિત કરવો એજ આઝાદીની સાચી નિશાની છે, અસ્તુ......" જય હિન્દ
સ્પીચ આપ્યાબાદ આખી કોલેજનું કેમ્પસ તાળીઓથી ગુંજી ઉઠયું, અને સ્ટેજની નીચે ઉતારીને સ્નેહા એની મમ્મી પાસે ગઈ ત્યારે તેણે ભેટી ને મમ્મી એ વહાલથી માથાં ઉપર હાથ ફેરવ્યા.....
થોડા દિવસોમાં તેના પપ્પાની નોકરી આર્મીમાં પૂરીથઈ અને એમને એક અનાથ બાળકો માટેની સંસ્થા ચેરિટીથી શરૂ કરી, અને આમ જ બાળકોને લોહીથી નહીં પણ માનવતાથી જોતી એક સંસ્થા બની,
આઝાદીનો મતલબ માત્ર ગુલામીમાંથી બહાર આવવું જ નહીં પરંતુ, આપણામાં રહેલા ભેદ, અને ભ્રમો જેવી માનસિકતાને દૂર કરવી છે, તો જ સાચા અર્થમાં આઝાદી મેળવી કહેવાય,
આઝાદી એટલે બધાજ બંધનથી મુક્ત હોવું...........
જય હિન્દ, જય ભારત, વંદે માતરમ્ 🇮🇳
✍ Vansh prajapti (વિશું, વિશેષ)💚💗